Soviet Union એ જ્યારે માણસને અવકાશમાં મોકલવાનો નિર્ણય લીધો
ત્યારે આ મિશન માટે કોઈક માનવની પસંદગીની પ્રક્રિયાનું એક સિક્રેટ મિશન શરૂ થયું
જેમાં physical અને psychological ટેસ્ટ
પાસ કર્યા બાદ 20 વ્યક્તિઓની પસંદગી થઈ. ચૂંટાયેલા સભ્યોમાં પહેલી જરૂરિયાત શિસ્ત
અને વ્યક્તિની ફિઝિકલ ફિટનેસની હતી. સાથે સાથે એની ઉમર 30 વર્ષ કરતાં પણ ઓછી, ઊંચાઈ 1.7 m કરતાં ઓછી અને એનું વજન 70 kg કરતાં ઓછું હોય એ પસંદગીના પ્રાથમિક માપધોરણો હતાં. પસંદગી પામેલા આ 20 વ્યક્તિઓમાંથી
બધા જ ટેસ્ટમાંથી પાસ થનારા બે નામ એટલે Gherman
Titov અને Yuri Gagarin. અનેક પ્રકારના
ટેસ્ટમાંથી પસાર થયા બાદ પસંદગીની આ પ્રક્રિયામાં એક એવો પણ ટેસ્ટ હતો જેમાં 20
મેમ્બર્સમાંથી તમારે તમારા સિવાયના કોઈ વ્યક્તિની પસંદગી કરીને એનું નામ લખીને
આપવાનું હતું, અને એ નામ કે જેના પર સૌથી વધુ મહોર લાગી હતી એ
નામ Yuri Gagarin નું જ નામ હતું. પછી શું ? Yuri અને Titov બંને ‘Sochi Six’ નામના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાય
છે. જે પાછળથી Vostok -1 ના સહારે ઇતિહાસ સર્જી નાખવા
માટેનું પહેલું પગથિયું હતું.
Yuri Gagarin એ પોતાની સફરના પુસ્તક ‘ The Road to Space’ માં જણાવ્યુ છે કે એના વિકલ્પ તરીકે Gherman Titov ને સંપૂર્ણ રીતે બધી જ તાલીમ આપી ને તૈયાર કરાયો હતો. અને Yuri Gagarin આ જ વાત આગળ વધારીને સત્ય સ્વીકારતા કહે છે કે હકીકતમાં કદાચ Titov મારા કરતાં વધુ સક્ષમ અને લાયકાત ધરાવતો હતો. અને ખરા અર્થમાં કદાચ એટલે જ આ મિશન બાદના બીજા મિશન માટે એની પસંદગી કરાઇ હતી જે આ મિશન કરતાં પણ વધુ અઘરું હતું....! અને એ મિશન આ મહાન પડાવના માત્ર ચાર મહિના બાદ જ અમલમાં મૂકવાનું હતું એના ભાગ રૂપેની તૈયારી માટે જ Titov ને ખરા અર્થમાં તૈયાર કરતો હતો. અને બન્યું પણ એવું જ કે માત્ર ચાર મહિના બાદ Gherman Titov ભલે અવકાશમાં પહોચનાર બીજો અવકાશ યાત્રી હતો પણ સૌથી લાંબા સમય સુધી સફર કરનાર પહેલા નંબરનો અવકાશયત્રી બન્યો હતો. પણ આજે વાત માત્ર ને માત્ર Yuri Gagarin ની જ !
2020 સુધી માં 41 દેશના 562 અવકાશયાત્રીઓ અવકાશમા સફર કરી છે જેમાં 4 રશિયન અને 17 અમેરિકન અવકાશયાત્રીઓએ પોતાના જીવ ખોયા છે. પરંતુ દુનિયા હંમેશા યાદ રાખે છે પહેલા પહોચનાર ને જ ! અને એ નામ એટલે Alexie Ivanovich Gagarin અને Anna Timoleyevna Gagarina ના ચાર સંતાનોમાંથી ત્રીજા નંબર નું સંતાન Yuri Gagarin.
274 ટનના explosive રોકેટ ફ્યુઅલ પર બેસીને જ્યારે કોઈ સફર કરવા રવાના થવાનું હોય ત્યારે કયાંક તો મન અને હ્રદય વચ્ચે કઇંક ગડમથલ થતી જ હોય છે. ક્યાંક કઈક શુભ અશુભમાં માનવનું કે નસીબ જેવી વાતના ચમકારા મગજમાં ઉદભવવા વગેરે વગેરે.... અને આવું જ કઈક Yuri Gagarin સાથે પણ બન્યું હતું ! તો આ બધાની વચ્ચે જ્યારે Yuri Gagarin અવકાશી સફરે ઉપાડ્યો હતો ત્યારે એના મન વિશ્વમાં થયેલી થોડી ગડમથલો.....
કોઈપણ અવકાશયાત્રી - અવકાશી સફરની આગલી રાતે શું કરવાનું ??? તો જવાબ છે મૂવી જોવાનું અને એ પણ કોઈ ચોક્કસ જ ! ‘The White Sun of the Desert’ જે અમેરિકન પાશ્ચાત્ય પર રશિયાનોના ટ્વિસ્ટ પર આધારિત છે - એ જ જોવાનું !!!! પણ Yuri Gagarin એ મૂવી જોયું નહીં. આ સફરનો પહેલો અપવાદ આ વાત બની !
બીજા દિવસની સવારે તૈયાર થઈ ને Yuri Gagarin નિયત જગ્યા પર આવે છે જ્યાં પોતાના મિત્રો અને સ્ટાફના ઉત્સાહ વર્ધક શબ્દો, તાળીઓનો અવાજ- ચિંચિયારીઓ Yuri Gagarin ને એક નવું જોમ પૂરું પાડી રહ્યા હતા. સ્પેશિયલ આવકશ્યત્રીઓના કપડામાં સજ્જ Yuri Gagarin લોન્ચ પેડ તરફ આગળ વધી રહ્યો હતો. એ પહેલા તેને એક ચોક્કસ રૂમમાં લઈ જવામાં આવ્યો જ્યાં એક વિશિષ્ટ પ્રકારની ખુરશીમાં બેસીને તેને ઉપર નીચે કરીને આજુ બાજુ ફેરવીને પોતાની જાતને તૈયાર કરવાની હતી - આ ટેસ્ટને Zero- G Experiment કહેવતો હોય છે એને Yuri Gagarin એ ખૂબ જ સરળતાથી આ કસોટી પસાર કરી લીધી.
હવે, Yuri Gagarin ની લોન્ચ પેડ તરફની સફર ચાલુ થાય છે ! લોન્ચ પેડ તરફ જવાના રસ્તા પર સૌથી પહેલા Baikonur નો એક માર્મિક પડાવ આવે છે, જ્યાં વૃક્ષ ઉછેરેલા હોય છે. જ્યાં દરેક અવકાશયત્રીના નામે એક વૃક્ષની યાદ રખાઇ છે અને માવજત પૂર્વક સચવાયા છે. આજે ત્યાં પહેલું વૃક્ષ હતું. જે Yuri Gagarin ના નામનું હતું. Yuri Gagarin પોતાના નામે વિકસી રહેલા વૃક્ષને જોવે છે અને આગળ વધે છે. અને Yuri Gagarin ના માનસપટ્ટ પર તરત જ યાદ આવે છે કંપનીનો એક નિયમ કે જેમાં તમારે તમારી અને કંપનીએ બનાવેલી બધી જ વસ્તુઓ પર તમારા હસ્તાક્ષર કરી આપવાના હોય છે. એક મોટા બોર્ડ પર પણ ! જે કાયમ માટે સચવાયેલું રહેવાનું હોય છે. તમે જે રોકેટ પર સવારી કરવાના છો એના પર પણ હસ્તાક્ષર કરવાના રહે છે. કારણ કે તમારા હસ્તાક્ષર સાબિતી આપે છે કે આ યાનને તમે તમારી મુસાફરી માટે પૂરેપુરું યોગ્ય ગણ્યું છે. તમે એની પૂર્ણતાને ચકાસી છે એનો પુરાવો એ તમારા હસ્તાક્ષર છે. એવી જ રીતે આ વૃક્ષ જે તમારા હાથે જ રોપાયું છે અને તમારા જ નામે વિકસવાનું છે એ કદાચ તમારી ગેરહાજરીમાં તમારૂ પ્રતિક અને પ્રેરણા છે.
લોન્ચ પેડ જવા Yuri Gagarin બસમાં બેસીને રવાના થઈ રહ્યો છે ત્યારે રસ્તા પર Yuri Gagarin એ બસ ડ્રાઈવરને અચાનક જ બસ ઊભી રાખવા કહ્યું અને પોતાની જાતને થોડી ફ્રી કરવા માટે બસમાંથી નીચે ઉતાર્યો (હા, એ થોડો રિલેક્સ થવા ઈચ્છતો હતો) અને નીચે ઉતારી ને Yuri Gagarin એ બસના જમણી બાજુના ટાયર પાસે યુરીન કર્યું અને પછી તો આ પણ એક પરંપરા બની ગઈ. કે આવનારી દરેક અવકાશ સફર સમયે હવે આવું બનવાનું જ હતું. જેને દરેક રશિયન અવકાશયત્રી અનુસરવાનો હતો. હા, બસના જમણા ટાયર પાસે યુરીન કરવું એ એક પોઝિટિવ સાઇન તરીકે જોવવા લાગ્યું !!!! Yuri Gagarin ફરીથી બસમાં બેસે છે અને લોન્ચ પેડ પર પહોચે છે. યાન માં દાખલ થાય છે, યાન નો દરવાજો બંધ કર્યો. બધુ બરાબર છે એની ખાતરી કરી અને હવે એ ઉડયન માટે તૈયાર છે એની ખાતરી આપતા અંગુઠો ઊચો કરી (thumbs up) ને બતાવ્યો. સાથે સાથે પોતાની સીટ પરથી સામે દેખાતી અનેક બટનોથી સજ્જ એવી કંટ્રોલ પેનલને રિકવેસ્ટ કરી કે “mission control play some music over the intercom” અને રશિયન પ્રેમ ગીતોની આખી એક વણજાર ચાલી ! અરે, માનશો રશિયન પ્રેમ ગીતો પ્લે કરવા એ પણ પછી તો દરેક અવકાશી સફરની એક પરંપરા બની ગઈ.
Yuri Gagarin - Vostok -1 ની સીટ પર બેઠો છે અને અનાયાસે જ એના મોઢામાંથી શબ્દો સરી પડે છે કે ‘Poyekhali’ (Let’s go) ! યાન એક પછી એક કમાન્ડને અનુસરતું જાય છે અને આગળ ને આગળ વધતું જાય છે અને એના નિયત સમયે પૃથ્વીની ભ્રમણ કક્ષા છોડીને શૂન્યાવકાશમાં પહોચે છે અને તરત જ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલના ઉપરના ભાગમાં લટકતી ઢીગલી હવામાં તરવા લાગે છે અને Yuri Gagarin ને ખ્યાલ આવે છે કે હવે તે શૂન્યવકાશમાં છે. Yuri Gagarin પૃથ્વી પર પોતાના શબ્દો પાછા મોકલતા બોલે છે કે ‘ I feel well’. આમ અવકાશમાંથી બોલાયેલા આ શબ્દો એ પોતે એક ઇતિહાસ બની રહ્યા હતા. ઇતિહાસ આ શબ્દો થકી સર્જાઈ ચૂક્યો હતો અને એ ઘડીનો સર્જનહાર Yuri Gagarin હતો.
Yuri Gagarin ને લઈ જનારું Vostok -1 સ્પેસક્રાફ્ટ સવારે Moscow ના નિયત સમય 9:07 મિનિટે April 12, 1961 ના રોજ સફર પર ઉપડયું અને અવકાશમાં 1 ક્લાક 29 મિનિટ ના સમયમાં 187 માઈલના altitude પર પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી. મિશન કામયાબ રહ્યું અને રશિયા જાહેર કરે છે કે 27 વર્ષનો Yuri Gagarin પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યો છે અમે અવકાશમાં Vostok -1 માં Yuri Gagarin નામના અવકાશયાત્રીને મોકલ્યો છે. અને અમેરિકા સહિત આખું વિશ્વ સ્તબ્ધ હતું ! માનવજાતના ઇતિહાસમાં આ નામ સુવર્ણ અક્ષરોમાં અંકાઇ ચૂક્યું હતું. અમેરિકા – રશિયાના અવકાશી કોલ્ડ વૉરની આ એક મોટી જીત હતી. જેમાં અમેરિકા પાછળ રહી ચૂક્યું હતું.
ઇતિહાસ સર્જાઈ ચૂક્યો હતો, દુનિયાના ખૂણે ખૂણે રેડિયો
અને ટેલિવિઝન માનવ ઇતિહાસ માં આજ સુધી ન બનેલી ઘટનાની જ વાતો કરી રહ્યા હતા. Yuri
Gagarin કોઈપણ ખૂણે ચર્ચતું નામ બની ચૂક્યું હતું. Yuri Gagarin એ 108
મિનિટમાં સમગ્ર પૃથ્વીની અવકાશમાંથી પ્રદક્ષિણા પૂરી ઇતિહાસ તો સર્જી નાખ્યો, પરંતુ પાછા ફરતા સમયે લેન્ડિંગ માં થોડી ગરબડ જરૂર થઈ હતી. Vostok
-1 ના Decent module અને service
module ને જોડતા કેબલ એકબીજાને અલગ કરવામાં ફેઇલ જઇ રહ્યા હતા. જેને
કારણે આખું યાન હવામાં ઘર્ષણ પામતું ખૂબ જ ખરાબ રીતે આગળ વધી રહ્યું હતું છતાં
ક્યાંક નસીબ ખૂબ જ સરસ રીતે સાથ આપી રહ્યું હતું અને Yuri Gagarin ખૂબ જ સરળતા પૂર્વક Vostok -1માંથી eject થયો અને પેરાસૂટના
સહારે વોલગા નદીની નજીક Smelovka નામના ગામના એક ખેતરમાં કે
જ્યાં Anna Takhtarova અને એની મોટી દીકરી રીટા બટેટાની લણણી
કરી રહ્યા હતા ત્યાં આવીને પટકયો. નારંગી રંગના જુદા જ પ્રકારના કપડામાં
અવકાશમાંથી આવી ચડેલ Yuri Gagarin ને જોઈને એ બંનેને કુતુહુલ
થયું અને જ્યારે Yuri Gagarin એ પોતાનો હેલમેટ કાઢ્યો ત્યારે
Anna બોલી ઉઠી કે તું એ જ છો જે અવકાશમાં ગયો હતો અને
હકારમાં જવાબ આપતા અવકાશ યાત્રી બોલ્યો હા હું એ જ Yuri Gagarin !
Vostok -1 યાનના પાછા આવ્યાના બે દિવસ બાદ Yuri Gagarin Moscow માં હતો. ત્યાંના વડા Nikita
Khrushchew ની બાજુમાં ઊભો હતો. માત્ર 48 કલાક પહેલા થોડા જાણીતા
ચહેરાઓની ઓળખ સામો Yuri Gagarin અત્યારે દુનિયાના ખૂણે ખૂણે
ચર્ચતું નામ બની ચૂક્યો હતો ! અનેક માટે એ રોલ મોડેલ બની ચૂક્યો હતો તો કઈ કેટલાય પ્રશ્નો પૂછવા અનેક દેશના લોકો
આતુર હતા !
પરંતુ આ વિક્રમ સર્જક દિવસ ના 7 વર્ષ અને 15 દિવસ પછી એટલે કે 27 માર્ચ 1968 ના દિવસે એક વિમાની આકસ્માતમાં Yuri Gagarin આ દુનિયાને અલવિદા કહી જાય છે. પણ એક હ્રદયની વાત જે હમેશા મનની વાતથી ઉપર હોય છે એ બાકી હતી અને એ વાત Yuri Gagarin એ અવકાશમાં જતાં પહેલા લખી હતી ! પોતાની પત્નીને એક પત્ર લખ્યો હતો અને જો એ પાછો ન આવે તો એ ખોલીને વાંચી ને અનુસરવા કહ્યું હતું . આ પત્ર Yuri Gagarin એ પોતાના મિત્રને આપતા કહ્યું હતું કે જો કશું અજુગતું બની જાય તો આ પત્ર મારી પત્નીને આપજે ! Yuri પાછો તો આવ્યો પણ એ પત્ર ખોલીને વાંચવાની એની પત્નિની હીમત જ ન થઇ અને એ પત્ર એમ જ સચવાયેલો રહ્યો. આખરે એના મૃત્યુ બાદ એ પત્ર ખૂલે છે ! અને હવે, Yuri Gagarin ના એ પત્રને જ માણીએ !!!!!
10th April 1961
Hello my sweet and much loved Valechka, Lenochka and Galochka.
અત્યારે મને થયું કે તમારી સાથે માણેલી મજાની ક્ષણોને
વાગોળું ! રશિયન ગવરમેન્ટ કોમિશને મને અવકાશમાં મોકલવાનું નક્કી કર્યું
તેના માટે પ્રિય Valyusha, હું ખૂબ જ ખૂશ છું ; અને હું તારી સાથે રહીને પણ
એટલો જ ખુશ રહેવા માંગુ છું. કોઈ એક સામાન્ય માણસને આવકાશમાં માનવજાતના એક વિરાટ
કદમ માટે, રાષ્ટ્ર પસંદ કરે એ જ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ
ગણવી રહી ! અને એમાં મારી પસંદગી થાય આનાથી મોટી બીજી મોટી ગૌરવંતી ક્ષણ કઈ હોય
શકે ? નવી સદીનો આ જ નવો ઇતિહાસ હશે અને એમાં મારુ નામ હશે !
એક દિવસ બાદ મારા અવકાશ પ્રયાણ નો દિવસ છે. તું તારા રોજના રૂટિનમાં વ્યસ્ત હોઈશ. પણ મારા ખભા પર ખૂબ જ મોટી જવાબદારી છે. અને અત્યારે મને એવી ઈચ્છા થઈ કે મારા જીવનના આ મહાન પડાવ પહેલા તારી સાથે થોડી ક્ષણો વિતાવી લઉં. બે દિવસ બાદ તું મારા થી ઘણી દૂર હોઈશ પણ હું તને પ્રતિક્ષણ મારી સાથે જ મહેસુસ કરીશ.
હું ચોક્કસ કહીશ કે અવકાશયાનના મશીનના દરેક નાનામાં નાના ભાગ પર મને પૂરો વિશ્વાસ છે અને તેથી મને પૂરી ખાતરી છે કે હું સફળ થઈશ જ ! પણ ક્યારેક એવું પણ બને છે કે માણસ કોઈ ન કલ્પી સકાય એવા એક્સિડંટનો ભોગ બને છે અને જીવન ખોઈ બેસે છે. એવા અકસ્માતો ક્યારેક અહી અવકાશમાં પણ બની શકે છે. છતાં, મને પૂરો વિશ્વાસ છે, કે મારી સાથે એવો કોઈ અકસ્માત નહીં જ બને ! પણ જો કદાચ એવું કઇક બની જાય તો પ્રિય valyusha હું તને એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે તું દુખી થઈને ખોટો સમય ન વેડફતી. જિદગી એ તો જિંદગી છે , આપણે બધે જ સલામત નથી હોતા. કોઈક કાર પણ ક્યારેક જીવ લઈ શકે છે.
આપાણી દીકરીઓની કાળજી રાખજે; હું જે રીતે એમને પ્રેમ કરું છું - એમ જ એમને પ્રેમ કરજે. એમને કોઈ આળસુ માં ની જેમ મોટી ન કરતી, પણ એમને એવી તૈયાર કરજે કે જીવન ના કોઈ પણ પડાવ પર એ હમેશા ખરી ઉતરે. નવી સમાજ વ્યવસ્થામાં કેવી રીતે ઉપયોગી થવાય એ એમને ખાસ શીખવજે ! કદાચ એ સપના પૂરા કરવામાં રાજ્ય સરકાર પણ તને મદદ કરશે.
તારી પોતાની નિજી જિંદગીમાં તારે જેવી રીતે સેટ થવું હોય એમ
થાજે, તારા અંતરાત્માના અવાજ ને અનુસરજે ! હું તારા પર કોઈ જ બંધન
લાદવા નથી માંગતો અને એવા કોઈ બંધન લાદવાનો મને કોઈ અધિકાર પણ નથી એમ હું માનું જ છું.
ક્યાંક આ પત્ર તને ન ગમે એવો નિરાશાથી ભરેલો લાગશે ! પણ હું એવું કઈ જ અનુભવ નથી કરતો. હું પણ એવું જ ઈચ્છું છું કે તારે પણ આ પત્ર જોવાનો વારો ન આવે. અને હું પણ એવું જ ઇચ્છિશ કે મારે પણ આવી કોઈ શરમજનક સ્થિતિ જોવી ન પડે. પણ જો કઈક ખોટું બની જાય કે થઈ જાય તો તારે કઈક તો મારી પાસેથી જાણેલું હોવું જોઈએ ને એના ભાગ રૂપે આ પત્ર છે. હું, એક પ્રમાણિક અને સાચી જિંદગી જીવનારો માણસ છું, મે અનેક લોકો ની સેવા કરી છે એમાંની જ આ પણ એક નાની સેવા નો જ ભાગ છે જે મે સમગ્ર માનવજાતના નવા ભવિષ્ય માટે ભરેલું એક અનોખુ પગલું છે. મે મારા બાળપણ માં Valery Chakalov ( Legendry Test Pilot ) ના શબ્દો વાંચ્યા હતા કે “ If being, then be first”. અને હું એ જ પહેલો બનવા માંગુ છુ. અને એના માટે હું છેલ્લા શ્વાસ સુધી સતત પ્રયત્નો કરીશ જ ! Velenchka, હું મારી આ સફર આપણી નવી સમજવ્યવસ્થા, માતૃભૂમિને અને વિજ્ઞાનને અર્પણ કરવા માગું છું જેના આપણે એક અભિન્ન અંગ છીએ.
મને પૂરો વિશ્વાસ છે કે થોડા જ દિવસો માં આપણે પાછા ભેગા હોઈશું અને ફરીથી એ જ મજાની જિંદગી જીવીશું. Velechka, please મારા માતા પિતાને ભૂલતી નહીં. મારી ગેરહાજરી માં એમને મદદરૂપ થવાની તને જે તક મળી છે એને સરસ રીતે નિભાવજે ! આ સિક્રેટ મિશનની જાણ એમને નથી જ, માટે આ વાત જે એમનાથી છુપાવી છે એ માટે એમની માફી માંગવાનુ કામ પણ તારે જ કરવું પડશે.
અને છેલ્લા મને એવું પ્રતીત થઈ રહ્યું છે કે હવે હું તમને
સૌ ને Good Bye કહું ! તમને સૌને પ્યાર ભરી જપ્પી અને kiss.
વહાલી દીકરીઓ તમારો પિતા અને Yura .
Excellent write up. This deserves to be published in the safari magazine.
જવાબ આપોકાઢી નાખો