વાંચન દ્વારા વ્યકિત્વ વિકાસ
મિત્રો તમે નાના છો. સપના જોવા એ તમારી
ઉંમર છે. એમ તો હું પણ નાનો જ છું. અને અહીંયા ઉપસ્થિત સૌ શિક્ષક ગણો પણ નાના છે.
જો મારામાં અને તેમનામાં સપના જોવાની તમન્ના હોય તો ? સપના જોયા પછી તેને આંબવા માટે પણ પાંખો
હોવી જોઇએ. અને એ પાંખોમાં સફળતા અને નિષ્ફળતાને પચાવવાની તાકાત પણ હોવી જોઇએ.
પાંખો કપાઇ જવાની બીક કે વેદના પણ ન હોવી જોઇએ. કદાચ રાખ બની જઇએ તો ફિનિકસ
પક્ષીની માફક તેમાંથી બેઠા થવાની તાકાત પણ હોવી જોઇએ. આ તાકાત કે આ પાંખો દરેક
બાળક જન્મતાની સાથે લઇને આવે છે તેવું નથી. એ મા બાપની કેળવણી પર આધાર રાખે છે.
એવું પણ નથી. આ બધી પાંખો તો માત્ર દસ બાર વર્ષ રહેનારી પાંખો છે. જીવનના પછીના
વર્ષોમાં તો જ્ઞાનરૂપી પાંખો જ સપના ઉતપન્ન કરવા કે સપના સાકાર કરવા કામ આવે છે.
જ્ઞાનપિપાસા એ પાંખોનું જન્મસ્થાન છે. અને મિત્રો જ્ઞાનપિપાસા એક એવું હથિયાર છે
કે જે કોઇપણ ઉમરની વ્યકિતને જરૂરી થઇ પડે છે. પોતાના વિકાસ અને ઘડતરમાં
જ્ઞાનપિપાસાથી મોટું બીજુ કોઇ હથિયાર મળવું મુશ્કેલ છે. અને મિત્રો આ જ્ઞાનપિપાસા
પહેલા ગુરૂજનો પાસેથી અને પછી જાત મહેનત દ્વારા(સ્વાનુબળે) પ્રાપ્ત કરી શકાય છે.
એમાં ગુરૂજનો પાસેથી જ્ઞાનપિપાસા આપણે સૌ સહેલાઇથી પ્રાપ્ત કરી શકીએ છીએ. સારામાં
સારા માર્કસ કે સારામાં સારો ગ્રેડ પણ મેળવી લઇએ છીએ. પણ સ્વાનુબળે જ્યારે
પ્રાપ્તીની સમસ્યા આવે છે ત્યારે વિકટ પ્રશ્ર્ન ઉભો થાય છે. મોટા ભાગના ત્યાં હારી
ગયાનો અહેસાસ થાય છે અને મેં પહેલા કહ્યું તેમ પાંખો કપાઇ ગયાનો અહેસાસ જીવંત થાય
છે. પરંતુ વાત અહીંયા જ અટકી જતી હોય તો તો ખુબ જ સરસ કહેવાય પરંતુ એ તો વ્યકિત્વ
પર આવીને ઉભી રહી જતી હોય છે. અને પછી એમાં શૂન્ય સાબીત થવાતું હોય છે. આ ઝડપથી
દોડતા જમાનામાં શૂન્યમાંથી નિકળીને પૂર્ણ સુધી પહોંચવું જરૂરી થઇ ગયુ છે.
બે એંન્જીનીયરો કે બે ડૉકટરો કે કોઇ પણ એક જ
ફિલ્ડનાં બે માણસો ભેગા થાય અને એ બન્ને વચ્ચે જે વાતો થતી હોય તે સહજ હોવાની. અને
બન્નેની દલીલો સમાન કક્ષાની હોવાની. બંન્નેને એકબીજાની વાતનો ખુબ જ ઓછો વિરોધ
હોવાનો. એ વિરોધ પણ સુક્ષ્મ કક્ષાનો હોવાનો. પરંતુ જ્યારે એક ડૉકટર સાથે એક
એંન્જિન્યર કે કોઇ બીજા જ ફિલ્ડનો માણસ મળે અને બંન્ને વચ્ચે જે વાતચીતનો સેતુ
રચાય એ અલગ જ હોવાનો. એમાં બંન્ને પક્ષે વ્યકિત્વનો પ્રશ્ર્ન ઉપસ્થિત થવાનો. ડૉકટર
કરતા સામે રહેલો માણસ વ્યકિત્વમાં આગળ નીકળી જાય એવું પણ બને. હું એવું નથી કહેતો
કે
ડૉકટર આગળ જ ન જ નીકળે. મને ડૉકટરૉ
પ્રત્યે કોઇ જ પક્ષપાત નથી. તમે બીજા કોઇપણ પાત્રને મુકીને પણ સરખાવી જ શકો. પરંતુ
બન્ને પાત્રો વચ્ચે થતી વાતચીતમાંથી તમે ચોક્ક્સ બન્નેના વ્યકિત્વને ઓળખી શકો એ
ચોક્ક્સ છે. અને એ પણ એમની વાતચીતના આધારે. અને મિત્રો મેં આગળ કહ્યું એમ કોઇપણનું
વ્યકિત્વ એને જીવનમાં સંતોષેલી જ્ઞાનપિપાસા પર અવલંબે છે. અને જ્યારે કોઇ
વ્યકિતમાં જ્ઞાનપિપાસા ઉદભવે ત્યારે
સમજવું કે કોઇ ક્રિષ્ન પાસે સામી વ્યકિતનો વિષાદયોગ થઇ રહ્યો છે પછી ભલેને એ
ક્રિષ્નના સ્વરૂપમાં કોઇ પુસ્તક પણ હોય એમ પણ બને. અને એમાંથી ગીતારૂપી જ્ઞાન
પ્રગટ થવાનું છે. અહીંયા મને એક શૅર યાદ આવે છે.
અજીબ તાસીર છે આ દેશની
મહાભારત વાવો અને ગીતા નીકળે.
તમારો વિષાદયોગ એ જ તમારા માટેની
મોટામાં મોટી જ્ઞાનપિપાસા બની રહે છે. દોસ્તો એ જ જ્ઞાનપિપાસા જીવનના અંત સુધી ન
સુકાય એ જ અર્જુન બની શકે. અને જ્ઞાનપિપાસા ઉત્તપ્ન્ન કરવા માટેનું તમારામાંનું
જરૂરી પરીબળ કયું તો મારો જવાબ એક જ છે કે તમારા રહેલી આ સૃષ્ટિના અનંતત્વને
પામવાની જીજીવિષાશા. પહેલા તો મારે તમે આ જીજીવિષાશા સંતોષવામાં કયાં કાચા પડો છો
તેની વાત કરવી છે. મિત્રો તમે તમારા ઘરેથી નીકળીને xyz કોઇપણ કામ પતાવવા માટે પ્રયાણ કરો છો.
અને કામ પતાવીને તમે પાછા આવી જાવ છો. માર્ગમાં રહેલી અસંખ્ય બાબતો જે તમારા તરફ
દ્રષ્ટિ કરે છે પરંતુ તમારું ધ્યાન જ એ તરફ નથી હોતું. તમે ચુપચાપ તમારું કામ
પતાવીને પાછા આવી જાવ છો. અનેક બાબતો એવી હતી જેની તમને કશી ખબર જ ન હતી અને એને
ધ્યાન બહાર રાખીને તમે પાછા આવી જ ગયા. એના એક બે ઉદાહરણ હું તમને મારી
જીંદગીમાંથી જ આપુ છું. મિત્રો હું 8માં ધોરણમાં ભણતો હતો અને મારા મગજમાં એક સવાલ
આવ્યો કે કોઇપણ ઘડિયાળના ચિત્રમાં કે ખોખા પર તેના કાંટા 10 ને 10અને 35 સેકન્ડ પર
જ કેમ હોય છે. મારી જીજીવિષાશા સંતોષવા માટે મેં તરત જ અમારા આ જ સ્કુલના એક
મેડમને પુછી જોયું. જવાબ મળી ગયો. છતાં બીજી બે જગ્યાએ પાછુ પુછી જોયુ. મિત્રો
માની શકશો શું બન્યું. ત્રણે પાસેથી મને અલગ અલગ જવાબો મળ્યા.
હવે તો તમારે આવી કોઇ શક્યતાઓ જ નથી રહી. કારણ
કે ગુગલ અલ્ટાવિસ્ટા યાહુ જેવા સર્ચ એંજિનોએ દુનિયા જ નાની કરી દિધી છે. તમારા 99%
પ્રશ્નોના જવાબો મળી જ જવાના છે. મિત્રો મારું કહેવું એ જ છે કે તમારા મગજને
અલ્ટાવિસ્ટા કે ગુગલ જ બનાવી દો. અને આ બનાવવા માટે તમારે શરૂ કરવો પડશે તમારી
જીજીવિષાશાને સંતોષી આપે એવો જ્ઞાનયજ્ઞ. અને એમાં મદદ કરે એવું બીજુ મોટામોટુ
હથીયાર એટલે વાંચન. વાંચન એ કોઇની ધરોહર
નથી. પરંતુ આપણા જીવનમાં વાંચન એક ખુબ જ નાનું સ્થાન ધરાવે છે. રોજ અપડાઉન કરતો
માણસ કે મુસાફરી કરતો ગુજરાતી 2.5 કે 3 રૂપિયાનું છાપુ પણ બાજુ વાળામાંથી ડોકીયુ
કરીને વાંચી લેતો હોય છે. અને એ બધુ પણ ન વાંચવાનું જ વંચાતુ હોય છે. સારા લેખકનો
સારો આર્ટિકલ તો બાજુ પર જ રહી જતો હોય
છે. વાંચનની આપણી આ થીયરી માંથી આપણે બહાર આવવું જ પડશે. તો જ કંઇક જ્ઞાનયજ્ઞનો
પ્રારંભ કરી શકીશું. અને જો આ યજ્ઞ પ્રારંભ થઇ ગયો તો તમારું વ્યકિત્વ તરત જ ખીલી
ઉઠશે. વ્યકિત્વ ખીલવવાના આપણા આ પ્રયાસને સંપૂર્ણ પણે બંધ કબાટમાં જ મુકી દીધો છે.
કારણ કે આજની પેઢી માટે વાંચન એટલે માત્ર ને માત્ર SMSની દુનિયા. સ્કુલેથી કે કોલેજેથી આવેલ
છોકરી કે છોકરો સીધો મોબાઇલ પકડીને SMSની
દુનિયામાં ગરકાવ થઇ જાય છે. કદાચ આટલી ધીરજથી કે આટલા પૅશન સાથે ભણવાના ચોપડા પણ
નહી વાંચ્યા હોય. કોલેજમાં ભણતા સ્ડુન્ટ માટે તો મને લાગે છે કે SMS એ એક સબ્જેકટ બની જાય છે. જે 24 અવર રીડેબલ
હોય છે. પાછા એમાં સ્પર્શી જાય એવા તો માંડ આંગળીના વેઢે ગણાય એટલા જ હોય છે. મેં
ઘણા બધા સ્ટુડન્ટના SMS જોયા છે. માત્રને
માત્ર કચરા સીવાય બીજી વાત જ નથી હોતી. આજે જ અહીંયા આવતો હતો ત્યારે રસ્તામાં એક SMS મારા મોબાઇલમાં આવ્યો . ખરેખર સાંભળવા
જેવો છે. I failed in some subjects in exam . But my
friend passed in all. Now, he is an Engineer in Microsoft and I am the owner of
Microsoft. – Bill Gates.
આપણે SMS શબ્દને જ વિકૃત કરી નાંખ્યો છે.
વાંચનની આપણી સૃષ્ટિને બદલવી જ પડશે. આપણને આઇનોક્ષ કે ફેમ કયાં છે તે તરત જ ખબર
હોય છે. પરંતુ સેંટ્રલ લાઇબ્રેરી કે ક્રોસવર્ડ કે ગુજરાતપુસ્ત્કાલાય જેવા શબ્દો
નવા હોય એવું જ લાગે છે. આપણે આઇનોક્સ કે ફેમમાં મહીને કે અઠવાડીયે જઇ આવીએ છીએ.
પરંતુ સ્કુલની લાઇબ્રેરીમાં પણ વર્ષમાં એકાદવાર જવાનું માંડ બને છે. આપણા આ
દ્રષ્ટિકોણને બદલવો જ પડશે. કારણકે આઇનોક્ક્ષ અને ફેમમાં જવાનું આપણું વ્યકિત્વ
ખુબ જ સરસ રીતે ઘડાઇ ચુક્યુ છે. પરંતુ વાંચનના અભાવને કારણે આપણે આપણા સર્કલની બહારની
વ્યકિત સાથે વાત કરવાનું પણ ટાળવા જેવું માની બેસીએ છીએ. જો તમારી પાસે બધા જ
પ્રકારના જ્ઞાનનો ભંડાર હશે અને તમે અલ્ટાવિસ્ટા કે ગુગલ જેવા હશો તો કોઇ પણ
જગ્યાએ કોઇપણ ક્ષેત્રમાં તમે પ્રભાવહીન નહી રહો. તમારો પ્રભાવ હંમેશા ચમકતો રહેશે.
મિત્રો આ પ્રભાવ એ જ તમારું વ્યકિત્વ છે. અહીંયા એક નોંધવા જેવી બાબત ખાસ
જણાવવાનું મન થાય છે કે મિત્રો તમારા વ્યકિત્વને નિખારનાર આ જ્ઞાનપિપાસા ક્યારેક
સંતોષાય ત્યારે એના મદમાં આવી ન જશો. કારણ કે એનો મદ એ રાવણત્વ કે દુર્યોધ્નત્વ જ
છે. કારણ કે વાલ્મિકી અને વેદ વ્યાસે બંન્નેએ તેમના મોઢામાં શોભનીય શબ્દો મુકેલા
છે. રામાયણમાં જ્યારે કુંભકર્ણ અને પ્રહસ્તનો દેહવિલય થાય છે ત્યારે તેનામાં રહેલુ
રામત્વ જાગે છે. પરંતુ તે લાંબુ ટકતું નથી કારણકે ત્રિશિરાના શબ્દો તેને હતો
ત્યાંનો ત્યાં જ પાછો લાવી દે છે. જ્યારે બીજીબાજુ મહાભારતમાં વેદ વ્યાસ ના શબ્દો. જાનામી ધર્મમ ન ચ્ મેં ચરોતી
જાનામી અધર્મમ ન ચ્ મે નિવૃતિ.
ધર્મ શું છે તે હું જાણું છું છતાં
તેનું આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે તે હું જાણું છું છતાં તેમાંથી નિવૃતિ લઇ
શકતો નથી.
દુર્યોધનના મોઢાના શબ્દો એવા હતા કે જે
ખરેખર આજના યુવાનોએ મોઢે રાખવા જોઇએ કારણ કે ક્યાંક જ્ઞાનપિપાસા સંતોષાતા પોતે
દુર્યોધનત્વ કે રામત્વ પ્રાપ્ત ન કરી બેસે તેનું આત્મપરીક્ષણ ખુબ જ જરૂરી છે.
મિત્રો તમારી જ્ઞાનપિપાસા સંતોષવા માટે જ્યારે
તમે વાંચનનો સહારો લેશો ત્યારે એક નવી જ જીંદગીની શરૂઆત હશે.વાંચન તમારા વિચારો ને
કેળવશે.
વાંચન તમારા મગજમાં વિચારોની એક ક્રાંતિ
કરશે. જેમ પક્ષી એક ડાળ પરથી બીજી ડાળ બેસે છે તેમ તમે વાંચન શરૂ કરશો એટલે એક
વિચારમાંથી નિકળીને બીજા વિચારમાં અને પછી ત્રીજામાં અને શરૂ થઇ જાશે એક નવો જ
સીલસીલો. હક્કીકતમાં વાંચન પ્રક્રિયા એ એક સિંકરોનાઝેશન છે. એક વિષયમાંથી બીજા
વિષયમાં પણ તમે કુદકો લગાવતા શીખી જશો. આજે 90% વિધ્યાર્થીઓ સારા નિબંધો લખી નથી
શકતા. તમે શું સમજો છો કે મેચ્યોરિટીનો અભાવ છે. ના એનો પણ એક જ જવાબ છે વાંચન નો
અભાવ છે. કોઇપણ સારો લેખક લેખક પછી પહેલા એ એક સારો વાંચક હોય છે. વાંચીને જ્યારે
વિશ્મયનો ભાવ પેદા થાય કે પછી કોઇ પ્રશ્ન પજવતો હોય ત્યારે તમારા વ્યકિત્વના
ઘડતરની તૈયારી થતી હોય છે. એ વિષ્મય કે એ પ્રશ્ન તમને કૉમ્યુનિકેશન સ્કિલ ડેવલોપ
કરવામાં મદદરૂપ થાતી હોય છે. જે તમારા વ્યકિત્વની ખૂબ જ મોટી જરૂરીયાત છે. જ્યારે
જ્યારે કોઇપણ માણસ હારથી થાકી છે કે હતાશાઓથી ઘેરાય છે ત્યારે ગુગલના સર્ચ
એન્જિનનાં આંકડા એવું કહે છે વિશ્વના 20% લોકો સારા પુસ્તકમાંથી પ્રેરણા મેળવીને
ઉભા થયા હોય છે. અને પછી સફળતાના રસ્તા પર પાંછુ વળીને પણ જોતા નથી. આ 20% સાથે
મને કોઇ પ્રોબ્લેમ નથી. પરંતુ આ 20% નો આંકડો વિશ્વ કક્ષાનો છે. ભારતમાં કેટલા છે તેનું શું
? ગુજરાતના આંકડાનું
શું? હું એવું નથી કહેતો
કે ભારત પાછળ છે. હરભજન ક્રિકેટની
દુનિયામાં આવ્યો અને થોડા જ નજીકના સમયમાં તેના પિતાનું મ્રત્યુ થય્ હતું. સાથે
સાથે થોડો આઉટ ઓફ ફોર્મ પણ હતો. આવા સમયે તેને શીવ ખેડાની યુ કેન વીન બુક કામ લાગી
ગઇ. મિત્રો દુખ આવ્યા પછી જ શોધ શું કરવા? આપણે પહેલેથી જ શરૂઆત કેમ નથી કરી
શકતા. આપણે પહેલેથી જ સ્વેટ મોર્ડન કે શીવ ખેરા સુધી કેમ પહોંચી નથી જતા. આ હરભજનની કહાની હું જાતે નથી ઘડી લાવ્યો. આ વાતને
હરભજને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં હેટ્રીક લીધા બાદ ઇંટરવ્યુમાં કહી હતી.
ગુજરાતી દિકરો કે દિકરી પપ્પા પાસેથી કે મમ્મી પાસેથી પિકનીકના પૈસા કે પોકેટમની
માંગતા ખચકાટ નથી અનુભવતા સારી રીતે મળી પણ જાય છે. પરંતુ એ જ મા બાપ ક્યારેય
દિકરા દિકરીના પોકેટમની પર કાપ મુકીને સારું પુસ્તક આપવાનું વિચારી શકતા જ નથી.
માત્ર વડોદરામાં દર વર્ષે 5 થી 6 હજાર લગ્નો થતા હોય છે. આ લગ્નોમાં કેટલીય ગીફટની
લેવળદેવળ થતી હોય છે. આ ગીફટમાં પુસ્તકને સ્થાન કયાં હોય છે. આવનારી જનરેશને કદાચ
આ રીવાજને બદલવો પડશે. હજારો માણસોમાંથી એક માણસ એવો નીકળે કે જે યુગલને એક સરસ
પુસ્તક ગીફટમાં આપે અને લગ્ન પછી એ
પુસ્તકનો ફાળો પણ હોય કે જેમાં એમનું લગ્નજીવન સફળ થાતુ આ સમાજ જોઇ શકે. આ કેવી
અદભુત અને સરસ ગમે એવી કલ્પના છે.
પરંતુ આપણને માત્ર કલ્પના કરવાનું અને
સારી સારી વાતો કરવાનું આવડી ગયું છે. આપણે આવા વિષીયસ સર્કલમાંથી બહાર આવવું જ
પડશે. તો જ આપણે નવા વ્યકિત્વ સાથે નવી જનરેશન સાથે કદમ મિલાવી શકીશું. તમે વાંચન વધારશો એટલે તમારી
પસંદ-નાપસંદ તમારો ગમો-અણગમો અરે હું તો એટલે સુધી કહું છું કે તમારી વાતો કરવાની
ઢબ પણ બદલાઇ જશે. મારી જ જીંદગીનું ઉદાહરણ આપુ તો તમે જોઇ શકો છો કે મારા પગમાં
કંઇક પ્રોબલેમ છે હા 20 જુલાઇના રોજ મારા પગ પર એક એસ ટી બસનું વ્હિલ આવી ગયું
હતું. તમને ખબર છે. દવાખાનાના બેડ પર સુતા સુતા મેં 2 મિત્રો અને એક હિતેચ્છુ કહી
શકાય એવા મારા સર કમ મીત્રને ફોન કરીને સામેથી જાણ કરી હતી. ત્રણેય જણા તરત જ આવી
ગયા હતા. મિત્રો વાંચનનો પ્રભાવ વાણી પર કેવી રીતે પડે તે સમજાવવા મેં આ વાત કરી
છે.
એક રીતે કહું તો મને ખરેખર ગુજરાતી
લેખકો પ્રત્યે એક પક્ષપાત છે. શરૂઆત ચંદ્રકાંત બક્ષીથી કરૂ તો એક જ વાક્યમાં કહીશ
કે ગુજરાતે બક્ષી સાહેબ ને વહેલા ખોયા છે. આવા આખા બોલા માણસની ગુજરાતને પ્રતિક્ષા
રહેશે. ગુણવંતભાઇના જીવનમાં તો નજાકત છે જ તેમના શબ્દોમાં પણ નજાકત નીતરતી જોવા
મળે છે. આજથી કેટલાય વર્ષો પહેલા શરૂ કરેલી શ્રેણી વિચારોના વૃંદાવનમાં અને એ જ પુસ્તકમાં એક વાક્ય છે વડોદરા એટલે આશોપાલવની
નગરી. તમારું ઑબઝરવેશન બહાર નીકળવા માટે વલ્ખા મારે ત્યારે સમજવું કે તમારામાં
રહેલો લેખક કે કવિ બહાર આવી રહ્યો છે. ગુણવંતભાઇને વાંચ્યાં પછી સમજાય કે આ માણસે
કુદરતને ખુબ નજીકથી માણી છે. જીવનમાં વાંચનની શરૂઆત મેં કાંતિ ભટ્ટથી કરી હતી. આ
માણસે ગુજરાતના ગામડાથી લઇને દુનિયાની સફર કરાવી છે. ઘણી વખત એમના આર્ટીકલમાં જોવા
મળતા લેટેસ્ટ ડેટા પણ ખુબ સરસ હોય છે. સંપાદન ક્ષેત્રે મને સૌથી વધારે સુરેશ દલાલ
ગમ્યા છે. એમાંય પાછી કવિતાની વાત આવે તો તો એમ્ને કોઇ ન પહોંચે. મને પુસ્કર
ગોકાણી એ પણ ઘણો ઇમ્પ્રેસ કર્યો છે.
રોજે રોજ ઇ મેઇલ ચેક કરનારી અને
સ્ક્રેપબુક પર જીવનારી આજની પેઢીને પોતાના વ્યકિત્વને સોળે કલાએ ખીલવવા માટે ઇ બુક
તરફ નજર કરતા શીખવું પડશે. આ દુનિયાના રહ્સ્યોને ઉજાગર કરવા અસંખ્ય લેખકોના વિચારો
અસંખ્ય પુસ્તકોના રૂપમાં તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. તમને કંઇક નવું પ્રાપ્ત
થાય અને તમે કંઇક નવાને ઉજાગર કરો એની ચિંતા બે પુઠ્ઠાની વચ્ચે રહેલા પુસ્તકના પાના
સતત કર્યા કરતા હોય છે. અને અંતમાં આ જ પુસ્તકો આપણને શું કહેતા હોય છે તેમની વાત
કરીને મારૂ વકત્વ્ય પુર્ણ કરું છું.
કિતાબે
કરતી હૈ બાતે
બીતે જમાને કી
દુનિયા કી ઇન્સાનો કી
આજ કી કલ કી ખુશીયોં કી ગમો કી
ફૂલો કી લમ્હો કી
જીત કી હાર કી
પ્યાર કી માર કી
ક્યા તુમ નહી સુનોગેં
ઇન કિતાબોં કી બાતે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો