ગુરુવાર, 1 નવેમ્બર, 2012

Thailand as Foreigner









આજે હું અને Aris ના બીજા Distributors  ચોક્ક્સ ગર્વથી કહી શકીએ કે, હેમંતભાઇ, ચંદ્રકાંતભાઇ કે પછી Aris ના સ્થાપકો પોતાના મોબાઇલની Ringtone  માં જે Aris ની Advertise set કરીને ગર્વથી ફરે છે  તે 100% શબ્દ સઃ સાચા છે. આજે પહેલા એ જ Advertise ના શબ્દો લખીને મારી Bangkok અને Pattaya  ની મુલાકાત વર્ણવી છે. કારણ કે સાત દિવસની મુલાકાતમાં એક પણ દિવસ એવો નહી હોય કે પટેલ બ્રાન્ડની આ Ringtone   મને યાદ આવી ન હોય. તો બીજી બાજુ My Link તરફથી આવેલ હસમુખભાઇ પણ કેટલી વખત અમારી સામે બોલ્યા હશે કે કંપનીવાળા ખરેખર દિલથી ફેરવે છે. તો બસ પહેલા એક સરસ Tribute to Aris.

“ARIS,
INDIA’S LEADING BATH FITING COMPANY.
USE ARIS AND FEEL THE DIFFERENCE.
WE LOVE OUR PRODUCT.
WE LOVE PEOPLE OF INDIA.
ARIS IS A FAMILY.”

લગભગ 2:30 ની આસપાસ જયેશભાઇ કિશોરમામા અને હું દર્પણભાઇને ત્યાં પહોંચી ગયા. થોડીવાર પછી કમલેશભાઇ અને તેના પપ્પા પણ આવી પહોંચ્યા અને પછી શરૂ થઇ ગયો અમારો પ્રવાસ. અમદાવાદ સુધી વાતો કરતા કરતા પહોંચ્યા અને ખરેખર મજા આવી ગઇ. હજુ તો અમદાવાદ પહોંચ્યા ત્યાં તો કિશોરમામા પર ફોન આવી ગયો કે ચંદ્રકાંતભાઇ માટે લવલી લાવવાની છે. થોડુ ફર્યા બાદ અમે લવલી મેળવવામાં અમે સફળ રહ્યા. લવલી તો મેળવવી જ પડે કારણકે ચંદ્રકાંતભાઇને જોઇતી હતી. એરપોર્ટ પર અંદર એન્ટ્રી લેવામાં અમારું વડોદરા ગ્રુપ છેલ્લુ હતું.

પ્લેનમાં ગોઠવાયા પ્લેન ટેક ઓફ થયું અને એક કલાક પછી અમે મુંબઇમાં લેન્ડ થયા. એકઝેટ 9 વાગ્યે અમે મુંબઇ પહોંચ્યા અને સરળતાથી ચેક ઇન થયા. થોડા સમય બાદ ફરીથી નવી ફ્લાઇટમાં બેઠા અને વિદેશની ધરતી પર જવા માટે ટેક ઓફ થયા. સવારે 7: 45 થઇ હતી અને અમે બેંગકોક પર લેન્ડ થવાની તૈયારીમાં હતા એવું એનાઉન્સમેન્ટ થયું. મારી ઘડિયાળમાં મેં એક નવા ટાઇમઝોન પ્રમાણે નવો ટાઇમ સૅટ કર્યો. બેંગકોકના એરપોર્ટની વિશાળતાએ મને આશ્ચર્યમાં નાખી દીધો. એરાઇવલ વિઝાની પ્રોસેસ સરળતાથી પતાવીને અમે સૌ આગળ વધ્યા અને થોડીવારમાં અમારો ગાઇડ Mr. Pond ત્યાં આવી પહોંચ્યો. અમારી બસ તૈયાર જ હતી.આજ સુધી અનેક ફોરેઇનરોને સરસ બસમાં ફરતા જોયા હતા. આજે હું એક ફોરેઇનર તરીકે સરસ બસમાં બેસીને ફરી રહ્યો હતો અને એક અલહાદક આનંદની અનુભુતી કરી રહ્યો હતો. બસમાં ઘણાબધા સરસ ઉંધ લઇ રહ્યા હતા. કારણકે બેંગકોક અને પતાયા વચ્ચેનો રૂટ લગભગ 2 કલાકનો હતો. પરંતુ હું આ દેશની વિવિધતાના આ દેશની આપણા દેશ સાથેની તુલનામાં પડ્યો હતો. સૌ પ્રથમ તો આ દેશના રસ્તાઓ જ ખરેખર દાદ માંગી લે તેવા છે. કયાંક ક્યાંક થોડા છુટા છવાયા મકાનો હતા એ જ બાકી તો અમે સીધા જ બાયપાસ પરથી નીકળ્યા હતા એટલે બીજી તો કોઇ વાત થઇ શકે એમ જ ન હતી. બે કલાક પછી અમે સીધા જ પતાયા સીટીમાં આવી પહોંચ્યા પતાયા સીટીના ઇનર રસ્તાઓ પણ ખૂબ જ સરસ હતા. સીધા જ મુંબઇ મેજીક રેસ્ટોરન્ટ પર અને અમે સૌ જમવા લાગ્યા. આમ જોવા જઇએ તો એક પણ દિવસ જમવામાં મજા નથી આવી એવું બન્યું નથી. ત્યાંથી બધાએ ડૉલરને બાથમાં કન્વર્ટ કરાવ્યા અને સીધા જ હોટલ પર જવા નીકળ્યા. હોટલ હોલીડૅ ઇન અમારી હોટલ હતી. અને ત્યાંની ખૂબસૂરતીએ ખરેખર મન મોહી લીધુ. અમીત મારો રૂમ પાર્ટનર હતો. રૂમ પણ દાદ માંગી લે તેવો હતો. પહેલા અમીત ફ્રેસ થવા પડયો અને પછી થોડો આરામ કરીને હું પણ ફ્રેશ થઇ ગયો. બધા હજુ આરામમાં હતા ત્યાં હું અને અમીત પતાયાની ગલીઓમાં નીકળી પડ્યા. આમ તો અમે તેનું નવું સીમ કાર્ડ લેવા માટે નીકળ્યા હતા. એક બે વ્યક્તિઓને પુછી જોયું હોટલના પાછળના  મેઇન રોડ પર મળશે તેવું કહ્યું. પરંતુ એક મોટી ઉમરનાં ફોરેઇનરને પુછી જોયુ અને અમને નામ આપી દીધુ 7 eleven. બસ પછી તો તેને શોધતા વાર કેવી. 7 eleven માંથી True Move નું કાર્ડ ખરીદ્યું. અત્યારે તો હું 7 eleven નામ પર ફિદા હતો. પાછળથી ખબર પડી કે સમગ્ર થાઇલેન્ડમાં આ બ્રાંડ પથરાયેલી છે. ત્યાંથી બહાર નીકળ્યા અને મને  એક સ્પોર્ટસ સેંટર દેખાઇ ગયુ. અને પાછુ તેમાં બોલીંગ ગૅમ હતી. પુરૂ સીધો જ કાઉંટર પર બોલિંગ રમી લીધી. 100 બાથ આપીને ગેમ પુરી કરી લીધી. સ્કોર 110. ત્યાંથી પાછા અમારી હોટલ તરફ આવવા નીકળ્યા. સામે જ દરિયા પર જેટસ કિ ચાલી રહી હતી. બે ત્રણ ફોરેઇનરો તો એવી રીતે ચલાવતા હતા કે જાણે કોઇ વિડિયો ગૅમ રમતા હોય. 200 બાથ આપીને તીથલવાળી કરી લીધી. દરીયામાં જેટસ કી સીધી જ રમરમાવી. મજા આવી ગઇ. પાછા હોટલ પર આવ્યા. થોડીવાર નીચે વાતો કરી અને પછી સીધા જ બસમાં ગોઠવાઇ ગયા અને પહોંચી ગયા Alcazar Show જોવા માટે. ખરેખર Show જોવાની મજા આવી ગઇ. ત્યાંથી અમે સીધા જ પહોંચી ગયા અમારી રેસ્ટોરંટ પર. જમવાનું પતાવીને સૌ પોતપોતાના રસ્તે ચાલતા થયા. હું સીઘો જ બીચ પર ગયો મોડી રાત સુધી બીચ પર એકલતાને માણી.

બીજા દિવસની સવાર ખરેખર ખુશનુમાન હતી. ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો. ફ્રેશ થઇને બ્રેકફાસ્ટ કરવા ગયા તો ખરેખર બ્રેકફાસ્ટમાં તો એટલી વાનગી કે શું ખાવું અને શું ન ખાવું તે જ વિચાર કરવો જ પડે. હોય જ ને ભાઇ આ 5 સ્ટાર હોટલનો બ્રેકફાસ્ટ હતો. બ્રેકફાસ્ટમાં તો બધા જ દિવસ જલસા પડી ગયા હતા. આજે ખરેખર અમારે Coral Iceland જવાનું હતું. પરંતુ આવા વરસાદી વાતાવરણમાં ત્યાં જવું હિતાવહ ન હતું. અમારો રૂટ Noong Nooncha village તરફનો બની ગયો. ખરેખર ખૂબ જ સરસ બોટોનિકલ ગાર્ડન બનાવ્યો છે. ખૂબસૂરતી મનમોહી લે તેવી છે. તો ત્યાં Elephant Show પણ જોયો. પરંતુ મનમાં તો એક ડંખ સતત ખટક્યા કર્યો કે આ બઘા હાથીને training આપવામાં આવે છે ત્યારે તેમના નાનકડા બાળને દિવસો સુધી દૂર રાખવામાં આવતા હોય છે. અનેક પ્રકારની યાતનાઓમાંથી પસાર થવું પડતું હોય છે. આ બાબત હું જાણતો હોવા છતાં કોઇને કહી શક્યો નહી એનો વસવસો આજે પણ છે. Really, Extremely sorry to Animal Cruelty Board. પરંતુ બીજી વખત આવી ભૂલ નહી જ કરું એવું થયા કરે છે. ત્યાંથી અમે World Stone Museum ગયા.  Stone ની એક ડોક્યુમેન્ટરી પણ જોઇ. અને પછી સીધા જ અમે રેસ્ટોરંટ પર જમવા માટે પહોંચી ગયા. ત્યાંથી પાછા ઘણા આરામ કરવા બેઠા પરંતુ મારે તો Replay’s Gallery જોવા જવું હતું અને કેટલાકની સાથે નીકળી પડયા. Replay’s Gallery માં એટલું તો ફર્યા કે સમય ખૂટી પડ્યો. Replay’s Gallery માં  Museum સેક્સનમાં મને તો ખરેખર સમય ઓછો પડ્યો. એક એક અજાયબી ખરેખર Unbelievable. Dinner પતાવીને પાછા બધા પોતપોતાની રીતે પતાયાની ગલીઓમાં જવા લાગ્યા. હું તો કિશોરમામાના કેમેરાની બેટ્રી શોધવા નીકળી પડયો હતો. પણ ક્યાંય મેળ પડ્યો નહી. સીધો જ ગઇકાલની જેમ જ બીચ પર ચાલવા લાગ્યો.અમારી બસને મેં વોકિંગ સ્ટ્રીટ તરફ જતી જોઇ પણ ખરી. એ મોડી રાત્રે પાછો આવ્યો સૂઇ ગયો. રાત્રે લગભગ 1:30 થઇ હશે અને વરસાદ શરૂ થયો. હોટલ નજીક જ હતી. તરત જ પહોંચી ગયો. સવારે બધા બ્રેકફાસ્ટમાં ભેગા થયા અને  મામાએ કહ્યુ હું તમારી રાહ જોતો હતો. બસને walking street તરફ જતી મેં જોઇ હતી. એક સમયે બસને બુમ પાડીને ઉભી રાખવાનું મન થઇ ગયું. પરંતુ AC Coach અમારા જેવા ફોરેઇનરોની બસ મારી બુમ ક્યાંથી સંભળાય. કંઇ વાંધો નહી. ડિસ્કો થેકની જગ્યાએ મેં દરીયા સાથે એકલતાને માણ્યા કરી. ખરેખર મજા આવી. પરંતુ એક અફસોસ રહ્યો કે મામાને જવા ન મળ્યું. મારી રાહ જોઇને હોટલ પર જ રહ્યા. મોબાઇલ ન હતો એ ખટક્યુ. પણ વાંધો ન હતો. એ જ વોકિંગ સ્ટ્રીટની એ જ મજા અમારા નસીબમાં આજે રાત્રે લખેલી જ હતી.  

ત્રીજા દિવસની સવાર ખરેખર સરસ હતી. અને અમારો કોરલ આઇલેન્ડ જવાનો માર્ગ કલિયર હતો. Speed Boat માં બેસી ગયા અને અમારી આજની સફર શરૂ થઇ ગઇ હતી. પહેલો જ પડાવ આવ્યો પેરેસુટ ગ્લાઇડિંગ. નો ડિપ કહ્યું પણ છતાં બે ડિપ તો ખાઇ જ લીધી. ઉપરથી દરિયો જોવો અને દૂર પતાયા સીટી જોવું એ ખરેખર એક અલહાદક લાહવો જ છે. જીવનમાં પહેલી વખત પેરેસુટ ગ્લાઇડિંગ કર્યુ. ખરેખર એક યાદગાર અનુભવ રહ્યો. ત્યાંથી અમે ગયા સ્કુબા ડાઇવિંગ સેન્ટર પર પરંતુ કોઇએ ત્યાં ડાઇવિંગ કર્યુ નહી. અમે સીધા જ કોરલ આઇલેન્ડ પર ગયા. ત્યાં ઘણા દરિયામાં ન્હાવા પડ્યા તો મારા જેવા કેટલાક આરામદાયક ચૅરમાં આરામ કરવા બેઠા. જામફળ ખાધા ખરેખર મજા આવી ગઇ. દરીયામાં ન્હાવા પડેલા થોડાક મસ્તીમાં ને મસ્તીમાં છોલાઇને પાછા આવ્યા. આફટર ઓલ બધાએ પોતપોતાની રીતે enjoy કર્યુ. એકાદ કલાકનો સમય વિતાવ્યો હશે અને અમે પાછા ફરવા માટે ફરીથી સ્પીડબોટમાં બેસી ગયા. હોલિડે ઇન પર રિટર્ન થયા. નજીકની રેસ્ટોરાંમાં જ્મ્યા. હજુ તો બધા જમતા હતા મેં ઝડપથી મારું જમવાનું પતાવ્યુ કિશોરમામાનો મોબાઇલ લીધો અને નીકળી પડ્યો Sanctuary of Truth ની વિઝીટમાં મામાને કહીને ગયો હતો કે હું 3 વાગ્યે આવી જઇશ. તમારી સાથે પતાયા ટાવર જોવા આવીશ જ. રસ્તા પરથી પહેલી જ ટુક ટુક હાયર કરી લીધી. અને સીધો જ પહોંચી ગયો હું Sanctuary of Truth પર. ખૂબ જ ઓછા Visitors ની હાજરી જ બયાન કરતી હતી કે આ મારા જેવા ઇતિહાસના શોખીન માણસોની જ જ્ગ્યા હતી. ખરેખર Sanctuary of Truth ના carving વિશે શું બોલવું એ જ સમજાતું ન હતું. માત્ર તેની ખૂબસૂરતીને જ માણતો રહ્યો. સમય તેનું કામ કરતો હતો અને મને સમય ખરેખર ઓછો લાગતો હતો. 3 વાગ્યા હતા. ટુક ટુક કરીને સીધો જ હોટલ પર પહોંચી ગયો. 3 વખત જયેશભાઇના ફોન આવી ગયા. બધા મારી રાહ જોઇને બેઠા હતા. બસ તૈયાર જ હતી. હું બેઠો અને બસ ઉપડી સીધી જ પતાયા ટાવરની વિઝીટ પર. લિફટમાં ઉપર ચડ્યા અને પતાયા સીટીનો વ્યુ જોયો પછી Standing lift માં નીચે આવ્યા. આ પણ એક લાહવો હતો. આ અમારો પતાયાનો છેલ્લો સાઇટસીન હતો. જમીને બધા પોતપોતાની રીતે જવા લાગ્યા. અમે થોડા ટોની બાર પર ગયા. ખરેખર પિકચરોમાં જોવા મળે એવો જ ડિક્ટો ટુ ડિક્ટો ડિસ્કોથેક્ જોઇને આવાક જ થઇ ગયો. માત્ર મારા અને જયેશભાઇ સિવાય બધા જ ડાન્સના મુડમાં આવી ગયા. અડધો પોણો કલાક પછી હું અને જયેશભાઇ પાછા નીકળી પડયા. રાત્રે 2 વાગ્યાની આસપાસ મારો રૂમ પાર્ટનર અમીત પાછો આવ્યો મારી ઉંઘ બગડી. અમીત પાછો આવ્યો પણ ફાવ્યો નહી. આ સમય દરમ્યાન નીચે ફોયરમાં બધાએ ભરપુર નાસ્તો કર્યો. રાતના 2:30 થયા હશે એમ કલ્પના કરવી જ મુશ્કેલ હતી. બધા એવા મુડમાં હતા કે એક મહેફીલ જામી ગઇ હતી. અમારામાંના સૌથી નાના અમીતની બધાએ ભરપુર ઉડાવી.. ખુબ હસ્યા.  જીગ્નેશને પણ થોડો ડિસ્ટર્બ કર્યો. અને બીજી બાજુ ભરપુર વરસાદ વરસી પડ્યો. અને પછી થાકીને અમે સૌ અમારા રૂમમાં ગયા. વહેલી સવારે બ્રેકફાસ્ટ પતાવીને ચેકઆઉટ કરીને અમે સૌ નીકળી પડ્યા પતાયાને મનોમન હું કહી રહ્યો હતો કે મારા જીવનના ખુબ જ સરસ સીટીમાંનું તું એક છો. જો જીદંગીએ ચાન્સ આપ્યો તો નવા મીત્રો સાથે ચોક્ક્સ હું આવીશ. ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોમાં કહું તો પતાયાને હું એક સીટી કરતા એક ટાઉન કહેવાનું ઉચીત કહીશ. પતાયાની પોતાની એક અલગ નઝાકત છે. એક આગવી રોનક છે જે એક આગવી સીમ્પલીસીટી છે જે ચોક્ક્સ એને બીજા કરતા જુદી પાડે છે. પતાયાનો શાંત દરિયો એની ખૂબસુરતીમાં વધારો કરે છે.  સતત 6 કલાકની મુસાફરી પછી અમે પહોંચ્યા ટાઇગર ટેમ્પલ. અહીં બૌધ્ધ સાધુએ વાધને પોતાના વસમાં કરી રાખ્યા છે. એમ ચોક્ક્સ કહેવું હોય તો કહી શકાય. અમે સૌ એક પછી એક વાઘને પકડીને ચાલતા  ગયા અને ફોટા ખેંચાતા ગયા. ટાઇગર સાથે રમતા ટુરીસ્ટોને પણ જોયા. અમારી આ મુલાકાતમાં બધાનો થોડો થાક મોઢા પર દેખાઇ આવતો હતો. ટેમ્પલમાં અમે સૌ થોડીવાર પ્રાથના કરવા બેઠા. અમુકને મેં ખૂબ જ સરસ રીતે જોયા ત્યારે મારા psychological mindમાં થોડા પ્રશ્નો અને તેના જવાબોનો મારો ચાલી ગયો.  નીચેના ભાગમાં મોટા મોટા લાકડા પડેલા જોઇને મુકેશભાઇ તરત જ બોલી ઉઠયા કે હવે આ અપ્રાપ્ય ગણાય એવી વસ્તુ છે. કેમેરામાં એના ફોટા કલીક કરી લીધા. હોય જ ને ભાઇ આ એમનો વિષય છે રોજ સવારથી લઇને સાંજ સુધી સતત લાકડા સાથે જ જીંદગી વિતાવે છે. આમતેમ ફરીને અમે સૌ પાછા બસમાં ગોઠવાયા. અને અમારી બસ ઉપડી કંચનબુરી. આ પણ એક હિસ્ટોરીકલ પ્લેસ હતું. બીજા વિશ્વયુધ્ધ સમયે અમેરીકાએ બર્મા અને થાઇલેન્ડને જોડતો એક માત્ર રેલ્વે પુલ તોડી નાખ્યો હતો.અને 1943માં જાપાનના સહયોગથી કવાઇ નદી પર માત્ર એક વર્ષના ટુંકા ગાળામાં પુલ ફરીથી તૈયાર કરી દેવાયો. જે એક ખરેખર અજાયબી જેવી જ વાત છે. હજારો માણસો બહારથી પણ લાવવામાં આવ્યા હતા અને દિવસ રાત એક કરીને પુલ તૈયાર કરાયો હતો. જે પોતે એક મોટી હિસ્ટ્રી જ છે. અને તેના પર એક અંગ્રેજી પિકચર   The Bridge on River Kwai. બન્યુ છે. અમે સૌ ત્યાં પણ નસીબદાર રહ્યા. અમે ઉભા ઉભા પુલ પર ફોટા પાડી રહ્યા હતા ત્યાં વ્હિસલ સંભળાઇ અને ટ્રેન આવી પણ ખરી. અમે પુલ પર સાઇડમાં ઉભા રહ્યા અને ટ્રેનને પસાર થતી જોઇ. By the way we all are too much lucky.આ જ સમય દરમ્યાન મેં નીચે બોટ ફરતી જોઇ. અને મારી નઝર પડી ફલોટીંગ માર્કેટ પર. એક સમયે મને નીચે જઇને આ માર્કેટ માણી આવવાનું મન થઇ ગયું. પરંતુ નાનુ અમસ્તુ આ માર્કેટ બેંગકોકના માર્કેટ સામે શું વિસાતમાં. મન વળાવી લીધું. એમ પણ બધા થાકેલા હતા અને હવે બેંગકોક પહોચવાની ઉતાવળ હતી. રસ્તામાં એક પેટ્રોલપંપ પર ફ્રેસ થવા માટે ઉભા રહ્યા ખરેખર પેટ્રોલ પંપની વિશાળતા અને વેલ પ્લાન સોપ જોઇને મન ખુશ થઇ ગયું. અને મનમાં વિચાર આવી ગયો કે ભારતમાં આવું ક્યારે શક્ય બનશે. ફ્રેશ થઇને સૌ પાછા બસમાં ગોઠવાઇ ગયા. અને પછી બસ ઉપડી બેંગકોક. રવિવારનો દિવસ હતો. ભરપુર ભીડવાળી જગ્યાઓમાંથી મેઇન બઝારમાંથી ચાલતા ચાલતા અમે પહોંચ્યા સીધા જ અમારી હોટલ બેંગકોક સ્યુટ પર. થોડીવારમાં અમે સૌ પોતપોતાના રૂમમાં પહોંચી ગયા. રાતનું જમવાનું પતાવ્યુ અને પછી રૂમ પર પાછા ચાલ્યા. 38 મા માળ પર મારી રૂમ હતી. બારીના પડદા હટાવીને મેં અને અમીતે એક અલગ જ નઝારો જોઇ લીધો. મન ખરેખર ખૂશ થઇ ગયું. આવતી કાલે સવારે સોપીંગનો દિવસ હતો. અને મને એમાં થોડો પણ રસ હતો નહી. અને હું અયુથાયા જવા માટે આવા જ એક સમયની રાહ જોતો હતો.  થાકેલા હતા સૌ આરામમાં પડી ગયા. હું નીચે હોટલના Reception કાઉન્ટર પાસે આવ્યો અને ઇંકવાઇરી કરી કે સવારે અયુથાયા જવું હોય તો ટેક્સીના કેટલા ચુકવવા પડે. મને જવાબ મળ્યો 2500 બાથ. અને પછી નીચે મેઇન રોડ પર જઇને એક ટેક્સીવાળાને પુછી જોયુ તો કહ્યુ 1500 બાથ. હું પાછો રૂમ પર આવ્યો અને સરસ મજાની નિંદ્રા માણવા માટે આગળના જ રૂમમાં સોફા પર જ લંબાવી દીધુ. સવારે 5 નું alarm મુક્યુ પરંતુ થાકે સવારે 8 વાગ્યે ઉઘ ઉડી. સવારે બ્રેકફાસ્ટમાં મને મળનાર બધાએ પુછી જોયુ કે અયુથાયા ન ગયા. જવું છું હવે જવું છું. મોડું ઉઠાયું એટલે મોડુ થઇ ગયું. બ્રેકફાસ્ટ પતાવીને સીધો જ નીચે ગયો અને એક ટેક્સી હયર કરી લીધી. રેટ તો મને ખબર જ હતા. 2000 બાથ કહ્યા. અને મેં 1500 બાથમાં નક્કી કરી. લગભગ 1030ની આસપાસ હું અયુથાયા પહોંચ્યો અને પછી સીધી જ સાઇટની વિઝીટ શરૂ કરી લીધી. ત્યાંની સરસ સંસ્કૃતિથી વાકેફ થયો ઇતિહાસ પણ જાણ્યો અને પાછુ એમાં આપણી સંસ્કૃતિનો વણાટ ડગલે ને પગલે છે એ વાતે ગર્વ પણ થયો. સરસ પેગોડા ઝાડના થડમાં સમાયેલ બુધ્ધ અને વિહાર જે ખૂબ જ ખંડેર હાલતમાં હતા તે અને બીજુ ઘણુ બધુ જોઇ લીધુ. ત્યાંથી બીજી સાઇટ પર ગયો અને ત્યાં મેં આવી જ ભવ્યતાને નીહાળી અને મનમન થયુ કે 1500 બાથ આવવાના ખરેખર વસુલ થયા છે. ત્યાં મેં 35 ફૂટ ઉંચી બુધ્ધની પ્રતિમા જોઇ. દર્શન કર્યા અને પછી પ્રદક્ષિણા કરી. જ્યારે પાછો આવ્યો ત્યારે એક કપલને બુધ્ધ ભગવાનના હાથમાંથી આવતો એક દોરો લઇને પ્રેયર કરતા જોયા. અને પછી મેં પુછી જોયુ તો કહ્યુ કે wish આવી રીતે મંગાય. અને હું પણ કરી શકુ એવું પુછી જોયુ અને મેં ફાન માં પડેલો દોરો હાથમાં લીધો અને પ્રાથના કરી. આ પણ અલગ જ અનુભુતી હતી. હા મને ખબર હતી કે જેમાં દોરો મુકેલો છે એ પવિત્ર પાત્રને ફાન કહેવાય છે એ જાણીને એ થાઇ કપલને થોડી નવાઇ જરૂર લાગી. પરંતુ માત્ર આ જ સમયે નહી બધે જ મને મારી ઇંટરનેટ પરથી લીધેલી માહીતી ઉપયોગી સાબીત થતી લાગી હતી.
બસ અહીયાથી હું હવે પાછો ફરી રહ્યો હતો. ખબર નહી પરંતુ મને માથુ સતત દુખી રહ્યુ હતું. લગભગ 2 વાગ્યે હું પાછો હોટલ પર આવી ગયો અને સીધો જ સૂઇ ગયો. એકાદ કલાક આરામ કર્યો હશે ત્યાં જયેશભાઇનો ફોન આવી ગયો ક્યાં છો. ઉપર રૂમમાં સૂતો છું. જયેશભાઇએ કહ્યુ નીચે આવી જાવ સીટી વિઝીટમાં જવાનું છે. સીટી વિઝીટમાં પણ અમે ખૂબ જ ઓછા હતા. સુતેલા બુધ્ધાની મુર્તી વાળુ મંદિર જોયું. ત્યાં પાત્રમાં સિક્કા નાખ્યા અને મારા ભાગમાં સિક્કા વધ્યા પણ ખરા. ત્યાં જ પરીસરમાં બીજા મંદિરો પણ જોયા. એક મંદિરમાં પ્રાથના થતી પણ સાંભળી. ડેમોક્રેસી મોનુમેંટ પણ જોયુ. અને પછી અમે પહોંચ્યા ક્રુઝ ડિનર પર. ત્યાં પણ અમે ઘણા વહેલા હતા. ત્યાં સોપિંગ મોલમાં ઘણુ ફર્યા અને Extra Higher Class Public ના ઘરમાં શોભે તેવી કિંમતી ઘણી વસ્તુઓ જોઇ. ચંદ્રકાન્તભાઇ અને તેમના ભાઇ તથા ચેતનભાઇ સાથે થોડી વાતો કરતા કરતા સમય વિતાવ્યો મઝા આવી. ક્રુઝમાં જતા પહેલા ત્યાંના ટ્રેડિસનલ ડ્રેસમાં તૈયાર થયેલ છોકરી સાથે ફોટો પડાવ્યો અને પછી ક્રુઝમાં દાખલ થયા ઉપરના ભાગમાં અમારું ટેબલ હતું. ડેક પર ફટફટ ફોટો એડિટ કરતા માણસને જોયો. અને પેટભરીને ખૂબ જ સરસ ખાવાનું ખાધુ. એક બાજુ એક થાઇ છોકરી સરસ હિન્દી ગીતો ગાઇ રહી હતી. બધાએ હિન્દી ગીતો પર ખુબ જ ડાન્સ કર્યો. આ સમયગાળા દરમ્યાન અમારો પાડેલો ફોટો લઇને એ જ ટ્રેડીસનલ ડ્રેસમાં તૈયાર થયેલી છોકરી આવી ગઇ. અને 200 બાથ લઇને ફોટો આપી ગઇ. પેરેસુટ ગલાઇડિંગ વખતે પણ અમારા ફોટા કયારે કલિક થયા અને ક્યારે પ્રીન્ટ થયા એની કંઇ જ ખબર પડ્યા વગર સીધા સામે જ આવી જાય. ખરેખર માર્કેટિંગ શબ્દને થાઇ લોકોએ ખરેખર ખુબ જ સરસ રીતે પચાવ્યો છે. રાતે લગભગ 11 વાગ્યે અમે હોટલ પર પાછા આવ્યા. બઝાર હજુ થોડું ખુલ્લુ હતું. કંજ તૃષા ઓમ કાનો અને હર્ષ મને યાદ આવ્યા કશુ નહી તો આ છોકરાઓ માટે તો મારે ટીસર્ટૅ લેવા જ જોઇએ. અને થોડી ખરીદી કરી લીધી. રાત્રે મનોજભાઇના રૂમ પર ભેગા થઇને થોડી સાહિત્યીક વાતો કરી. મઝા આવી. સવારે બ્રેકફાસ્ટ પતાવીને અમે સૌએ ચેકઆઉટ કર્યું. બીજા બધા હજુ તૈયારી કરતા હતા ત્યાં બ્રેકફાસ્ટ રૂમમાંથી બેંગકોકના ફોટા લીધા. નીચે આંટો મારવા ગયો. અને મને હિરલ અને રાજશ્રી માટે પર્સ લેવાનું મન થઇ ગયું. અને મેં પર્સ લીધા. ત્યાં મારી નજર એક બૌધ્ધ સાધુ પર પડી અને તેને ભીક્ષા લેતા અને પછી આશીર્વાદ આપતા જોયા. ખુબ જ સરસ ક્ષણ હતી. કેમેરો પાસે ન હતો તેનો અફસોસ હતો. બધા ફરીથી પોતપોતાનો સામાન લઇને બસમાં ગોઠવાઇ ગયા. અને અમે ઉપડ્યા સફારી પાર્કની સફરે. બસ બધા જ પોતપોતાની રીતે જલસા કરતા હતા. અને પાર્ક ક્યારે આવી ગયો તેની ખબર પણ ન પડી. સફારી પાર્કમાં લંચ કર્યુ. અને પછી ફર્યા. બહાર નીકળીને Big C સૉપમાં ગયા.ત્યાંથી મેં રેડબુલ લીધુ અને પછી થોડી ચોકલેટ લીધી. અને હવે અમે હતા Airport ના રસ્તા પર. પતાયામાં બોટલ આર્ટૅ મ્યુઝિયમ અને બેંગકોકમાં ફ્લોટીંગ માર્કેટ ન જોવા જવાયુ તેનો અફસોસ સતત રહ્યા કરશે. દુનિયાનું સૌથી લાંબુ નામ ધરાવતા પાટનગરના ઍરપોર્ટ પર ઉભા હતા. હા દુનિયાનું સૌથી લાંબુ નામ ધરાવતુ પાટનગર એટલે બેંગકોક. અને બેંગકોક એટલે  KRUNG THEP MA HA NA KHON, AR MON RATANA KOSIN, MAHIN TARA AYUTTAYA MAHA DI LOG, POB NOB PARAT RAT CHATA NI, BURI ROM UDOM RATCHA NIVET, MAHA SA THAN, ARMON PIMAN, ARWATAN SATID, SUK KA KAT TI YA WIT SANU KUM PRASIT. YES THIS MEAN BENGKOK  મેં જીગ્નેશભાઇને અને બીજા સાથે વાતો કરતો હતો ત્યારે તેમને કહ્યુ હતુ પણ ખરુ કે નોર્થમાં એક એવી જગ્યા છે જે પ્રોવીંન્સમાં ટુક ટુકની જગ્યાએ માત્ર બગીમાં જ સફરો કરવાની. આવું તો ઘણુ બાકી છે. મને સતત લાગ્યા કરે છે કે થાઇલેન્ડ અમને પાછુ બોલાવે છે. ખરેખર સફર અઘુરી હોય એવું જ સતત લાગ્યા કર્યુ અને પાછો સમય તો મને ખુબ જ ઓછો લાગ્યો. એક ફોરેઇનર તરીકે સરસ રીતે એક અઠવાડિયુ પસાર કર્યુ. ઘણુ શીખ્યો. ઘણા મીત્રો બન્યા. અને ન કલ્પી શકાય એટલુ જીવનમાં પામ્યા. માતાજીના પરમ ભક્તો એવા અમે સૌ હેમખેમ આખી જર્ની પતાવીને પાછા ગુજરાતની ધરતી પર પહોંચ્યા. હું બધાને ફરી મળીશુ એવું કહીને છુટ્ટો પડી રહ્યો હતો અને છેલ્લા જયારે મેં ચંદ્રકાન્તભાઇ સાથે હાથ મીલાવ્યો ત્યારે મારા મનમાં એમના જ દ્વારા હસમુખભાઇ સાથે વાતચીત દરમ્યાન ક્રુઝ પર બોલાયેલા શબ્દો આવી જતા હતા કે તમારે અમને આવી થોડી વાતો કરતા રહેવુ કે જેથી અમને વધારે કંઇ લાગે નહી. ખરેખર મિત્રો માણસ ઘણુ બધુ ગુમાવીને પણ એવો જ રહી શકે એવું જો મેં મારા જીવનમાં અનુભવ્યુ હોય તો એ સ્થાનમાં મારે ચોક્ક્સ ચંદ્રકાન્તભાઇને જ રાખવા પડશે. એમના સ્થાને હું હોત તો મારી સ્થિતીની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ હવે હું પણ કંઇક શીખ્યો છું. There must be change in my life. અંતે એટલુ તો ચોક્ક્સ કહીશ કે Aris ની એકપણ ફોરેઇન ટ્રીપ કેન્સલ નહી થાય. Ok bye વધારે કંઇક હવે નવી ટ્રીપ પર અત્યારે તો એકાંત પરના મારા પ્રવચનની તૈયારી કરવાની છે.

મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

Visit To a Thailand a Freeland

દક્ષિણ પૂર્વ એશિયાના દેશો આજે 21મી સદીમાં કંઇક આગવું મહત્વ ધરાવતા થયા છે. 21મી સદી વિશે જેને સારૂ ખરાબ જે કંઇ કહેવું હોય તે ભલે કહે પરંતુ એક વાત તો સ્વિકારવી જ પડશે કે 21 મી સદી વિશ્વ પ્રવાસની સદી હશે. આરામ દાયક સફરો અને વિશ્વ પ્રવાસ નાની વાતો થઇ ગઇ છે. પ્લેનમાં બેસીને નવા જ કોઇ દેશમાં જઇને ફરવું એ આ સદીની રમત વાત થઇ ગઇ છે. દુનિયાનો દરેક દેશ આ વાત જાણી ચુક્યો છે અને World Tourism ને આકર્ષવા તનતોડ મહેનત કરી રહ્યો છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પણ આમાંથી બાકાત નથી. અને હું 26મી સપ્ટેમબરે દક્ષિણ પૂર્વ એશિયાના એક દેશ Thailand ની સફરે જઇ રહ્યો છું. બસ આ indo-china peninsula ને થોડી જાણી લેવાની તાલાવેલી જાગી અને બસ શરૂ થઇ ગયો.

          Conventional long Name : Kingdom of Thailand

          Conventional Short Name : Thailand

          Local Long Form : Ratcha Anachak Thai

          Local Short Form : Prathet Thai

          Formar Name : Siam



Thailand વિશ્વમાં Siam ના નામે 23 જૂન 1939 સુધી ઓળખાતો હતો. ત્યાર પછી તેનું નામકરણ Thailand તરીકે થયું. પરંતુ 1945થી 11 મે 1949 સુધી પાછુ તેનું નામ Siam કરી દેવામાં આવ્યુ હતું. ત્યાર બાદ તે માત્ર Thailand થી જ ઓળખાય છે. Siam નું નામ જ સાબીત કરે છે કે તે indo-china peninsula જ છે. શ્યામ સંસ્ક્રુત ભાષા પરથી આવેલું નામ છે. જે ત્યાંના લોકોના ચામડીના કલર પરથી ઉતરી આવ્યુ હશે એમ માનવામાં આવે છે. જો પૂરાણા નામમાં આટલી સરસ વાત છે તો નવું નામ પણ કંઇ કાચુ ખાય એમ નથી. Thailand એટલે કે સ્વતંત્ર ભૂમી. હા હક્કીકતમાં Thailand સ્વતંત્ર ભૂમિ છે કારણ કે ત્યાં 15 ઓગસ્ટ 1947 જેવો કોઇ સ્વતંત્ર દિવસ જ નથી. Thailand જન્મજાત સ્વતંત્ર જ છે. હા એટલુ તો ચોક્ક્સ છે કે 15મી સદી સુધી Malaacca અને Temasek (Singapore) તથા અંદમા ના કેટલાક ટાપુઓ અને જાવાની કોલોની આ બધા જ પ્રદેશો Thailandના જ હતા. Malayan Communist Party અને જાપાનની 1942 થી લઇને 2008 સુધીની દખલને કારણે શાંતિ માટે જ્યારે ચીન કે વિયેટનામે Thailand ને સપોર્ટ કર્યો ત્યારે લગભગ બીજા વિશ્વ યુધ્ધથી ચાલી આવતી તકરારનો અંત આવ્યો. અને દેશને પ્રગતીની નવી દિશા મળી. Thailand લગભગ 17મી સદીના અંતથી પશ્ચિમ પર અસર કરતું થયુ. ફ્રેંચ ત્યાં સૌ પ્રથમ આવ્યા. આમ તો 1511 માં પોર્ટુગીઝ આવ્યા હતા.પરંતુ આવ્યા પણ કોઇ ત્યાંની સરસ રાજાશાહી સામે કોઇ ફાવ્યા નહી. આજે પણ Thailand ને વિશ્વ પ્રવાસીઓ “The West exotic country in Asia” તરીકે જ ઓળખાવે છે. કારણ કે ત્યાં ભારતની જેમ જ સરસ રંગીન સંસ્ક્રુતિ વિકસી છે. તમારી પસંદનું કુદરતે અહીં બધુ જ આપ્યુ છે.



જો તારીખ કે વર્ષની વાત કરીએ તો આજે 2068 વિક્ર્મ સંવત ચાલે છે એટલે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઇ.સ. 2012 કરતા આપણું ગુજરાતી કેલેન્ડર 56 વર્ષ આગળ છે. Thailand માં Buddhist Era પ્રમાણે ગણતરી થાય છે. જે અંગ્રેજી કેલેન્ડર કરતા 543 વર્ષ આગળ છે. એટલે કે આજે ત્યાં 2555 BE ચાલે છે. જો તમે કોઇ નવા દેશમાં જાવ અને ત્યાં શું અપમાન જનક ગણાય છે તેની ખબર ન હોય તો ક્યારેક મોટી ભૂલ થઇ શકે છે. આવું જ કંઇક Thailand માં પણ છે. જેમાં કોઇકની સાથે માથુ અથડાવવું એ ખૂબ જ ખરાબ બાબત ગણાય છે. તો પગથી ક્યારેય કોઇ વસ્તુ તરફ ઇશારો કરવો નહી. પગ એવી રીતે પણ રાખવા નહી કે તમારો પંજો કોઇકના તરફ જતો હોય આ બાબત ખૂબ જ અપમાન જનક ગણાય છે. હંમેશા વહેંચીને ખાવાવાળા આ લોકો ટેબલ પર પડેલા પાત્રમાં જો છેલ્લો ભાગ તમારો હોય તો તમે અનલકી છો એમ સમજે છે અને પ્રાથના કરે છે કે May my girl/Boyfriend be beautiful. Thailand માં નવું વર્ષ Songkran પર્વ તરીકે ઉજવાય છે. જે લગભગ એપ્રીલ મહીનામાં આવતુ હોય છે. અને આપણી ત્યાંની ધૂળેટીની જેમ પાણીથી ઉજવાતુ હોય છે. આવી જ રીતે નવેમ્બરમાં આવતો Loy Krathong તહેવાર પણ ભારતની દિવાળી જેવો જ છે. જેમાં સમગ્ર દેશમાં નદી તળાવ કે પછી છેલ્લે હોટલના સ્વિમિંગપૂલમાં પણ કેળાના પાંદ લઇને તેના પર સરસ દિવા કરીને તરતા મુકાતા હોય છે. જેમાં એમ માનવામાં આવે છે કે તમારા ખરાબ વિચારોને સાથે વહાવી દો. તમારું Krathong તરતું તરતું તમારી નજર સમક્ષથી દૂર થાય તે પહેલા જો દિવો ન ઓલવાય તો તમારા મનની ઇચ્છા જરૂર પૂરી થાય એમ ત્યાંના લોકો માને છે. ત્યાંના મંદિરોને WAT કહેવાય છે.



Thailand માં જ્યારે કોઇને respect આપવાની વાત આવે કે પછી સ્વાગતની વાત આવે તો શું થાય ! કશુ જ નહી. Thailand એ બીજુ કશુ જ નહી પરંતુ indo-china peninsula જ છે તો પછી ત્યાં પણ બે હાથ જોડીને નમસ્કાર જ કરાય છે. ફર્ક માત્ર એટલો જ છે કે ત્યાં નમસ્તેને WAI કહે છે. જ્યારે હેલ્લો કહેવામાં આવે ત્યારે male ને Sawasdee Khrap અને female ને Sawasdee kra કહેવામાં આવે છે. સાઉથ ઇસ્ટ એશિયાના બીજા દેશોની જેમ જ Thailand પણ ભારતીય સંસ્ક્રુતિ સાથે સંલગ્ન છે. Funan ના સમયગાળાથી લઇને Khmer ના રાજ્ય સાશન સુધી ભારતીય સંસ્ક્રુતિનું સતત સાતત્ય રહ્યુ છે. જયારે 13મી સદીમાં Khmer સાશનનો અંત આવ્યો ત્યારે Thai, Mon, Khmer and Malay જેવા રાજ્યો અસ્તિત્વમાં આવવા લાગ્યા. અને સમગ્ર દેશમાં બૌદ્ધ ધર્મ અસ્તિત્વમાં આવવા લાગ્યા. જેની શરૂઆત લગભગ Thai અને Siamese રાજ્યોથી થઇ. જે પાછળથી Sukhothai તરીકે ઓળખાયા. માત્ર 100 વર્ષના ગાળામાં સમગ્ર Sukhothai નું શાશન Ayutthaya મય થઇ ગયુ. Ayutthaya નું મુળ નામ Ayothaya હતું. જે રામની જન્મભૂમી અયોધ્યા પરથી આવ્યુ હોવાનું મનાય છે. Ayutthaya ના અંત સાથે જ King Rama -1 ના સાશન સાથે ચક્રી રાજ્યનો પ્રારંભ થયો. છતાં એક વાત તો સ્વિકારવી જ રહી કે 17મી અને 19મી સદી દરમ્યાન થાઇલેન્ડ અને બર્મામાં ગુલામપ્રથા જેવી ખરાબ બાબત તો અસ્તિત્વમાં હતી જ. 1932માં સમગ્ર દેશમાં એક Bloodless Revolution થયુ અને દેશમાંથી એક પ્રકારની રાજાશાહીનો અંત આવ્યો. છતાં થાઇલેન્ડ આજે પણ Constitutional Monarchy ધરાવે છે. એટલે કે દેશના મુખ્ય વ્યકિત તરીકેનું સ્થાન રાજાનું પરંતુ ત્યાં લેવાતા દરેક નિર્ણય દેશના વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ લેવાતા હોય છે. રાજાના સર્વોપરીપણા હેઠળ સમગ્ર તંત્ર આવરી લેવાતું હોય છે. આ Constitutional Monarchyની શરૂઆત 1932 ના Bloodless Revolutionથી થઇ. ત્યાર બાદ 15 Nov 1932 ના રોજ Permanent Constitution ઘડાયુ અને અમલમાં આવ્યુ. નવા બંધારણમાં 78 એસેમ્બલી સભ્યો અને 78 ડાયરેક્ટ ચૂંટાયેલા સભ્યો એમ 156 સભ્યોનો સમાવેશ થયો. 1997 માં Assembly માં ફરીથી People’s Constitution ઘડાયુ અને દ્વિ કાયદાકિય બંધારણ હેઠળ House of Representative ની 500 સીટો અને Senate ની 200 સીટો નો સમાવેશ કરવામાં આવ્યો. આ બન્ને હાઉસમાં અલગ અલગ ટર્મ માટે સભ્યો ચૂંટાતા હોય છે. જેમાં Senate member 6 વર્ષ માટે ચૂંટાતા હોય છે. જ્યારે House of Representative member 4 વર્ષ માટે ચૂંટાતા હોય છે. આજે આ દેશમાં રાજા ભૂમિબોલ રાજ કરે છે જે લગભગ 1946થી રાજ કરે છે. જે દુનિયાના સૌથી વઘુ રાજ કરનારા રાજા છે. તો બીજી બાજુ ત્યાંના હાલના Prime Minister Yingluck Shinawatra છે જે પહેલા સ્ત્રી વડાપ્રધાન છે. એટલુ જ નહી, સમગ્ર ઇસ્ટ એશિયાના દેશોમાંથી માત્ર Thailand માં જ 40000 વર્ષ પહેલાના માનવજાતિના અવશેષો મળી આવેલા છે.

5,14,000 sq. km માં વિસ્તરેલો આ દેશ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 51મું સ્થાન ધરાવે છે. આ દેશની જમીન સીમા બર્મા સાથે 1800 કિમી, કંબોડિયા સાથે 803 કિમી, લાઓસ સાથે 1754 કિમી અને મલેસિયા સાથે 506 કિમીની જમીન સીમા ધરાવે છે. તો 64 કરોડની વસ્તી સાથે Thailand વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ 20મું સ્થાન ધરાવે છે. જેમાં 75 % વસ્તી Thai, 14 % વસ્તી ચાઇનીઝ, 3% મલય લોકો અને બાકીના બધા 7 % છે. Thailand ઉતરથી દક્ષિણ 2500 કિ.મી. અને પૂર્વથી પશ્ચિમ 1250 કિ.મી. વિસ્તરેલો છે. હિંદ મહાસાગર સાથે 850 કિ.મી. અને Thailand ના ગલ્ફ સાથે 1840 કિ.મી. ની દરીયાઇ સીમા લાગેલી છે. અર્ધ ગરૂડ એટલે કે અડધુ ગરૂડ અને અડધો માનવ એવી આક્રુતિએ ત્યાંનો national symbol છે. જે આપણી પરંપરામાં વિષ્ણુના એક અવતારનો નિર્દેશ કરે છે. એવી જ રીતે ત્યાંનુ પુરાણુ નામ Siam એ પણ સંસ્કૃત શ્યામ પરથી ઉતરી આવ્યુ છે એમ માનવામાં આવે છે. 10 Dec. 1939 થી દેશનું નવું રાષ્ટ્રગીત સ્વિકારાયું. દેશના બંધારણમાં રોજ સવારે 8 વાગ્યે અને સાંજે 6 વાગ્યે compulsory રાષ્ટ્રગાન છે. દેશના દરેક નાગરીકને આર્મીમાં જોડાવવાનું પણ compulsory છે. 21ની ઉમર દેશ માટે છે. આગળ સેવા આપવી કે ન આપવી તે પોતાના પર છે પરંતુ 6 મહીના થી લઇને 2 વર્ષ સુધીનો ગાળો દરેદ થાઇ નાગરીકે દેશ સેવાને આપવો જ પડે છે. The Royal Thai Armed Forces , Royal Thai Army, Royal Thai Navy અને Royal Thai Air Force એ ત્યાંની રક્ષણ કરતી અલગ અલગ કમાનો છે. આ દેશમાં 12 વર્ષ સુધીનું શિક્ષણ ફ્રી છે. જેમાં 6 વર્ષ પ્રાઇમરી અને 6 વર્ષ સેકન્ડરીના હોય છે. આ દેશમાં 39432 સ્કુલ છે. જેમાંથી 37781 મિનિસ્ટ્રી એડ્જ્યુકેશન છે. 78 State University છે. Thailandની મુખ્ય ભાષા Thai છે. જેમાં 44 મુળાક્ષરોનો સમાવેશ થાય છે. જેમાં 15 Vovel છે તો 4 ટૉન માર્ક છે. Thai Kadai ભાષા લાઓસની લાઓ બર્માની શાન ભાષા સાથે સંલ્ગન છે. તો દેશના કેટલાક ભાગમાં લાઓ ભાષા પણ બોલાતી હોય છે. ભારતની જેમ જ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાઇબલ લેંગ્વેજ પણ અસ્તિત્વ ધરાવે છે. આ દેશની 95 % વસ્તી બૌધ્ધ ધર્મ ધરાવે છે. Thailandનું ચલણ Thai Baht છે. Thailand માં તમારે કોઇ gilfiend છે અને એ જો One Baht ની સોનાની રીંગની માંગણી કરે તો ખૂશ થઇને શો રૂમમાં ન જતા કારણ કે Baht પણ વજનનો એક એકમ છે. One Baht એટલે કે 15.244 ગ્રામ. બાકી તમારે લુંટાવું હોય તો તમારી મરજી !!!!!!!!!



ઇ.સ. 1767માં King Hasinbyushin ના નેતૃત્વ નીચે બર્મીઝ આર્મી દ્વારા સમગ્ર અયુથાયાને ભસ્મીભૂત કરી દેવાયું. આમ તો આ અયુથાયા વિશે જેટલુ લખીયે એટલુ ઓછુ છે ખરેખર મને તો આ World Heritage site જોવાની જ તાલાવેલી જાગી છે. વધારાનું અયુથાયા વિશે પછી.



Thailand વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 51 મો દેશ છે. જે Yaman કરતા થોડો નાનો અને Spain કરતા થોડો મોટો છે. આ દેશ પાસે 320000 કિ.મી. નો અખાત છે. જેમાં ચાઓ પ્રાયા મઇ ક્લોંગ બંગ પાકોંગ અને તાપી નદીઓના પાણી સમાતા હોય છે. સમગ્ર થાઇલેન્ડને 76 Provinces (Amphoe) માં વહેચવામાં આવ્યું છે. જેમાં એક Provincesનું નામ સુરત છે. દરેક Provinces માં District(877) નો સમાવેશ થાય છે. દરેક District(Tambon) માં Sub- District નો સમાવેશ થાય છે. અને દરેક Sub- District માં Village(Muban) નો સમાવેશ થતો હોય છે. દરેક Provinces ને પોતાનો એક અલગ Symbol હોય છે. જો ભારતની ગંગા, ઇજીપ્તની નાઇલ તો પછી એટલુ તો ચોક્ક્સ કે Thailandની ચાઓ પ્રાયા નદી ત્યાંની જીવાદોરી છે. આ એ જ નદી છે કે જેના ખીણ પ્રદેશમાં 7મી સદી થી લઇને 10 મી સદી સુધી માં Mon Dvaravati સંસ્કૃતિ વિકસી હતી. Dvaravati નામ સંસ્કૃત શબ્દનો નિર્દેશ કરે છે. જે Pallava વંશ સાથે સંકળાયેલ છે. જો ભારતમાં જયપુર દેશનું Pink City, ઉદયપુર White City તો થાઇલેન્ડમાં Chiang Mai શહેરને Rose of the North કહે છે.



થાઇલેન્ડે 1985થી લઇને 1996 સુધી દુનિયાની સૌથી વધુ Economy growth rate ધરાવતુ હતુ જેની સરેરાશ 12.4%ની હતી. દુનિયામાં સૌથી વધુ ચોખા પકવતો આ દેશ દર વર્ષે 6.5 મિલિયન ટન ચોખા ઉતપ્ન કરે છે. સમગ્ર વર્ષ દરમ્યાન દરેક થાઇ નાગરીક 100 કિલો ચોખા અરોગે છે. આ દેશની 49 % વસ્તી ખેતીમાં involve છે. જે 1980માં દેશની 70 % વસ્તી કરતા ખૂબ જ ઓછી છે. આ દેશમાં 55%ભાગની જમીન ખેતીલાયક છે. જેમાંથી માત્ર Mekong પ્રદેશ 27.25% ચોખા ઉત્પન કરે છે. છેલ્લા આંકડા બતાવે છે કે Thailand પાસે US $602 Billion GDP (On base of PPP Perchasing power Parity) ગ્રોથ રેટ છે. જે South East Asia ના દેશોમાં Indonesia પછી બીજા ક્રમે છે. નાણા ભંડોળની બાબતમાં South East Asia ના દેશોમાં સિંગાપુર,બ્રુનૈ અને મલેસિયા પછી ચોથા નંબર પર છે.2011 Dec. ની ગણતરી પ્રમાણે દેશમાં 0.4 % લોકો બેકાર છે. તો ત્યાં Employment 56 % ના દરે છે. ત્યાં 96% ના દરે Education વધે છે.



થાઇ લોકો મૂળે Yunnan ના નહી પરંતુ China ના Guangxi Province માંથી આવેલા છે એ હમણાનું સૌથી નવું સંશોધન છે. મોટા ભાગના Guangxi Province માં રહેતા અને બાકીના Thai લોકો Zhuang કહેવાય છે. ઇ.સ. 700 માં Thai લોકો China ના વિચારોમાં આવ્યા નહી તે લોકો સૌ પ્રથમ વિયેટનામના Dien Bien Phu ના પ્રદેશમાં જઇને વસ્યા અને ત્યાર પછી અલગ અલગ જગ્યાએ વહેંચાયા. આજે આ દેશમાં 95 % વસ્તી બૌધ્ધ ધર્મ પાળનારી છે તો બીજી બાજુ 4 % વસ્તી મુસ્લીમ છે અને 0.5 % વસ્તી ક્રિસ્ચયન છે. સૌથી વધુ બૌધ્ધ ધર્મ ધરાવતા આ દેશમાં બૌધ્ધ ધર્મની શરૂઆત 3જી સદીમાં Nakhon Pathom થી થઇ હોય એમ માનવામાં આવે છે. આજે પણ આ દેશમાં 27000 કરતા વધારે બૌધ્ધ મંદિરો છે.



76 પ્રોવિન્સ ધરાવતા આ દેશમાં અમારી મુલાકાત આ દેશના બે મુખ્ય ટુરીસ્ટ પ્લેસ ગણાતા બેંગકોક અને પતાયામાં થવાની છે. By the way મારા પાસપોર્ટમાં પહેલી વખત Thailandનો એક Foreign Country નો સિક્કો વાગ્યો છે અને તેને માણવા જઇ રહ્યો છું. આ સમગ્ર વાર્તાના મુખ્ય કેન્દ્રમાં Aris છે. અમારા સ્પોનસર્સ છે. બાકીની વાતો આવતા બુધવારે કરીશું અત્યારે તો મોડું થાય છે.

                                                                                                                              Ajit Kalaria