રવિવાર, 26 જુલાઈ, 2009
ઝંડ હનુમાન
શ્રાવણ માસનો પહેલો શનિવાર ઝંડ હનુમાન
23મી એ recessના સમયમાં ચા પીતાં પીતાં જ નક્કી થઈ ગયું કે બે દિવસ પછી શ્રાવણ માસનો પહેલો શનિવાર આવે છે તો ચાલો ઝંડ હનુમાન થઇ આવીએ. નાનકાણી સરે તાવેરા બુક કરાવી દીધી. હજુ આજે તો છેલ્લો પિરિયડ ચાલુ હતો ત્યાં તો તાવેરા આવી ગઇ. અને આ જ છેલ્લા પિરિયડમાં બીજા એક સારા સમાચાર આવી ગયા કે સમીર સર પણ આવે છે. હવે આજે કે.જે. સર આવવાના ન હતા. તેથી એક જગ્યા બચતી હતી. સ્કૂલ માંથી છૂટીને બધા સીધા જ કલ્પેશ સરની ઘરે જ ગયા. ત્યાં બેઠા બેઠા વિચાર આવ્યો કે નિરજ સર ને ફોન કરી જોઇએ કદાચ ફ્રી હોય તો આવી જાય. અને મેં તેમને ફોન કર્યો અને કહ્યું સર 10 મિનિટમાં આવું છું, તૈયાર રહેજો. અને તરત જ હા જવાબ મળી ગયો. વાહ... કદાચ આનું જ નામ મૈત્રી, આનું જ નામ કદાચ વિશ્વાસ અને કદાચ આનું જ નામ તો તૈયારી કહેવાય. Sunrise માંથી ગાડી ઉપડી અને સીધી જ નિરજ સરના ઘર પાસે મેઇન રોડ પર ગાડી ઉભી રહી. 10 શિક્ષકોથી તાવેરા ભરાઇ ગઇ. અરે હા ગાડીમાં બેસતા પહેલા જ Ajit Kalaria એ તો કહી દીધું કે હું તો આગળ જ બેસીસ. સાથે સમીરને લઇ લીધો. અને અમારી તાવેરા ઉપડી. તાવેરાના ડ્રાઇવરનું નામ જાણી લીધું. સલીમ. બે ત્રણ મસકા મારી દિધા જે અમને આગળ ઉપર કામ આવવાના હતા.
ખબર જ હતી કે બેઠા પછી કોઇ ચુપ રહેવાનું નથી. અને શરુ થઇ ગયો એ જ સીલસીલો ! કંઇક નવા જોક્સ કંઇક નવી વાતો અને લાગતા વળગતાને યાદ કરીને તેના પર comments કરવાનું કોઇ ચુકતુ ન હતું. બસ બજરંગદળ સાથે ફરવામાં આ જ તો મજા છે. કંઇ કેટલીય નવી વાતો જાણી તો કંઇ કેટલીય comments પસાર થઇ. લોકો કહે છે ને કે શાળાએ બીજુ ઘર છે. પરંતુ મારા માટે મારું ઘર છોડયા પછી હંમેશા મને મારું બીજુ ઘર મારા મિત્રો સાથેની ક્ષણ લાગી છે. જ્યારે મિત્રો સાથે હોઉ છું ત્યારે બધુ જ ભૂલી જવાય છે. કંઇ કરતા કંઇ જ યાદ આવતું નથી. મને હંમેશા એવું લાગતું હોય છે કે હું કોઇ એક અલગ જ દુનિયામાં હોઉ છું. મને હંમેશા એવું લાગ્યું છે કે મારી કુંડળીમાં મૈત્રીનું ખાનું સૌથી strong છે અને એમાં પણ એવા સારા ગ્રહો પડેલા છે કે મિત્રોના પ્રેમનો અસ્ખલિત પ્રવાહ સતત વહ્યા જ કરે છે.
વાતો વાતોમાં ક્યારે સર્વોતમ હોટલ આવી ગઇ કંઇ જ ખબર ન રહી. સર્વોતમ હોટલમાં જમવા બેઠા. ફટાફટ બધા જ ગોઠવાઇ ગયા. અડધાએ શ્રાવણ માસનો શનિવાર કર્યો હતો. અને જમવામાં છાસે તો બધાના જ મન હરી લીધા હતા. જમીને સૌથી પહેલો હું જ ઉભો થઇ ગયો હતો. દસ વ્યકિત અને બીલ પુરુ 1000 રુપિયા. નાનકાણી હતા એટલે ખાવાની કંઇ ચિંતા જ ન હોય. કેમકે નિકળતી વખતે પણ કાકડી લીધી હતી અને અત્યારે પણ ફરાળી ચેવડો લઇ લીધો. એ મને જ ખુબ કામ આવશે કારણ કે શનિવાર કરવાવાળાના લીસ્ટમાં મારું પણ નામ હતું.
ફરીથી બધા ગાડીમાં ગોઠવાઇ ગયા. બધાએ જગ્યા બદલી જોઇ કોઇને ફાવ્યું નહી. ફરીથી બધા એ જ જ્ગ્યાએ ગોઠવાઇ ગયા. નજીકથી પાવાગઢ જોયો અને પાવાગઢ પર છવાયેલા વાદળો નજારાને વધારે સરસ બનાવતા હતા. એકાદ બે ફોટા મેં મારા cybershot માં પણ ક્લિક કરી લીધા. ગાડીમાં થોડી થોડી વારે ગ્લાસ બંધ કરવા પડતા હતા તો ખોલવા પડતા હતા. કારણ કે કયારેક વરસાદ ખૂબ જ વધી જતો હતો. આ સમય દરમ્યાન ફરીથી એ જ મસ્તી એ જ comments બધુ ચાલતું રહ્યું. સુરેશ દલાલે કહ્યું છે તેમ એવું જ લાગે કે જાણે મૈત્રીનું ઉપનિષદ ખૂલ્યું છે. મૈત્રીનો નવો સેતુ રચાતો હોય અને એ સતત આગળ વધયે જ જ્તો હોય એવું સતત લાગ્યા જ કરે. આગળ સમીર સર સાથે કંઇક નોલેજની વાતો થઇ તો કંઇક મસ્તી પણ થઇ. પણ જે થતું તેમાં ખરેખર મજા આવતી હતી. જોત જોતામાં ક્યારે મંદિર આવી ગયું તેની કંઇ ખબર જ ન રહી. મંદિરમાં જવા માટે અડધો કિમી જેટલા અંતરે એક ભવ્ય ગેઇટ બનાવ્યો છે ત્યાં જ ગાડી પાર્ક કરી દીધી. ખુલ્લા પગે અડધો કિમી ચાલીને અમે સૌ પોત પોતાની રીતે પહોંચ્યા. સરસ હરિયાળી ખરેખર મન હરી લેતી હતી. સરસ જ્ગ્યા જોઇને અમારા10 નો એક સરસ ફોટો મારા cybershot માં ક્લિક કરાવી લીધો. દરેકે હનુમાનના સરસ દર્શન કર્યા. અમે પહોંચ્યા ત્યારે કંઇ ખાસ ભીડ ન હતી. હનુમાનના સરસ દર્શન થયા તેનો આનંદ હતો અને વળી સૌ ભેગા મળીને ઉપરના ભાગમાં ગયા અને મોટેથી બોલીને હનુમાન ચાલીસા કરી આવ્યા.આ સમગ્ર સમય દરમ્યાન વરસાદ તો ચાલુ જ હતો અને અમે સૌ પલળી ચુકયા હતા.
દર્શન કરીને અમે સૌ એ કુવા પર પહોંચ્યા જ્યાં દ્રૌપદીને તરસ લાગતા બાણ મારીને પાણી કાઢ્યું હતું. ત્યાંથી અમે સૌ ભીમની ઘંટી જોવા ગયા. એ જગ્યાએ જતા રસ્તો થોડો ચઢાણ વાળો છે ચડતા ચડતા મેં કહ્યું કે આ પથ્થરો એવી રીતે વાગે છે કે ઍક્યુપ્રેશરના રુપિયા બગાડાય જ નહી ને! આવા પથ્થરો પર જ ચલાય. ચાલતા ચાલતા નિરજ સરનો મુડ બની ગયો અને ચાલુ થઇ ગઇ મદારીની સ્પીચ. બધા એમના પર ફીદા થઇ ગયા. નાનકાણી સર પાછળ હતા તો દોડતા આવી ગયા.
ચાર વાગ્યે અમે સૌ પાછા ફરવા માટે નિકળયા. રસ્તામાં કડા ડૅમ આવતો હતો ત્યાં ગયા. ત્રણ કિમી જેટલું અંદર ગયા પછી જોયું તો એક ગૅઇટ અને તેની બાજુમાં એક બૉર્ડ તેના પર લખ્યું હતું કે અભ્યારણ્ય પ્રતિબંધિત વિસ્તાર. પરંતુ હું ભૂલી જ ગયો કે અમારામાં કલ્પેશ સર પણ છે જે જન્મજાત વાણિયા છે ગૅઇટમૅન ને એવી રીતે બોટલમાં ઉતારી દીધો કે અમે 200 રુપિયામાં અંદર જતા રહ્યા. ડૅમ પર અંદર ગયા તો ડૅમ ને દરવાજા જ નહી. પછી શાંતિથી જોયું તો ખબર પડી કે આ તો આસપાસના ગામના ખેતરોને પાણી પુરુ પાડવા માટેની નહેરનો દરવાજો છે. પરંતુ આસપાસ ત્રણ દિશામાં ઉચાં પહાડો અને તેના પર છવાયેલા વૃક્ષો અને ક્યાંક તો વળી આ પહાડો પર ઉભેલા વૃક્ષોમાં ઉતરી આવલા વાદળો સરસ દ્ર્શ્ય ઉભુ કરતા હતા. આ જ જગ્યાએ મારા cybershot માં ઘણા ફોટા લીધા. અને બસ આમ કરતા કરતા બૅટરી પતી ગઇ અને મન વ્યથિત થઇ ગયું. અત્યાર સુધીમાં મારા cybershot માં કુલ 73 ફોટા પડી ચુક્યા હતા. થોડો ઘણો સમય વિતાવ્યા પછી અમે ત્યાંથી પાછા નીકળયા. શિવરાજપુરમાં ગાડી ઉભી રાખી અને ચા પીધી. ચા સાથે સવારમાં લીધેલું ચવાણું ખાધું અને મજા આવી ગઇ.
પાછા ગાડીમાં ગોઠવાઇ ગયા. થોડા આગળ ગયા અને પાવાગઢ દેખાઇ ગયો. અમારી આંખો માની જ ના શકે એવું દ્ર્શ્ય ! આખો પાવાગઢ કાળા ડિબ્બાંગ વાદળોથી ઘેરાઇ ચુક્યો હતો. બધા વાતો કરતા બંધ થઇ ગયા અને પાવાગઢને જોવા લાગ્યા. ખરેખર એક અદ્ભૂત નજારો હતો. આગળ જઇને ચાંપાનેરના દરવાજા પાસે ગાડી ઉભી રાખી અને સૌ આ નયનરમ્ય નજારો જોવા લાગ્યા. મારા મનમાં સતત અફસોસ થયા કરતો હતો કે અત્યારે જ મરો cybershot કેમ નહી ! કાળા ડિબ્બાંગ વાદળોથી ઘેરાયેલો પાવાગઢ અને પર્વતની છાતી ચીરીને બે ત્રણ જ્ગ્યાએથી વહી આવતા ઝરણા ખરેખર એક અદ્ભૂત નજારો હતો. વરસાદ ચાલુ થઇ ગયો સૌ પાછા ગાડીમાં બેસી ગયા. ગાડી સીધી જ કેદારેશ્વર મંદિર એટલે કે ધાબા ડુંગરી જઇને ઉભી રહી.
ધાબા ડુંગરી જઇને સૌએ સામે દેખાતો પર્વતનો નયનરમ્ય નજારો જોયો. ખરેખર આખા દિવસમાં જોવા મળેલા આવા કુદરતી નજારાઓએ ક્યારેય કોઇને ક્યાંય થાક લાગવા દીધો ન હતો. કેદારેશ્વર મંદિરમાં અંદર ગયા. પાછળ જવામાં કદાચ અમે ચાર પાંચ શિક્ષકો જ હતા. જેમાં નરેન્દ્રસર પણ હતા. અમે સૌ મંદિરની ગુફામાં પ્રવેશ્યા અને શિવલિંગ પાસે જઇને પગે લાગ્યા. અને નરેન્દ્ર્સરે ભોળાનાથની આરતી કરી અને મંદિરમાં અંદરનું વાતાવરણ જ કંઇક બદલાઇ ગયું હોય એવું લાગ્યું. આરતી પતી અને નરેન્દ્રસરે એમના અવાજમાં શંભુ શરણે પડી .... ગાયું. વાહ શું થઇ રહ્યું છે એની અમને કંઇ જ ખબર પડી નહી. એમનો અવાજ ઉત્પન્ન થઈને રીબાઉંસ થઇને પાછો આવતો હતો અને કંઇક અલગ જ અસર ઉપજાવતો હતો. ખરેખર સમાધિ લાગી ગયેલી એ ક્ષણો જિવનની અમુલ્ય ક્ષણો મગજ્માં કાયમાં માટે રહી ગઇ છે. સર આ બધુ કરી રહ્યા હતા ત્યારે મેં ઘડિયાળમાં જોયું હતું. સાંજનાં 7 વાગ્યા હતા. સમીરસરના શબ્દો કંઇક આવા હતા કે જિંદગીમાં આજે લાગ્યું કે પૂજા કરી છે. બધા જ આનંદિત થઇ ગયા. વિપુલસર નવા હતા, સૉક થઇ ગયા. બાજુમાં માતાજીને પગે લાગવા ગયા, ત્યાં બધાએ સરને વિનંતી કરી અને દુહા અને છંદ ગવાયા. ખરેખર મજા આવી ગઇ. સર ગાતા હતા ત્યારે ત્યાં એકાદ બે સીનિયર સિટિઝન આવી ગયા અને સરને વિનંતી કરી કે એકાદવાર અમારા સ્ટાફને સંભળાવોને. તેમનો સ્ટાફ આવી ગયો. અને ફરીથી માતાજીના દુહા છંદ થઈ ગયા. સૌ આનંદિત થઇ ગયા. પાછા ફરતા હતા ત્યારે વિપુલસરે અને સમીરસરે કહ્યું કે સર ફરીથી એક વખત ગુફામાં શંકરની પૂજા થઇ જાય. અમે સૌ અને સીનિયર સિટિઝન મંદિરમાં ગોઠવાઇ ગયા. ફરીથી સૌએ સરનો લાભ લીધો. પરંતુ પહેલી વખત જે આનંદ મળ્યો હતો તે કંઇક ઑર જ હતો. પાછા બધા ગાડીમાં ગોઠવાઇ ગયા અને સૌએ બસ આવી જ કંઇક વાતો કરી. ગાડીમાં પણ લોકસાહિત્યની વાતો થઇ અને ક્યારે વડોદરા આવી ગયું કંઇ ખબર જ ન પડી. બસ અત્યારે તો મગજમાં સોભીત દેસાઇ નો એક જ શૅર યાદ આવતો હતો...
"સરવૈયું માંડી બેઠા ત્યારે એ તથ્ય જાણ્યું,
એ જિંદગી જ ન હતી તો ય જીવાઇ ગઇ."
ગાડી સીધી જ કલ્પેશસરના ઘરે જઇને ઉભી રહી. પરંતુ ગાડીમાંથી ઉતરતા પહેલા જ મારા મનમાં એક સવાલ ઉત્પન્ન થઇ ગયો. અને એ સવાલ કંઇક એવો હતો કે ઉર્મિ સ્કુલે મને શું આપ્યું ! તો મારી પાસે એક જ જવાબ હતો. કે સ્કૂલે મને આ 10 સારા મિત્રો આપ્યા. જેમની સાથે ફરીને હું કંઇ પણ બોલી શકું, ગમે તેમ વર્તી શકું અને એ મૈત્રીના ઘાસ પર આળોટી પણ શકું. મૈત્રીનું આવડું મોટું ઉપનિષદ મેળવવું એ કંઇ જેવી તેવી વાત નથી. બધાના નસબમાં આ સુખ હોતું નથી. બસ આવી જ સફરો થતી રહે એવું કહીને સૌને મેં મારા CBZ ની કિક મારીને અલવિદા કહ્યું.
Ajit Kalaria
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Ajitbhi...it's a very nice thinking and great explanation...
જવાબ આપોકાઢી નાખોRegd
Praeep Khachar
hi ajit i read your whole blog and this blog also read neelam we both very impress for your thinking not only this blog but your school tour and also for your kid block.
જવાબ આપોકાઢી નાખોyou know in my life too many friends come but most of all are commercial but when i meet you and very respected narendra sir i know the meaning of culture,our gujarati language and also many many education matter.i feel too luck bocz i meet such valuable friends. and today i also proud of my friends
again and again i visit your blogs and i search new topic and your creative thinking
your forever friend
samir
hiiiiiiiii sir i had read ur blog its very nice...............jordar chhe..........
જવાબ આપોકાઢી નાખો