Happy
Birthday Manishbhai,
Australia ની ધરતી પર અનેક
વ્યક્તિઓને મળવાનું બન્યું, એમાં અનેક એવા પણ મળ્યા કે જેમને શક્ય એટલા જલ્દી ભુલી
જવાનું મન થાય અને અનેક એવા મજાના મળ્યા કે જે કાયમ માટે દિલમાં વસી ગયા ! આ કાયમ માટે દિલમાં વસી ગયેલાઓમાંનું એક નામ
એટલે મનિષ પટેલ ! મારા માટે આ એક એવું નામ છે કે જે હું મારા જીવનના છેલ્લા શ્વાસ
સુધી ભુલી શકું એમ નથી, કારણ કે એમની પાસેથી ઘણું ઘણું શીખવા મળ્યું છે. ઘણી કામ
ઉપયોગી અને જીવન ઉપયોગી સલાહો આપી છે. એક નાના ભાઇની જેમ જ બધું શીખવ્યું છે અને
સમજાવ્યું છે. પણ જ્યારે ભુલ થાય અને ખખડાવે ત્યારે જાણે એક ઇંગ્લીશમેન આપણા પર
સપાટો બોલાવી રહ્યો હોય એવું લાગે અને એના બીજા છેડે જ્યારે શુદ્ધ ગુજરાતીમાં
તમારી સાથે વાતો કરે ત્યારે ચરોતરનો લહેકો અને શબ્દો તરત જ પકડાઇ ઉઠે. આ હું એટલે
કહી રહ્યો છું કારણ કે મેં એમને વ્યક્તિગત રીતે ખુબ જ માણ્યા છે. અને બધામાં હું
એમની પાસેથી ઘણું ઘણું શીખીને ઘડાયો છું. એક રીતે જોવા જઇએ તો સ્ટ્રેઇટ ફોરવર્ડ
એમનો નેચર ! પણ જો તમે એમની સામે સ્માર્ટનેસ બતાવવા ગયા તો એટલું ચોક્ક્સ યાદ
રાખવું કે એ તમારા કરતાં સ્માર્ટનેસ માં બે ડગલા આગળ છે. આ બધાની વચ્ચે મેં
એમનામાં સતત એક પ્રેકટીકલ એપ્રોચ જોયો છે. જીવન જીવવાનો અને કામ કરવાનો એક અલગ જ
પોઝિટીવ અંદાજ જોયો છે. એમની નીચે કામ કરનારાઓને એ ખુબ જ સ્ટ્રીક્ટ લાગે પણ એમાં
વાંક એમના થિંકિંગનો હોય એવું જ મને હંમેશા લાગ્યું છે. જો જીવનમાં અનુશાસન,
ડિસિપ્લીન, પર્ફેકશન, એક્યુરેશી અને સ્વછતા ભરેલું કામ કરતાં શીખવું હોય તો મનિષ
પટેલથી મોટો મસિહા મળવો મુશ્કેલ છે. કારણ કે મારા અનુભવે હું ચોક્ક્સ કહું કે એમનો
20 વર્ષ કરતાં વધારેનો અનુભવ મારા જેવા અનેકને ઘણું ઘણું શીખવા માટે એક પરબ સમાન છે.
ટુંકમાં કહું તો એમના ફિલ્ડના એ એનસાઇકલોપિડિયા છે. અ બધાની વચ્ચે આ વ્યક્તિમાં
મેં સતત લાગણી અને ભાવનાને વહેતી જોઇ છે. સાથે સાથે એક પરફેટ્ક પેરેન્ટીંગના
ગુણોથી ભરેલા મેં જોયા છે. એમના દિકરા અને દિકરી સાથે એકદમ પ્રેક્ટીકલ બનીને રહે
છે અને શીખવતા હોય એવું હું ચોક્ક્સ પણ કહી શકું છું. સંબંધોના સરોવર સમું આ
વ્યક્તિત્વ મારા માટે એક આ ધરતી પરના પહેલા મેંટર છે એમ હું ચોક્ક્સપણે સ્વિકારીશ.
આમ પણ મને જીવનમાં એકથી એક ચડિયાતા શિક્ષકોની વણજાર મળી જ છે એમાં આ એક વધારાની
યશકલ્ગી એમ હું માનું છું. આજે જ્યારે મનિષભાઇ 50માં વર્ષના પડાવ પર છે ત્યારે
એમને દિલથી અભિનંદન અને જીવનમાં હજુ પણ અનેક નવા માઇલસ્ટોન સર કરતાં રહો એવી
આકાશભરીને શુભકામનાઓ ! Happy Birthday Manishbhai !
Thank you for being a constant source of inspiration and motivation.
-
Ajit
Kalaria
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો