હર્ષ એટલે જેના જીવનમાં ખરેખર આનંદ અને ઉલ્લાસ ભરેલ હતો એવું અનોખું વ્યક્તિત્વ કે જેણે પોતાના નામને ખરા અર્થમાં સાર્થક કર્યું . જીવનની પ્રત્યેક ક્ષણને ભરપૂર માણી અને જીવી, એવું ગમતું ઉલ્લાસ અને નિખાલસતાથી ભરેલ વ્યક્તિત્વ એટલે હર્ષ. જીવનની પ્રત્યેક પળે દરેક સાથે હળીભળી અને મોજ કરાવતું સૌનું પ્રિય પાત્ર એટલે હર્ષ .જીવનના પ્રત્યેક વણાંક પર લોકો સાથે સતત નવા આયામ સર કરી પોતાના સંબંધોનું સરોવર મોટું કરનાર અનોખું વ્યક્તિત્વ એટલે હર્ષ.
ભણવાની સાથે સાથે સ્વીમીગ, ટેબલ ટેનિસ કે લોન ટેનિસ એ એના પ્રિય રમતના ક્ષેત્રો હતા તો વળી સ્કેટીંગમાં તો હર્ષ અનેક મેડલ જીતી એક વર્ષે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નામ લખાવી ચુક્યો હતો. પોતાનો ભાઈ હોય કે બહેન પોતે કંઈક નવું જાણ્યું એ શેર ન કરે તો એ હર્ષ કેમનો ? કંઈક નવું ખાવા જવાનું હોય કે જોવા જવાનું હોય હર્ષ એકલો ક્યારેય ન જ હોય. ખાઈ ને ખવરાવનારો હતો તો વળી મહેફિલ માણીને મોજ કરનારો જીવ હતો. મોબલાઈ હોય કે ઓટોમોબાઇલ હોય નોલેજની બાબતમાં એ પોતાની ઉમર કરતાંય ઘણો આગળ રહેતો, નવા અપડેટેડ ગેઝએટ એ તો એની હંમેશા પહેલી પસંદ રહેતી
દરેક તહેવારને જલસો કરીને સાથે ઉજવ્યા તો દરેક બર્થ ડે એક ઉત્સવ બની રહેતો
પીઝા મળે તો જાણે દુનિયાનું સર્વસ્વ મળી ગયું એવું લાગતું
આખા ઘરમાં નાનાથી માંડીને મોટા સુધી સૌના પ્રિયતાનો પર્યાય એટલે હર્ષ
તારૂ મિત્ર વર્તુળ પણ મોટું અને પાછા બધા જમાના સાથે અપડેટ, નવી ટેક્નોલોજી અને નવી વિચારધારાની પુરેપુરી ખબર રહેતી એવું પૂર્ણકળાંએ ખીલેલ અનોખું વ્યક્તિત્વ એટલે હર્ષ, અને પાછું આ બધૂ જાણીને વહેંચવું એ તો એનો પ્રિય વિષય,
તારા આ અપડેશનના કારણે જ તો તારા પપ્પાની સરળતાને ફેશનનો નવો આયામ મળ્યો હતો.
કંજ અને ઓમ તારી આસપાસ મામા અને કાકાની બૂમો પાડીને ફર્યા કરતા તો મોટાઓ વચ્ચે ક્યાંરેક શાણપણની એવી વાત વહેંચી દેતો કે બસ બધા હસ્યા કરે. ઉત્સાહ, ઉમંગ અને સફળતાના પર્યાય સામો સવસાણી પરિવારનો કદમા સૌથી ઉંચો એવો એક વ્હાલપનો દરિયો એવો હર્ષ આજે તને શબ્દાંજલિ આપતા હૈયું ધ્રૂજે છે અને શબ્દો ઓછા પડે છે તારી ખોટ અમે કેમ કરીને પૂરીશું ? છતાં તું અમારી પાસે અમારે હૈયે જ વસેલો છો અને કાયમ રહીશ એમાં કોઈ શંકા નથી. છેલ્લા વેદના એ જ શબ્દો સાથે તને પ્રાર્થના કે
અસતો માં સદગમય।
તમસો માં જ્યોતિર્ગમય।
મૃત્યુર્માં અમૃતં ગામય।
==========================
===========================================================================
હર્ષ એટલે જેના જીવનમાં ખરેખર આનંદ અને ઉલ્લાસ ભરેલો હતો એવું અનોખું અનોખું વ્યક્તિત્વ કે જેણે પોતાના નામને ખરા અર્થમાં સાર્થક કરેલું હતું.
ક્યાંક તું સ્કેટિંગમાં માસ્તર હતો તો ક્યાંક આ દુ:ખદ ઘટના જ્યારે બની ત્યારે તું ટેનિસ રમવા જાતો હતો. હજુ તો તારા 10 ધોરણના વેકેશનનો આ પહેલો દિવસ માણવા જ તો જતો હતો.
કદાચ આખા ઘરમાં પ્રિયતાનો પર્યાય જ તું હતો. તારી ચોઇસ એ તારા અપડેશનને હંમેશા બયા કરતી હતી તો તારી જુદી પડી આવતી પર્સનાલીટી એ તારું નોખું વ્યક્તિત્વ હતું
ક્યાંક તારી જીદે જ તો થોડા અંશે તારા પપ્પાની સરળતાને એક ફેશનનો નવો આયામ મલ્યો હતો.
ફાસ્ટફુડ ખાવું એ તો જાણે તારા માટે મોટી મહેફીલ બની રહેતી. તું માત્ર ખાઇને છ્ટકી જનારો ન હ્તો પણ ખવરાવીને ખાનારો માણસ હતો.
તને ગમતી ગેઝેટની દુનિયા હજુ તો તારા પપ્પા તને આપવા માટે આતુર હતા.
હા તને ગેઝેટ એટલા ગમતા કે તું કંઇક નવું જોતો એટલે તારી માંગ તરત જ આવી જતી કારણ કે તું રહેતો પણ એવા જ અપડેટેડ માણસોના ટચમાં.
તું કંઇક જાણીને એને વહેંચનારાઓમાં સ્થાન ધરાવતો
બધા ભાઇ બહેનોમાં કદમાં સૌથી ઉંચો પણ જીવન આટ્લું જ જીવ્યો કોઇ માનવા તૈયાર નથી.
તારો ઉતરાયણનો ક્રેઝ તો તારો વેકેશનમાં ફરવા જવાનો ક્રેઝ અમને આખા ફેમિલીને જલસા કરાવતો
કંજ અને ઓમ પણ તારી આસપાસ મામા અને કાકાની બુમો પાડીને ફર્યા કરતા તો મોટાઓ વચ્ચે ક્યારેક શાણપણથી એવી વાત વહેંચી દેતો કે બસ બધા હસ્યા કરતા.