રવિવાર, 17 ફેબ્રુઆરી, 2019
Happy Birthday Nilesh
મિત્ર એટલે આપણી વૈચારીક વેવલેન્થ સાથે મેળ
પડે એવું પાત્ર કે આપણી એ વેવલેન્થને આપણને ખબર પણ ન પડે એમ ચુપચાપ સહન કરી લે
એવું પાત્ર કે આપણા દરેક પાગલ કે ગાંડાઘેલા વિચારો સાથે હંમેશા સાથે હોય એવું
પાત્ર. મિત્ર એટલે મોજનો દરિયો, સુખની બેલેન્સશીટ, આપણી દરેક ખાનગી કહી શકાય એવી
વાતોનું એક સૅફ ડિપોઝીટ વૉલ્ટ, આપણી ભૂલો પર છેકો ન પાડે પણ ચુપચાપ આપણને ખબર પણ ન
પડે એમ ઇરેઝ કરી દે એ મિત્ર. સરવાળા-બાદબાકીથી પર એવું સંબંધનું ગણીત એટલે
મિત્ર. જ્યાં માત્ર ગુણાકારને જ સ્થાન હોય એ મૈત્રીનું સાચું ખાનું. મારા જીવનની જ
વાત કરું તો કહીશ કે સુરેશ દલાલે કહ્યું હતું એમ કે મારી જન્મકુંડળીમાં મિત્રનું
સ્થાન ખૂબ મજબૂત છે. એવું જ કંઇક મારું પણ છે. મારા જીવનમાં એટલા મિત્રો મળ્યા કે વાત ન પૂછો. ફાયદો
ઉઠાવનારા પણ મળ્યા તો ફિદા થનારા પણ મળ્યા. શતરંજરૂપી જીવન પર ચાલ ચાલનારા પણ મળ્યા તો ખભે માથુ
મુકીને રડી પડાય એવા મિત્રો પણ મળ્યા. સફળતામાં પણ હાંસિયામાં ધકેલનારા મિત્રો
મળ્યા તો નિષ્ફળતામાં પણ પાનો ચડાવનરા
મિત્રો મળ્યા. બાકી રહી ગયેલ હોમવર્ક પુરૂ કરી આપનારા મિત્રો પણ મળ્યા તો ક્યાંક આપણા
ભોગે પોતાની ઇમેજ વધારનારા મિત્રો પણ
મળ્યા. કર્મબંધનમાં બાંધનારા મિત્રો પણ
મળ્યા અને એને તોડનારા મિત્રો પણ મળ્યા. દિલ ખોલીને બધુ જ કહી દેનારા મળ્યા તો બસ
મને આખે આખો સ્કેન કરીને કંઇ પણ ન બોલનારા મિત્રો પણ મળ્યા. પણ આ બધામાં નિલેશનું
સ્થાન મારા જીવનમાં કંઇક અલગ રહ્યું છે. નિલેશ એટલે મારા જીવનનો સૌથી કરીબી મિત્ર
એવું ચોક્કસ કહીશ. સરળ સ્વભાવ અને લાગણીથી ભરેલ વ્યક્તિત્વ એટલે નિલેશ. આ એક એવું
વ્યક્તિત્વ છે કે જે કોઇપણ સ્વાર્થ વિના પહેલેથી મદદ કરવા હંમેશા તૈયાર હોય છે.
અમે જ્યારે નાના હતા ત્યારે મને મેથ્સ શિખવવામાં એનો બહુમુલ્ય ફાળો રહ્યો છે. એ
હંમેશા મારા કરતા પહેલા દાખલો પુરો કરી લેતો અને મને કેટલાય કૉન્સેપ્ટ ક્લિયર કરાવવામાં
પણ એનો એટલો જ ફાળો, આ સિલસિલો ધોરણ 8થી લઇને બી.એસસી.ના છેલ્લા વર્ષ સુધી ચાલ્યો.
આ સમગ્ર સમય દરમ્યાન અમે બન્ને અનેક
બનાવોના સાક્ષી રહ્યા. સાથે સયકલ લઇને સ્કુલે કે ટ્યુશન જાતા.. બાઇક કે મોપેડ પર
સાથે જવામાં વારા કાઢતા તો એક સમયે (ધોરણ 8માં) જ્યારે અમારા ઘર પાસેથી નવી નવી
કેનાલ નિકળી હતી તો સાઇકલ લઇને ત્રણ ચાર મિત્રો નિકળી પડ્યા અને પહોંચી ગ્યા
નિમેટા ગાર્ડન જેમાં અમે બન્ને સાથે હતા. મારી લખાયેલી કોઇ કવિતા હોય કે કોઇ
વકતૃત્વની સ્ક્રિપ્ટ હોય એ જ મારો પહેલો શ્રોતા હતો. અમે સાઇકલ ચલાવતા હોઇએ અને
રોજ હું એને કંઇક સંભળાવતો એ બોર પણ થાતો પણ કંઇ બોલતો નહી. બોલે તો પાછું કહી
દેવાનું કે નિલેશ તારે સાંભળવું તો પડશે જ કારણ કે મારે મોઢે કરવાનું છે અને
જોવાનું છે કે હું ક્યાં અટકું છું... એ આ બધાથી સદંતર વિપરીત હતો એને હાઇલાઇટ
થાવું જરાય ગમતું નહી. ઓછુ બોલવામાં અને
ઓછું વ્યક્ત થવામાં માનતો આ મિત્ર આમ તો સાહસથી ભરેલો જ હતો અને જાણે મિકેનિકલ માઇન્ડ કયા વૈજ્ઞાનિકનું
વારસામાં લાવ્યો છે એ આજ સુધી મને સમજાયું નથી. ભણતા ત્યારે સાઇકલ કે સ્કુટર કે
બાઇકના અનેક નાના નાના કામ જાતે કરી લેતો આ મિત્ર મારા વ્હિકલને પણ કોઇ છોછ કે
સંકોચ વગર રીપેર કરી આપતો. અમે બંન્ને જાતે કાર્બેટર ખોલીને સાફ કરતા અને એવરેજ
વધારવા માટે આવતો પિન પોઇન્ટ શૅટ કરીને વધુ એવરેજ આવતી એનો ગર્વ પણ લેતા. B.Sc. પછી MCA કરીને આ બંદાએ પોતાનું કરિયર શરૂ કર્યુ અને
પાછળથી અમદાવાદમાં 6 વર્ષ Intex Systemમાં કામ
કર્યુ અને એવી તો કદર થઇ કે ત્યાંથી એને સ્પેસિયલ ટોયાટાની એક કાર આપવમાં આવી અને
બંદાએ બિંદાસ ફેરવી અને પછી પોતાની જ Software Consultancy
Company ઉભી કરવા માટે રિઝાઇન
મુક્યું અને કારની ચાવી પણ પાછી આપતા આવ્યો પાછું કહેવામાં પણ આવ્યું કે અરે ભાઇ
કાર તું તારે રાખ તારી જ છે પણ ટ્રાન્સપરન્સીને છોડે તો એ નિલેશ કેમ નો ? ઘણું
કહીને રોકવાના પ્રયાસો કંપની એ કરી જોયા પણ એક નવી જ નિયતી એની રાહ જોઇને ઉભી હતી
અને બંદા 2016 પછી પાછા વડોદરા આવ્યો અને પોતાના ઘરે જ પોતાની Software
Consultancy Company શરૂ
કરી. ચાલો આ બધુ તો સમજ્યા પણ મજાની વાત તો એ આવે કે એક Science
ભણેલો છોકરો
પોતાના બધા જ રિટર્ન જાતે જ ફાઇલ કરે. વાહ નિલેશ વાહ ! નિલેશ માટે હું એવું
ચોક્ક્સ કહીશ કે શાંત સ્વભાવ, સરળ વ્યક્તિત્વ અને પોતાને જે કરવું છે એ ચુપચાપ કરી
લેનાર અને ખૂબ જ ઓછા મિત્રો પાસે ખૂલીને વ્યક્ત થાનાર વ્યક્તિત્વ મારી સાથે
પૂર્ણપણે ખીલ્યો એનો મને ગર્વ છે. તો હું ચોક્ક્સ કહીશ કે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં તારા વિચારોમાં આવેલા
બદલાવને, તારા અ ટ્રાન્સફોરમેશનને જોયું છે તેનો આનંદ છે. આ મિત્ર એવો મિત્ર છે જે કે જેને હું ઓછો કામ લાગ્યો છું પણ એણે મને જીવનના અનેક
પાસાઓ અને પડાવો પર મદદ કરી છે મિત્રતા નિભાવી છે
અને ક્યારેય કંઇપણ શિખવવામાં ના નથી પાડી. નિલેશ માટે કહેવું હોય તો કહી શકાય કે....
ચન્દન શીતલમ લોકે ચંદનાદપિ
ચંદ્રમા |
ચન્દ્રચન્દન્યોર્મધ્યે શીતલા
સાધુસંગત: ॥
ચંદન શિતળતા
બક્ષનારું છે તો ચંદ્ર એનાથી પણ વધુ શિતળતા બક્ષનારો છે પણ એક સારા માણસનો સંગ આ
બન્નેથી વધુ શિતળતા બક્ષનારો હોય છે એમ નિલેશની મિત્રતા કોઇપણ માટે આનંદ આપનારી જ
રહે એમ એના સંપર્કમાં આવનારા બધા જ ચોક્ક્સ કહી શકે.
તો આજે તારા
આ 37મા જન્મ દિવસ પર તને અઢળક શુભેચ્છાઓ અને તારા અનેક સપના આ વર્ષે પુરા થાય એવી અઢળક શુભેચ્છાઓ.અને
છેલ્લા કવિ મૃગાંક શાહની મિત્ર પરની કવિતા
વગર બોલાવે જે આવી જાય એ દોસ્ત
હોય છે,
આંખોથી બધું સમજાવી જાય એ દોસ્ત
હોય છે,
નાની વાતે ખોટું લગાડી જાય એ
દોસ્ત હોય છે,
જે વગર વાંકે ધમકાવી જાય એ દોસ્ત
હોય છે,
તમારી મર્યાદાને પચાવી જાય એ
દોસ્ત હોય છે.
તમારી ખૂબી પર વારી જાય એ દોસ્ત
હોય છે,
Once again Happy Birthday Nilesh from Gang of 4+√4……..
ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2019
Pulwama Attack
હા આજે હ્રદય પાછું વ્યથિત
છે અંદરથી રડે છે પાછી એક નપુંશક હરકત બાજુના દેશના સહારે એક આતંકવાદી સંગઠન કરી
શકે અને મારા દેશના જવાન શહિદ થાય ત્યારે એના loss નો આંકડો ગણવો અઘરો છે એ આ દેશના બજેટમાં સમાઇ
શકે એમ નથી. આને પાછા એ ગર્વથી હુમલાની જવાબદારી પણ સ્વિકારે ત્યારે તો આજે
વેલેન્ટાઇન ડેનો નશો જ ઉતરી જાય છે. સાહેબ એક જ વાત કહેવી છે બસ આજે કલમ બંધ કરો
હમદર્દી વાળી સ્પિચ બંધ કરો અમેરિકા કે યુરોપિય દેશની જેમ તરત જ એક્શન લઇને વળતો
હુમલો ઠોકો. આપણા શસ્ત્રાગારમાં શસ્ત્રો પડ્યા પડ્યા કાટ ખાય છે. લાલ આંખ આવા
હુમલાઓને રોકી શકે એમ નથી. આપણી સરસ ચાલતી
જીંદગી કોઇ આવીને બે લાફા મારી જાય કે લાત મારી જાય અને આપણે એને સતત માફ કરતા
રહીએ એ વાત હિંદુસ્તાનીઓના મીજાજની નથી એ સાબીત કરી બતાવવું પડશે. જૈસ-એ-મોહમદ હોય
કે અલ-કાયદા હોય કે લશ્કર-એ-ઓમાર હોય કે લશ્કર-એ-તોયબા હોય કે સિપાહ-એ-સહાબા હોય
જે હોય તે ખતમ કરવા પડશે એવી દહેશત એમના મનમાં પેદા કરવી પડશે કે આ દેશની ધરતી પર
પગ મુકતા કાંપે. 78 બસમાં સીમાને સુરક્ષીત રાખવા જતા 2547 સૈનિકોની ટુકડી પર જ
દુશ્મન 200 કિલો વિસ્ફોટક કારમાં લઇને
સીધો જ હુમલો કરી બતાવે તો સવાલ એ 200 કિલો વિસ્ફોટક આવ્યો ક્યાંથી એ જ સવાલ ?
ઇન્ટેલીજન્સ બ્યુરો ક્યાં હતી ? હુમલો થયા પછી દિલ્હી અને મુંબઇને હાઇએલર્ટ પર
મુકી દેવામાં આવે એનો શું મતલબ ગણવો ? બીજા કોઇ શહેરમાં હુમલો નહી થાય એની શું
ગેરંટી ? હજુ કોઇ વિપક્ષી પોતાનું સ્ટેટમેન્ટ આપવા નથી આવ્યું બાકી એકબીજા પર
દોષારોપણ સિવાય કશું જ થવાનું નથી. તમારી સરકાર હતી ત્યારે પણ આવા હુમલા તો થયા જ
છે કોઇ કંઇ ઠોશ પરીણામ અપાવ્યું હોય એવું યાદ નથી. ઇન્ટેલીજન્સ બ્યુરોને એમ કહેવાનું મન થાય કે 200
કિલો વિસ્ફોટક એમ જ આવી નથી જતો એમાં જે હોય એને ઠોકો પોંઇટ બ્લેંક પર. બદલો
મહત્વનો નથી, મહત્વનું એ છે કે દુશ્મન આપણા તરફ જોતા પણ ફફડી પડે એ ખોફની જરૂર છે.
જો એ ભુલથી પણ જોવે છે અને આપણે એના તરફ જોઇ લઇએ તો એ રસ્તો બદલીને ચાલતી પકડી લે
એ ખોફ જરૂરી છે. એ આપણો એક મારે તો એ
દુશમનના 100 મરે એવો ખોફ એના મનમાં પેદા થાય એ જરૂરી છે તો જ ગર્વ અને ફક્રથી ફરી
શકાશે. મસુદ મરે એ પુરતુ નથી. આખું સંગઠન સફ થાય એ જરૂરી છે અને આવું જ કંઇક
કરીને દાખલો બેસડવો પડશે. આ તો ખાલી યાદ
કરાવું છું કે ચાર ચિનુક હજુ ગયા અઠવાડિયે જ ગુજરાતમાં ઉતર્યા છે એને deploy કરી દેવાનો જ સમય
છે. બાકી અત્યારે તો મન મૃગાંક શાહની કવિતા સાથે જ કંઇક આશ્વાશન મેળવે છે કે
......
અલ્લાહના નામ પર મારો છો,
અલ્લાહ જ તમારો હિસાબ કરશે.
એક દિવસ આવશે, તમારા જ તમારી સામે મોટો ઇન્કલાબ કરશે.
એક દિવસ આવશે, તમારા જ તમારી સામે મોટો ઇન્કલાબ કરશે.
આતંકવાદીઓ તમે શું માનો છો
હિંદની પ્રજા તમને માફ કરશે ?
જવાનોની શહીદી એળે નહી જાય, વીણીવીણીને તમને સાફ કરશે.
જવાનોની શહીદી એળે નહી જાય, વીણીવીણીને તમને સાફ કરશે.
તમારી ઉપર દરેક જગ્યાએથી
અગ્નિ વર્ષા ઉપરથી આભ કરશે,
એ દિવસો દૂર નથી, જ્યારે મોદી તમારું બધું બાળીને રાખ કરશે.
એ દિવસો દૂર નથી, જ્યારે મોદી તમારું બધું બાળીને રાખ કરશે.
તમારો ભૂતકાળ તો હીન જ હતો,
હવે તમારું ભાવી ખરાબ કરશે,
બહુ થયું, હવે જોઇ લેજો અમારા સૈનિકો તમારો કેવો ઇંસાફ કરશે.
બહુ થયું, હવે જોઇ લેજો અમારા સૈનિકો તમારો કેવો ઇંસાફ કરશે.
આતંકવાદીઓ, તમારા ઘરની દરેક
સ્ત્રી આક્રંદ ને આલાપ કરશે,
ભારતની સમગ્ર પ્રજા તમારી બરબાદી માટે રામનામના જાપ કરશે.
ભારતની સમગ્ર પ્રજા તમારી બરબાદી માટે રામનામના જાપ કરશે.
કાશ્મીરમાં ઘૂસીને મારશું
અમે એ બધાને જે આવું ઘીન્ન પાપ કરશે.
કાશ્મીર ઇન્ડિયાનું અભિન્ન અંગ છે એનો સ્વીકાર તમારો બાપ કરશે.
કાશ્મીર ઇન્ડિયાનું અભિન્ન અંગ છે એનો સ્વીકાર તમારો બાપ કરશે.
Mrugen
દર વર્ષે ભરપુર સ્કોલર્સિપ મળી અને પોતાની મનગમતી લાઇનમાં એટલે કે એરોસ્પેસ એન્જિંન્યરીંગમાં ભણ્યો. મારે એની મનગમતી લાઇન એટલે કહેવી પડે છે કારણ કે એ જ્યારે અમેરિકા ગયો ત્યારે (ધોરણ 10માં ભણતો ત્યારે) મને એની એક બ્રહ્માંડ પર પોતાના વિચારો રજુ કરતી એક ડાયરી આપતો ગયો હતો જે એને મેં હજુ બે વર્ષ પહેલા જ ભારત આવ્યો ત્યારે જ એને પાછી આપી હતી. મૃગેન અત્યારે હ્યુસટનમાં છે જ્યાં એ Boeing company માં NASA ના International space Station પર કામ કરી રહ્યો છે. આ International space Station Russia, America, Canada, Japan અને Europeની Space Agencies નું collaboration છે. જ્યાં એને Space shuttle પર કેટલાક કામ કરવાના હતા તો અહીં જોબ કરતાં કરતાં મૃગેને Masters in Mechanical Engineering પણ કરી લીધું. ત્યાં એણે Boeing Quarterly Cash Award પણ જીત્યો જે માત્ર 4 થી 5 Employeeને જ મળે છે. અત્યારે એ Deep Space Gateway પર કામ કરી રહ્યો છે જે ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે. જેનો ઉપયોગ આંતરીક્ષયાત્રીઓને મંગળ પર મોકલવા માટેની ટ્રેનિંગના સંશોધન માટે થાય છે. સાથે સાથે એ Boeing ના Capsule પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યો છે તેઓ જે Capsule યાન બનાવી રહ્યા છે એ પૃથ્વી પરથી આંતરીક્ષયાત્રીઓને કે જરૂરી સામાનને પૃથ્વીની આસપાસ ફરતા International Space Station પર પહોંચાડશે . ટુંકમાં આ યાન Space shuttleના replacement માટે કામ કરશે. વાત વાતમાં મૃગેન જણાવે છે કે ત્યાં એની જોબ પર એ પોતે Space Walk training નો પણ એક ભાગ છે. આંતરીક્ષયાત્રીઓ જ્યારે Space Walk કરતાં હોય છે ત્યારે Engineering Control Room માંથી જે કામ કરવાનું હોય એમાંથી Thermal Control work મૃગેનના ભાગમાં હોય છે. આવી અનેક વાતોનો કોઇ અંત નથી તો મારો કંજ પણ સતત કંઇક પુછવા માટે એટલો જ ઉત્સુક છે. કંજ મૃગેનને પુછે છે કે ત્યાં મોટા મોટા ટેલિસ્કોપ છે અને મૃગેન કહે છે હા, હબલ ટેલિસ્કોપ ત્યાં જ છે અને હજુ એના કરતાં મોટા જેમ્સ વેબ નામનો મોટો ટેલિસ્કોપ પર કામ ચાલી રહ્યું છે. અત્યારે તો લગ્નની મોસમ છે અને મૃગેન પણ વૃત્તિકા સાથે લગ્નગ્રંથીથી જોડાયો છે ત્યારે તારૂ લગ્નજીવન સુંદર અને સરસ પસાર થાય એવી અમારા તરફથી શુભકામનોઓ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)