શનિવાર, 5 જાન્યુઆરી, 2019

Speech


આ નો ભ્રદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:
( may noble thoughts come to us from all directions)
વિવેકાનંદ એટલે વિવેક + આનંદ. જ્યારે ખરા અર્થમાં  વિવેક સાથે આનંદ ભળે ત્યારે આ દેશને સ્વામી વિવેકાનંદ મળે. 19 મી સદીમાં જન્મેલ આ નામ આજે 21 મી સદીમાં પણ બધાને મોઢે છે અરે મોઢે છે એવું નહી બધાનો રોલ મોડેલ છે.
ભારતને જાણવા માટે વિવેકાનંદ’s work ને વાંચો એવું રવિન્દ્રનાથ  ટાગોરે કહ્યુ હતું તો સુભષચંદ્ર બોઝે વિવેકાનંદને એક સ્પિરિચ્યુઅલ ટીચર ગણાવ્યા હતા. તો ગાંધીજીએ તો ત્યાં સુધી કહ્યુ હતું કે વિવેકાનંદ’s work વાંચ્યા પછી એમનો દેશ પ્રેમ હજાર ગણો વધી ગયો હતો.
2010માં બરાક ઓબામા ભારત આવ્યા ત્યારે વિવેકાનંદના કવોટથી પોતાનું વક્ત્વ્ય શરૂ કર્યુ હતુ. જ્યલલીતાએ કહ્યુ હતુ કે વિવેકાનંદ એમના રાજ્કરણમાં લઇ જવામાં મુખ્ય હતા. બાલગંગાધર તિલક,  બિપિનચંદ્ર પાલ,  ટાટા હોય કે નહેરૂ . વિનોબા ભાવે . સી. રાજગોપાલચારી હોય કે ડો. રાધાક્રિષનન પ્રવણ મુખરજી હોય કે હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હોય કે મમતા બેનર્જી હોય  .  બાબા રમદેવ કે અન્ના હજારે કે અરવિંદ કેજરીવાલ કે કંગના રાનાવત બધાએ સ્વામી વિવેકાનંદને રોલમોડેલ ગણ્યા છે.
વિદેશમાં  
મૅક્સ મૂલર, જે જે ગોડ્વીન, માર્ક ટ્વેઇન, વિલિયમ જેમ્સ, જહોન ડી રોકફેરલ, નિકોલા ટેસ્લા, વીલ ડુરા હોય કે ઇન્ડોનેશિયાનો કર્ણધાર સુકર્ણૉ હોય  બધાએ સ્વામી વિવેકાનંદને રોલમોડેલ તરીકે નવાજ્યા છે.
ભારત અને વિશ્વના એ મોટા મોટા દિગજ્જોને સ્વમી વિવેકાનંદમાંથી પ્રેરણા લેતા અને આગળ વધતા જોયા પણ આ આ આખો રસ્તો અનેક ક્લાસીસથી ભરેલો છે એક પણ ને સ્વામીજીને યાદ કરીને કંઇક કરવાનો વિચાર ના આવ્યો....  

 મિત્રો  તમે જે છો  એ તમરું બિઇંગ છે  અને એ યુનિક છે   તમારા  જેવું બીજુ યિનિક પાત્ર આ જગતમાં બીજુ કોઇ છે નહી અને થાશે પણ નહી. આપણા આદર્શોમાં આપણા પ્રિય રોલમૉડેલના આદર્શો અપનાવીને એક નવી શરૂઆત કરવાની છે પોતાની એક અલગ આઇડેન્ટીટી ઉભી કરવાની છે. કોઇના ડુપ્લીકેટ નથી બનવાનું કોઇના ગમતા આદર્શોને પોતાના જીવનમાં વણી લેવાના છે પણ
 આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે સતત આપણું જીવન એક કંપેરિઝનમાં પુરું કરી દઇએ છીએ. ક્યારેય તમારી જાતને compare ન કરો પણ judge yourself તમારી જાતને judge ચોક્ક્સ કરો. અને એ જરૂરી પણ છે. વિવેકાનંદ એક જ હતા એમ તમે પણ આ પૃથ્વી પર એક યુનિક છો એ યુનિકપણું ખોવાનો જરાપણ પ્રયત્ન ન કરો.
એક સરસ વાત કહું ....
પિકાસોનું એક ચિત્ર 3 -4 લાખમાં એની પત્નીએ એક ધનવાનને વહેંચ્યું. બસ એ મોટો વેપારી એ ઘરમાંથી જતો તો જ અને એની નજર પિકાસો પર પડી એને થયું કે લાવને થોડા વખાણ સાંભળતો જાવું અને એ સિધો જ પિકાસો પાસે ગયો અને પુછ્યુ આ ચિત્ર તમારા દ્વારા જ બનાવાયેલું છે ને ! it is defiantly authentic by you ! અને પિકાસો જવાબ આપે છે આ ચિત્ર માટે પિકાસો   authentic નથી ભાઇ. જો તમે આ વિચારીને જ આ ચિત્ર ખરીદ્યુ હોય તો તમે પૈસા બગાડ્યા છે એ વાત નક્કી. આ સાંભળતા જ પિકાસોની પત્ની અંદરથી દોડતી દોડતી આવી..... આવે જ ને ! પિક્ચરના સારા એવા રૂપિયા મળ્યાતા ને આ પાછો ના પાડે. એટલે આવીને કિધુ કે અરે તમે ખોટુ કેમ બોલો છો મેં તમને આ પિકચર બનાવતા જોયા છે જ. ચિત્રમાં નીચે સિગ્નેચર કરી છે એ પણ તમારી જ છે અને એ પણ મારી હાજરીમાં જ તમે કરી હતી
કેમ ભુલી જાવ છો. અને પિકાસો જે જવાબ આપે છે એ જવાબ જ પિકાસોને પિકસો બનાવે છે બીજા હ્જાર, દસ હ્જાર કે દસ લાખ ચિત્રકારો કરતાં અલગ પાડે છે. પિકાસો કહે છે મેં એવું ક્યાં કિધુ કે આ ચિત્ર મેં નથી બનાવ્યું . હું તો એમ કહું છું કે આ ચિત્ર તો મારા જુના ચિત્રની પ્રતિકૃતિ છે. મેં આને ફરીથી બનાવ્યુ છે એટલે નકલી છે એટલે authentic નથી. આને બનાવતી વખતે હું ચિત્રકાર ન હતો... આને બનાવતી વખતે હું એક ઇમીટેટર હતો. આને મેં ફરીથી ઇમીટેટ કર્યુ છે. એટલે આ ચિત્ર જે હાથમાં છે એને હું authentic ના જ કહી શકું. આની આગળ જે ચિત્ર હતું એ મારું ક્રિયેશન હતું એનો મેં ઉતારો નહતો કર્યો એટલે એને હું authentic કહી શકું. જ્યારે આવી જોવાની દ્રષ્ટિ આવે ત્યારે તમને તમારા પોતાની યુનિકનેશની ખબર પડે.

જીવનમાં મહત્વ છે આવડતનું આવડત હોવી એક વાત છે અને સહજ જીવ્યે જવું એ એક વાત છે.  Ability હોવી જ જોઇએ  Ability required and must but ability with transparency આવે ત્યારે એક પિકાસો આ જગતને મળે. ત્યારે સ્વામી વિવેકાનંદ આ જગતને મળે.  આજ સુધી આ સૃષ્ટિમાં એક પણ વૃક્ષ ડીટો ટુ ડીટો સરખુ નથી અરે એક વૃક્ષના બે પાંદ પણ સરખા નથી હોતા. બે પથ્થર પણ સરખા ગોતવા મુશ્કેલ છે. તો બે માણસ સરખા ક્યાંથી હોઇ શકે.  
If you have high esteem
you can work well on a team
Look at your possibilities
Don’t doubt your abilities.
Imagine what you could achieve
Look at what you will receive.
Know what you are worth.
You are unique this earth.
All you have to do is decide
That all need is pride.
Don’t Doubt
Stretch out.
અરબીમાં એક કહેવત છે કે પરમાત્માએ જ્યારે જ્યારે માણસને બનાવ્યો ત્યારે ત્યારે દરેકને કાનમાં એક વાત કહી દે છે અને પાછી આ વાત બધા માટે સરખી જ હોય છે. દરેક સર્જન વખતે પરમાત્મા કાનમાં કહેતા હોય છે કે આજ સુધી મેં તારા જેવું શ્રેષ્ઠ સર્જન ક્યારેય નથી કર્યું. બસ આ જ માજાકને બધા સાચી માની ને જીવી લેતા હોય છે અને બધાને જીવનભર એ જ વાત સતત યાદ રહ્યા કરે છે કે મારાથી સારું સર્જન આ દુનિયામાં બીજુ કોઇ નથી જ.
 જ્યારે તમે તમારી જાતને judge કરશો ત્યારે તમને તમારી transparency નો ખ્યાલ આવશે. જેટલી તમારી transparency વધારે એટલું તમારું confidence level વધારે હશે. અને આવું જ ભારોભાર ભરપુર confidence level હતુ ગાંધીજીમાં. ગાંધીજી સમગ્ર દેશને સાથે રાખી શક્યા કારણ કે એમની transparency એક અલગ જ ઉંચાઇ પર હતી.  તેમનું confidence level એકદમ હાઇ  હતું કારણ કે transparency થી પુરેપુરા ભરેલા હતા. અને  એટલે જ તો એમની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો એવું રખી શક્યા.  પોતાની transparency પોતાના જ ચૈત્યપુરુષના વિકાશ માટે પણ એટલી જ મહત્વની છે.
 તો આ transparencyને મજબુત કરવા માટે ક્યાંક જરૂર પડશે Ethics ની. તમારા Ethics સામે વાળી વ્યક્તિ પર તમારી પુરેપુરી અભિવ્યક્તિ રજુ કરી દેતા હોય છે. તમારી અભિવ્યક્તિમાં ક્યારેક સામેવાળા પર તમારી શિષ્ત(discipline)ઉડીને આંખે વળગતી હોય છે. પણ એક વાત ખાસ યાદ રાખજો તમારી એ  શિષ્ત તમારા અનુશાસનમાંથી ડિરાઇવ થયેલી હોવી જોઇએ.
તમારી અભીવ્યક્તિ એ તમારી ઇન્ટેલીઝન્સી છે.  તમારી અભીવ્યક્તિ એ તમારું ક્રિએશન છે. હક્કિકતમાં તમારી અભીવ્યક્તિ તમારા ઇનરને વ્યક્ત કરતી હોય છે. તમારી આ અભીવ્યક્તિની ગતિશીલતાને ક્યાંય સ્ટોપ ના થવા દો. એ જેટલી વહેશે એટલી જ વધારે  ખીલશે. કંઇક નવું જાણવું અને માણવું એ અભીવ્યક્તિના બે મુખ્ય પાય છે. કંઇક જાણ્યા કે માણ્યા પછી જે ક્રિયેશન ઉદભવતું હોય છે અને ત્યારે ઉદભવેલું ક્રિએશન કંઇક અલગ જ હોય છે. એના માટે તમારે ફરવું પડશે, જાણવું પડશે અને ક્યાંક થોડું હર્ટ પણ થાવું પડશે. વડોદરાના શાયર તન્નવીરભાઇએ ખુબ સરસ વાત કરી છે કે
હવા કે સાથ ભી કુછ દૂર ચલ કે દેખ જરા
જો ફૈલના હૈ, તો ખૂશબુ મેં ઢલ કે દેખ જરા.
પોતાના ક્રિયેશનને પામવા માટે વહેવું જ પડ્શે.
જીવનમાં વહેતી વખતે કે ફેલાતી વખતે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે
નેવિગેશન કારમાં કે વ્હિકલમાં કે મોબાઇલમાં હોય અને એ ઉપયોગી પણ છે. જીંદગી  જીતવા માટે નેવિગેશન કંઇ જ કામનું નથી. એના માટે તો ખાન-બ- દોશ બનીને ભટકવું પડે. થોડી ઠોકરો પણ ખાવી પડે અને ગાળો પણ ખાવી પડે. આ જગત એમ જ કોઇને સુપરસ્ટાર નથી બનાવી આપતું.
હું આજે પણ કહું છું અને જ્યારે શિક્ષક હતો ત્યારે વિદ્યાર્થીઓને ખાસ કહેતો કે
 સ્કુલમાં કે મિત્રવર્તુળ કે ઘરમાં તમને લાગતું હોય કે હું ફેઇલ છું કે મારા વિચારોને કોઇ સમજવા તૈયાર જ નથી  તો થોડું Self Analysis કરજો... ખુબ જ સરસ જવાબ મળશે.  ભાઇ તમે  સહેજેય ફેઇલ નથી તમને સમજનારા ફેઇલ છે. કારણ કે તમારા વિચારો તમારા સપના તમારી ડેસ્ટીની અલગ છે એને સામે વાળા ક્યારેય નહી સમજી શકે. તમારા વિચારો સાચા જ છે એ તો આ દુનિયાનો નિયમ છે કે દરેક નવા વિચારને હસી કાઢવો કે રિજેકટ કરવો એ તો પહેલી પ્રાયોરિટી હોય  છે. ન્યુટનને  ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરવા બદલ કે કેપ્લરે એમ કિધુ કે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ફરે છે એ માટે જેલમાં જવું પડતું હોય તો આપણે કઇ વાડીના મૂળા.... બાકી યાદ રાખજો   અભિમાન્યુને મારવા માટે 7 કોઠાના યુદ્ધની વ્યુહરચના કરવી પડે બાકી એ તો એક એક સામે આવે તો એકલો કાફી હતો. કુરુક્ષેત્રના મેદાનનો ઇતિહાસ અલગ હોત.  આવો અભિમાન્યુ તમારા દરેકમાં બેઠો જ છે
મીણબતી (કૅન્ડલ)ની જ્યોત જેમ ઉપર તરફ જ જાય છે હા એ ઉપર તરફ જ જાય તમે જો એ કૅન્ડલને નીચે તરફ વાળો તો પણ જ્યોત ઉપર તરફ જ જવાની એમ તમારા વિચારો ગમે તે પરિસ્થિતીમાં હોય પણ ગોલ તરફ જ જવા જોઇએ. આપણા વિચારો નદીની જેમ એક ચોક્ક્સ ફ્લોમાં વહેવા જોઇએ તો આપણા વિચારો એક વાયુની જેમ ચારે દિશામાં પ્રસરવા જોઇએ એ જ વિચારો બુમરેંગની જેમ ક્યાંકથી અથડાઇને પાછા મળશે ત્યારે આપણી જીત પાકી સમજવી. શરત માત્ર એટલી જ કે તમારું dedication માત્ર  dedication ન બની રહે એ  devotional dedication બને.....
The theory of everything મુવી જોવો એટલે સમજાય કે કેવી રીતે સ્ટીફન હોકીંગ્સને પોતાનું સ્વેટર કાઢવા જતાં એના તાતણાઓમાંથી ફાયર પર નજર પડે છે અને બ્રહમાંડની ઉત્તપતિનો ખ્યાલ આવી જાય છે. (Amyotrophic Lateral sclerosis)
ડૉ સયૈદ અલી નદીમ કહે છે એમ તમને 
વક્ત ઇન્સા કો ફક્ત એક હી પલ દેતા હૈ
ઔર ઇંસાન ઉસે સદીઓ મેં બદલ હૈ દેતા હૈ
   
 જીવનમાં ક્યાંક Concentrate થવા કરતાં   conscious   થવાની જરૂર છે. Concentrate means you are focusing on your observing sense or observing a particular thing or an object.

જ્યારે consciousness એ તમારી એક અલગ જ awareness છે. તમારી જીજ્ઞાશા જ્યારે કોઇ એક ચોક્ક્સ પ્રકારના જ્ઞાનમાં કે અનુભવમાં બદ્લાવી શકવાની જે પરીસ્થિતી સર્જન થઇ શકે એ consciousness છે. સ્વમીજીએ તો ત્યાં સુધી કહ્યુ વ્યક્તિ એની consciousness ની ઉપર પણ જઇ શકે છે અને આ જ વાત પાછળથી શ્રી અરવિંદે અતિમનસના સ્વરૂપે સમજાવી.     
આ બાબતમાં સ્વામી વિવેકાનંદનો જ એક કિસ્સો યાદ આવે છે જ્યારે એમના મમ્મી બિમાર હતા અને દવાના પણ પૈસા ન હતા મન ખીન્ન થાય છે અને   ત્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે જાય છે અને કહે છે ક્યાં  છે જો આ જ આધ્યાત્મિકતા હોય તો એ શું કામની આજે મારી માં ને જરૂર છે ને હું એને દવા કે ખાવાનું પણ આપી શકવાને સક્ષમ નથી આવી જ  spirituality હોય તો એ મને માન્ય નથી. અને કાલીના પરમ ઉપાસક એવા રામકૃષ્ણ કહે છે કે તું એક કામ કર કે મંદિરમાં જા અને માં ને જ કે ને ! અને સ્વામી વિવેકાનંદ અંદર મંદિરમાં જાય છે અને એક કલાક પછી બહાર આવે છે. રામકૃષ્ણ પુછે છે તારે પુછવું હતું એ પુછી લીધું. અને વિવેકાનંદ ના પાડે છે અરે એ તો હું ભુલી જ ગ્યો. જા પાછો જા અને આ વખતે પુછી ને આવજે. વિવેકાનંદ ફરીથી જાય છે 4 કલાક પછી બહાર આવે છે. રામકૃષ્ણ ફરીથી પુછે છે આ વખતે પુછી લીધુ. અને વિવેકાનંદ ના પાડે છે એ તો ભુલાઇ જ ગયું. અને રામકૃષ્ણ ફરીથી કહે છે જા પાછો જા અને આ વખતે પુછ્યા વગર પાછો આવતો નહી. વિવેકાનંદ ફરીથી જાય છે અને આ વખતે 8 કલાકે મંદિરમાંથી બહાર આવે છે. રામકૃષ્ણ ફરીથી પુછે છે આ વખતે પુછ્યું અને વિવેકાનંદ કહે છે ના મેં નથી પુછ્યું મને પુછવાની જરૂર નથી લાગતી. હવે નથી પુછવું અને રામકૃષ્ણ કહે છે જો તે પુછ્યુ હોત તો આ તારી અને મારી છેલ્લી મુલાકાત હોત. હું કરી તારું મોઢું ન જોવેત.
આગળ મેં કહ્યું એમ કે તમારી consciousness તમને એક અલગ જ અનુભૂતિ આપવા સક્ષમ છે આવી એક વાત કહું તો શ્રી અરવિંદ જ્યારે અલીપુર જેલમાં હતા ત્યારે સ્વામી વિવેકાનંદનો અવાજ આધ્યાત્મિક અનૂભૂતિના એક વિષિષ્ટ પરંતુ ઘણા જ ઉપયોગી ક્ષેત્ર વિશે માહિતી આપનારો હતો. જો તમે અલકેમિસ્ટ બુક વાંચી હશે તો આવી બાબતો નો ખ્યાલ સમજી શકશો.
Consciousness
દુનિયાની અજીબો ગરીબ ઘટના કઇ કે આમ તો ઘણી ઘટાનાઓ  ગણી શકાય પણ... જ્યારે કોઇ અમીર માણસ ભીખ માંગવા જાય અને કોઇ ગરીબ માણસ દાન કરવા જાય એ ઘટના ખરેખર નોંધનીય જ કહેવાય. બુદ્ધ ભીખ માંગે છે ત્યારે શું બને છે. એક અમીર જ ભીખ માંગે છે. જે આ સમજી શકે એ જ બુદ્ધત્વને પામી શકે. સુદામા તાંદુલની પોટલી લઇને જાય છે ત્યારે શું બને છે. એક ગરીબ જ એક સોનાની દ્વારકાના રાજાને દાન કરે છે. જ્યારે ગરીબ દાન કરે છે ત્યારે એ એક નવા વર્તુળમાં પ્રવેશ કરે છે. એની ઉર્જા વેગવાન બને છે. એની પાસે એક અહેસાસ આવે છે કે કંઇક એની પાસે પર્યાત્પ કરતા વધારે  માત્રામાં  છે કે જે એ કોઇકને આપવા માટે સક્ષમ છે. અને એક વાત યાદ રાખજો જ્યારે આવો વિચાર કંઇક આપી દેવાનો વિચાર સર્થક બને ત્યારે કુદરત પણ લાખ ગણુ કરીને પાછુ આપતી હોય છે. જેવી રીતે તાંદુલના દાણે દાણે મહેલ ચણાતો જાય છે એમ.
પણ આના માટે  ક્યાંક જરૂર છે.
સત્યં માતા પિતા જ્ઞાનં ધર્મો ભ્રાતા દયા સખા |
શાન્તિ: પત્નિ ક્ષમા પુત્ર: ષડેતે મમ બાન્ધ્વા: ॥
સત્ય મારી માતા છે જ્ઞાન એ મારા પિતા છે ધર્મ મારો ભાઇ છે દયા એ મારો મિત્ર છે  શાંતિ એ મારી પત્નિ છે. અને ક્ષમા મારો પુત્ર છે  આ છ એ છ મારા જીવન બાંધવો છે.
અને હવે છેલ્લા આ ક્લાસના  શિક્ષકો માટે કહું તો ....
સ્વામી વિવિકાનંદે શિક્ષકો માટે સરસ વાત કરી છે કે
The only true teacher is he who can immediately come down to the level of the student and transfer his soul to the student’s soul and see through the student’s eyes and hear through his ears and understand through his mind. Such a teacher can really teach none else.
જ્યારે દરેક શિક્ષક આ વાત પામી જશે ત્યારે મળનારા વિદ્યાર્થી  curiosity અને Imagination થી ભરપુર ભરેલા હશે અને સ્વામીજીની એ ઇચ્છા કે
Give me 100 Nachiketa
I willchange the World.
પુરી થાશે.  



સોમવાર, 31 ડિસેમ્બર, 2018

2019 ની પ્રભાતે....


માણસજાતે આજથી exactly 2019 વર્ષ પહેલા ચોક્ક્સ ગણતરી રાખવાનો વિચાર કર્યો અને શરૂ થયો સમગ્ર માનવજાત માટે એક નવો કૅલેન્ડર યુગ. પોતાની ભ્રમણક્ક્ષા પર ફરતા ફરતા પૃથ્વી છેલ્લા 2018 વર્ષથી આ જ ચોક્ક્સ બિંદુ પર આવે છે ત્યારે સમગ્ર વિશ્વ એને નવા વર્ષ તરીકે ઉજ્વે છે અને એક જશ્નમાં ડૂબે છે પૃથ્વીની ભ્રમણકક્ષાને સાપેક્ષે ગણાતું આ નવું વર્ષ આમ તો નવું જ છે પણ છતાં.... છતાં.... છતાં.... મનમાં પ્રશ્ન થયો કે સમગ્ર solar systemની સાપેક્ષે નવું વર્ષ ઉજવવું હોય તો કેટલા વર્ષ થાય ? હા, આજે અત્યારે જ પૃથ્વીની સાપેક્ષે સમગ્ર સૌરમંડળના બધા જ ગ્રહ જે પોઝિસનમાં છે ત્યાં ફરીથી એ જ પોઝિસનમાં આવે તો કેટલો સમય લાગે ? આને પણ નવું વર્ષ(સૌરમંડળની સાપેક્ષે) કહેવાય તો ખરું જ ને ? ખાલી સાપેક્ષતા બદલાઇ છે બીજુ કંઇ નહી...એનો જવાબ પણ કંઇક એવો જ છે... ખાસ કંઇ વધારે નહી 360,546,882,006,507 years (~0.36 quadrillion). એક અંદાજ મુજબ સૂર્ય પણ 5 બિલિયન વર્ષ સુધી જ રહેવાનો છે અને આ સૌરમંડળ બન્યું એને પણ કંઇક આટલા જ વર્ષ થયા છે બંન્નેનું કુલ ટોટલ પણ 360,546,882,006,507 years (~0.36 quadrillion). કરતા ઓછુ જ છે તો વિચારવા જેવી બાબત તો એ છે કે સૌરમંડળ બન્યું અને એનો અંત થાય ત્યાં સુધી હા, હા... ત્યાં સુધી બધા જ ગ્રહો એની એ જ સ્થિતી પર પાછા આવશે એવું અશક્ય છે... વાહ રે કુદરત... જ્યોતિષીઓ માટે તો આ એક જોરદાર વાત કહેવાય કારણ કે આખુ જ્યોતિષ વિજ્ઞાન ગ્રહોની પોઝિસન પર આધાર રાખે છે.... એક વર્ષ પુરુ થવાને 360,546,882,006,507 years (~0.36 quadrillion) લાગવાના હોય તો સારું છે કે 365 દિવસનું વર્ષ ગણીને નવું વર્ષ ઉજવાઇ જાય. સારું થયું કે પૃથ્વીની પરીભ્રમણકક્ષાને એક વર્ષ ગણવાનો વિચાર આવ્યો... બાકી celebration માટે કંઇક નવા ગતકડા કરવા પડત... છોડો આ બધી ભેજામારી આટલા વર્ષોમાં તો 84 લાખ જન્મ પણ આરામથી ભટકતા ભટકતા પુરા થઇ જાય... આવી જ એક સરસ વાત (વિજ્ઞાનનો ઉપયોગ કરીને) ત્રણ-ચાર વર્ષ પહેલા સાન્તા સમગ્ર દુનિયામાં ગિફટ કેવી રીતે પહોંચાડી શકે એ વાત Can Reindeer Fly ? બુકનો ઉલ્લેખ કરીને Jay Vasavdaએ ખુબ જ સરસ રીતે રજુ કરી હતી...જે હોય તે અત્યારે તો કોમ્પ્યુટર કે મોબાઇલ કે ગમે ત્યાં નજર કરો 2019 પર નજર પડે છે 2018 એક ઇતિહાસ બની ચુક્યો છે આવા તો અનેક વર્ષો ઇતિહાસ બની ચુક્યા છે આ પણ એક વિચાર માંગી લે એવી સરસ વાત છે કે કોઇપણ નવા દિવસની શરૂઆત ઘડિયાળ કે ઇલેક્ટ્રોનિક્સ ગૅઝેટમાં રાત્રે થાય અને માનવજીવનમાં સવારના સૂર્યોદય સાથે થાય. થાકીને ઉઠેલો માણસ જ્યારે નવી તાજગી સાથે દિવસ શરૂ કરે ત્યારે એ દરેક દિવસ એને માટે નવું વર્ષ જ હોય છે.
વર્ષોથી સૂર્ય આ જગતનો પાલનકર્તા સાબિત થયો છે ઋગવેદમાં એના પર અસંખ્ય ઋચાઓ પણ છે જ... જેમકે
"તરણીર્વિશ્વદર્શતો જ્યોતિષ્કૃદસિ સૂર્ય |
વિશ્વમા ભાસિ રોચનમ ॥ "
(હે સૂર્યદેવ ! આપ સાધકોનો ઉદ્ધાર કરનારા છો, સમગ્ર સંસારમાં એક માત્ર દર્શનીય પ્રકાશક છો. તથા આપ જ વિસ્તૃત અંતરિક્ષને, બધી બાજુએથી પ્રકાશિત કરો છો.)
તો અમારા સૌરાષ્ટ્રના સાહિત્યમાં સાદા માથાના માનવીના મુખે કહેવાયુ છે અને અનેક વખત જોરૂભા ખાચર સર અને નરેન્દ્ર સરના મુખેથી સાંભળ્યું છે કે
“ભલે ઉગા ભાણ, ભાણ તુહારા ભામણા
જીયણ મરણ લગ માણ, રાખો કાશ્પરાઉત. સામ-સામા ભડ આફડે, ભાંગે કે તારા ભ્રમ
તળ વેળા કશ્પ તણા સૂરજ રાખો શરણ.”
(હે સૂરજ દેવ તમે ભલે ઉગ્યા તમારા ઓવારણા લઉં, મારા સમગ્ર જીવન દરમ્યાન માન આબરૂ જળવાઇ રહે તે સાચવ જે હે કશ્યપના પુત્ર. સામ સામા શૂરવીરો જ્યારે આફળે ત્યારે કંઇકના ભ્રમ ભાંગી જાય ત્યારે હે કશ્યપનંદન તમે લાજ રાખજો.)
મને ભારત દેશ ઉગતા સૂરજને પૂજતો અને આથમતા સૂર્યની સાક્ષીએ ટેક લેતો દેશ લાગ્યો છે. કારણ કે દિવસના અંતે જ્યારે માણસ લેખાજોખા જોવે ત્યારે કેમ કરીને આવતીકાલની સવારથી જીતવું એવું વિચારતો હોય ત્યારે એ વિચાર કેવો મજબૂત હોય તો લો....
"આજે આથમેલા સૂર્યના સોગંદ
હું કાલે સૂર્ય બનીને ઉગીશ
પ્રચંડ જ્વાળા બનીને સળગીશ
એક વિરાટ શૂન્યમાં એકલવાયો આગળ વધીશ
મારી એક્લતા આ ક્ષિતિજે ડૂબતી હશે
તો એ બીજી કોઇ ક્ષિતિજે ઉગતી હશે."
નવા વર્ષનો સૂર્યોદય એ નવી ઇનિંગનું આહવાન છે આમ પ્રત્યેક સૂર્યોદય એટલે મારું નવું વર્ષ છે. મારા દરેક નવા વિચાર સાથેનું પ્રથમ પગલું એ મારું નવું વર્ષ છે. મારી જીવાઇ ગયેલ જીવનની અમુલ્ય ક્ષણો એ ઇતિહાસ નથી એ જીવાયેલ અને જીતાયેલ ક્ષણો પર મારા પોતાના હસ્તાક્ષર છે એટલે એ પોતીકી ક્ષણોનો મને ગર્વ છે. તો આવી અનેક આવનારી ક્ષણો પર હું હસ્તાક્ષર કરવા તૈયાર જ છું અને રોજ સવારે સૂર્યનું આહવાન કરી નવું વર્ષ મનાવવા તૈયાર જ છું. આવા દરેક નવા વર્ષે નવી મહેકથી આ વિશ્વને ભરી જવા તૈયાર જ છું તો આવા દરેક નવા વર્ષે નવા સ્મિતથી આ જગતને ડોલાવી જવા તૈયાર જ છું. આવા દરેક નવા વર્ષે એક નવું ગીત ગાવા તૈયાર જ છું અને એ ગીત સાથે સંગીત પેદા કરી નવા મિત્રોથી જીવનને ભરી જવા હું તૈયાર જ છું. આવા દરેક નવા વર્ષે ગાઢ ધુમ્મ્સને પાર કરીને અપ્રતિમ સૌંદર્યમાં પહોંચી જવા હું પ્રતિક્ષણ તૈયાર જ છું. ખાના-બ-દોશ બનીને મારે આ જગતનો ખૂણે ખૂણો ફરવો છે અને અનેક વખત રોમાંચિત થાવું છે આ દરેક રોમાંચ એ મારું અનેરું નવું વર્ષ હશે. મારી દરેક નવી પ્રેરણા એ મારું નવું વર્ષ હશે. તો મારી દરેક અવસ્થા જીવનરૂપી જે ઘોડા પર આરૂઢ હશે એ મારું નવું વર્ષ હશે. દરેક અંધારી રાત પછી અનેક તેજોદ્વેષથી પર હોય એવી હુંફાળી સવાર આવે જ છે. આવી પ્રત્યેક સવાર મારું નવું વર્ષ હશે. આવી જ એક હુંફાળી સવાર આવી ચુકી છે અને ઉષાદેવી દસ્તક દઇ ચુકી છે ત્યારે ફરીથી આ જગત સાથે હું પણ એક નવા વર્ષમાં પગમાં મુકી રહ્યો છું એ માત્ર કેલેન્ડરિયું નવું વર્ષ છે. બાકી મારા માટે દરેક દિવસ નવું વર્ષ જ છે. તો આવા જ એક નવા દિવસે અને નવા વર્ષે ફરીથી Happy New Year.

મંગળવાર, 6 નવેમ્બર, 2018

જે.ડી.પટેલ એક જિંદાદીલ શિક્ષક



વિચારોથી ભરેલા, ઉત્સાહથી ભરેલા, હોંસલાઓથી ભરેલા, લાગણીથી ભરેલા માણસ એટલે જશુભાઇ ડી પટેલ. એક નહી અનેક જોરદાર આયોજન કરી શકે એવો એક શિક્ષક જીવ એટલે જશુભાઇ ડી પટેલ. કદાચ એમ કહી શકાય કે શિક્ષણ જગતને જ કંઇક આપી જવા માટે જ જન્મ લીધો. તો સાથે કામ કરતા માણસો અને વિદ્યાર્થીઓને એટલું તો આપ્યું કે આજે પણ મારી જેમ અનેકના માનસપટ્ટ પરથી આ નામ ભુલાતું નથી. નવ નવેમ્બર એટલે એમનો જન્મદિવસ. હા, આજે એમને યાદ ન કરું તો ક્યારે કરું... હું જ્યારે ધોરણ 8માં ભણતો ત્યારે આ વ્યક્તિ મારા જીવનને અનેક રંગોથી ભરી દેવા માટે આવી. મેથ્સનો એક શિક્ષક કવિતા અને સાહિત્યનો શોખીન અને સાથે સાથે સ્ટેઝના માણસ... કવિતા તો એવી રીતે બોલે જાણે કવિતાનો લય એમની રગોમાં લોહીની જ્ગ્યાએ પ્રસરતો હોય. મને સ્ટેઝ સુધી પહોંચાડનાર એટલે  જે. ડી. પટેલ. હા, આજે પણ પ્રેરણા ક્લાસનો એ દિવસ યાદ છે જ્યારે હું પોતાની જ્ગ્યા પર ઉભો થઇને કવિતા બોલતો હતો અને ધ્રુજી ગયો હતો... બીજા મિત્રો હસ્યા પણ હતા. પણ સર તરત જ બોલ્યા હતા થાય અજીત કશું જ નહી આગળ આવ અહીં આવીને બોલ.. આગળ સ્ટેઝ પર જઇને બોલ્યો અને પછી કહ્યું કાલે મોઢે કરીને આવજે અને અહીંયા આવીને જ બોલજે અને પછી અજીત કાલરિયાએ ક્યારેય પાછું વળીને જોયું જ નથી. મેથ્સના શિક્ષક જે.ડી. પટેલ એટલે મને સાહિત્યના મોડ પર મુકનાર. હા, આવો જ એક બીજો દિવસ એટલે... બસ એકાદ ચેપ્ટર થોડું વહેલું પત્યું હશે અને સમય બચ્યો હશે પોતાની બેગમાંથી બ્લેક કલરના પુઠાવાળી ચેતનાની ક્ષણે બુક કાઢી અને એક માં એ એના આવનારા બાળક પર લખેલો પત્ર વાંચ્યો અને આ બંદાએ  પહેલી વખત પાઠ્યપુસ્તક સિવાયની બુકની મજા માણી... શબ્દો જ ન હતા... આફ્રિન... ઘરે જઇને મમ્મીને કહ્યુ કે મમ્મી મારા મેથ્સ સાઇન્સમાં પુરા માર્કસ આવે એટલે બુક્સ લઇ દેજે અને આપણે લાવ્યા કારણે સર જે રીતે ભણાવતા હતા તે જોઇને કોન્ફિડન્સ ચરમસીમા પર જ હતો. એક નહી બે બુક્સ મળી  ચેતનાની ક્ષણે અને ચેતનાની પળે. આવી રીતે મારો વાંચનવિશ્વમાં પ્રવેશ થયો. પ્રેરણા ક્લાસમાંથી ઘણું ઘણું કહી શકાય એટલું શીખ્યા..સરનો ક્લાસ હંમેશા નિર્વાણાષ્ટકમથી થતો અને એ પ્રાથના શબ્દો “મનોબુદ્ધય અહંકાર ચિંતાની નાહમ ...”  આજે પણ ક્યાંક સંભળાઇ ઉઠ્યાનો ભાષ થતો હોય છે  સર સાથે એક મોટીવેશનલ લેટર રાખતા જે અમને અમારી બર્થડે પર આપતા.સર તમે એ જ લેટરમાં લખેલા શબ્દો કે “મને તો આવતીકાલનાં ઉજાસમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે. પ્રેરણાનાં પારેવા માતા-પિતા, વડિલ-ગુરૂ અને આ દેશની તમન્નાને પરિપૂર્ણ કરવા અને સ્વતંત્ર વિચારો, આગવી સૂઝ, વિશિષ્ટ સુઝ અને ખેલદિલી સાથે , પ્રેમ સાથે અરમાનો સાથે કુદરતના સુંદર સાનિધ્યમાં...આ પાર... પેલે પાર અને ગગનને ચારે કોર પંખ ફેલાવી ઉડતા હશે.” Yes sir તમારા એ પારેવા ગગનને ચારે કોર જગતને ખૂણે ખૂણે ઉડી રહ્યા છે તમારું નામ રોશન કરી રહ્યા છે અફશોસ એ જ કે માત્ર તમારું આ સપનું જોવા તમે જ નથી. તમારા વિચારો અનેક વિદ્યાર્થીઓમાં ફણગો થઇને એવા તો ફુટ્યા કે એ આજે પણ ક્યાંક તમારા શબ્દોમાં કે તમે બોલેલી કવિતામાં કે તમારી સ્પિચમાં કે તમારી અદાઓમાં એ ક્યાંક પડધાયા કરે છે. સર તમે ભણાવવાની સાથે સાથે એટલું બધું આપ્યું કે બસ સામે વાળાની ઝિલવાની તમન્ના જોઇએ. અનેક સ્પર્ધાઓ અને પ્રવાસના એવા તો આયોજન થાય કે સર ઘરના રૂપિયા ઉમેરીને પણ અમને જલસા કરાવે. ક્લાસના ફંકશનોમાં અનેક ઇનામો અપાય અનેક નામી અનામી વ્યક્તિનો પરીચય થાય. આજે પણ મને યાદ છે કે એ સમયે મને ઇનામમાં પિયરર કર્ડિનની પેન મળી હતી. અમે વિદ્યાર્થીઓ  ફંકશનોમાં બોલવા માટે કવિતાઓ લખતા... સર ક્લાસમાં કયારેક સુરેશ દલાલે લખેલી મિત્રો વાળી વાત વાંચે તો ક્યારેક સત્યવાનસાવિત્રીની વાત બોલે ત્યારે અમે સૌ એક અલગ જ ભાવવિશ્વમાં ખોવાઇ જઇએ અને સરની જેમ કેવી રીતે બોલવું એ શીખતા. જાણતા અજાણતા જે.ડી. પટેલે અનેકને ઘણું ઘણું આપ્યુ છે. સ્કુલ પછી પણ સર સાથે અનેરો સંબંધ રહ્યો. પછી પણ અનેક પ્રવાસો સાથે કર્યા તો અનેક વાતો વહેંચી. લગ્ન-સગાઇ કે ગમે તે પ્રસંગ હોય સર હંમેશા આવે જ. મારા જીવનની 25મી વર્ષગાંઠ પર ઘરે પણ આવ્યા. જે.ડી.પટેલ માટે એક જ શબ્દમાં કહેવું હોય તો કહીશ કે સર એટલે સંબંધોના સરોવરના માણસ. સરની પર્સનલ એવી ડાયરી પણ વાંચવા મળી અને સરને વધુ જાણ્યા તો એ જ ડાયરીમાં સરને ક્યાંક  પડઘાતા જોયા તો  એ શબ્દોથી જ એમને આજે અંજલી....
-     “ સાહસ કરવું, સંકલ્પ કરવો અને પછી વળગી પડવું.”
-     “ પ્રસંગોથી માણસ ઘડાતો હોય છે પથ્થર પર હથોડો પડે અને એમાંથી જ મૂર્તિ ઘડાય છે.”
-     “ સમય સઘળુ શિખવાડે, સમય વગર સફળતા ન સાંપડે.”
-     “ મને ક્યારેય થાક નથી લાગ્યો, થાક્યા પછીય હું દોડ્યો છું.”
-     “ સાચી લાગણીઓને પામનારા સૌ હોતા નથી, એને માણનારા કોક જ હોય છે.”
-     તમને અંતરાત્મા કહે તે પ્રમાણે કરો – બીજા લોકો તમારા વિશે શું ધારશે તેની ફિકર ન કરો. હિંમત પૂર્વક કાર્ય કરતા રહો લોકલાજથી ડરશો તો ઘણી સિદ્ધિઓથી વંચિત રહી જશો.”
છેલ્લા એક જ વાત કે જસુભાઇ પટેલ એટલે હાર્યા પછી પણ જીત મળે એવું કહેવાવાળા શિક્ષક...  
   







શનિવાર, 20 ઑક્ટોબર, 2018

વાંચન દ્વારા વ્યકિત્વ વિકાસ

વાંચન દ્વારા વ્યકિત્વ વિકાસ

મિત્રો તમે નાના છો. સપના જોવા એ તમારી ઉંમર છે. એમ તો હું પણ નાનો જ છું. અને અહીંયા ઉપસ્થિત સૌ શિક્ષક ગણો પણ નાના છે. જો મારામાં અને તેમનામાં સપના જોવાની તમન્ના હોય તો ? સપના જોયા પછી તેને આંબવા માટે પણ પાંખો હોવી જોઇએ. અને એ પાંખોમાં સફળતા અને નિષ્ફળતાને પચાવવાની તાકાત પણ હોવી જોઇએ. પાંખો કપાઇ જવાની બીક કે વેદના પણ ન હોવી જોઇએ. કદાચ રાખ બની જઇએ તો ફિનિકસ પક્ષીની માફક તેમાંથી બેઠા થવાની તાકાત પણ હોવી જોઇએ. આ તાકાત કે આ પાંખો દરેક બાળક જન્મતાની સાથે લઇને આવે છે તેવું નથી. એ મા બાપની કેળવણી પર આધાર રાખે છે. એવું પણ નથી. આ બધી પાંખો તો માત્ર દસ બાર વર્ષ રહેનારી પાંખો છે. જીવનના પછીના વર્ષોમાં તો જ્ઞાનરૂપી પાંખો જ સપના ઉતપન્ન કરવા કે સપના સાકાર કરવા કામ આવે છે. જ્ઞાનપિપાસા એ પાંખોનું જન્મસ્થાન છે. અને મિત્રો જ્ઞાનપિપાસા એક એવું હથિયાર છે કે જે કોઇપણ ઉમરની વ્યકિતને જરૂરી થઇ પડે છે. પોતાના વિકાસ અને ઘડતરમાં જ્ઞાનપિપાસાથી મોટું બીજુ કોઇ હથિયાર મળવું મુશ્કેલ છે. અને મિત્રો આ જ્ઞાનપિપાસા પહેલા ગુરૂજનો પાસેથી અને પછી જાત મહેનત દ્વારા(સ્વાનુબળે) પ્રાપ્ત કરી શકાય છે. એમાં ગુરૂજનો પાસેથી જ્ઞાનપિપાસા આપણે સૌ સહેલાઇથી પ્રાપ્ત કરી શકીએ છીએ. સારામાં સારા માર્કસ કે સારામાં સારો ગ્રેડ પણ મેળવી લઇએ છીએ. પણ સ્વાનુબળે જ્યારે પ્રાપ્તીની સમસ્યા આવે છે ત્યારે વિકટ પ્રશ્ર્ન ઉભો થાય છે. મોટા ભાગના ત્યાં હારી ગયાનો અહેસાસ થાય છે અને મેં પહેલા કહ્યું તેમ પાંખો કપાઇ ગયાનો અહેસાસ જીવંત થાય છે. પરંતુ વાત અહીંયા જ અટકી જતી હોય તો તો ખુબ જ સરસ કહેવાય પરંતુ એ તો વ્યકિત્વ પર આવીને ઉભી રહી જતી હોય છે. અને પછી એમાં શૂન્ય સાબીત થવાતું હોય છે. આ ઝડપથી દોડતા જમાનામાં શૂન્યમાંથી નિકળીને પૂર્ણ સુધી પહોંચવું જરૂરી થઇ ગયુ છે.

 બે એંન્જીનીયરો કે બે ડૉકટરો કે કોઇ પણ એક જ ફિલ્ડનાં બે માણસો ભેગા થાય અને એ બન્ને વચ્ચે જે વાતો થતી હોય તે સહજ હોવાની. અને બન્નેની દલીલો સમાન કક્ષાની હોવાની. બંન્નેને એકબીજાની વાતનો ખુબ જ ઓછો વિરોધ હોવાનો. એ વિરોધ પણ સુક્ષ્મ કક્ષાનો હોવાનો. પરંતુ જ્યારે એક ડૉકટર સાથે એક એંન્જિન્યર કે કોઇ બીજા જ ફિલ્ડનો માણસ મળે અને બંન્ને વચ્ચે જે વાતચીતનો સેતુ રચાય એ અલગ જ હોવાનો. એમાં બંન્ને પક્ષે વ્યકિત્વનો પ્રશ્ર્ન ઉપસ્થિત થવાનો. ડૉકટર કરતા સામે રહેલો માણસ વ્યકિત્વમાં આગળ નીકળી જાય એવું પણ બને. હું એવું નથી કહેતો કે
ડૉકટર આગળ જ ન જ નીકળે. મને ડૉકટરૉ પ્રત્યે કોઇ જ પક્ષપાત નથી. તમે બીજા કોઇપણ પાત્રને મુકીને પણ સરખાવી જ શકો. પરંતુ બન્ને પાત્રો વચ્ચે થતી વાતચીતમાંથી તમે ચોક્ક્સ બન્નેના વ્યકિત્વને ઓળખી શકો એ ચોક્ક્સ છે. અને એ પણ એમની વાતચીતના આધારે. અને મિત્રો મેં આગળ કહ્યું એમ કોઇપણનું વ્યકિત્વ એને જીવનમાં સંતોષેલી જ્ઞાનપિપાસા પર અવલંબે છે. અને જ્યારે કોઇ વ્યકિતમાં  જ્ઞાનપિપાસા ઉદભવે ત્યારે સમજવું કે કોઇ ક્રિષ્ન પાસે સામી વ્યકિતનો વિષાદયોગ થઇ રહ્યો છે પછી ભલેને એ ક્રિષ્નના સ્વરૂપમાં કોઇ પુસ્તક પણ હોય એમ પણ બને. અને એમાંથી ગીતારૂપી જ્ઞાન પ્રગટ થવાનું છે. અહીંયા મને એક શૅર યાદ આવે છે.
અજીબ તાસીર છે આ દેશની
મહાભારત વાવો અને ગીતા નીકળે.
તમારો વિષાદયોગ એ જ તમારા માટેની મોટામાં મોટી જ્ઞાનપિપાસા બની રહે છે. દોસ્તો એ જ જ્ઞાનપિપાસા જીવનના અંત સુધી ન સુકાય એ જ અર્જુન બની શકે. અને જ્ઞાનપિપાસા ઉત્તપ્ન્ન કરવા માટેનું તમારામાંનું જરૂરી પરીબળ કયું તો મારો જવાબ એક જ છે કે તમારા રહેલી આ સૃષ્ટિના અનંતત્વને પામવાની જીજીવિષાશા. પહેલા તો મારે તમે આ જીજીવિષાશા સંતોષવામાં કયાં કાચા પડો છો તેની વાત કરવી છે. મિત્રો તમે તમારા ઘરેથી નીકળીને xyz કોઇપણ કામ પતાવવા માટે પ્રયાણ કરો છો. અને કામ પતાવીને તમે પાછા આવી જાવ છો. માર્ગમાં રહેલી અસંખ્ય બાબતો જે તમારા તરફ દ્રષ્ટિ કરે છે પરંતુ તમારું ધ્યાન જ એ તરફ નથી હોતું. તમે ચુપચાપ તમારું કામ પતાવીને પાછા આવી જાવ છો. અનેક બાબતો એવી હતી જેની તમને કશી ખબર જ ન હતી અને એને ધ્યાન બહાર રાખીને તમે પાછા આવી જ ગયા. એના એક બે ઉદાહરણ હું તમને મારી જીંદગીમાંથી જ આપુ છું. મિત્રો હું 8માં ધોરણમાં ભણતો હતો અને મારા મગજમાં એક સવાલ આવ્યો કે કોઇપણ ઘડિયાળના ચિત્રમાં કે ખોખા પર તેના કાંટા 10 ને 10અને 35 સેકન્ડ પર જ કેમ હોય છે. મારી જીજીવિષાશા સંતોષવા માટે મેં તરત જ અમારા આ જ સ્કુલના એક મેડમને પુછી જોયું. જવાબ મળી ગયો. છતાં બીજી બે જગ્યાએ પાછુ પુછી જોયુ. મિત્રો માની શકશો શું બન્યું. ત્રણે પાસેથી મને અલગ અલગ જવાબો મળ્યા.
 હવે તો તમારે આવી કોઇ શક્યતાઓ જ નથી રહી. કારણ કે ગુગલ અલ્ટાવિસ્ટા યાહુ જેવા સર્ચ એંજિનોએ દુનિયા જ નાની કરી દિધી છે. તમારા 99% પ્રશ્નોના જવાબો મળી જ જવાના છે. મિત્રો મારું કહેવું એ જ છે કે તમારા મગજને અલ્ટાવિસ્ટા કે ગુગલ જ બનાવી દો. અને આ બનાવવા માટે તમારે શરૂ કરવો પડશે તમારી જીજીવિષાશાને સંતોષી આપે એવો જ્ઞાનયજ્ઞ. અને એમાં મદદ કરે એવું બીજુ મોટામોટુ હથીયાર એટલે વાંચન.  વાંચન એ કોઇની ધરોહર નથી. પરંતુ આપણા જીવનમાં વાંચન એક ખુબ જ નાનું સ્થાન ધરાવે છે. રોજ અપડાઉન કરતો માણસ કે મુસાફરી કરતો ગુજરાતી 2.5 કે 3 રૂપિયાનું છાપુ પણ બાજુ વાળામાંથી ડોકીયુ કરીને વાંચી લેતો હોય છે. અને એ બધુ પણ ન વાંચવાનું જ વંચાતુ હોય છે. સારા લેખકનો સારો આર્ટિકલ તો   બાજુ પર જ રહી જતો હોય છે. વાંચનની આપણી આ થીયરી માંથી આપણે બહાર આવવું જ પડશે. તો જ કંઇક જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરી શકીશું. અને જો આ યજ્ઞ પ્રારંભ થઇ ગયો તો તમારું વ્યકિત્વ તરત જ ખીલી ઉઠશે. વ્યકિત્વ ખીલવવાના આપણા આ પ્રયાસને સંપૂર્ણ પણે બંધ કબાટમાં જ મુકી દીધો છે. કારણ કે આજની પેઢી માટે વાંચન એટલે માત્ર ને માત્ર SMSની દુનિયા. સ્કુલેથી કે કોલેજેથી આવેલ છોકરી કે છોકરો સીધો મોબાઇલ પકડીને SMSની દુનિયામાં ગરકાવ થઇ જાય છે. કદાચ આટલી ધીરજથી કે આટલા પૅશન સાથે ભણવાના ચોપડા પણ નહી વાંચ્યા હોય. કોલેજમાં ભણતા સ્ડુન્ટ માટે તો મને લાગે છે કે SMS એ એક સબ્જેકટ બની જાય છે. જે 24 અવર રીડેબલ હોય છે. પાછા એમાં સ્પર્શી જાય એવા તો માંડ આંગળીના વેઢે ગણાય એટલા જ હોય છે. મેં ઘણા બધા સ્ટુડન્ટના SMS જોયા છે. માત્રને માત્ર કચરા સીવાય બીજી વાત જ નથી હોતી. આજે જ અહીંયા આવતો હતો ત્યારે રસ્તામાં એક SMS મારા મોબાઇલમાં આવ્યો . ખરેખર સાંભળવા જેવો છે.  I failed in some subjects in exam . But my friend passed in all. Now, he is an Engineer in Microsoft and I am the owner of Microsoft. – Bill Gates.
આપણે SMS શબ્દને જ વિકૃત કરી નાંખ્યો છે. વાંચનની આપણી સૃષ્ટિને બદલવી જ પડશે. આપણને આઇનોક્ષ કે ફેમ કયાં છે તે તરત જ ખબર હોય છે. પરંતુ સેંટ્રલ લાઇબ્રેરી કે ક્રોસવર્ડ કે ગુજરાતપુસ્ત્કાલાય જેવા શબ્દો નવા હોય એવું જ લાગે છે. આપણે આઇનોક્સ કે ફેમમાં મહીને કે અઠવાડીયે જઇ આવીએ છીએ. પરંતુ સ્કુલની લાઇબ્રેરીમાં પણ વર્ષમાં એકાદવાર જવાનું માંડ બને છે. આપણા આ દ્રષ્ટિકોણને બદલવો જ પડશે. કારણકે આઇનોક્ક્ષ અને ફેમમાં જવાનું આપણું વ્યકિત્વ ખુબ જ સરસ રીતે ઘડાઇ ચુક્યુ છે. પરંતુ વાંચનના અભાવને કારણે આપણે આપણા સર્કલની બહારની વ્યકિત સાથે વાત કરવાનું પણ ટાળવા જેવું માની બેસીએ છીએ. જો તમારી પાસે બધા જ પ્રકારના જ્ઞાનનો ભંડાર હશે અને તમે અલ્ટાવિસ્ટા કે ગુગલ જેવા હશો તો કોઇ પણ જગ્યાએ કોઇપણ ક્ષેત્રમાં તમે પ્રભાવહીન નહી રહો. તમારો પ્રભાવ હંમેશા ચમકતો રહેશે. મિત્રો આ પ્રભાવ એ જ તમારું વ્યકિત્વ છે. અહીંયા એક નોંધવા જેવી બાબત ખાસ જણાવવાનું મન થાય છે કે મિત્રો તમારા વ્યકિત્વને નિખારનાર આ જ્ઞાનપિપાસા ક્યારેક સંતોષાય ત્યારે એના મદમાં આવી ન જશો. કારણ કે એનો મદ એ રાવણત્વ કે દુર્યોધ્નત્વ જ છે. કારણ કે વાલ્મિકી અને વેદ વ્યાસે બંન્નેએ તેમના મોઢામાં શોભનીય શબ્દો મુકેલા છે. રામાયણમાં જ્યારે કુંભકર્ણ અને પ્રહસ્તનો દેહવિલય થાય છે ત્યારે તેનામાં રહેલુ રામત્વ જાગે છે. પરંતુ તે લાંબુ ટકતું નથી કારણકે ત્રિશિરાના શબ્દો તેને હતો ત્યાંનો ત્યાં જ પાછો લાવી દે છે. જ્યારે બીજીબાજુ મહાભારતમાં વેદ વ્યાસ ના શબ્દો.  જાનામી ધર્મમ ન ચ્ મેં ચરોતી
જાનામી અધર્મમ ન ચ્ મે નિવૃતિ.
ધર્મ શું છે તે હું જાણું છું છતાં તેનું આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે તે હું જાણું છું છતાં તેમાંથી નિવૃતિ લઇ શકતો નથી.

દુર્યોધનના મોઢાના શબ્દો એવા હતા કે જે ખરેખર આજના યુવાનોએ મોઢે રાખવા જોઇએ કારણ કે ક્યાંક જ્ઞાનપિપાસા સંતોષાતા પોતે દુર્યોધનત્વ કે રામત્વ પ્રાપ્ત ન કરી બેસે તેનું આત્મપરીક્ષણ ખુબ જ જરૂરી છે.



 મિત્રો તમારી જ્ઞાનપિપાસા સંતોષવા માટે જ્યારે તમે વાંચનનો સહારો લેશો ત્યારે એક નવી જ જીંદગીની શરૂઆત હશે.વાંચન તમારા વિચારો ને કેળવશે.
વાંચન તમારા મગજમાં વિચારોની એક ક્રાંતિ કરશે. જેમ પક્ષી એક ડાળ પરથી બીજી ડાળ બેસે છે તેમ તમે વાંચન શરૂ કરશો એટલે એક વિચારમાંથી નિકળીને બીજા વિચારમાં અને પછી ત્રીજામાં અને શરૂ થઇ જાશે એક નવો જ સીલસીલો. હક્કીકતમાં વાંચન પ્રક્રિયા એ એક સિંકરોનાઝેશન છે. એક વિષયમાંથી બીજા વિષયમાં પણ તમે કુદકો લગાવતા શીખી જશો. આજે 90% વિધ્યાર્થીઓ સારા નિબંધો લખી નથી શકતા. તમે શું સમજો છો કે મેચ્યોરિટીનો અભાવ છે. ના એનો પણ એક જ જવાબ છે વાંચન નો અભાવ છે. કોઇપણ સારો લેખક લેખક પછી પહેલા એ એક સારો વાંચક હોય છે. વાંચીને જ્યારે વિશ્મયનો ભાવ પેદા થાય કે પછી કોઇ પ્રશ્ન પજવતો હોય ત્યારે તમારા વ્યકિત્વના ઘડતરની તૈયારી થતી હોય છે. એ વિષ્મય કે એ પ્રશ્ન તમને કૉમ્યુનિકેશન સ્કિલ ડેવલોપ કરવામાં મદદરૂપ થાતી હોય છે. જે તમારા વ્યકિત્વની ખૂબ જ મોટી જરૂરીયાત છે. જ્યારે જ્યારે કોઇપણ માણસ હારથી થાકી છે કે હતાશાઓથી ઘેરાય છે ત્યારે ગુગલના સર્ચ એન્જિનનાં આંકડા એવું કહે છે વિશ્વના 20% લોકો સારા પુસ્તકમાંથી પ્રેરણા મેળવીને ઉભા થયા હોય છે. અને પછી સફળતાના રસ્તા પર પાંછુ વળીને પણ જોતા નથી. આ 20% સાથે મને કોઇ પ્રોબ્લેમ નથી. પરંતુ આ 20% નો આંકડો વિશ્વ કક્ષાનો છે. ભારતમાં કેટલા છે તેનું શું ? ગુજરાતના આંકડાનું શું? હું એવું નથી કહેતો કે  ભારત પાછળ છે. હરભજન ક્રિકેટની દુનિયામાં આવ્યો અને થોડા જ નજીકના સમયમાં તેના પિતાનું મ્રત્યુ થય્ હતું. સાથે સાથે થોડો આઉટ ઓફ ફોર્મ પણ હતો. આવા સમયે તેને શીવ ખેડાની યુ કેન વીન બુક કામ લાગી ગઇ. મિત્રો દુખ આવ્યા પછી જ શોધ શું કરવા? આપણે પહેલેથી જ શરૂઆત કેમ નથી કરી શકતા. આપણે પહેલેથી જ સ્વેટ મોર્ડન કે શીવ ખેરા સુધી કેમ પહોંચી નથી જતા.  આ હરભજનની કહાની હું જાતે નથી ઘડી લાવ્યો. આ વાતને હરભજને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં હેટ્રીક લીધા બાદ ઇંટરવ્યુમાં કહી હતી. ગુજરાતી દિકરો કે દિકરી પપ્પા પાસેથી કે મમ્મી પાસેથી પિકનીકના પૈસા કે પોકેટમની માંગતા ખચકાટ નથી અનુભવતા સારી રીતે મળી પણ જાય છે. પરંતુ એ જ મા બાપ ક્યારેય દિકરા દિકરીના પોકેટમની પર કાપ મુકીને સારું પુસ્તક આપવાનું વિચારી શકતા જ નથી. માત્ર વડોદરામાં દર વર્ષે 5 થી 6 હજાર લગ્નો થતા હોય છે. આ લગ્નોમાં કેટલીય ગીફટની લેવળદેવળ થતી હોય છે. આ ગીફટમાં પુસ્તકને સ્થાન કયાં હોય છે. આવનારી જનરેશને કદાચ આ રીવાજને બદલવો પડશે. હજારો માણસોમાંથી એક માણસ એવો નીકળે કે જે યુગલને એક સરસ પુસ્તક ગીફટમાં આપે અને  લગ્ન પછી એ પુસ્તકનો ફાળો પણ હોય કે જેમાં એમનું લગ્નજીવન સફળ થાતુ આ સમાજ જોઇ શકે. આ કેવી અદભુત અને સરસ ગમે એવી કલ્પના છે.
પરંતુ આપણને માત્ર કલ્પના કરવાનું અને સારી સારી વાતો કરવાનું આવડી ગયું છે. આપણે આવા વિષીયસ સર્કલમાંથી બહાર આવવું જ પડશે. તો જ આપણે નવા વ્યકિત્વ સાથે નવી જનરેશન સાથે કદમ મિલાવી શકીશું. તમે વાંચન વધારશો એટલે તમારી પસંદ-નાપસંદ તમારો ગમો-અણગમો અરે હું તો એટલે સુધી કહું છું કે તમારી વાતો કરવાની ઢબ પણ બદલાઇ જશે. મારી જ જીંદગીનું ઉદાહરણ આપુ તો તમે જોઇ શકો છો કે મારા પગમાં કંઇક પ્રોબલેમ છે હા 20 જુલાઇના રોજ મારા પગ પર એક એસ ટી બસનું વ્હિલ આવી ગયું હતું. તમને ખબર છે. દવાખાનાના બેડ પર સુતા સુતા મેં 2 મિત્રો અને એક હિતેચ્છુ કહી શકાય એવા મારા સર કમ મીત્રને ફોન કરીને સામેથી જાણ કરી હતી. ત્રણેય જણા તરત જ આવી ગયા હતા. મિત્રો વાંચનનો પ્રભાવ વાણી પર કેવી રીતે પડે તે સમજાવવા મેં આ વાત કરી છે.
એક રીતે કહું તો મને ખરેખર ગુજરાતી લેખકો પ્રત્યે એક પક્ષપાત છે. શરૂઆત ચંદ્રકાંત બક્ષીથી કરૂ તો એક જ વાક્યમાં કહીશ કે ગુજરાતે બક્ષી સાહેબ ને વહેલા ખોયા છે. આવા આખા બોલા માણસની ગુજરાતને પ્રતિક્ષા રહેશે. ગુણવંતભાઇના જીવનમાં તો નજાકત છે જ તેમના શબ્દોમાં પણ નજાકત નીતરતી જોવા મળે છે. આજથી કેટલાય વર્ષો પહેલા શરૂ કરેલી શ્રેણી વિચારોના વૃંદાવનમાં  અને એ જ પુસ્તકમાં એક વાક્ય છે વડોદરા એટલે આશોપાલવની નગરી. તમારું ઑબઝરવેશન બહાર નીકળવા માટે વલ્ખા મારે ત્યારે સમજવું કે તમારામાં રહેલો લેખક કે કવિ બહાર આવી રહ્યો છે. ગુણવંતભાઇને વાંચ્યાં પછી સમજાય કે આ માણસે કુદરતને ખુબ નજીકથી માણી છે. જીવનમાં વાંચનની શરૂઆત મેં કાંતિ ભટ્ટથી કરી હતી. આ માણસે ગુજરાતના ગામડાથી લઇને દુનિયાની સફર કરાવી છે. ઘણી વખત એમના આર્ટીકલમાં જોવા મળતા લેટેસ્ટ ડેટા પણ ખુબ સરસ હોય છે. સંપાદન ક્ષેત્રે મને સૌથી વધારે સુરેશ દલાલ ગમ્યા છે. એમાંય પાછી કવિતાની વાત આવે તો તો એમ્ને કોઇ ન પહોંચે. મને પુસ્કર ગોકાણી એ પણ ઘણો ઇમ્પ્રેસ કર્યો છે.


રોજે રોજ ઇ મેઇલ ચેક કરનારી અને સ્ક્રેપબુક પર જીવનારી આજની પેઢીને પોતાના વ્યકિત્વને સોળે કલાએ ખીલવવા માટે ઇ બુક તરફ નજર કરતા શીખવું પડશે. આ દુનિયાના રહ્સ્યોને ઉજાગર કરવા અસંખ્ય લેખકોના વિચારો અસંખ્ય પુસ્તકોના રૂપમાં તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. તમને કંઇક નવું પ્રાપ્ત થાય અને તમે કંઇક નવાને ઉજાગર કરો એની ચિંતા બે પુઠ્ઠાની વચ્ચે રહેલા પુસ્તકના પાના સતત કર્યા કરતા હોય છે. અને અંતમાં આ જ પુસ્તકો આપણને શું કહેતા હોય છે તેમની વાત કરીને મારૂ વકત્વ્ય પુર્ણ કરું છું.
કિતાબે
કરતી હૈ બાતે
બીતે જમાને કી
દુનિયા કી ઇન્સાનો કી
આજ કી કલ કી ખુશીયોં કી ગમો કી
ફૂલો કી લમ્હો કી
જીત કી હાર કી
પ્યાર કી માર કી
ક્યા તુમ નહી સુનોગેં
ઇન કિતાબોં કી બાતે.