આજે ફરીથી સાબિત થયું કે celebration ને વળી કેવું બંધન ? તમારું મન હોય ને ઈચ્છાઓને વાચા આપવી હોય તો તમે જ્યાં છો ત્યાં જ celebration ! આજે મારી 14મી લગ્નતિથિ ! હું અત્યારે મોરબીમાં છુ અને રાજશ્રી વડોદરામાં ! ગઈ કાલે રાત્રે જ એને ફોન કરીને કહ્યું કે બોલ કયું ગીત યાદ આવે છે અને અમારા બન્નેનો એક જ જવાબ હતો બાગબાનનું ગીત મેં “યહાં તું વહાં......" રાજશ્રી એ મજાથી એ ગીત ગાયું અને પછી મેં એને મજાનો લખેલો પત્ર વાંચી બતાવ્યો જાણે સમય અને અંતર બન્ને અમારી વચ્ચે ખરી પડ્યા ! આ પત્ર વાંચી લીધા બાદ એની ખુશી એટલી જ મહેસુસ કરી જેટલી અમે બન્ને સાથે હોઈએ ત્યારે કરી હોય ! પણ આજે જાણે નિલેશકાકાએ બધુ પહેલેથી જ નક્કી કરી રાખેલું કે આજે SEZ VITRIFIED માં અજીતકુમારને કેક કપાવડાવવી જ છે અને અનેક આશ્ચર્ય વચ્ચે મને ઉપર બોલાવવામાં આવ્યો અને સમગ્ર સ્ટાફની સાથે celebration થયું ! રાજશ્રીને online video call જોડ્યો અને જ્શ્ને જલસાનો માહોલ જામ્યો ! દૂરસુદૂર પણ સાથે અમે કેક કાપી અને anniversaryની એક અલગ જ અંદાજમાં યાદગાર ઉજવણી કરી ! SEZ VITRIFIED અને ખાસ કરીને નિલેશકાકાનો ખૂબ ખૂબ આભાર ! ક્યાંક મોરબીમાં કોઈક ફેકટરીમાં આવી ઉજવણી થવી એ જ જાણે મજાની વાત ! જે હોય તે યાદગાર દિવસ બનાવાવ બદલ ફરીથી SEZ VITRIFIED ને Thank you !
આટલી વાત કરી જ નાખી છે તો લો રાજશ્રીને લખેલો મજાનો પત્ર આજે તમારી સમક્ષ પણ મૂકી જ દઉં બીજું શું ?
પ્રિય રાજશ્રી,
Happy Marriage Anniversary,
આપાણી આ 14મી લગ્નતિથિ ! 14th Marriage Anniversary – IVORY તરીકે ઓળખાતી હોય છે. માટે આ 14th શબ્દ જ ન લખવાનો હોય ! ડાયરેક્ટ એમ જ કહેવાનું હોય કે Happy Ivory Marriage Anniversary ! અને આ Ivory anniversary એવી છે કે જેમાં હું અને તું સાથે નથી. જે હોય તે ક્યારેક એવું પણ બને ! અને હું તો કહું છુ કે ક્યાંક તો બન્યું એ સારું પણ થયું કારણ કે કદાચ આ વિરહ જ આપણી અંદર સળવળતી સંવેદનાને કે લાગણી ને વધુ ભીની કરે છે વધુ મજબૂત કરે છે અને નજીક લાવે છે. તેમ છતાં બાગબાનનું એ ગીત સાંભળીને થોડો દિલાસો મેળવીએ !!!!!
“ મેં યહાં તું વહાં......”
જીવન સીધી લીટી જેવુ જ હોવું જોઈએ એવું કોણે કહ્યું ? અને કદાચ જો કોઇકે કહ્યું હોય તો એ મને મંજૂર નથી ! સીધી લીટી પર કે ટ્રેક પર તો ટ્રેન ચાલે ! વાંકાચૂંકા રસ્તા પર ચાલવાની જે મજા છે એમાં આગળ શું છે એનું એકસાઈટમેન્ટ પ્રતિક્ષણ રહેતું હોય છે. હું અને તું બંને આ એકસાઈટમેન્ટને માણનારા છીએ, તો વળી બીજા શબ્દોમાં કહું તો પ્રક્ષેપિત વેગ મેળવવા માટે 45 ડિગ્રીના ખૂણે નમવું પણ પડે ! બસ અત્યારે એમ જ સમજવાનું કે એ 45 ડિગ્રીનો ખૂણો પ્રાપ્ત કરવા થોડી મથામણ કરી રહ્યા છીએ અને પછી સીધો જ પ્રક્ષેપિત વેગ પ્રાપ્ત કરીશું ! જે હોય તે આ બધી મથમણોણો સરવાળો એટ્લે જ જીવન ! આ બધાની વચ્ચે સમયને પ્રતિક્ષણ માણતા રહેવાનું-જાણતા રહેવાનું અને સાથે સાથે દોડતા રહેવાનું. પ્રિયે, 14 વર્ષ સાથે રહીને પામેલી આપણી સમજણ એટેલી નાની થોડી છે કે એ મોરબી-વડોદરા વચ્ચેનું અંતર અતિક્રમી ન શકે ! આટલા વર્ષોના સહવાસમાં આપણે એટલું તો ચોક્કસ પામ્યાં જ છીએ કે આપણાં વચ્ચે કાયમ સમય અને અંતર નામની રાશિ ખરી પડે ! અને એ જ તો આપણી ખરી જીત છે ! Love you darling ! દૂર હોય કે નજીક પ્રત્યેક શ્વાસે શ્વાશી છે તને અને પ્રત્યેક પળે ચૂમી છે તને ! આ મારો પ્રેમ છે તો જીવનના દરેક પડાવ પર તું કદમ મિલાવીને મારી સાથે જ રહી છો અને આપણાં સપના પૂરા કરવા મારી સાથે જ તું ભરપૂર વરસી છો તો અત્યારે પણ મુસળધાર વરસી જ રહી છો. એ જ તો આપણું મિલન ! બાકી તો, મારું પ્રિય વાક્ય હવે તો તું પણ એટલી જ સહજતાથી બોલતી થઈ ગઈ છો કે ‘ યે ભી બીત જાયેગા...’ સાચું કહું, તું આવું બધુ બોલે છે ત્યારે અજીત હમેશા રાજશ્રીમય હોય છે. 21 મી સદીનું આ 21 મુ વર્ષ છે ! કઈક પામી જવાની – કઇંક નવું ક્રિએટિવ કરી જવાની આ સદી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આપણે બંને એવું જ કઇંક ઓફ બીટ કરી જવા જ સર્જાયા છીએ. બસ એ ક્ષણ અને એ મોમેન્ટની રાહ છે. હવે વધારે કઈ જ નથી કહેવું પણ છેલ્લા ખલીલ ધનતેજવીની એક કવિતાના શબ્દો થોડા ફેરફાર સાથે તારા માટે .....
લે આ મારી જાત ઓઢાળું તને !
રાજશ્રી ! શી રીતે સંતાડું તને !
તું ભલે દિલમાં રહે કે આંખમાં
ક્યાય પણ નીચી નહી પાડું તને !
કાઇ પણ બોલ્યા વગર જોયા કરું
મૌનની મસ્તીથી રંજાડું તને !
તું નહિ સમજી શકે તારી મહેક
લાવ કોઈ ફૂલ સુઘડું તને !
કોક દિ’ એકાંતમાં ખપ લાગશે
આવ મારી યાદ વળગાળું તને !
તે નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખડું તને !
ઘર સુધી આવવાની જિદ્દ ન કાર
ઘર નથી, નહિતર હું ના પાડું તને !
લે આ મારી જાત ઓઢાડું તને.......
Love you & Miss you Darling
- Ajit Kalaria