રવિવાર, 17 ફેબ્રુઆરી, 2019
Happy Birthday Nilesh
મિત્ર એટલે આપણી વૈચારીક વેવલેન્થ સાથે મેળ
પડે એવું પાત્ર કે આપણી એ વેવલેન્થને આપણને ખબર પણ ન પડે એમ ચુપચાપ સહન કરી લે
એવું પાત્ર કે આપણા દરેક પાગલ કે ગાંડાઘેલા વિચારો સાથે હંમેશા સાથે હોય એવું
પાત્ર. મિત્ર એટલે મોજનો દરિયો, સુખની બેલેન્સશીટ, આપણી દરેક ખાનગી કહી શકાય એવી
વાતોનું એક સૅફ ડિપોઝીટ વૉલ્ટ, આપણી ભૂલો પર છેકો ન પાડે પણ ચુપચાપ આપણને ખબર પણ ન
પડે એમ ઇરેઝ કરી દે એ મિત્ર. સરવાળા-બાદબાકીથી પર એવું સંબંધનું ગણીત એટલે
મિત્ર. જ્યાં માત્ર ગુણાકારને જ સ્થાન હોય એ મૈત્રીનું સાચું ખાનું. મારા જીવનની જ
વાત કરું તો કહીશ કે સુરેશ દલાલે કહ્યું હતું એમ કે મારી જન્મકુંડળીમાં મિત્રનું
સ્થાન ખૂબ મજબૂત છે. એવું જ કંઇક મારું પણ છે. મારા જીવનમાં એટલા મિત્રો મળ્યા કે વાત ન પૂછો. ફાયદો
ઉઠાવનારા પણ મળ્યા તો ફિદા થનારા પણ મળ્યા. શતરંજરૂપી જીવન પર ચાલ ચાલનારા પણ મળ્યા તો ખભે માથુ
મુકીને રડી પડાય એવા મિત્રો પણ મળ્યા. સફળતામાં પણ હાંસિયામાં ધકેલનારા મિત્રો
મળ્યા તો નિષ્ફળતામાં પણ પાનો ચડાવનરા
મિત્રો મળ્યા. બાકી રહી ગયેલ હોમવર્ક પુરૂ કરી આપનારા મિત્રો પણ મળ્યા તો ક્યાંક આપણા
ભોગે પોતાની ઇમેજ વધારનારા મિત્રો પણ
મળ્યા. કર્મબંધનમાં બાંધનારા મિત્રો પણ
મળ્યા અને એને તોડનારા મિત્રો પણ મળ્યા. દિલ ખોલીને બધુ જ કહી દેનારા મળ્યા તો બસ
મને આખે આખો સ્કેન કરીને કંઇ પણ ન બોલનારા મિત્રો પણ મળ્યા. પણ આ બધામાં નિલેશનું
સ્થાન મારા જીવનમાં કંઇક અલગ રહ્યું છે. નિલેશ એટલે મારા જીવનનો સૌથી કરીબી મિત્ર
એવું ચોક્કસ કહીશ. સરળ સ્વભાવ અને લાગણીથી ભરેલ વ્યક્તિત્વ એટલે નિલેશ. આ એક એવું
વ્યક્તિત્વ છે કે જે કોઇપણ સ્વાર્થ વિના પહેલેથી મદદ કરવા હંમેશા તૈયાર હોય છે.
અમે જ્યારે નાના હતા ત્યારે મને મેથ્સ શિખવવામાં એનો બહુમુલ્ય ફાળો રહ્યો છે. એ
હંમેશા મારા કરતા પહેલા દાખલો પુરો કરી લેતો અને મને કેટલાય કૉન્સેપ્ટ ક્લિયર કરાવવામાં
પણ એનો એટલો જ ફાળો, આ સિલસિલો ધોરણ 8થી લઇને બી.એસસી.ના છેલ્લા વર્ષ સુધી ચાલ્યો.
આ સમગ્ર સમય દરમ્યાન અમે બન્ને અનેક
બનાવોના સાક્ષી રહ્યા. સાથે સયકલ લઇને સ્કુલે કે ટ્યુશન જાતા.. બાઇક કે મોપેડ પર
સાથે જવામાં વારા કાઢતા તો એક સમયે (ધોરણ 8માં) જ્યારે અમારા ઘર પાસેથી નવી નવી
કેનાલ નિકળી હતી તો સાઇકલ લઇને ત્રણ ચાર મિત્રો નિકળી પડ્યા અને પહોંચી ગ્યા
નિમેટા ગાર્ડન જેમાં અમે બન્ને સાથે હતા. મારી લખાયેલી કોઇ કવિતા હોય કે કોઇ
વકતૃત્વની સ્ક્રિપ્ટ હોય એ જ મારો પહેલો શ્રોતા હતો. અમે સાઇકલ ચલાવતા હોઇએ અને
રોજ હું એને કંઇક સંભળાવતો એ બોર પણ થાતો પણ કંઇ બોલતો નહી. બોલે તો પાછું કહી
દેવાનું કે નિલેશ તારે સાંભળવું તો પડશે જ કારણ કે મારે મોઢે કરવાનું છે અને
જોવાનું છે કે હું ક્યાં અટકું છું... એ આ બધાથી સદંતર વિપરીત હતો એને હાઇલાઇટ
થાવું જરાય ગમતું નહી. ઓછુ બોલવામાં અને
ઓછું વ્યક્ત થવામાં માનતો આ મિત્ર આમ તો સાહસથી ભરેલો જ હતો અને જાણે મિકેનિકલ માઇન્ડ કયા વૈજ્ઞાનિકનું
વારસામાં લાવ્યો છે એ આજ સુધી મને સમજાયું નથી. ભણતા ત્યારે સાઇકલ કે સ્કુટર કે
બાઇકના અનેક નાના નાના કામ જાતે કરી લેતો આ મિત્ર મારા વ્હિકલને પણ કોઇ છોછ કે
સંકોચ વગર રીપેર કરી આપતો. અમે બંન્ને જાતે કાર્બેટર ખોલીને સાફ કરતા અને એવરેજ
વધારવા માટે આવતો પિન પોઇન્ટ શૅટ કરીને વધુ એવરેજ આવતી એનો ગર્વ પણ લેતા. B.Sc. પછી MCA કરીને આ બંદાએ પોતાનું કરિયર શરૂ કર્યુ અને
પાછળથી અમદાવાદમાં 6 વર્ષ Intex Systemમાં કામ
કર્યુ અને એવી તો કદર થઇ કે ત્યાંથી એને સ્પેસિયલ ટોયાટાની એક કાર આપવમાં આવી અને
બંદાએ બિંદાસ ફેરવી અને પછી પોતાની જ Software Consultancy
Company ઉભી કરવા માટે રિઝાઇન
મુક્યું અને કારની ચાવી પણ પાછી આપતા આવ્યો પાછું કહેવામાં પણ આવ્યું કે અરે ભાઇ
કાર તું તારે રાખ તારી જ છે પણ ટ્રાન્સપરન્સીને છોડે તો એ નિલેશ કેમ નો ? ઘણું
કહીને રોકવાના પ્રયાસો કંપની એ કરી જોયા પણ એક નવી જ નિયતી એની રાહ જોઇને ઉભી હતી
અને બંદા 2016 પછી પાછા વડોદરા આવ્યો અને પોતાના ઘરે જ પોતાની Software
Consultancy Company શરૂ
કરી. ચાલો આ બધુ તો સમજ્યા પણ મજાની વાત તો એ આવે કે એક Science
ભણેલો છોકરો
પોતાના બધા જ રિટર્ન જાતે જ ફાઇલ કરે. વાહ નિલેશ વાહ ! નિલેશ માટે હું એવું
ચોક્ક્સ કહીશ કે શાંત સ્વભાવ, સરળ વ્યક્તિત્વ અને પોતાને જે કરવું છે એ ચુપચાપ કરી
લેનાર અને ખૂબ જ ઓછા મિત્રો પાસે ખૂલીને વ્યક્ત થાનાર વ્યક્તિત્વ મારી સાથે
પૂર્ણપણે ખીલ્યો એનો મને ગર્વ છે. તો હું ચોક્ક્સ કહીશ કે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં તારા વિચારોમાં આવેલા
બદલાવને, તારા અ ટ્રાન્સફોરમેશનને જોયું છે તેનો આનંદ છે. આ મિત્ર એવો મિત્ર છે જે કે જેને હું ઓછો કામ લાગ્યો છું પણ એણે મને જીવનના અનેક
પાસાઓ અને પડાવો પર મદદ કરી છે મિત્રતા નિભાવી છે
અને ક્યારેય કંઇપણ શિખવવામાં ના નથી પાડી. નિલેશ માટે કહેવું હોય તો કહી શકાય કે....
ચન્દન શીતલમ લોકે ચંદનાદપિ
ચંદ્રમા |
ચન્દ્રચન્દન્યોર્મધ્યે શીતલા
સાધુસંગત: ॥
ચંદન શિતળતા
બક્ષનારું છે તો ચંદ્ર એનાથી પણ વધુ શિતળતા બક્ષનારો છે પણ એક સારા માણસનો સંગ આ
બન્નેથી વધુ શિતળતા બક્ષનારો હોય છે એમ નિલેશની મિત્રતા કોઇપણ માટે આનંદ આપનારી જ
રહે એમ એના સંપર્કમાં આવનારા બધા જ ચોક્ક્સ કહી શકે.
તો આજે તારા
આ 37મા જન્મ દિવસ પર તને અઢળક શુભેચ્છાઓ અને તારા અનેક સપના આ વર્ષે પુરા થાય એવી અઢળક શુભેચ્છાઓ.અને
છેલ્લા કવિ મૃગાંક શાહની મિત્ર પરની કવિતા
વગર બોલાવે જે આવી જાય એ દોસ્ત
હોય છે,
આંખોથી બધું સમજાવી જાય એ દોસ્ત
હોય છે,
નાની વાતે ખોટું લગાડી જાય એ
દોસ્ત હોય છે,
જે વગર વાંકે ધમકાવી જાય એ દોસ્ત
હોય છે,
તમારી મર્યાદાને પચાવી જાય એ
દોસ્ત હોય છે.
તમારી ખૂબી પર વારી જાય એ દોસ્ત
હોય છે,
Once again Happy Birthday Nilesh from Gang of 4+√4……..
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો