શબ્દાંજલી-હ્રદયાંજલી-યાદાંજલી-શ્રદ્ધાંજલી
----------------------------------------
-----------------------
સહજ અને મળતાવળું એક 17 વર્ષનું વ્યકતિત્વ એટલે હર્ષ. 9 તારીખની સાંજે હર્ષ હજુ તો આત્મજયોતિ મંદિરમાં એના અદા (નારયણભાઇ)ને બધા જ ભગવાનના દર્શન કરીને મળે છે અને કહે છે અદા હવે હું જાવું છું કથા ચાલુ છે ને તમારે આગળ જવાનું હશે... અને એ મળીને ઘરે પહોંચે છે. આગલા દિવસે એના ટેનિસના સર મળ્યા હતા અને નક્કી કર્યું હતું કે કાલ સાંજથી હું રમવા આવીશ. લગભગ સાંજના સાડા સાતની આસપાસ ઘરેથી એકટિવા લઇને એ ટેનિસ રમવા નિકળે છે અને ઘરથી માંડ અડધો કિમી દુર ગયો હશે અને એક એક્સિડન્ટ થાય છે. માથામાં ઇન્જરી થાય છે. હજુ સવારે જ શૈલેષ કાકા(પોતાના પપ્પા)ને કહ્યું હતું કે આપણે કાલે જઇને હેલમેટ લઇ આવીશું. પણ નિયતિ કંઇક અલગ જ વણાંક લઇને ઉભી હતી કાળદેવતાને એ મંજુર ન હતું. એક્સિડન્ટ બાદ અનેક દવા અને દુવાની સામે પરિજનો અને સ્વજનો સૌની હાર થઇ અને માત્ર કાળદેવતાનું જ ધાર્યુ થયું. માણસજાતને સદીઓથી મૃત્યુંજય બનતા રોકતી એક માત્ર પળ એટલે મૃત્યુ. બસ આ પળ જ સાબિત કરી આપે છે હજુ કંઇક એવું છે જ્યાં માણસે વિજયી બનવાના વલખા પુરે પુરા માર્યા છતાં સફળ થયો નથી અને મૃત્યુંજ્ય બન્યો નથી. સ્વજન મૃત્યુ પામે અને માત્ર યાદો જ એક અસ્તિત્વ બનીને રહી જાય છે. એના વિચારોનો વિસ્તાર વધે છે પણ સત્ય એનું એ જ રહે છે કે હવે એ ક્યારેય આપણી વચ્ચે નથી. હર્ષ આજે અમારી વચ્ચે નથી એ કડવી વાસ્તવિકતાનો ઘુંટડો ઉતાર્યે જ છુટકો છે છતાં મારે કહેવું પડે છે કે મૃત્યુનો સ્વિકાર પરિજનોને હાઇડ્રોજન સાઇનાઇડ જેટલો જ ઘાતક લાગતો હોય છે. આજે એ જ અનુભૂતિ મને પણ થાય છે. આજે મન ફરીફરીને ઉતર શોધે છે કે જીવન 17 વર્ષ જેટલું ટુંકું પણ હોઇ શકે ? આજે મારું મન કઠોપનિષદના નચિકેતાની જેમ યમરાજ સાથે સંવાદ ઇચ્છે છે. ક્યાંક એ ચિત્રગુપ્તના ચોપડાના હિસાબો જોવા મન વલખા મારે છે. પણ મજબુરી એ જ છે કે હું નચિકેતા નથી. નચીકેતાની જેમ યમરાજ પાસે પહોંચતા આવડતું નથી. પણ એ પણ એક હક્કિત છે કે હવે મારે અને હર્ષના પરિવારજનો કે સ્વજનોએ જીવનના અંત સુધી માત્ર ને માત્ર હર્ષની યાદો સાથે જ જીવવું પડશે.
ખરેખર તો હર્ષ એના નામને ચરિતાર્થ કરીને જ જીવન જીવ્યો એ સતત હસતો રહ્યો. મેં એને ક્યારેય ખરાબ મુડમાં જોયો જ નથીને ! એ સતત વિકસતો રહ્યો. એના ખરા વિકાસની શરૂઆત તો હવે હતી, એ ખરા અર્થમાં એના પપ્પાની જેમ સંબંધોનો માણસ હતો એને વિદાય દેવા એના અનેક મિત્રો અને શિક્ષકો આવી ગયા હતાં એ વાતની એ સાક્ષી પુરતા હતાં. વિદાયવેળાએ દરેક ડૂસકાં અને કારૂણ્ય રૂદન પાછળ મેં એના પ્રત્યેની લાગણીની હુંફ અને લગાવને અનુભવ્યો. જો એ હજુ જીવ્યો હોત તો આ હૂંફ અને આ લગાવનો ઘેરાવો ઘણો મોટો હોત. પણ...આ જો વાળી વાત હવે એક કડવો ઘુંટડો બની ચુકી છે અને એને સ્વિકાર્યે જ છુટકો. ચંદ્રકાંત બક્ષીએ કહ્યું એ જ મારી મનો દશા હતી કે “મૃત્યુ ઇશ્વરમાં વિશ્વાસ અને અવિશ્વાસ બન્ને લાવી દે છે. એ આત્માની અંતિમ હાર છે.” કંજ મને અનેક પ્રશ્નો પુછે છે થોડા જવાબો આપીને મારે કહી દેવું પડે છે હજુ સુધી આ પ્રશ્નનો જવાબ શોધાયો નથી કે મારી પાસે નથી. મારે મારું અજ્ઞાન સ્વિકારી લેવું પડે છે. છેલ્લે કહી દવું છું કે હર્ષમામા આકાશમાં સ્ટાર બની ગયાં. છતાંય એ પણ એક હક્કિત છે કે સત્ય સ્વિકારીને લાગણીઓને ઝુકાવવી પડે છે. હર્ષ સાથે વિતાવેલી પળો એ જ યાદો છે એ સત્યને ગળે લગાવવું જ પડે છે. પરિવારમાં સૌથી વધુ સ્પોર્ટસમેન સ્પિરિટ એનામાં જ હતો. કારણ કે સ્પોર્ટસ તો એની રગેરગમાં હતું. એ ટેબલ ટેનિસ અને ફુટબોલ સરસ રમતો તો વળી ક્યાંક એ સ્કેટિંગ તો ક્યાંક ટેનિસ એના ફેવરીટ સ્પોર્ટસ હતાં. સ્કેટિંગમાં એ નોનસ્ટોપ 4 કલાકની રેસમાં લિમ્કાબુકમાં પોતાનું નામ નોંધાવી ચુક્યો હતો, હર્ષ પોતે એક સારો સ્વિમર પણ હતો. તો આ દર્દનાક ક્ષણ પણ ત્યારે જ બની જ્યારે એ ટેનિસ રમવા જતો હતો. ધોરણ 10ની એક્ઝામ આપ્યા બાદ પહેલો જ દિવસ તો હતો કે એ રમવા માટે જતો હતો. જ્યારે આ લખું છું ત્યારે એમ થાય છે કે દોસ્ત તારું રિઝલ્ટ અમે કેવી રીતે જોઇશું. આ તે કેવો ન્યાય કે પરિક્ષાના પરિણામ પહેલા જ જીવનનું પરિણામ પુરુ થઇ જાય ! તારું રિઝલ્ટ એ જ કદાચ અમારા માટેની છેલ્લી યાદ બની રહેશે.. સાચું કહું તારા વગર શૈલેષકાકા સામે જીદ્દ કોણ કરશે ? આરગ્યુમેન્ટ કોણ કરશે ? મારી સાથે પક્ષલઇને રાજશ્રી, કિનું કે ઉર્જાને હેરાન કોણ કરશે ? પરિવારના છ ભાઇ-બહેનના ગ્રુપમાંથી પાંચ થઇ ગ્યા... તને ખબર છે એ પાંચેય તારી સાથેના ફોટા શોધી શોધીની ભૂતકાળને યાદ કરીને આંખો ભીની કરી દે છે... તારા વગર અમને બધાને એ જય અંબેનો monster shake ફિક્કો લાગાશે એનું શું ? કિનું કહે છે એમ કે તારી સાથે હજુ કોફી કલ્ચરમાં જવાનું પણ બાકી હતું એનું શું ? મને એ દિવસ યાદ આવી જાય છે કે આપણે બધા જ સીધા બરીસ્તામાં ગયા હતા અને એકમાત્ર તું જ હતો કે જેને કેપેચિનો પીને ભરપુર વખાણ કર્યા હતા આપણે બન્ને જ એક પક્ષમાં હતા....હંમેશા એવું બનતું કે ત્રણેય બહેનોના વિચારો આપણા બંન્નેના વિચારોથી થોડા અલગ પડતાં અને આપણે બંન્ને એક થઇ જાતા... ચાચુ જોડે ગુબાલજાંબુની શરત કોણ લગાવશે ? આવી તો કેટલી યાદોને અમે વાગોળશું...તું ખરેખર તારા પપ્પાની જેમ જ મહેફિલનો માણસ હતો. એક્લા એકલા માણવું એ તારી ફિતરત ન હતી. સાચું કહું હું શૈલેષ કાકા સાથે વાતો કરતો ત્યારે કાકા કહેતા કે કુમાર મારે હર્ષની ઇચ્છા છે એ જ કરવું છે. તારા માટે એ હંમેશા તારી માંગ પુરી કરી આપવા તૈયાર જ રહેતા પણ એ થોડા સમયની રાહ જોનારા હતાં અને તું મારી જેમ તરત જ જોઇએ વાળો હતો. મને ખબર છે તને મારી જેમ જ ગેઝેટસ ખૂબ ગમતાં. ઓટોમોબાઇ હોય કે મોબાઇલ હોય તને એ બધામાં ખુબ જ રસ પડતો અને એ તારા પ્રિય ક્ષેત્રો પણ હતાં. તું આ બધામાં ફુલ્લી અપડેટ રહેતો. પણ હવે આ બધું માત્ર વાતો જ બનીને રહી ગયું છે. અને તું એક યાદ.... દરેક તહેવાર સાથે ઉજવ્યા છે દરેક તહેવારને એક મહેફિલ બનાવીને ઉજવ્યો છે અને હવે એ બધું તારા વગર ફિક્કું લાગશે એ પણ એક હક્કિકત છે. તમારા 6 ભાઇ-બહેનોમાંથી મને સૌથી વધું તરફદારી કરવી ગમતી એ જ પાત્ર આજે નથી એનો વસવસો કાયમ કોરી ખાસે. માનસપટ પર તારી સાથે વિતાવેલ ક્ષણો એક ચલચિત્રની જેમ સતત પસાર થયા જ કરે છે. તો કંજ અને ઓમ પણ તને એટલો જ મિસ કરશે કારણ કે એમને પણ તારી સાથે રહેવાની અને ફરવાની એટલી જ મજા આવતી. આજે પણ રસિલાઆન્ટિ (તારા મમ્મી- માંની મમતા) મને વેધક પ્રશ્ન પુછે છે કે તમે બધાએ એને રોક્યો કેમ નહી? પણ અમે સૌ અને અમારી અઢળક દુવાઓ સામે કાળ દેવતાનો વિજય થયો બસ એ જ શબ્દો છે બીજુ તો શું કહું ? પરિવારે એક ઉત્સાહિત, હિંમત અને સાહસથી તરવરતો યુવાન ખોયો છે જેની ખોટ કેમેય કરીને પુરાય એમ નથી. હિંમત રાખવી જ પડશે અને સત્યને સ્વિકારવું પડશે. કોણ તને યાદ નહી કરે. આખા સંયુક્ત કુટુંબમાં સૌથી ઉંચો તું અને જીવન આટલું જ જીવ્યો... મન નથી મનતું. પણ મન મજબૂત કરવું પડે છે અને સત્યને સ્વિકારવું પડે છે યાદોને જ જીવંત રાખવી પડશે અને જીવવું પડશે. બાકી અત્યારનો સમય તો તારી સદગતિ થાય એ પ્રાથનાનો છે તો બસ છેલ્લે એ જ વેદની પ્રાથના
અસતો મા સદગમય |
તમસો મા જ્યોતિર્ગમય |
મૃત્યોર્મા અમૃતં ગમય ॥

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો