આદરણીય ગુણવંત શાહ આજે દિલ્હીમાં છે અને હું પણ તેમની સાથે જ છું ગુજરાતમાં બેઠા બેઠા પણ જે માણસ દિલ્હીના એકાદ માર્ગનું નામ બદલાય અને ઇતિહાસના એકાદ નામને(પાત્ર) આવનારી પેઢી ભૂલી ન જાય એ ચિંતા સતત કર્યા કરે એનું નામ જ ગુણવંત શાહ. મુઘલ વંસજ દારા સુકોહને આવનારી પેઢી ભુલી ન જાય એ માટે બે થી ત્રણ વખત ભાઇએ પોતાના આર્ટિકલમાં આ વાતનો ઉલ્લેખ કરેલો છે. નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને સાક્ષીભાવના વિમોચનનો સમય હતો ત્યારે પણ ગુણવંતભાઇએ આ વાત જાહેરમાં કહી હતી. અને છેલ્લે 6 Feb 2017 ના રોજ દિલ્હીના ડેલહાઉસી રોડનું નામ બદલીને દારા સુકોહ માર્ગ રાખવામાં આવ્યુ. અને આજે આ જ માર્ગ પર 82 વર્ષની ઉમરે પણ જવાન એવા ગુણવંત શાહ સાથે પદયાત્રા કરી અને એક ઐતિહાસીક પળના સાક્ષી બન્યાનો આનંદ છે. ગુણવંત શાહ સાથે આ ઐતેહાસિક દારા સિકોહ સ્મરણયાત્રામાં આરિફ મોહમદ ખાન, અમિષા શાહ,યોગેશસિંગ, લવકુમાર,પ્રજ્ઞાબેન કલાર્થી,બાળુ શુક્લ,ઉર્વી સબનીસ સજોડે પણ જોડાયા હતા. તો આ દારા સિકોહને ચાલો થોડા વધારે જાણીએ....
=====
20 માર્ચ 1615 ના રોજ જન્મેલ અને 20 ઑગસ્ટ 1659 ના રોજ કાવતરું ઘડીને જેની જીવનલીલા પુરી કરી દેવામાં આવી હતી એવું એક ઇતિહાસનું ખૂબ જ ઓછું ચર્ચાયેલ અને આજના યુગમાં સેક્યુલારિઝમના નામે માત્ર વાતો કરી ખાતા હોય એવા લોકો માટે સેક્યુલારિઝમ શબ્દને કેમ પચાવવો એનું સચોટ ઉદાહરણ પુરુ પાડતું નામ એટલે દારા સુકોહ. શહજહાં અને મુમતાઝના ચારપુત્રોમાં સૌથી મોટો એટલે દારા સુકોહ. શહજહાં દીકરાના જન્મ માટે દુવા માંગવા અજમેર હજરત મૌદ્દીન ચિસ્તીને ત્યાં જાય છે અને દારા સુકોહનો જન્મ થાય છે. અને ત્યાર બાદ પણ શહજહાંને બીજા 3 પુત્રો શહસુજા, મુહીઉદ્દીન(ઔરંગઝેબ) અને મુરાદબક્ષ જન્મે છે. હિંદુ અને ઇસ્લામ બંન્નેને સમજીને અને બંન્નેને એકબીજાના વિચારોની સમજ પડે એ જ ઉદેશ્યથી પંડિતો પાસેથી સંસ્કૃત શીખીને દારા સુકોહ 52 ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ફારસીમાં ભાષાંતર કરાવે છે. માત્ર આટલું જ નહીં પરંતુ વેદ, પુરાણ, યોગ વશિષ્ઠ રામાયણ, મહાભારત અને ગીતાનું પણ ભાષાંતર ફારસીમાં કરાવવામાં દારા સુકોહનો જ ફાળો છે. સંત કબીરના સાથી એવા બાબા લાલ, સર્મદ કશાણી, મુલ્લા સાહ બદ્કક્ષી અને સુફી સંત હઝરત મીઆન મીરના શિષ્ય હતા દારા સુકોહ પોતે. અરે એટલું જ નહી સાતમા શીખ ગુરૂ હર રાઇ પણ એમના મિત્ર જેવા જ હતા. દારા સુકોહ લલિતકલા, સંગીત અને નૃત્યના પણ સંરક્ષક હતા. કલા અને હેરીટેઝ વારસા પ્રત્યે આટલો પ્રેમ ધરાવનાર દારા સુકોહની કહાનીનું બીજું પાસું જોઇએ તો 18 વર્ષની ઉમરે (Oct 1633) 12,000 સૈનિકો અને 6000 ઘોડાના સરદાર તરીકે નિમુણૂક થાય છે. 21 વર્ષની ઉમરે (20 March 1636) તેનું પ્રમોશન થાય છે અને એની નીચે 12,000 સૈનિકો અને 7000 ઘોડા આવે છે. 24 Aug 1637 માં તે 15,000 સૈનિક અને 9000 ઘોડાના સરદાર નિમાય છે 19 March 1638 માં 15000 સૈનિક અને 10,000 ઘોડાના સરદાર તરીકે નિયુક્તિ થાય છે જે એક લેફ. જનરલના હોદ્દા બરાબર છે. 24 Jan 1639 માં 20,000 સૈનિક અને 10,000 ઘોડા એમની નીચે હતા. 21 Jan 1642 માં 20,000 સૈનિક અને 15,000 ઘોડા હતા અને આ વર્ષમાં જ શહાજહાં એ દારા સુકોહને એમના વારસદાર તરીકે ઘોષિત કર્યા અને એમને શહેઝાદા-એ-બુલંદ (prince of high fortune) નો ખિતાબ આપ્યો અને 20,000 સૈનિક અને 20,000 ઘોડાના આગેવાન બનાવ્યા. 1645માં અલ્હબાદના સુબેદાર નિમાયા. તો 18 April 1648માં 30,000 સૈનિક અને 20,000 ઘોડા એમના નીચે હતા. 3 July 1648માં ગુજરાત પ્રદેશના ગવર્નર તરીકે નીમાયા. બસ આ એ જ વર્ષ હતું જ્યાંથી તેમના પિતાની તબીયત વધારે બગડે છે અને એમના પર જવાબદારીઓ પણ વધે છે 16 Aug 1652માં મુલ્તાન અને કાબુલના ગવર્નર નીમાયા. શાહ-એ-બુલંદ (King of high fortune) નો ખિતાબ 15 Feb 1655ના રોજ અપાયો અને 40,000 સૈનિકો અને 20,000 ઘોડાના સરદાર બન્યા(roughly equivalent to general). અને છેલ્લે 16 Sep 1657માં તેમની પાસે 50,000 સૈનિક અને 40,000 ઘોડા હતા. આ બાજુ શહાજહાંની તબીયત વધારે બગડે છે અને ચારેય દીકરા વચ્ચે મયૂરાસન માટે જંગ શરૂ થાય છે. જેમાં મુખ્ય દાવેદાર દારા સુકોહ અને ઔરંગજેબ જ હતા કારણ કે શહસુઝા બંગાળને પોતાનું ગણીને સંતુષ્ટ હતા તો મુરાદબક્ષે પોતે ઔરંગઝેબ સાથે છે એમ કહી દીધું હતું. આમ છતાં 1657 ના અંત સુધીમાં દારા સુકોહ પાસે 60,000 નું પાયદળ અને 40,000નું અશ્વદળ તો હતું જ.રજપૂતો પણ દારા સુકોહને સાથ આપીને મુહિઉદ્દીન અને મુરાદબક્ષની સામે લડે છે અને યુદ્ધ દરમ્યાન મુરાદબક્ષ રજપૂત સેનાના સેના અધ્યક્ષને તિક્ષ્ણ તિરથી વિંધી નાખે છે. આ જોઇને દારા સુકોહ પોતાના હાથી પરથી ઉતરીને ઘોડા પર સવાર થઈને સેના અધ્યક્ષ(સેનાપતિ)નું સ્થાન લેવા જાય છે પરંતું એમનું સ્થાન હાથી પર ખાલી દેખાતા સૈનિકો એમ સમજી બેસે છે કે રજપૂત સેનાપતિ જતા દારા મેદાન છોડી ગયા છે અને અફરાતફરી મચી જાય છે. છેવટે ત્યાંથી ભાગવું એ એક જ રસ્તો છે અને આ એક ગેરસમજે ઔરંગઞેબને મયૂરાસન પર તખ્ત-એ-નશીન થાય છે. 30 May 1658 ના રોજ ઔરંગઝેબે શહાજહાંને પદભ્રષ્ટ કરીને કેદમાં પુર્યા અને દારા સુકોહને હરાવ્યા. હાર બાદ દારા સુકોહ આગ્રાથી દિલ્હી અને પછી લાહોર ગયા અને ત્યાંથી મુલતાન અને પછીથી સિંધમાં... ત્યાંથી કચ્છનું રણ પસાર કરીને કાઠિયાવાડમાં આવ્યા અને શહ નવાઝ ખાનને મળે છે જે ગુજરાત પ્રાંતના ગવર્નર હતા. દારા સુકોહ માટે એમણે બધા જ પ્રકારની મદદ કરી અને એમણે સુરત કબ્જે કર્યુ અને અજમેર તરફ આગળ વધ્યા. આ સમયગાળા દરમ્યાન તેઓ જ્યારે બોલાન પાસના માર્ગ પર હતા ત્યારે મરડાના કારણે દારા સુકોહની પત્ની નાદિરા બાનુંનું પણ મૃત્યુ થાય છે અને ઔરંગઝેબ(ornament of throne) મયૂરાસન પર પોતાની પકડ જમાવી ચુક્યા છે દારા સુકોહ પર્શિયા જવાના રસ્તા પર હતા અને રસ્તામાં મિત્ર મલિક જીવણના ઘર પર રોકાય છે હા, મલિક જીવણ એ જ છે જેની જિંદગી દારા સુકોહે પોતાના પિતા શહાજહાં પાસેથી (ગુનાના રૂપમાં મૃત્યું હતું) બે વખત બચાવી હતી. છતાં મલિક જીવણનો પુત્ર તો દારા સુકોહને વારે વારે સમજાવી રહ્યો હતો કે તમે ખોટા માણસ પર વિશ્વાસ કરી રહ્યા છો. અને છતાં દારા સુકોહ માન્યા નહી અને ભરપુર વિશ્વાસ બતાવ્યો. જેનું પરિણામ એવું આવ્યું કે મધ્ય રાત્રીએ મલિક જીવણ અને એના સિપાહીઓ આવ્યા અને દારા સુકોહને અને તેના દીકરાને બંદી બનાવ્યા. એક સમયે રાજા બનવાનો હતો અને હકિક્તમાં પણ રાજા જ હતો એ દારા સુકોહ અત્યારે લાલ કિલ્લાના એક કેદખાનામાં કેદ હતો. અને આ કપટ (દગાખોરી) બદલ મલિક જીવણને નવાબ બખતિયાર ખાનની ઉપાધી આપવામાં આવી હતી. કેદી બનાવેલ દારા સુકોહને ખૂબ જ ખરાબ હાલતમાં ખૂબ જ ગંદા હાથી પર બેસાડીને નગર વચ્ચે બેડી બાંધીને ફેરવવામાં આવે છે અને કેટલાય લોકો આ દારૂણ દ્રશ્ય જોઇને દુ:ખ અનુભવે છે. અને ઔરંગઝેબને બદદુવાઓ અર્પે છે. પણ જાહેરમાં દારા સુકોહ માટે કોઇ કશું જ બોલી શકતું નથી. આ સમયે રસ્તામાં એક ઇમારતનો રવેસ બહાર પડતો આવે છે જેને દારા સિકોહ પોતાના બાહુબળથી તોડી નાખે છે અને એવામાં એક ભિખારી રસ્તામાં મળે છે અને દારાને કહે છે તું મને હંમેશા વગર કહ્યે કંઇ ને કંઇ આપી દે છે આજે મારે કશું જ માંગવું નથી પરંતુ તારા માટે અલ્હા પાસે દુવા જરૂર માંગીશ. અને દારા પોતાના અંગ પર રહેલું છેલ્લું કપડું પણ હવામાં ઉડાડીને આપી દે છે બધાને દારા સુકોહ માટે ભરપુર હમદર્દી છે દારા સુકોહને આટલી હમદર્દી મળશે એ ઔરંગઝેબ વિચારી શકતો ન હતો અને અંદરથી એને આ પગલાથી એના વિરૂધ્ધ જ એક ક્રાંતિ થશે એવી બીક હતી એટલે ઔરંગઝેબે તાત્કાલીક કંઇક પગલું ભરવાનું વિચાર્યુ અને નક્કી કર્યુ કે દારા સુકોહનું અસ્તિત્વ જ ન રહે એવું કંઇક થવું જોઇએ. અને નાઝિર નામના દાસને આ કામ સોંપવામાં આવ્યું કારણ કે ભુતકાળમાં દારા સિકોહ દ્વારા જ એનું અપમાન કરવામાં આવ્યું હતું અને નાઝિર એનો બદલો લેવા માંગતો હતો. અને 30 Aug 1659 ની રાતે કેદમાં દારા સુકોહ પોતાના દીકરા માટે ખાવાનું બનાવી રહ્યા હતા ત્યાં અચાનક ચાર માણસો કેદખાનામાં આવ્યા અને એમના દીકરાને બાજુમાં પકડીને રાખવામાં આવ્યો અને દારા સુકોહનો નાઝિરે પાછળથી શિર છેદ કરી નાખ્યો. ઔરંગઝેબ પોતાના માણસો પાસે દારા સુકોહનું માથુ મંગાવે છે અને એને જોયા પછી ફરીથી એના અંગોને નુકસાન પહોંચાડે છે એવું એ સમયના વિદેશ પ્રવાસી એવા Niccolao Manucci (ઇટલી)ની નોંધમાંથી મળી આવે છે. અને પછી ઓર્ડર આપે છે કે આ માથાને એક બૉક્સમાં મુકીને એમના પિતા શહાજહાંને જમવાના સમયે જ આપવાનું કહેવામાં આવે છે અને ઔરંગઝેબની સુચના પ્રમાણે જ કરવામાં આવે છે અને બૉક્સ જોઇને શહાજહાં ખુશ થાય છે અને કહે છે હે પરવરદિગાર તારો આભાર હજી મારા દીકરાને હું યાદ તો છું અને બૉક્સ ખોલે છે ત્યાં તો શહાજહાં બેભાન થઇને ઢળી પડે છે. આમ એક સેક્યુલર દીકરા પાસે જે રહી સહી આશા હતી એ પણ પુરી થઇ આમ આજ્થી 360 વર્ષ પહેલા ઉઠેલ સાચી સેક્યુલર વિચારધારાનો તલવારના એક ઘા થી અંત આવે છે અને જૈસે જહાં પે થે વૈસે જેવી જ સ્થિતિ થાય છે. ઇતિહાસ જોતા જોતા મનમાં મને ફરીથી એ જ સવાલ ઉઠી જાય છે કે જો કદાચ દારા સુકોહે જ રાજ કર્યુ હોત તો..... અને યાદ આવી જાય છે કે ઇતિહાસ હંમેશા જો... અને તો... ની ધાર પર નથી હોતો જે બની ગયુ છે એ જ સત્ય છે અને ઇતિહાસના પાના પર અંકિત છે એને સ્વિકાર્યે જ છુટકો.... બસ બીજુ બધુ તો ઠીક પણ આજે દારા સુકોહ માર્ગ પર ચાલીને એક સેક્યુલર માણસને દિલથી યાદ કર્યાનો આનંદ છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો