સવારમાં જ દીકરો આટલા સરસ શબ્દોમાં
અભિનંદન
પાઠવે ત્યારે એક પિતા તરીકે અનેરો ગર્વ અનુભવાય છે.હા, આજે Father's day ના દિવસે કંજે કાવ્યાત્મક શૈલીમાં જે રીતે કહ્યું એ સાંભળતા એના પર અનેરો ગર્વ થાય જ ! લો એને જ કહેલા ભાવનાત્મક શબ્દોની મજાની અભિવ્યક્તિ... અરેબિકમાં એ અલઅબુ, તો જાપાનિઝ્માં એ ઓટોસાન.
ડચમાં એ વેડર તો મલયાલમમાં એ અચાન !
ટર્કિઝમાં એ બાબા તો તેલગુમાં એ તાન્દ્રી.
રશિયનમાં એ ઓતેત્સ તો કન્નડમાં એ તન્દે !
ઇટાલિયનમાં એ પાદ્રે તો ફ્રેન્ચમાં એ પેર.
અંગ્રેજીમાં ફાધર અને ગુજરાતીમાં એ મારા પપ્પા છે.
એમનું નામ અજીત.....
અજીત એટલે જેને કોઇ જીતી ન શકે !
અને
મને મારા પપ્પા પર ખૂબ જ ગર્વ છે
કારણ કે
હંમેશા કોઇની મદદ કરવા તૈયાર !
હંમેશા કોઇના સુ;’ખ માટે પોતાનું સુ:ખ છોડે
એ મારા પપ્પા... એ મારા પપ્પા....
હારેલી જંગને જીતે એ મારા પપ્પા
મંઝિલ ન મડે ત્યાં સુધી સતત કામ કરે
એ મારા પપ્પા... એ મારા પપ્પા...
મારા પ્રશ્નોના બધા જ જવાબ આપે એ મારા પપ્પા
મને હંમેશા મોટિવેટ કરે
એ મારા પપ્પા.... એ મારા પપ્પા....
મારા માટે મારા પપ્પા
એવરેસ્ટની ઉંચાઇ પર હતાં- છે –અને હંમેશા રહેશે જ !
I Love You Papa !
Happy Father's day Papa!
- Kanj Kalaria
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો