NIKE એક એવી બ્રાન્ડ કે જે નાના-મોટા, ગરીબ, શ્રીમંત કે મિડલક્લાસ બધાને ખબર હોય. અંદરથી એને પામવાનો ઇરાદો હોય.... જો કોઇ પૈસા ટકે સુખી છે તો NIKE એનો સ્ટેટસ સિંબોલ છે, જો કોઇ મિડલકલાસ ફેમિલીનો છે તો NIKE એનું સપનું છે. જો મિડલક્લાસનો છોકરો એનો કોઇ ઉપયોગ કરી રહ્યુ હોય તો એ એનું પૅશન છે. જો કોઇ ગરીબ છે તો પણ ક્યાંક ઉંડે ઉંડે એકાદ બીજ પડેલા હશે કે મારે આનો એક દિવસ ઉપભોગ કરવો છે. હા, એની તમન્ના તો છે જ. અરે... હું કાંઇ ભારત જ ની વાત નથી કરતો એ તો આફ્રીકાની ગંદી ચાલીમાં કે બ્રાઝિલના ફવેલા (મુંબઇની ધારાવી જેવો જ એકદમ ભરચક વિસ્તાર ધરાવતી જગ્યા)નો કોઇ સ્કુલમાં ભણતો છોકરો હોય એને પણ NIKE નું નામ ખબર જ છે અને એનું મનમાં ક્યાંક એક પૅશન પણ છે. Swoosh નો લૉગો ધરાવતી આ કંપની દુનિયાના ચોરૈ-ને-ચૌટે વખણાઇ છે અને ચર્ચાઇ છે. નવાઇની વાત તો એ લાગશે કે ૩૦ જુન 1971માં છેક NIKE એવું નામ આપવામાં આવ્યું. એની પહેલા 25 જાન્યુઆરી 1964 માં કંપની સ્થપાઇ ત્યારે એનું નામ Blue Ribbon Sports એવું હતું. Bill Bowerman અને Phil Knight ભેગા મળીને આ કંપની ચાલુ કરી. NIKE નામ વિજયના દેવી (ગ્રીક) પરથી લેવામાં આવ્યું અને એને સાચા અર્થમાં સાર્થક કર્યુ કારણ કે આજે NIKEની નેટવર્થ 29.6 બિલીયન ડોલર જેટલી થવા જાય છે. વિજય જ વિજય.... NIKE માત્ર બૂટ જ બનાવે એવું નથી NIKE એક એવી મલ્ટીનેશનલ કંપની છે જે ડિઝાઇન અને ડેપલૉપમેન્ટ સાથે footwear, apparel, equipment, accessories અને servicesમાં દુનિયામાં એક અલગ જ ઇમેઝ બનાવી ચૂકી છે. NIKE બ્રાંડનો Swoosh લૉગો અને “ Just Do It ” ની ટૅગ લાઇન વિશ્વની સૌથી સફળ અને વિશ્વાસનીય ગણવામાં આવે છે. આ લૉગો અને ટૅગ લાઇન પાછળ(ઍડર્વટાઇઝ્મેન્ટ) કંપની દર વર્ષે પોતાની ઇંકમના 10 % ખર્ચ કરે છે. એક સર્વે તો એમ પણ કહે છે 80% વેચાયેલ વસ્તુ કોઇ intended purpose પર નથી વહેચાઇ, એ તો વહેંચાઇ છે બ્રાંડના લૉગો પર કે એક ફેશન કે એક સ્ટેટસ સિંબોલ પર... અને એને સતત પ્રેઝંટ કરવા માટે NIKE હંમેશા તૈયાર જ હોય છે. Ilie Nastase, Steve Preforntaine, Carl Lewis, Jackie Joyner-Kersee, Sebastian Coe, Ronaldinho, Wayne Rooney, Micheal Jordan, Kobe Bryant, Roger Federer, Rafael Nadal, Ronaldo, Neymar, Cristiano Ronaldo, Kylian Mbappe, Zlatan Ibrahimovic, Thierry Henry, Didier, Drogba, Francesco Totti, Harry Kane, Andres Iniesta , Eden Hazard, Tiger Woods અને Rory Mcllroy જેવા ખેલાડીઓ ને NIKE સ્પોન્સર કર્યા. તો એક વાત ચોક્ક્સ કહેવી પડે કે 1984 માં Micheal Jordan આવ્યા અને સાથે સાથે Spike Lee અને Mars Blackmon થી NIKE ને એક જોરદાર બુમીગ મળી ગયું.... આટલા પ્રમોટરો જો એક જ બ્રાંડને સમયે સમયે પ્રમોટ કરતાં હોય તો કોઇપણ દેશની Urban Fashion કે hip hop fashionની દુનિયામાં NIKE હોવાની જ... અને જો ત્યાં હોય તો એ તો બમણા વેગથી એડવર્ટાઇઝ પામવાની જ.. અને એ જ બન્યું... એક સ્ટેટ્સ સિંબોલ કે એક પૅશન બ્રાંડ તરીકે છેલ્લા 35 વર્ષ કરતા વધારે વર્ષોથી એ રાજ કરી રહી છે.આજ કાલ NIKE નવા જ અંદાજમાં પોતાની ઍડર્વટાઇઝમેન્ટ કરી રહી છે. " MAKE THE WORLD LISTEN. "The louder we play, the more we change the game.. પૅશન કેવું હોય એ જોવું હોય તો NIKE બ્રાંડની એક જ પ્રોડક્ટ NIKE Sneakers Airના શોખીનો કેવા છે એનો વિડિયો (લિંક પર ક્લિક કરીને) જ જોઇ લો... હવે મારે કશું જ કહેવું નથી.... https://youtu.be/bNzmKrJBJ8c
શનિવાર, 22 સપ્ટેમ્બર, 2018
Nike એક પોપ્યુલર અને અલગ જ પૅશન ધરાવતી બ્રાંડ

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો