શુક્રવાર, 31 જુલાઈ, 2009

કલાનગરીમાં 28 જુલાઈ 2009 ની સાંજ શંકર જ્યકિશના નામે


Golden Songs – Golden Moments

C.C.Mehta ઑડિટોરીયમમાં પહોંચતા પહેલા જાણ્યું કે ગ્રુપ બોમ્બેથી આવ્યું છે. જયારે ટિકીટો ખરીદી ત્યારે ઉપર વાંચ્યું ત્યારે ખબર પડી કે આ મહેફીલને "આ અબ લૌટ ચલે...." એવું નામ આપવામાં આવ્યું છે. હા એ જ શંકર જયકિશનનું ગીત. પિકચરનું નામ યાદ ન હોતું આવતું. પરંતુ ગીતનો સીલસીલો શરુ થયો અને આ ગીત ખુબ જ સરસ રીતે ગવાયું. જીસ દેશ મેં ગંગા બહેતી હૈ નું આ ગીત ખરેખર મારવલસ રીતે ગવાયું. 9:15 શરુ થયેલી આ મહેફીલ મને આવનારા ઘણા સમય સુધી ચાર્જ રાખશે તેવો અંદાજ ન હતો.

સવા નવે શરુ થયેલી આ મહેફીલના બધા જ સૉંગસ ખરેખર ગોલ્ડન સૉંગસ હતા. આ સૉંગસ જેટલો સમય ગવાયા તે સમયની ક્ષણો ગોલ્ડન મોમેન્ટસ હતી. એમ કહેવાય છે કે જ્યારે કોઈ પ્રસંગ વ્યકિતને ગમી જાય ત્યારે તે મગજમાં ચોક્ક્સ જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે અને તે વ્યકિતને મૃત્યુપર્યંત યાદ રહી જાય છે. પરંતુ મારી આજની આ ગોલ્ડન મોમેન્ટ્સ મારા મગજમાં ન ઉતરતા સીધી જ મારા હ્દયમાં જ ઉતરી અને મારા રકતમાં રહેલા હિમોગ્લોબીન સાથે સંયોજાઈને ઑક્સીસંગીતના સ્વરુપમાં સમગ્ર શરીરમાં પથરાઈ ગઈ. મારા સમગ્ર શરીર સાથે હું સંગીતમય થઈ ગયો. સંગીતનો અસ્ખલીત પ્રવાહ એવો વહ્યો કે ઑડિટોરિયમમાં બેઠેલ એક પણ વ્યકિત એવી ન હતી કે જેમનું માથું સંગીતના તાલ સાથે તાલ મિલાવતું ન હોય. 9:15 શરુ થયેલી સંધ્યા કોઈ પણ જાતના સ્વાગત કે બીજી કોઈ ફોર્માલીટી વીના શરુ થઈ ગઈ તે ખરેખર આનંદની વાત હતી. સંગીતને આટલું વ્યવસ્થિત સમજવાવાળા આયોજકો ખરેખર પ્રશંશાને પાત્ર છે. 5 સંગીતગાયકો, 1 હોસ્ટ અને 8 સંગીતવાધ્યકારોના સમુહથી બનેલી આ બોમ્બેની ટીમ વડોદરાના કલાપ્રેમી નાગરીકોની સામે બેસીને જ્યારે હિન્દી ફિલ્મ સંગીતનાએ સુવર્ણ અને અદભુત સંગીત બેલડીને ઉજાગર કરતા હતા ત્યારે એમ જ થતું હતું કે આ બૉમ્બેની ટીમ કેટલી પ્રેકટીશ કરીને આવી છે તેનો અંદાજ નિકાળવો મુશ્કેલ છે. સૉંગસનું લીસ્ટ તો જુઓ ખબર પડશે......
પતિતા - કિસીને મુજ્કો બના કે અપના...
જબ પ્યાર કિસી સે હોતા હે - જીયા હો જીયા હો...
મેરે હુજુર - ઝ્નક ઝ્નક....
જીસ દેશ મેં ગંગા બહેતી હૈ - તુમ ભી હો દોનો હે....
મેરે યાર સબ્બા ખેર....
આશિક - ઓ શમા મુજે ફુંક દે....
ચોરી ચોરી - જહાઁ મેં જાતી હું....
દિલ અપના ઓર પ્રિત પરાઈ - અજીબ દાસ્તા હે યે....
દિલ તેરા દિવાના હે સનમ ...
લવ મેરેજ - ધિરે ધિરે ચલ ચાંદ ગગન મેં.....
ઉજાલા - યા અલ્લાહ યા અલ્લાહ ....
આવારા - તેરે બીના આજ યે દિલ ભી.....
રાત ઓર દીન મેં - દિલ કી વિરહ...
લવ મેરેજ - કહે ઝુમ ઝુમ યે રાત.....
યહુદી - યે મેરા દિવાનાપન હે.....
ઉજાલા - તેરા જલવા જીસને દેખા વો તેરા.....
બ્રર્હ્મચારી - દિલ કે ઝરુખે મેં....
બુટ પૉલીશ - લપક ઝપક ......(મન્ના ડે)
દિલ અપના ઓર પ્રિત પરાઈ - અન્દાજ મેરા મસ્તાના ....
ગુમનામ - જાને ચમન....
સંગમ - ઓ મેરે સનમ....
તિસરી કસમ - પાન ખાયે સૈયા હમારો.....
પ્રોફેસર - આવાજ દે કે.....
શ્રી 420 - મુડ મુડ કે ન દેખ......
મેરા નામ જોકર – જાને કહાં ગયે વો દિન.....

સીલસીલો હજુ અટક્યો નથી... ત્રણ ગીતોની ઝલક બાકી હતી...
નૈન મીલે ચેન કહાઁ....
તેરા જાના દિલ કે અરમાનો કા .....
રાત કે હમસફર ......
અને છેલ્લે પ્રોગ્રામને ટાઈટલ અપાયું હતું તે ગીત.....
જીસ દેશ મેં ગંગા બહેતી હે નું આ અબ લૌટ ચલે.....

જે ગીત ખુબ જ પ્રેકટીસ માંગી લે તેનું જ લીસ્ટ છે. સમગ્ર સમય દરમ્યાન એક પણ સૉંગસમાંથી તાલ, રિધમ કે કોઈ પણ પ્રકારની ભૂલ પકડવી એ અઘરુ કામ હતું. પરંતુ તમામ શક્યતાઓના અવરોધોને દૂર કરી શકનારી આ ટીમ ખરેખર દાદ માંગી લેનારી નિકળી. શંકર જયકિશનના ગીત ગાવા વાળા વ્યક્તિઓએ એક વખત તો આનંદ પાલવરકરને તો મળવું જ જોઈએ એવું મને લાગે છે.

એક ગીત પછી શરુ થતું બીજું ગીત અને વચ્ચે આવતી host ની ક્ષણો ખરેખર એક અદભુત સિંકરોનાઈઝેશન હતું. જેવી રીતે ઘણી ઓછી બુક હોય છે કે જેની પ્રસ્તાવના વાંચવી ગમે તેમ ઘણી ઓછી મહેફિલ હોય છે જેમાં host ના હાથમાં માઈક સોભતું હોય છે. આજ નો host ભીમસેન ખરેખર કાબિલેદાદ હતો.

હા દોસ્તો, એક સામાન્ય મિસ્ત્રીના કુટુંબમાં ગુજરાતના વલસાડ નજીક વાંસદા ગામે જન્મી ને હિન્દી ફિલ્મ સંગીતને એક નવો ઑપ આપનાર શંકર જ્યકિશન ને ગુજરાતે ન્યાય કર્યો હોય તેવું ખુબ જ ઓછું દેખાય છે. છેલ્લા છેલ્લા સ્વામી સચ્ચીદાનંદે આ કામ માથે લીધુ અને વાસંદામાં શંકર જ્યકિશનનું એક સ્ટેચ્યુ મુકાવ્યું. સ્ટેચયુ બનાવવાની કિંમત કારીગર પાસેથી રુ 5 લાખ નક્કી થઈ હતી, પરંતુ સ્ટેચ્યુ બની ગયા પછી તેણે કહ્યું હતુ કે હવે મારે આના રુ. લેવાના ન હોય. ધન્ય છે એ શિલ્પકાર અને ધન્ય છે આ ગુજરાતનો એક સંત જે આવી બાબતોને પણ ધ્યાનમાં રાખે છે. શંકર જ્યકિશનની હજુ ગુજરાતે કદર કરવાની બાકી છે. ગુજરાતનો શ્રેષ્ઠ સંગીત એવૉર્ડ શંકર જ્યકિશનના નામે જ અપાવવો જોઈએ. તો જ ગુજરાતે ખરી કદર કરી તેમ કહેવાશે. ગુજરાતે હજુ આ સદાબહાર સંગીતકારના નામે સંગીત ઍકેડેમી શરુ કરવાની બાકી છે. અત્યારે તો વડોદરાના કલાપ્રેમીઓ તરફથી શંકર જ્યકિશનને ઉજાગર કરવાવાળા બોમ્બે ગ્રુપને હેટ્સ ઓફ.


Ajit Kalaria

1 ટિપ્પણી: