બુધવાર, 4 સપ્ટેમ્બર, 2019

પારસની સિગ્નેચર



કચ્છ જીલ્લાના મુંદ્રા તાલુકાના ઝરપરા ગામથી પોતાની શિક્ષક તરીકેની કાર્કિદી શરૂ કરનાર પારસ પ્રમોશન પામીને  જામનગર જીલ્લના લાલપુર તાલુકાના રાફુદડ ગામે આવે પણ આ સમગ્ર સમય દરમ્યાન મળતી પળે પળને  એક શિક્ષકને છાજે એ રીતે પોતાના અલગ વાંચન વિશ્વમાં રૂપાંતરીત કરે અને સાથે સાથે સમયાંતરે પોતાનો વિચાર વૈભવને કાગળ પર શબ્દદેહ આપે અને એના આ નિરંતર પ્રયાસ થકી ગુજરાતી સાહિત્યને શિક્ષકની સિગ્નેચર નામે એક અદભુત પુસ્તક પ્રાપ્ત થાય. જ્યારે આવી આનોખી આનંદની ઘડી પ્રાપ્ત થઇ હોય ત્યારે આ વર્ષે શિક્ષકદિનની પ્રથમ શુભેચ્છા પારસ કુમારને નામે ! Happy Teachers day Paras Kumar.
તો મિત્રો ,  એક પ્રાથમિક શાળાના આચાર્યનું પુસ્તક શિક્ષકની સિગ્નેચર શું છે ? આ પુસ્તક ક્યાંક બાળમાનસના પ્રશ્નો કે લાગણીઓને વાચા આપી શિક્ષકની સાથે સાથે શિક્ષણને પણ જોડતી વાતોનો અનોખો સેતુ છે. તો ક્યાંક આ પુસ્તક એક શિક્ષકની આંતરખોજને ઉજાગર કરતું પુસ્તક છે. શિક્ષણને તો ક્યાંક શિક્ષકત્વને માતૃત્વની કક્ષાએ લઇ જવાનો પ્રયાસ દર્શાવતું મનને ગમી જાય એવું મજાનું પુસ્તક છે.
તાલિબાનોની  ગન શિક્ષણ  જગતને હરાવી નહી શકે પણ શિક્ષણ જગતની પેન્સિલ જ એમને બદલશે એ આશાવાદ સાથે અનેક હકિકતોને બયા કરતું તો વળી શિક્ષણ જગત સાથે જોડાયેલ પેન્સિલ, રબર કે સ્ટેપ્લર જેવી નાની પણ ક્યાંક ભાગ્યે જ ઉલ્લેખ પામેલી વસ્તુઓની  વાતો પણ પોતાની લાવણ્ય કારી શૈલીમાં સુંદર રીતે રજુ કરી કલમને નવો આયામ બક્ષાયો છે આ પુસ્તકમાં !  
દરેક નિબંધ પત્યા પછી એક અનેરુ વિચારમંથન માંગી લે છે તો વળી એમાંથી ક્યાંક પ્રેરણાનો એવો ધોધ મળે કે જાણે એને કાયમ સાચવી રાખવાનું મન થાય કે એને જીવનમાં ઉતારવાનું મન થાય. દરેક નિબંધમાં ક્યાંક અનેક નિખાલસ પ્રશ્નો છે તો ક્યાંક આપણે પોતે પણ મુક સાક્ષી બની અનુભવેલી વેદનાને શબ્દદેહ અપાયો  છે. ક્યાંક વિદ્યાર્થીના વિસ્મયને પામવાની તો ક્યાંક વિદ્યાર્થીના મોઢા પર આવી જતાં નિખાલસ સ્મિતને પામી જવાની રોમાંચક વાત છે. ક્યાંક આપણા જીવનના લેખાજોખા જોઇ એને જ પામવાની વાત છે તો ક્યાંક સામે બેઠેલ વિદ્યાર્થીના શમણાને વાંચી જઇને એને પાંખો આપવાની મજાની વાત છે. શબ્દે-શબ્દે જાણે કલમ શિક્ષણત્વનો ધોધ પ્રસરાવી જાય છે તો ક્યાંક એ ધ્રુજાવી પણ જાય છે. અને વિચારોના વમળ પેદા કરી જાય છે.
મહાભારતના વિકર્ણને પણ યાદ રાખે અને ગણિતના વિકર્ણને પણ ન ભુલે એવી અદભુત શૈલીમાં આલેખન થયું છે. તો  ગણિતના વિભાજનને  અને ઇતિહાસના વિભાજનને પણ એક સાથે આલેખી બતાવે  એ પારસની કલમ ! એકિકરણ જેવો ગણિતનો શબ્દ તો ઇતિહાસમાં પણ છે એ ક્યાંક વાંચતા વાંચતા યાદ અપાવી જાય એવી એમની આ અનોખી શૈલી ખરેખર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન ઉભો કરશે એવું ચોક્ક્સ લાગે છે.
ક્યાંક વેદના છે ક્યાંક નિખાલસતા છે તો ક્યાંક રડાવી મુકે એવી લાગણીશીલ ભાવનાઓનો કેફ છે. ક્યાંક ઉદાહરણોનો સાથ છે તો ક્યાંક સત્ય ઘટનાઓ સાથેનો રાહ છે. બસ પુસ્તક નથી જ મુકવું હજુ વાંચવું જ છે મન એવું બોલવા લાગે એવું મજાનું પુસ્તક છે.
સાચું કહું આપણા જ વિચારોને નવસર્જીત કરી નવીદિશા આપી નવા આયમો બક્ષતું આ એક અદભુત પુસ્તક છે.
આ પુસ્તકમાં અનેક કવિતાઓ તો છે જ પણ ક્યાંક ગદ્ય પણ પદ્યની જેમ વહી રહ્યું છે એવું અનેક સમયે લાગે. વિચારોને પાંખ ફુટેને ત્યારે અનેરો વિચાર વૈભવ પ્રાપ્ત થાય અને આવો અનેરો વિચાર વૈભવ એટલે ખરેખર પારસની સિગ્નેચર અરે હા, શિક્ષકની સિગ્નેચર.
છેલ્લા એટલું જ કહીશ કે ખરેખર વાંચવા જેવું, વસાવવા જેવું અને માણતા માણતા જીંદાદિલ બનાવી દે એવું મજાનું પુસ્તક એટલે શિક્ષકની સિગ્નેચર. Once again happy teacher’s Day Paras Kumar.



સોમવાર, 2 સપ્ટેમ્બર, 2019

Arif Mohmmad Khan

આરિફ મોહમ્મદ ખાન હાંસિયામાં ધકેલાઇ ગયેલ વ્યક્તિત્વને ફરીથી હાસિંયા બહાર લાવવા બદલ નરેન્દ્ર મોદી એન્ડ કં. નો આભાર અને આરિફ મોહમ્મદ ખાનને દિલથીઅભિનંદન...
 ===================================



 છેલ્લા બે દશકાથી મિડિયા માટે જરાય નવું નામ નથી અને છેલ્લા દશકાથી સમગ્ર ભારતવર્ષમાં જેમનું નામ એમના સેક્યુલર જવાબોથી યાદ રખાયું છે એ નામ એટલે આરિફ મોહમ્મદ ખાન ! જ્ઞાનપિપાસુ આ માણસ એક એવી ઓળખ ઉભી કરી ચુક્યા છે કે દરેક ક્ષેત્રમાં એમનું નામ આદર સહ લેવાય છે. એમનો એક આખો જુદો તરી આવતો ચાહક વર્ગ છે તો એમના પોતાના જ કહી શકાય એવા અનેક વિરોધીઓ પણ છે કારણ કે પોતાની પાસે જે નોલેજ છે એનો ભરપુર ઉપયોગ કરીને લોકો સમક્ષ ઇસ્લામના કટ્ટરવાદના સણસણતા જવાબ આપ્યા છે અને સાચા અર્થમાં સેક્યુલર બન્યા છે. એમની અનેક સ્પિચ અને ઇન્ટરવ્યુ સતત અલગ અલગ ચેનલ પર પ્રસારિત થતા હોય છે જેના વ્યુઅરસ અને લાઇક બીજા કરતાં ચઢિયાતા હોય છે. આરિફ ખાન પોતાના માટે આદર્શવાદી ઉમદા અને વિશ્વાસુ વ્યક્તિત્વની ઓળખ ઉભી કરનાર એક મુઠી ઉચેરા રાષ્ટ્રવાદી નેતા સાબિત થયા છે. ઇસ્લામમાં રહેલ જ્ડતા અને અપરિવર્તનશીલતાનો ખુલીનો સતત વિરોધ કરનારા એકલપંથી નેતા લાગ્યા છે. તો ક્યાંક એવું લાગે કે એકલો જાને રે એકલો જાને રે ગીતને જીવીને જીતનારા લાગ્યા છે. કારણ કે જો એમના પોલિટિકલ કરિયરની વાત કરીએ તો ચોક્ક્સ એમ દેખાઇ આવે કે સમયે સમયે એ એકલા પડ્યા છે અને છતાં હાર્યા નથી. પોતાના વિચારો, પોતાના નિર્ણયો અને પોતાની જુબાન પર કાયમ રહ્યા છે. એને માટે પોતાના રાજકિય કરિયરની લેશમાત્ર ચિંતા કર્યા વગર સતત લડ્યા અને આદરપાત્ર બન્યા. 1951 માં ઉતર પ્રદેશના બુલંદશહરના બારહ બસ્તીમાં જન્મેલા આરીફ મોહમદ ખાનની પોલિટીકલ કરિયર વિદ્યાર્થી નેતા તરીકે સૌ પ્રથમ legislative assemblyમાં ભારતિય ક્રાંતિ દલ તરફથી બુલંદશહરના સિયાનાથી થાય છે અને આરિફભાઇ હારે છે. પણ 1977માં 26 વર્ષની ઉમરે ઉતર પ્રદેશ વિધાન સભાના સભ્ય તરીકે ચુંટાઇ આવે છે. . પછીથી INCમાં જોડાયા અને 1980- 1984 લોકસભાના સભ્ય રહ્યા. હા, 1980 માં INC ના ઉમેદવાર તરીકે કાનપુરથી જીતીને લોકસભામાં પહોંચ્યા અને પછી ફરીથી 1984માં બહારિચથી જીત્યા પણ 1986માં Muslim Personal Law Bill માં મતભેદના કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. એ સમયે તેઓ ટ્રીપલ તલાક બિલ પાસ ના થયું (શાહ બાનો કેશ) એના વિરોધમાં હતાં. અને કહેતા હતા કે આમાં તો 3 વર્ષના જેલની કાયદો હોવો જોઇએ. હા, 35 વર્ષની ઉમરે સાંસદમાંથી વોકઆઉટ કરી જાય અને એક સમયે All India Muslim Personal Law Board ને નાબુદ કરવા માટે એમણે વકાલત પણ કરી હતી. એક તરફ એમનો આ જુસ્સો અને એક તરફ જ્ઞાનથી ભરેલા શાંત અને નિખાલસ માણસ માટે એક સમયે તો વિરોધીઓને પણ મનમાં સલામ મારી જવાનું મન થાય કારણ કે અંદરખાને તો એમના મુદ્દા પર સહમત થાવાનું મન થાય જ(કારણ કે એમને માત્ર વૉટ બેંકની પડી હોય છે.). કોંગેસ છોડ્યા બાદ આરીફભાઇએ જનતા દલ જોઇન કર્યુ... પણ ત્યાં પણ બહાર રહેવાનો જ વખત આવ્યો કારણ કે બીજા બળવાખોર કોંગ્રેસ નેતા જનતા દલનો ચહેરો બની ચુક્યા હતા. અને વી.પી. સિંહે પણ એ જ વ્યુહાત્મક ચાલ ચાલીને એમને કેમ્પેઇનથી દુર જ રાખ્યા કારણ કે રૂઢિવાદી મુસ્લિમ નેતાઓની પ્રતિક્રિયા સતત ખુંચતી હતી. છતાં આનંદની વાત એ હતી કે 1989ના ઇલેક્શનમાં ચુંટાઇને આવ્યા ત્યારે તેઓ Union Minister of Civil Aviation and Energy ના પદ પર રહ્યા હતાં. 1998માં ફરીથી બાહરીચથી લડ્યા અને જીત્યા પણ આ વખતે જનતા દળ સાથે ન હતાં ફરીથી નવી પાર્ટી હતી અને એ જીત BSP સાથેની હતી. ફરીથી એક વળાંક આવે અને 2004માં BJP સાથે જોડાય અને કેસરગંજથી લડે છે અને હારે છે. 2007માં એમ કહીને BJP સાથે ફરીથી છેડો ફાડે છે કે મને અન્યાય થાય છે. આમ પોલિટીકલ કરિયરમાં અનેક ચડાવ ઉતાર અને છતાં બધાની નજરમાં અનેરૂ સ્થાન લેનારા આરીફ ખાન સતત મુઠ્ઠી ઉંચેરા સાબિત થયા છે. એમનું રાજકારણ હંમેશા પક્ષ રહિત રહ્યું છે કારણ કે જ્યારે જરૂર હતી ત્યારે કોંગ્રેસના જ બીલનો(ટ્રીપલ તલાક બિલ પાસ ન કરવા પર, સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ પણ સાંસદમાં વોટબેન્ક સાચવવા ભરેલું પગલું એમને જરાય મંજુર ન હોતું.- શાહ બાનો કેશ) વિરોધ કરીને તેઓ પોતાના વિચાર પર અડગ રહ્યા અને એમનું એ એક મુદ્દા પર તીખી પ્રતિક્રિયા આપીને 1986માં કોંગ્રેસ છોડવી અને 2018-19માં ભાજપના શાસનમાં ટ્રીપલ તલાક બીલનું પાસ થવું એ બતાવે છે કે એમની દુરંદેશી, એમની વિચાર ક્ષમતા અને એમનો નિર્ણય 35ની ઉમરે પણ કેટલો કાબીલે દાદ હતો. એમનો એ વિચાર એમની એ જીદ આખરે 2018-19 માં સાચી ઠરી અને ખુલીને મજાના ઇન્ટરવ્યુ આપ્યા. આમ એક અર્થ માં ટ્રિપલ તલાક બિલના પ્રણેતાનું બિરૂદ એમને આપીએ તો એમાં કશું ખોટું નથી જ ! અરે એટલું જ નહી 1986 માં રાજીવ ગાંધી જ્યારે પુછે છે કે તમને આમાં શું ખોટું લાગે છે ત્યારે આરિફ ખાન કહે છે કે “ I found nothing wrong with judgment. In fact, the Quran says any amount spent on the destitute is a ‘beautiful loan to God’. It was blasphemy for anyone to object to money being given to a destitute.” આ હિંમત હતી એમની કે પ્રાઇમ મિનિસ્ટરને પણ પોતાના વિચાર બેજીજક કહી શકે. એ જ શાહ બાનો કેશમાં જ્યારે આરીફભાઇ પક્ષ છોડી દે છે અને એ જ કેશમાં પાછળથી નવો વણાંક આવે છે ત્યારે નરસિંહ રાવે તો એમ પણ કહ્યું હતું કે “તુમ બહોત જીદ્દી હો. શાહ બાનો ને ભી અપના સ્ટેંડ બદલ લિયા હૈ.” પણ પોતાનું સ્ટેન્ડ બદલે એ આરીફ ખાન નહી. અને આજે જ્યારે એમને કેરલના રાજ્યપાલ નિયુક્ત કરાયા છે ત્યારે મોદી અને અમીત શાહને સલામ આપવી જ પડે કારણે એમણે ભારતમાં વર્ષોથી ક્યાંક સતત ઉપેક્ષાનો ભોગ બનનાર કોહીનુરને યોગ્ય ઉંચાઇ બક્ષવાનું કે એને નવાજવાનું ઉમદા કામ કર્યું છે. સરળતા, સહજતા, નિખાલસતા અને જ્ઞાનના પર્યાય એવા આરીફ મોહમ્મદ ખાનની યોગ્ય કદર થઇ છે. નસીબ જોગે દિલ્હીમાં દારા સુકોહ સ્મરણ યાત્રા સમયે એમને ગુણવંત શાહ સાથે બે કલાક જેટલો સમય મળવાનું અને માણવાનું બન્યું હતું. એમની બોલીમાં એક નજાકત વર્તાતી હતી તો ક્યાંક સતત એમની સુફીઝમની વાતો સીધી હ્રદય સુધી પહોંચતી હતી. જીવનમાં મળેલા અને માણેલા એ 2 ક્લાક ખરેખર યાદગાર હતાં. જયારે એમને ગવર્નર બન્યા એ વાતની જાણ થઇ ત્યારે એમનો પ્રતિભાવ પણ એટલો જ મુઠ્ઠી ઉંચેરો સાબિત થાય એવો અખિલાઇ ભર્યો રહ્યો... તો એમના શબ્દોમાં એમની જુબાની “ I was born in Uttar Pradesh, which is one end of the country, and Kerala is on the other end. This role will help me understand the diversity of the country.” તો વળી વધુમાં India Today TV સાથેની વાતચીતમાં ઉમેર્યુ કે “it doesn’t matter if the state is in alignment or not with the Central government, I hold a Constitutional post and I will serve my duties towards the people of Kerala.”
અનાથી વધુ મોટા સેક્યુલર શબ્દો બીજા શું હોઇ શકે ? તો વળી કોઇકે પુછ્યું કે આ સમયે રાહુલ ગાંધી વાયનાડથી જીત્યા છે અને એક સમયે આરીફ ખાન તમે પોતે કોંગ્રેસમાં હતા તમારું સ્ટેન્ડ શું રહેશે ? તો એના જવાબમાં કહે છે કે “ If Rahul Gandhi comes to meet me, I will be more than happy to meet him and help him with anything.”
ફરીથી કહીશ કે નરેન્દ્ર મોદીએ intellectual, secular અને dedicated માણસને ગવર્નર બનવીને દેશની સાચી સેવા જ કરી છે. હાંસિયામાં ધકેલાઇ ગયેલ આરિફ મોહમ્મદ ખાનને હાંસિયાની બહાર લાવવામાં તમારું આ યોગદાનની ઇતિહાસ બખુબી નોંધ લેશે અને આવનારા ભવિષ્યમાં જગત આ લેવાયેલ નિર્ણયના સુંદર પરિણામો જોશે જ ! ફરીથીઅભિનંદન આરીફ મોહમ્મદ ખાન you defiantly deserve this and I can extend my words and wish you to be a vice president of India some day.

શુક્રવાર, 30 ઑગસ્ટ, 2019

Happy Birthday Mrugesh.





હા, એ નાનપણથી જ હોશિયાર હતો. એ હંમેશા 60 વિદ્યાર્થીઓના ક્લાસમાં પહેલો નંબર લાવતો. અરે એના અક્ષર જોઇને તો જાણે કાગળને પણ ગર્વ થતો હશે અને કાગળ પણ બોલી ઉઠતો હશે કે વાહ આજે કોઇએ મારી કદર કરી એવા સુદંર મરોડદાર અક્ષરનોએ સર્જક હતો... કોઇને પણ એના કાગળ પર કંડારાયેલા શબ્દો જોઇને વખાણ કરવાનું મન થાય જ ! એ હંમેશા પહેલા નંબરે જ પાસ થતો, તો અનેક વખતે એ સ્કુલમાં રહેલા 300 વિદ્યાર્થીઓમાં પહેલા નંબરે આવતો. આજે એ ડૉકટર છે. અરે હા, દરેક બાબતમાં અપવાદ હોય એમ એ ડૉકટરની દુનિયામાં પણ અપવાદ છે જેમ કે એ સારા અક્ષરો સાથે પ્રિસ્ક્રિસ્પન લખનાર ડૉકટર છે. તો એ એકદમ શાંત અને કર્મશીલ ડૉકટર છે. તો સ્ટાઇલ અને ફેશનમાં જીવવું એ એનું પૅશન છે. સ્ટ્રાઇકરથી ડાઇરેક્ટ સ્ટ્રોક મારીને કુકડીને કેમ પોતાની કરી લેવીએ એની હંમેશાથી આવડત રહી છે હા, એ કેરમ રમવાનો શોખીન નાનપણથી રહ્યો છે. એને મેં અનેક વખતે પ્રોફેસ્નાલિઝમથી પર જોયો છે. અને એના આ સ્વભાવને કારણે જ કદાચ એ થોડા સંઘર્ષમાંથી પસાર થયો અને સહન પણ કર્યું... એ બધું જ ચાલે કારણ કે એ મને અંતરાત્માના અવાજને અનુસરનારો અને આગળ વધનારો લાગ્યો છે એટલે એવું તો ક્યાંક બની જાય ચાલે... એનો અફસોસ ન હોય ! એ તો જીવનની એક શીખ ગણાય. તો સાથે સાથે એ અત્યારે Emergency medicine Training... To make Health care providers more efficient to handle Emergency Care... ના ખૂબ જ સરસ રીતે ક્લાસ લે છે અને જલસા કરે છે.... એના વિશે વધારે કહેવું હોય તો કહી શકાય કે એ કાયમ સ્ટાફમાં સૌનો પ્રિય બની રહે છે તો એ સંબંધો સાચવીને સંબંધોનું સરોવર રચવામાં એ હરક્ષણ સફળ રહ્યો છે તો મિત્રો વચ્ચે એ હંમેશા વેંત એક ઉંચો સાબિત થયો છે. તો વળી, “I will practise medicine with integrity, humility, honesty and compassion – working with my fellow doctors and other colleagues to meet the needs of my patients.” MBBS / After MBBS PG in Emergency medicine થયા પછી લેવાતી આ ઓથ એણે સાંગોપાંગ પ્રતિક્ષણ જીવી છે. અમે નાના હતાં ત્યારે અનેક દિવસે રીસેસમાં એના ઘરે જઇને નાસ્તો પણ કર્યો છે એ મજાના દિવસો તો કેમેય કરીને ભુલાય એમ નથી. એ હંમેશા બધા શિક્ષકનો પ્રિય થઇ પડતો કારણ કે સરસ અક્ષર, ભણવામાં હોશિયાર, આજ્ઞાંકિત અને ઉપરથી એકદમ શાંત... પણ એ શાંત પાણી કેટલું ઉંડુ એ તો અમે મિત્રો જ જાણીયે બીજુ વધારે કોણ જાણે? બાકી DJના તાલે ઝુમી પણ શકે અને પરિસ્થિતીને અનુરૂપ જીવી પણ શકે એવો ડૉકટર છે એ. અરે બચ્ચનનો પાક્કો દિવાનો એવો આ મિત્ર અમે જ્યારે ભણતા ત્યારથી રૂમમાં બચ્ચનનું પોસ્ટર રાખતો...અરે એ દિવસ પણ યાદ છે કે બચ્ચનને એણે વિશ કર્યું હતું અને બચ્ચને પાછું પોતે ઓટોગ્રાફ કરેલ પોસ્ટર અને લેટર મોક્લયો હતો આવું તો લગભગ બે ત્રણ વખત બન્યું હતું. અમે બન્ને પાછા ક્રિકેટના પણ એટલા જ ચાહક અને એ પાછો મારી જેમ સચિનનો પાક્કો ફેન.... હજુ પણ ન ઓળખ્યો હોય તો કહી દઉં કે આજે એનો જન્મદિવસ છે. મારો એકદમ ખાસ અને નજીકનો કહી શકાય એવો મિત્ર પણ છે. એક એવો મિત્ર કે જેના ખભે માથું મુકીને રડી શકાય બોલી શકાય અને ઠલવાઇને ખાલી પણ થઇ શકાય. હા, હું મૃગેશની જ વાત કરું છું. ડૉકટર મૃગેશ સુથાર. 2011માં હોળી પર એણે મને મુંબઇ બતાવ્યું હતું. એ મારી પહેલી મુંબઇ મુલાકાત હતી. એ સમયે એ ત્યાં હિંદુજા હોસ્પિટલમાં હતો. પુરું એક અઠવાડિયું મુંબઇની ગલીઓમાં, તો ક્યારેક ટેક્સીમાં, તો ક્યારેક મુંબઇ લોકલમાં, તો પાછા ક્યારેક ચોપાટી પર, તો વળી મરીન ડ્રાઇવ પર... ક્યાં ક્યાં નથી ફર્યા અમે ! મુંબઇમાં કેમ જીવાય અને કેમ મુંબઇગરા બનીને શ્વાસ લેવાય એ બખુબી મજાનો અહેસાસ ત્યારે મને કરાવ્યો હતો. જીવનની યાદગાર ટ્રીપમાંની એ એક ટ્રીપ છે જ ! ફિયાટમાં પાછળની સીટ પર પગ પર પગ ચડાવીને બેસીને બચ્ચનની સ્ટાઇલમાં ફર્યા એ પણ યાદ છે. જીવનના આ એક પાસાની સાથે સાથે બીજુ પાસું એ પણ હતું કે બેચરલ લાઇફમાં ક્યારેક વધુ પડતાં કામથી થાકીને તું આવતો અને મને ફોન કરીને બોલાવતો અને ક્યાંક ભેગા થઇને મોડે સુધી કરેલી અલક- મલકની વાતો અને છેલ્લા છુટ્ટા પડવું. એ દિવસો પણ મજાના લાગતા તો ક્યારેક એકબીજાના સહારા જેવા લાગતા. તો એક સમયે તું જ્યારે ડૉકટર હું એક શિક્ષક અને કુલદિપ Bundy Indiaમાં જોબ કરતો ત્યારે ત્રિદેવની જેમ સાથે આપણું ફરવું અને મજા કરવી... એમાં પણ બાપુને ઑસ્ટ્રેલિયા જવાને જ્યારે મહિનો જ બાકી હતો ત્યારે રોજ રાત્રે ભેગા મળવું અને મોસ્ટ પ્રોબેબલી મહિસાગરને કિનારે જઇને બેસવું એ યાદો તો જીવનરૂપી ઇતિહાસના પાનાઓમાં એમ જ અકબંધ સચવાયેલી છે. એમાં પણ ક્યારેક જતિનને લઇને મજા લુંટી લેતા એ નફામાં રહેતું. અને આજે પાછો મજાનો સંજોગ છે કે કુલદિપ ઑસ્ટ્રેલિયાથી આવ્યો છે અને આપણી સાથે છે. તો બીજી બાજુ જીવનનું એ પણ એક અલગ પ્રકરણ છે કે મૃગેશ એટલે એવો ડૉકટર કે જે અમને મિત્ર વર્તુળને ભરપુર કામ લાગ્યો છે. હું તો અનેક વખત એનો સાક્ષી રહ્યો છું. આમ તો એ ઇમરજન્સી સ્પેસ્શિયાલિસ્ટ છે મજાનો છે અને મેં તો અનેક વખતે એને ઇમરજન્સીમાં હેરાન કરીને ફુલ લાભ ઉઠાવ્યો છે. એ દિવસ પણ યાદ છે જયારે મારો પગ બસ નીચે આવ્યો હતો ત્યારે નસીબજોગે એ વડોદરામાં હતો અને સ્ટ્રેચરમાં સુતા સુતા મેં સીધો જ ફોન એને કર્યો હતો અને કહ્યું હતું તું જલદી વારસિયા આવી જા. અને ત્યારે પણ સીધો સામો સવાલ હતો કે 25-30 હજાર લઇને આવું ? બંદાએ જમ્યા વગર સાંજ સુધી બાજુમાં એમ જ ઉભા રહીને મિત્રતા નિભાવી હતી. આમ તો આ બધું અમારી મિત્રતામાં ગણાવાથી પર છે ! આવા તો અનેક કિસ્સાઓ અને વાતો છે, યાદો છે અને એ બધાથી પર જીંદગીના મજાથી જીવાયેલા અને સાથે ગાળેલા દિવસો છે જેની સામે બધું જ ફિક્કું લાગે. શાંત, સરળ અને ડેશિંગ પર્સનાલિટી ધરાવતા અને પહેલી નજરમાં ડૉકટર છે એવું કોઇપણ ન કળી શકે એવા દિલોજાન મિત્રને જન્મદિનની અઢળક શુભેચ્છાઓ. Once again Happy Birthday Mrugesh from Gang of 4+√4.

સોમવાર, 26 ઑગસ્ટ, 2019

Happy Birthday Kanj



આજથી બરાબર  11 વર્ષ પહેલા તું આ જગતમાં આવ્યો. તું રડતાં રડતાં હસતાં શિખ્યો, તું અનેક વખત પડ્યો અને પાછો ઉભો થયો અને એ જ પ્રયત્નો થકી તું ચાલતા શિખ્યો,  તું શબ્દોને પકડીને સમજતાં શિખ્યો અને એના સહારે બોલતાં પણ શિખ્યો. આ બધાથી પર ખરેખર તું જીવનને માણતા શિખ્યો એ મજા આવી. તે સતત તારી ક્યુરિયોસીટીને રજુ કરી છે તો સતત કંઇક નવું જાણવા માટે કંઇક ધમપછાડા કર્યા છે તો તે તારા પૅશનને પણ શોધ્યું. હા, ક્રિકેટ રમવું અને સ્ટોરી  લખવી  એ તારું ગમતું કામ છે. આ વર્ષે તું URI, Keshri અને Mission Mangal જેવા મુવી જોયા એની અસર  તારા બર્થ ડે પર પણ તે ડ્રેસમાં બતાવી. આજે તે મિલિટ્રીનું ટ્રાઉઝર પહેર્યુ છે તો Space Xplr એવું લખેલું ટી શર્ટ પહેર્યુ છે. તને તારા વિચાર માટે અનેક સમયે લડતા પણ જોયો છે જે તારા ફાઇટિંગસ્પિરીટનો પરિચય આપે છે. આ બધું એમ જ સાચજવ જે ! હવે તું મોટો થયો છે તારી સામે એક અલગ જ વિશ્વ રાહ જોઇને ઉભું છે. ત્યાં તારી સૌથી  મોટી ફાઇટ કોમ્પિટીશન શબ્દ સાથે થાશે. ત્યાં બેલેન્સ કરીને કેમ રહેવું એ શિખીશ એ તારી સૌથી મોટી જીત હશે. બીજી તારી સૌથી મોટી ફાઇટ પસંદગીના ક્ષેત્રમાં થાશે ત્યાં પણ તારે સતત અપડેટ રહીને પ્રતિક્ષણ લડવું પડશે. હું તને માત્ર માર્ગ બતાવી શકીશ પણ એના પર દોડવું તો તારે તારા જોર પર જ પડશે. કંઇક અનેરા વિચારો સાથે ઉડવાનું છે તો લાગણીભીના માનવ બનવાનું ન ચુકાયએ પ્રતિક્ષણ યાદ રાખવાનું છે. કુદરતના સુંદર સાનિધ્યમાં  જગતના ખૂણે ખૂણે ફરવાનું છે તો ક્યારેક નિષ્ફળતા નામની જણસ ચડી આવે ત્યારે મક્કમતાથી એનો સામનો કરવાનો છે. જીવનરૂપી સંગીતની ધૂન પર સતત  નાચવાનું છે તો યુદ્ધરૂપી ક્ષણ આવી જાય તો તેનો સામનો કરવા સતત સજ્જ રહેવાનું છે. પણ એક વાત કાયમ યાદ રાખજે કે સમય સંજોગ અને પરિસ્થિતિ હંમેશા બદલાવવા માટે જ સર્જાયા છે સરળ સમયમાં એના વહેણ પર સવાર થઇને વહી લેવાનું અને ખરાબ સમયમાં મક્કમતાથી એનો સામનો કરતા રહેવાનું કારણ કે આજે નહી તો કાલે નવો સૂર્ય આપણા માટે ઉગશે જ.  આ જીત એ જ મન પરની કે પોતાના પરની સૌથી મોટી જીત એ કાયમ યાદ રાખજે.

આજે આથમેલા સૂર્યના સોગંદ
હું કાલે સૂર્ય બનીને ઊગીશ
પ્રચંડ જ્વાળા બનીને સળગીશ.
એક વિરાટ શૂન્યમાં
એકલવાયો આગળ વધીશ.
પ્રખર મધ્યાહનથી રાતીચોળ સાંજ સુધી
મારી એકલતા આ ક્ષિતિજે ડૂબશે
ત્યારે કોઇક બીજી ક્ષિતિજ પર એ
ઊગતી હશે.
આ સુંદર સૃષ્ટિમાં હજુ ઘણું નવું ઉમેરાવાનું બાકી છે એ નવા ક્રિયેશનમાં તારો હાથ હોય એવી મારી અભ્યર્થના સાથે આશિર્વાદ. લડતો રહે ... જીતતો રહે... પડી જા તો ફરીથી ઉભો થા અને બમણા વેગથી આગળ વધે એ આશા અને આશિર્વાદ સાથે Happy Birthday Kanj.

ક્યાંક કોઇક ગલી ખૂંચીમાં કોઇ વર્ષોથી સતત લોકોને આકર્ષે છે.....




ભારત દેશની વિવિધતાની વાત કરવી છે અને સાથે સાથે એની એકતાને પણ... અને એ પણ પાછી એની ખાવાની બાબતમાં.... અરે દોસ્તો આ વિવિધતા તો દેશના સીમાડા છોડીને દુનિયાના ખૂણે ખૂણે મળતી થઇ ચુકી છે અને એ પણ જાણે ત્યાં તમારા પ્રદેશની ભાવતી અને મનગમતી વાનગી સાથે... આજે ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ઓળખાતા મોટા ભાગના દેશમાં પંજાબી, સાઉથ-ઇન્ડિયન કે ગુજરાતી થાળી મળવી એ એકદમ સામાન્ય વાત બની ગઇ છે. ક્યાંક એવું પણ બને કે આ બધું જ તમને એક જ છત્ર નીચે વિદેશની ધરતી પર મળી જાય અને ત્યારે જાણે એમ થાય કે વાહ... અહીં પણ દેશની વિવિધતા એકતામાં પરીણામેલી છે. પણ ક્યાંક આ બધુ ખુબ જ જુદુ પડી આવે છે કંઇક એવી રીતે જાણે KFCમાં વેજ મળી આવવું કે જાણે Dominoes  કે MC. Dમાં વેજ પીજા કે બર્ગર ભારતિયનો ભાવે એવા ટેસ્ટ સાથે  મળી આવવો... હા, જ્યારે આ વિદેશી કંપનીઓના શરૂઆતના આઉટલેટમાં કે પગપેસારા સમયે આ વાત જાણે અશક્ય લાગતી હતી. પણ... દેશની પ્રજાનો મિજાજ જોઇને વેજ શરૂ કરવું જ પડ્યું તો સાથે સાથે ન ધારેલી સફળતા પણ મળી. છતાં ક્યાંક કહેવું પડે કે ડ્રાઇવ થ્રુમાં મેક ડી નું બર્ગર લેવા ઉભો રહેતો એ Audi કે  Mercedes કે  BMW કે Volvo   નો માલિક ટેસ્ટી વડા પાઉં ખાવા માટે લારી પર પણ ઉભો રહેશે... કારણ કે એને ત્યાંની ચટણી આકર્ષે છે તો ગરમા- ગરમ મળતા વડા અને એ જ મજાના ફ્રેસ પાઉં (હા, લારી પર આવી રીતે કોઇપણ સુપર્બ ખાદ્ય સમગ્રી વહેંચતા બંદાની ચોઇસમાં દમ તો હોય છે અને એ પણ એના સિલેક્શનમાં.... દાબેલી કે વડાપાઉં વહેંચાનારાના પાઉં થોડા પણ ઉતરતા નથી હોતા) મનમાં ચટપટી જગાવે છે. વડોદરાનો બંદો હોય અને મહાકાળીનું સેવસળ ન ખાધું હોય એવું બને ! વડોદરામાં મહેમાન બનીને આવ્યા હોય અને જગદિશનો લીલો ચેવડો ન ખાધો હોય કે ઘરે લઇ જવા માટે ન લીધો હોય એવું બને !  હા, આવું તો ઘણું ઘણું દરેક ગામ કે પ્રદેશ કે વિસ્તાર માટે કહી શકાય. ચાલો ને લઇ લો સૌરાષ્ટ્રના ફાફડા... આખા ગુજરાતમાં ગમે ત્યાં જોવો તો તમને ફાફડાની લારી પર ક્યાંક ગુજરાત ફફડા કે મહાકાળી ફાફડા એવા બોર્ડ જોવા નહી મળે... કારણ એક જ કે ફાફડા એ ઓળખ છે સૌરાષ્ટ્રની... તો એ ઓળખ છે ભાવનગરની પણ એના પર સિક્કો છે ગુજરાતનો.... અને એના જ માટે 3 idiot જેવા અનેક મુવીમાં એના લગતા ડાયલોગ પણ લેવા પડે. કોઇપણ પ્રદેશની ઓળખ જ્યારે સિમાડા વટાવે ત્યારે એ ખુબ જ વખણાતી હોય છે એના ટેસ્ટ અને એની બનાવવાની રીતના લીધે. આ દેશમાં ખાવાનું બનાવવાની રીતના પેટન્ટ નથી થાતા એ તો જાણે સહજતાથી શિખાય જાય કે મોઢામાં મુકતા વેંત ખબર પડી જાય કે આમાં આવું કંઇક વધારાનું છે અને એ બની પણ જાય પરંતુ એકલા વડોદરામાં જ 50 મહાકાળી સેવસળ  છે શું એ બધા એક જ છે ? ના રે ના... ઘણૉ ફર્ક છે...   ઓરીજલ એ ઓરીજનલ જ રહેવાનું... એ જુદા પડી આવે છે ક્યાંક એના ચોક્ક્સ પ્રમાણ એની આવડત અને ક્યાંક એની સર્વિસ બસ એ જ જાણે એની મોનોપોલી... બીજા કેટલાય એક જ બેનરના એક જ ચીજ બનાવતા સ્ટોલ ખુલે.... પણ જ્યાંથી શરૂઆત થઇ એ તો અલગ રહેવાનો જ લોકોના મનમાં ઘર કરી જ જવાના... એ ઇમ્પ્રેસન માનસપટ્ટ પર અંકિત થઇ જ જવાની. એનું સ્થાન એ જ નામની બીજી કોઇ જગ્યા નથી જ લઇ શકાવાની ! ચોટીલામાં લાલારઘુવંશી હોય કે મુરલીધર બન્નેએ હ્જારો લોકોને જમાડવામાં પોતાની આગવી ઓળખ બનાવી અને પોતાની આગવી રીત પણ ખરી જ ! એવી જ રીતે મોરબીમાં ઠાકરે એવી ઇમ્પ્રેસન બનાવી કે બસ મોરબી જતાં જમવાના સમયે એક જ નામ યાદ આવે ઠાકર ! આવું તો ઘણું ઘણું કહી શકાય...   

ગુજરાતી થાળી હવે વિશ્વવ્યાપી ઓળખ બનાવી ચુકી છે ત્યારે ફફડા, જલેબી, ઢોકળા કે ચેવડો અને કચોરી જેવી અનેક વાનગીઓ પ્રાદેશિક સિમાડાઓ તોડીને ખુબ જ વિસ્તરી છે. અરે ભાઇ આપડે પણ સિઝલર કે પિત્ઝા કે ઇટાલિયન કે થાઇ ફુડ ખાતા ક્યાં નથી શિખ્યા. તો આપણે ચાઇનીઝ ભેળ જેવા અનેક ફ્યુઝનને પણ હરખ ભેર આવકાર્યો છે. આ બધુ જ સહજતાથી ગુજરાતમાં  સ્વિકારાયું છે અને નવી પેઢી હોંસે હોસે સ્વિકારી રહી છે.   આ બધી જ આઇટમો ભલે પ્રાદેશિક કે વૈશ્વિક સિમાડાઓ તોડવામાં સફળ રહી હોય પણ ક્યાંક સૌરાસ્ટ્રમાં મળતા ફફડા કે ગોધારામાં મળતી કચોરી કે વડોદરાનો ચેવડો કે અમદાવાદના પટ્ટી સમોસા કે રાજકોટની ચટણી જેવી અનેક આઇટમો એ શહેરની ચોક્ક્સ જગ્યાએ દરેકને જતા લલચાવે જ છે. એ જ એની જીત છે એ જ એની કદાચ ઓપન મોનોપોલી છે. જેને કોઇ તોડી નથી શક્વાનું ! કારણ કે દરેકનું મન ક્યાંક તો એવું સ્વિકારે જ છે કે ભલે પટ્ટી સમોસા વડોદરામાં મળી આવે પણ એ અમદાવાદની તોલે તો કયાંક કાચા જ છે કંઇક ખુટે છે. ગુજરાતમાં ભલે ફફડા મળી આવે પણ સૌરાષ્ટ્રમાં જાવ એટલે તો મન થાય જ કે ચાલો લાહવો લઇ લઇએ. આનું જ નામ પ્રાદેશિક મોનોપોલી. આખી દુનિયા બનાવી જાણે પણ ક્યાંક બનાવવાની રીતેમાં ચપટીક ચડી જાય એ જ સૌથી મોટી જીત. આ ચપટીક ચડી જવું એ જ સાચી ઓળખ અને એ જ સૌથી મોટી જીત અને એ જ લોકોને મન એ બનાવનારને ઇનામ. ત્યાંથી પસાર થતાં બ્રેક મારીને ઉભા રહેવું કે સ્પેશિયલ ખાવા માટે ગાડીને સ્ટાર્ટર મારીને ઉપડી પડવું એ આપણા મનની લાલચ અને બનાવનારની જીત... જે હોય તે ડોકટરી તપાસમાં પ્રતિબંધ ન આવે ત્યાં સુધી ખાવાના ટેસ્ટને ન છોડે એ પાક્કો ગુજરાતી...!

સોમવાર, 19 ઑગસ્ટ, 2019

શિવ અને શિવલિંગ (ભાગ 3)



યોગ અને ધ્યાનનો અભ્યાસએ હિંદુ સભ્યતા અને સંસ્કૃતિ સાથે ઉંડાણ પૂર્વક જોડાયેલ એક ભાગ છે. માણસની પોતાની જાગૃત અવસ્થા અને અદ્વૈત શક્તિ સાથેનો તાલમેલ વર્ષોથી આ માનવજાતને જોડેલો રાખવામાં યોગ વિદ્યા એક મહત્વનું પાસુ રહ્યું છે. યોગ એ શિવપૂજાના ફળ સ્વરૂપે આ જગતને પ્રાપ્ત થયેલ એક અતિ ઉત્તમ ભેટ છે. જે લોકોને જીવનના જુદા જુદા તબ્બકે અલગ અલગ સ્વરૂપે મળતી હોય છે. આ યોગાભ્યાસના પુરાવા તો Indus Valley civilization અને Mohenjadero- Harappa સંસ્કૃતિના જે અવશેષો મળી આવ્યા એમાં પણ છે જ. મહાન ઋષિઓએ જ્યારે યોગિક મેડિટેશનના સહારે વેદોનો આવિર્ભાવ કર્યો ત્યારથી એનું અસ્તિત્વ ગણી શકાય. તો શરૂઆત geomatrix સપાટીથી જે એક ઇલિપિસોઇડ સ્વરૂપે હતી એમ માનવામાં આવે છે. યોગિક પરંપરામાં શિવલિંગના સ્વરૂપને જ સાચો ઇલિપસોઇડ માનવામાં આવે છે. હા, સર્જનનું પ્રથમ સ્વરૂપ એ જ ઇલિપસોઇડ અને આ પ્રગટ થયેલ અંત પહેલાનું આખરી સ્વરૂપ એ પણ શિવલિંગ. હાલના ખગોળ શાસ્ત્રીઓ તો માને છે કે બ્રહ્માંડની દરેક ગૅલેક્સીનો મધ્ય અંતરીયાળ ભાગ એ એક ઇલિપસોઇડ જ છે. ટુંકમાં એ એક શિવલિંગ સ્વરૂપ છે. યોગમાં કાયમ પ્રથમ અને અંતિમ રૂપ એ શિવલિંગ રૂપ જ હોય એમ મનાય છે. જો કોઇ વ્યક્તિ ચોક્ક્સ યોગિક સાધના ના ફળ સ્વરૂપે ધ્યાન ધરે તો એની શક્તિઓ શિવલિંગ સ્વરૂપે આકાર પામે છે. અને એટલે જ હિંદુ સભ્યતામાં શિવને અંતિમ સત્ય માનવામાં આવે છે. હા, શિવ એ જ અંતિમ સત્ય છે.
શિવલિંગ પર ચડાવાયેલું એટલે કે અભિષેક કરાયેલું પાણી પવિત્ર પાણી નથી કહેવાતું અને એને ઉપયોગમાં પણ નથી જ લેવાતું એનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ એ છે કે શિવલિંગ એ એક અણુંનું બનેલું ખુબ જ ઉંચા પ્રકારનું સ્વરૂપ છે. શિવલિંગમાંથી એક ચોક્ક્સ પ્રકારના રેડિયેશન એટલે કે કિરણોનો ઉદભવ થાતો હોય છે. અને આમ પણ શિવલિંગ મુખ્યત્વે ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલું હોય છે. અને ગ્રેનાઇટએ રેડિયેશનનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. ગ્રેનાઇટ લાવા અને પીગળેલા પથ્થરના ઠરવાથી અનેક વર્ષોની પ્રકિયાના અંતે મળેલ પદાર્થ છે. જેમાં રેડિયોએક્ટિવ પદાર્થો જેવા કે રેડિયમ, યુરેનિયમ કે થોરિયમનું અમુક અંશે મિશ્રણ હોય જ છે. અને આ જ કારણે વર્ષો પહેલાથી આ દેશના મહાન ઋષિઓએ પોતાના શિષ્યોને શિવલિંગ પર અભિષેક કરાયેલ પાણી ઉપ્યોગમાં ન લેવાની પરંપરા શિખવી હતી. તો આ જ કારણને લીધે લગભગ મોટાભાગના શિવલિંગ કોઇ પાણીના સ્ત્રોતની આસપસ એટલે કે દરિયા કિનારે, તળાવ પાસે, નદી કિનારે કે કોઇ કુવા પાસે બનાવાયલ હતા. તમે દક્ષિણમાં પાંચ ઇશ્વરમ મંદિરને જોવો કે ઉતરમાં કૈલાશમાં આવેલ માનસરોવરને જુઓ આ જ વાત પ્રતિબિંબિત થાતી દેખાય છે. અને આવું જ રેડિયેશન મર્ક્યુરી અને સ્ફટીકમાં પણ કેટલાક અંશે દેખાય છે. જે બતાવે છે કે શિવલિંગ મુખ્યત્વે આ ત્રણના જ બનેલા હોય છે. અને જેમાં રેડિયોએક્ટિવ તત્વોની હાજરી જોવા મળે છે કે પોતે કોઇક પ્રકારે રેડિયોએક્ટિવ કિરણોનું ઉત્સર્જન કરે છે. આ ત્રણેય એક વધારાનો ગુણધર્મ ધારાવે છે જે Piexoelectricity તરીકે ઓળખાય છે. જે ગ્રેનાઇટમાં 20 % જેટલો ક્વાર્ટઝ હોવાથી એમાં એ ગુણ વધુ હોય છે. Piexoelectricity ધરાવતા પદાર્થને યાંત્રિક ઉર્જા અપીને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરીત કરી શકે છે. હા, એના પર તમે કોઇપણ બહારી ઉર્જાનો મારો કરો તો એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. અને એનાથી ઉલટું પણ બની શકે છે. એમાં જો તમે વિદ્યુત ઉર્જા પસાર કરો તો એના આકરમાં બદ્લાવ પણ થઇ શકે છે. જ્યારે પણ ક્વાર્ટઝ ક્રિસ્ટલને તોડવામાં કે જોડવામાં આવે ત્યારે જે બળ કે ઉર્જા વપરાય છે તેનાથી એક ચોક્ક્સ પ્રકારની વિદ્યુત ઉર્જા પેદા થાય છે. અને ચોક્ક્સ પ્રકારનું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે જ્યારે આપણે એની નજદીક હોઇએ છીએ ત્યારે આપણા શરીરમાંથી પેદા થતા કેટલાક ઇલેક્ટ્રીકલ સિગ્નલ એ વિદ્યુતક્ષેત્ર સાથે ચોક્ક્સ તાદામ્ય પામે છે. આમ જ્યારે વ્યક્તિ નિત્યક્ર્મ મુજબ શિવલિંગની પૂજા કરે છે ત્યારે ચોક્ક્સ પ્રકારના ચુંબકિય કિરણોના સંપર્કમાં આવે છે અને એને પામે છે. જે ખુબ જ ધીમી પણ ચોક્ક્સ પ્રક્રિયા છે જે એના નિત્યક્રમથી વધે છે અને એ પોઝિટીવલી વધુ ચાર્જ થાય છે. અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ પોઝિટીવ ઉર્જા જીવનમાં તંદુરસ્ત જીવન માટે ખુબ જ જરૂરી છે. તો વધુ શું વિચારવાનું જવાનું શિવાલયે દરરોજ અને પાણીનો અભિષેક કરીને ધન્ય થાવાનું.... !
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालम्ॐकारममलेश्वरम्॥१॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमाशंकरम्।
सेतुबंधे तु रामेशं नागेशं दारुकावने॥२॥
वाराणस्यां तु विश्वेशं त्र्यंबकं गौतमीतटे।
हिमालये तु केदारम् घुश्मेशं च शिवालये॥३॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥४॥

Happy Birthday Suvarna Madam.



જીવવિજ્ઞાન / બાયોલોજી ને જેણે ચરીતાર્થ કરી લીધુ હોય એવા હાયરસેકન્ડરીના એકદમ સરળ દેખાતા અને સીધા બાંધાના એકદમ સચોટ ભાણાવતા અને શિખવતા શિક્ષિકા એટલે સુવર્ણા મેડમ. અમે ભણતા ત્યારે એમણે અમારા જેવા અનેક વિદ્યાર્થીઓને સાથે રાખીને અનેક કેમ્પના આયોજનો કર્યા. ક્યાંકને ક્યાંક દેખાઇ ઉઠતા કોઇ વૃક્ષ કે કોઇ નાના અમસ્તા તૃણનો પણ અમને પરિચય કરાવ્યો છે તો ક્યાંક કોઇક નાનું ઇન્સેક્ટ હોય કે ક્યાંક કોઇક સાપ દેખાયો હોય અમને પાસે લઇ જઇને સમજ આપી છે. અને ખુબ જ સરસ રીતે બ્રીફ કર્યા છે. બાયોલોજીમાં આવતી આકૃતિઓ પછી એ ભલેને હ્રદયની હોય કે સૂર્યમૂખીના કોષની હોય કે મકાઇના કોષની હોય મેડમ એટલી સરસ રીતે ભણાવતા કે બસ ખરેખર મજા આવતી. અમે જ્યારે 11th માં આવ્યા તેના એકાદ વર્ષ પહેલા જ કંઇક દેડકાના ડિસેક્સન પર પ્રતિબંધ આવી ચૂક્યો હતો એટલે એ તો અમારા નસીબમાં ન હોતું પરંતુ અમારા સિનિયર્સ પાસેથી સાંભળેલું જ કે મેડમ પાસે આ ડિસેકસન શિખવું એ પણ એક મજા છે. મેડમની ભણાવવાની જે રીત હતી એના લગભગ દરેક સ્ટુન્ડ દિવાના હતા. સાસણગીરમાં મેડમે કરેલ અનેક કેમ્પના સાક્ષી અનેક વિદ્યાર્થી રહ્યા છે. તો એક સમયે મેડમે Studies on lesser known fauna of Gir PA with special reference to invertebrates વિષય સાથે પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર તરીકે પણ કામ કાર્યું છે. તો એક સમયે મેડમે જીવજંતુઓના રહ્સ્યો, વન અને વન્યવિભાગ કે જળસંરક્ષણ જેવા વિષય સાથે રેડિયો પર પણ વાર્તાલાપ કર્યો છે. દિપડાની ગણતરીની વાત હોય કે યાયાવર પક્ષીની ગણતરીની વાત હોય કે વિશ્વામિત્રીના મગરોની ગણતરીની વાત હોય કે દરિયાઇ પક્ષીઓની ગણતરીની વાત હોય હંમેશા સુવર્ણા મેડમ આગળ રહ્યા છે. અને પોતાના વિદ્યાર્થીઓને સાથે રાખીને પ્રોત્સાહન આપ્યું છે. મારા જેવા અનેક હશે જે કહી શકતા હશે કે અમને ગર્વ છે કે અમે સુવર્ણા મેડમ પાસે ભણ્યા છીએ. એક વૃક્ષપ્રેમી, જીવપ્રેમી અને સંવેદનાને મહેસૂસ કરનારા શિક્ષિકા આજે રિટાયર્ડ થવા જઇ રહ્યા છે ત્યારે એમને જીવનની નવી ઇનિંગ માટે અનેક શુભેચ્છાઓ... Happy Birthday Suvarna Madam.