હજુ ગઇકાલે રાત્રે જ નવલકથા સખી બદલો સમણાં પુરી કરી ! સતત ઝકડી રાખતી એક-એક
લાઇન અને પછી શું ની તમ્મનાએ હું પાના ફેરવતો રહ્યો અને આદમનગર કે સખીપુરમાં સતત
દર્શન બનીને વિહરતો રહ્યો એવું મેં સતત અનુભવ્યું. ખરા અર્થમાં માણસાઇ, વેદના, માણસના મનનું મનોવિશ્વ, ચિત્ત્કાર, રૂઆબ, સપના, વ્યહાર, ભરોશો, સમાજનો ખરો ચિતાર, સચ્ચાઇ અને એ સચ્ચાઇને જીવી જવાની
કે પચાવી જવાની જીદનો અદભુત સમનવ્ય સખી બદલો સમણામાં છે. જ્યારે સખલી ઋતુ રૂપે આવે
છે ત્યારે જાણે ખરેખર પાનખરમાંથી વસંતનો ઉદય થાય છે અને ખરા અર્થમાં એ ઋતુપર્ણા બની ખીલી ઉઠે છે. અને વાહ, અફલાતુન આલેખન એમ બોલી ઉઠાય છે.
વાંચતાં વાંચતા એક પ્રવાહમાં તણાઇ ઉઠાય છે. જ્યારે ધર્મિષ્ઠાબા અને સખલીમાંથી
ઋતુપર્ણા બનેલી અને ગર્વાંવિત થયેલ ઋતુ એમ બે જીવ મળે છે અને એમની વાતોનું જે
આલેખન થાય છે એ વાંચતી વખતે ખરેખર આંખોમાં આંસું હતાં. રૂપાંતરણ એ માનવજાતનું ખરું
પાસું છે પણ જ્યારે સખલીમાંથી ઋતુપર્ણાનું રૂપાંતરણ થાય છે ત્યારે જાણે માનવજાતને
દર્શનરૂપે એક ઇશ્વર મળી આવ્યાનું લાગી આવે છે. વેદના અને સંવેદના, સુખ અને દુખ, ભ્રમણા અને વાસ્તવિકતા, હાર અને પડકાર દરેક પાત્રો બખુબી
આલેખાયા છે. જાણે પ્રત્યેક પાત્ર પોતિકું લાગી ઉઠે છે અને એની જીવંતતા સતત
પ્રત્યેક પાને અહેસાસ કરાતી રહે છે. Page number 203-204 જ્યારે આવે છે ત્યારે લખાયેલા
શબ્દો - “એ ચૂંદડીથી મોઢા ઉપર હવા નાંખવા
લાગી. દર્શન ઋતુના ચહેરાની બહાર દેખાતી રેખાઓની અંદર ઉતર્યો. કેટલા બધા શેડ
એકબીજાની સાથે ભળી ગયા હતાં ? “ આ વાંચ્યું ત્યારે વિશ્વ પ્રસિદ્ધ નવલકથા Fifty Shades of Gray અને એના પર આધારિત મુવી જાણે
માનસપટ્ટ પર જાગૃત થઇ ઉઠયા હતાં. વાંચતાં વાંચતાં પ્રતિક્ષણ એવો અહેસાસ થતો
રહ્યો કે માણસના વર્તનશાસ્ત્ર સાથે સાથે એક દર્શંનશાસ્ત્ર પણ સતત પ્રગટ થતું રહે છે.
પીળી ઓઢણી અને પીળી સાડી જાણે સખલી હોય કે ઋતુપર્ણા એક પ્રતિક સમી ભાસે છે.
સ્ટ્રીસ્કિયા લ નેટિઝિયા ઇટાલીનો એક પ્રોગ્રામની વાત આવે છે ત્યારે પાછું મન વિચાર વિશ્વમાં ગરકાવ થઇ ઉઠે છે.
જ્યારે આખી નવલકથા વંચાઇ રહી ત્યારે એક જ વાત મગજમાં આવી કે જગા ડાકુના વેરના
વરામણા કે જડ- ચેતન જેવી નવલકથા હરકિશન મહેતાએ લખી હતી ત્યારે એ પાત્રો સાથે એમણે
હકિકતમાં વાર્તાલાપ કર્યો હતો એમની સાથે મુલાકાતો કરી હતી અને ખરા અર્થમાં
ગુજરાતને મજેદાર નવલકથા મળી હતી. એમ સખી બદલો સમણા વાંચતી વખતે મને પણ એમ જ થયું
કે કનુભાઇ પણ ખરેખર કોઇ ઋતુપર્ણાને મળ્યા હશે ! ઋતુપર્ણાના હ્રદયમાં પુરાયેલી
સખલીને વાચા આપી હશે ! કદાચ આવું ન પણ હોય તોયે મારે કહેવું છે કે ભવિષ્યમાં કોઇક
નિર્દેશકની નજરે આ નવલકથા પડે અને એક મજાનું પિકચર બની ઉઠે તો પણ નવાઇ નહી ! બાકી
આ નવલકથા માટે મારી પાસે એક જ શબ્દ છે અદભુત !!!!! Really Mind Blowing !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો