શુક્રવાર, 24 જુલાઈ, 2009

પ્રિય પુત્ર કંજ


પ્રિય પુત્ર કંજ,

છેલ્લા નવ માસથી તું તારી માતાના પેટ્મા હતો, ત્યારે મેં તારી સાથે ઘણી વાતો કરી હતી. તારામાં સારા ગુણો આરોપિત કરવા ઘણા સારા કર્મો કરવામા આવ્યા હતાં.એમા તારા માતા પિતા સહિત દાદા-દાદીનો પણ એટ્લો જ હાથ છે,એમ કહી શકાય. પહેલેથી જ અનેક પ્રકારના વિચારો વચ્ચે મેં તારા માટે એક નવી જ દુનિયા મારા મનમા વસાવી લીધી છે. જયારે હું એક્લો બેઠો હોવું છું ત્યારે તારી સાથે કરવા જેવી રમતો અને ગ્યાનની વાતોનાં વિચારોમાં હું ગરકાવ થઇ જાવું છું. આજે 27/08/2008 ના રોજ તું જ્ન્મ્યો અને તારો અવાજ મારા કાને પડયો ત્યારે તને જોવા માટે મારી અધિરાઇનો કોઇ પાર ન હતો. હા, તું 9:14 મિનિટે જ્ન્મયો હતો. પરંતુ મેં અને તારા હિરલ ફઇએ સૌ પ્રથમ તારા રડવાનો અવાજ 9:19 મિનિટે સાંભળી લીધો હતો. તું માતાના ગર્ભમાં હતો ત્યારે તારા માથાની ફરતે નાળના બે આટા વીંટ્ળાઇ ગયા હતા. તેથી તને ઑપરેશન કરીને આ દુનિયામાં લાવવામાં આવ્યો. હા, તું તન્વી હોસ્પિટલમાં જ્ન્મ્યો છો. હા, ડૉ. રુપેન મહેતા અને ડૉ. વિજ્યા મહેતાના હાથે તું આ દુનિયામાં અવતરણ પામ્યો છો. મને તો પાછળથી ખબર પડી, પરંતુ મને ખુબ જ આનંદ થયો કે ડૉક્ટર યુગલ પણ આધ્યાત્મિક્તાના જળથી સિંચાયેલા છે.તેઓ પણ એક જ માર્ગના પ્રવાસી હોય તેવી મને પ્રતીતિ થઇ. કારણ કે તારા દાદાએ તારા પપ્પાને એટ્લે કે મને એ જ સંસ્કાર આપ્યા છે. હું એ જ માર્ગ નો પ્રવાસી છું. તારા નાના પણ એ જ માર્ગના પ્રવાસી છે. અને તું જ્યારે તારી માતાના ગર્ભમાં હતો ત્યારે મેં પણ તને એ જ માર્ગના પ્રવાસની ઘણી વાતો કરી છે. તું જ્ન્મયો ત્યારે અમારા કાને ગાયત્રી મંત્રના શ્લોકનો ઘ્વનિ ગુંજી રહ્યો હતો. જે એક ખુબ જ આનંદની વાત હતી. કારણ કે તું એક વાઇબ્રેશન વાળી જ્ગ્યામાં જ્ન્મ્યો છો. તું મોટો થઇને આ દુનિયામાં વાઇબ્રેશનની અસર જોઇશ અને અનુભવીશ એવી મને આશા છે. તારા જ્ન્મના સૌ પ્રથમ સમાચાર મેં દિલિપ મહેતાને ફોન કરીને આપ્યા હતા. સર તો ઘરે ન હતા, પરંતુ નીલા આન્ટિ ખુશ થઇ ગયા હતા. સાંજે દ્રુપદે પણ ફોન પર વાત કરી હતી. અરે હા પુત્ર, દિલિપ સરને ફોન કર્યો તે પહેલા મેં મનોમન શ્રી અરવિંદ અને શ્રી માતાજીનો આભાર માન્યો હતો. બપોરે વરસાદ ચાલુ હતો. હા, તારા આગમનના અમીઝરણા વરસી રહ્યા હતા. બપોરે તારા માટે સારા આશિર્વાદ માંગવા અને મારી શ્ર્ધ્ધાને કારણે હું દોડતો અરવિંદ આશ્રમ જઇ આવ્યો હતો. પુત્ર, અરવિંદ આશ્રમ તારા માટે નવો નથી., કારણ કે તું જ્યારે તારી માતાના ગર્ભમાં હતો ત્યારે તારી માતા અને તારી સાથે ચાર થી પાંચ વખત ત્યાં જઇ શ્રી અરવિંદની રેલિક્ષ વાળી સમાધિ પર માથુ ટેક્વી આવ્યા છીએ. મારા માટે આટલું જ પુરતું છે. અને મને પહેલેથી જ પૂર્ણ વિશ્વાસ હતો કે હું તને સાચી જ્ગ્યાએ લઇ જઇ રહ્યો છું. તેથી મને તારા જ્ન્મ પહેલા જ પૂર્ણ વિશ્વાસ હતો કે તું સર્વ્ ગુણ સંપન્ન જ જ્ન્મીશ. મને તારા માટે શ્રી અરવિંદ અને શ્રી માતાજી પર આટલી શ્ર્ધ્ધા હતી. અને જે 27/08/2008 ના રોજ પૂર્ણ થઇ. હું મારા મન ના આનંદને રોકી શક્તો ન હતો. મોરબી મેં સૌ પ્રથમ મનહરભાઇને ફોન કર્યો. તેઓ ખૂબ જ ખુશ થઇ ગયા હતા. સાંજે ફરીથી અનસુયાભાભી સાથે વાત થઇ ત્યારે તેમણે કહ્યુ આ તો આપણે ત્યાં જનોઇ પહેરીને જન્મયો એવું કહેવાય. આ વાત મને પણ ગમી ખરી. પરંતુ અત્યારે તો મને તારા જન્મની ખુશી જ એટલી છે કે લાગતા વળગતાને બધાને મેં જણાવી દીધું. પુત્ર તું જન્મયો ત્યારે ક્ર્મશઃ તને દાદાએ(પપ્પાના મામાએ), મેં, તારા નાનાએ, અને તારા દાદાએ સારું ચોઘડિયું જોઇને તને આશિર્વાદ આપ્યા હતા. હું ખુબ જ ખુશ છું કે તારા જન્મ સમયે દાદા જેવી મહાન વ્યક્તિ હાજર હતી. અને વળી એમના સારા આશિર્વાદ તને મળ્યા. તારી જીભ પર સોનાની સળી વડે ઓમ લખીને મેં સંસ્કારોનું સિંચન કર્યુ છે. તો વળી તારા નાનાએ તારા કાનમાં ગાયત્રી મંત્ર કહીને તને સંસ્કૃતી આપી છે. તો તારા દાદા એ તારા કાનમાં ગુરુ મંત્ર કહીને તને સારા આશિર્વાદ આપ્યા છે. જ્યાં તારા પ્ર્ત્યે આટલો સંસ્કૃતિ આવિર્ભાવ કરવામાં આવ્યો હોય, જ્યાં આધ્યાત્મિક્તાના આટલા મંડાણ હોય ત્યાં તને એક ઇશ્વરીય કૃપા ગણવામાં કે ઇશ્ર્વરી શક્તિ માનવામાં કંઇ જ નવાઇ નથી લાગતી.

પુત્ર મને અને તારી માતાને આ પૃથ્વી પર તને લાવવા બદલ ક્યારેય અફ્સોસ નહી થાય, એવી તારી પાસે આશા રાખીએ. એ પહેલા તો હજી તારામાં મારે અને તારી માતાએ ઘણા ગુણો આરોપીત કરવાના છે. તારે જાતે જ આ દુનિયા સામે લડવાનું છે. આ દુનિયા સાથે કદમ મિલાવીને ચાલવાનું પણ છે. તું મોટો થઇ ને જાતે જ ઝઝુમજે હું તને નહી કહું કે તું કોણ છો. તારે કયાંય મારા નામનો પણ ઉલ્લેખ કરવાનો નથી. તારે જાતે જ આ જગતમાં તારી identity ઉભી કરવાની છે. આ જગત સાથે કે આ જગતના લોકો સાથે તારે જાતે જ બાથ ભીડવાની છે. જીવનમાં હંમેશા આગળ વધવાનું છે. જો નિષ્ફળતા મળે તો તેને પચાવવાની છે અને સફ્ળતા મળે તો તેને જીરવવાની છે. તું વિધ્વંશક નહી પરંતુ સર્જનહાર બનજે. આ સુંદર સૃષ્ટિમાં હજુ પણ કંઇક નવું સર્જન કરજે અને આગળ વધજે. વધારાનું હજુ ઘણું શીખવાનું બાકી છે. જે હું તને આંગળી પક્ળીને આ જગતનો પરિચય કરાવીશ ત્યારે કહેતો જઇશ. પરંતુ ફરીથી અત્યારે તો મને તારા જ્ન્મના આનંદના સમાચાર કોઇને કહેવાના રહી તો નથી જ્તાં ને તે વાતમાં જ વિચાર આવી જાય છે. પાકિસ્તાની શાયર ઉમેરા રહેમાન માં બની ત્યારે તેના શબ્દો કંઇક આવા હતા.......

"વો લમ્હા જ્બ મેરે બચ્ચેને માં કહા મુજ કો,
મેં એક શાખથી કિતના ઘના દરખ્ત બન ગઇ.”

હું કંઇ શાયર નથી પણ મારા શબ્દોમાં કહું તો........

"યું તો મેં ગુલ થા, જહાં થા મહેકતા થા બહેકતા થા.
તેરે આતે હી મેં કઇ ગુલો વાલા ગુલિસ્તાં બન ગયા.”



તો દિકરા હવે મોટો થા અને આપણે બન્ને જગત સાથે એના સૂરમાં સૂર મિલાવીને રમીએ..............


Ajit kalaria

4 ટિપ્પણીઓ:

  1. You are really a good writer. People like you keep the Gujarati language alive throughout the world. Keep it up.
    Once again congratulations for your good command over our mother tongue.

    Pinal

    જવાબ આપોકાઢી નાખો
  2. તમે ખૂબ જ સુંદર રીતે તમારા વિચારો અભિવ્યક્ત કરી શકો છો. બસ, લખતા રહો અને સૌને ગમતા રહો.

    જવાબ આપોકાઢી નાખો
  3. તમે ખૂબ જ સુંદર ભાવવાહી ,ઊર્મિશીલ શૈલીમા, એક આદર્શ અને જવાબદાર પિતા તરીકે ,પુત્ર ને ગર્ભથી જ આદર્શ પરંપરા અને સંસ્કારોનુ તેમજ સંસારની વાસ્તવિક્તાથી અવગત કરાવતા વિચારોનુ સિન્ચન કરતા ,પ્રેરણાદાયક વિચારો અભિવ્યક્ત કર્યા છે.અતિ સુંદર.

    જવાબ આપોકાઢી નાખો