મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2018

37 વર્ષે જાત સાથે વાતો....


જીવનની સૌથી સુંદર પળ કઇ ?  તો હું ચોક્કસ કહીશ કે,  જ્યારે હું મારી સાથે જ હૌવું છું,  એ પળ ! હા, જ્યારે હું મારી સાથે જ વાતો કરું છું ત્યારે હું અજીત મટીને કંઇક અલગ જ હોવાની અનુભૂતિ કરું છું. મારું એકાંત એ મારી સૌથી મોટી તાકાત લાગી છે. ત્યાંથી હું કંઇક અનેરા પાઠ ભણીને આવું છું. જીવનની સરસ પળ કઇ ? તો હું ચોક્ક્સ કહીશ કે, જ્યારે હું કોઇક સાથે મારા વિચારોને વ્યકત કરીને કે એને વાગોળી કે એને પાંખો આપવા હું જ્યારે ઠલવાઇ જવાની ઝંખના સાથે પુરેપુરો વ્યક્ત થઇ જાવું છું એ પળ હંમેશા મને સૌથી સરસ પળ લાગી છે.(ઘણીવાર આવું બને છે રાજશ્રી સાથે તો મિત્રો સાથે તો કેટલાક મારા પ્રિય શિક્ષકો સમક્ષ) જીવનની  સરળ પળ કઇ ?  તો હું ચોક્ક્સ કહીશ કે, જ્યારે હું પ્રવાસમાં હોવું છું, એમાં પણ જ્યારે હું એકલો હોવું છું એ પળ કે એ પળો મને હંમેશા સૌથી સરસ પળ લાગી છે.... જીવનની રસાળ પળ કઇ ?  તો હું ચોક્ક્સ કહીશ કે,  જ્યારે કોઇક સુંદર પુસ્તક મને એક અલગ જ ફિલૉસોફિકલ લેવલ પર લઇ જાય કે કોઇ પુસ્તક મને વિચારતો કરી મુકે, કે FBની કોઇ પોસ્ટ મને વિચારોના વંટોળમાં લઇ જાય કે કોઇ સરસ આર્ટિકલ મનને ઝંકઝોળ કરી જાય  એ પળ મને હંમેશા સૌથી રસાળ પળ લાગી છે. અનેક સુંદર પળો, અનેક સરસ પળો, અનેક સરળ પળો અનેક રસાળ પળોનો સમન્વય એટલે 37 વર્ષનું મારું  સહજ જીવન. આ 37 વર્ષના જીવનમાં મિત્રોની મીઠાસ પામ્યા તો ક્યાંક સ્નેહ અને સંબંધના સરોવર રચ્યા. ક્યાંક પ્રેમના વર્તુળો રચ્યા તો ક્યાંક એકલતાના એકાંતને પામવા મથ્યો. આ બધામાં મેં સતત કોઇ-ને-કોઇ રીતે ક્યાંક એક સૂક્ષ્મ રૂપાંતરણ મહેસુસ કર્યુ છે. તો વળી મારી જીદ્દને કરણે જ એ રૂપાંતરણને અટકતું પણ મહેસુસ કર્યુ છે. આવી ક્ષણો માણવી એ જ મને જીવનનું સાર્થક્ય લાગ્યું છે. આ બધુ છતાં જીવને  મને શો બોધ  આપ્યો ? તો ચોક્ક્સ કહીશ કે,  એક એવી સમજણ આપી કે ક્યાંક નિષ્ફળતા પણ મીઠી લાગી.... ક્યાંક પરાયા પણ પોતીકા લાગ્યા... અને છેલ્લે એક જ વાકયમાં કહેવું હોય તો કહીશ કે જીંદગી ખરેખર જીવી જવા અને માણી જવા જેવી મહેસુસ કરી.....ક્ષિતીજને આંબી જવાની હોંસ હજુ પણ ક્યાંક ફુફાળા મારે છે ત્યારે જીવનના 37 વર્ષો એક જીતનો અહેસાસ અપાવી જાય છે. છેલ્લે એક સુંદર કવિતા, કવિતાના રચયિતાનું નામ ખબર નથી પરંતુ ગમી જાય એવી ચોક્ક્સ છે....
Life is a river flowing,
Beautiful and challenging.
Begins with birth,
Ends with death,
Same source.
Life is a treasure,
Its contents has no measure.
Down the river of our life,
Roars raindrops of love and strife,
Laughter, dreams and sorrows.
Life,like the river splits into arms,
Moving where we want it to strum,
With  courage and right attitude,
Not to forget HIS gratitude,
Either be islanded between our negative thoughts,
Or plunge down into a long waterfall of depressive  noughts.
Let the sparkling water of life flow through us adventurously,
Vibrating, exciting and luxuriously,
Awakening every cell and fibre in us.
As the river of our life takes a turn and a bend,
We never know what it will send.
All we have to do is follow the right
path,
And not cross HIS wrath.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો