In the procedure of exploration, extraction, refining, power generation, trading distribution and marketing BP p.l.c. is one of the multinational giants in the world. It was once also known as The British Petroleum Company p.l.c. and BP Amoco p.l.c. In May 1908, British Geologist group found a large amount of oil in Masjed Soleyman located in Southwest of Iran and that discovery laid the foundation of BP which is still continuing its journey with new milestones. That discovery lead to the founding blocks of Petrochemical Industries and following that the British government signed a contract related to refinery, depot, storage tank and other related materials.
The Refinery started in 1912 and during the year 1914 Winston Churchill and the British government signed a contract and owned 50.0025% shares and hence the first and biggest advantage of that contract was for the First Lord of the Admiralty which was the main head of British navy. A large part of their war ships were switched to run on oil rather than coal because they did a deal with APOC (Anglo Persian Oil Company) that they will get oil on the same rate for next 30 years. The year 1919 comes and the company becomes Shale oil producer which was introduced in the market with the name Scottish Oil Company. You must be wondering that what is the shale oil industry? The answer is, it is a company that transforms sedimentary rock which contains kerogen, through mining and processing into liquid hydrocarbon.
When the company celebrated its Golden jubilee in the year 1959, it was extended from Middle East to Alaska. During 1998 British Petroleum merged with Amoco and was named as BP Amoco p.l.c. Wait, the story doesn’t end here. In the year 2000 BP bought ARCO and Burmah
Castrol and in 2002 BP also bought Aral AG which resulted in the great expansion of BP. In between all of these, BP got its current and short name BP p.l.c in 2001. From 1920 to 2000 BP’s logo was changed 6 times and the current 3D logo which is the 6th BP logo that catches our attention was transformed in year 2000. The 6th new 3D logo which represents a Greek god Helios, which has the symbol green and yellow sunflower indicating power and natural world, and which also, proves the word “Beyond Petroleum” and with this logo BP is creating its own history in 21st century. In the year 2011, by surpassing distinctive milestones, BP did a partnership deed of $7.2 billion with Reliance Industries of 30% and started a new journey in India. On the other hand in 2012 BP sold its subsidiary company BP Chemicals (Malaysia) Sdn. Bhd which produced purified terephthalic acid (PTA) to Reliance for $230 million.
A similar oil giant like BP, which is Russia’s Rosneft Oil Company; from 2003 to 2013 BP was partnered with it and from 2013 till the Ukraine’s war BP was 20% partner with it. As per 2019 BP has established its networks in more than 80 countries. In the whole world there are a total of 18,700 service stations of BP which are mainly named BP but in America it is known as Amoco brand and in Germany it is known as Aral Brand. BP is constantly providing its services to customers all over the world. In the list of Fortune 500 companies of the world BP’s ranking is 35. The world’s 3rd largest oil trading company is BP(after Royal Dutch shall and Vitol). As per statistical data of the year 2018 BP is producing 3.7 million barrel oil every day. Out of that 2.191 million barrel liquid oil and 8.659 cubic feet natural gas produced daily by BP. According to the data of year 2018 BP is part of 11 refineries in the world. BP
has 11.456 million barrel liquid and 49.239 trillion cubic feet natural gas storage.
Did you know when was BP introduced in Australia? The answer is BP opened its first outlet in Fremantle in 1919. Since 1919 to 2019 in a hundred years BP has opened more than 1400 outlets and 26 depot terminals, from there Australia receives it’s 25% of oils. BP which has more than 5700 employees is the 4th largest revenue generating company in Australia with 45% of the staff are women. More than 75 Airports of Australia receive oil from BP. According to statistical analysis, every 3 minutes a road oil tanker supplies BP fuel to any one corner of Australia. More than 30,000 small and big businesses units are collaborated with BP. Not just in Petroleum and business, but BP is also helping the communities by donating to charities like breast cancer foundation “McGrath Foundation”.
In between all of these BP also has its own futuristic vision that a multinational company should have! In 21st century when every country’s future goal is Carbon net zero emission, BP did not step back here, It already has started to produce biofuel instead of petroleum and interestingly it is the same car engine where the fuel goes, it is the same infrastructure but it is biofuel instead of fuel, and we proudly say that in this field BP is two step ahead of other companies. In the same way BP is also ahead in electric charging and hydrogen supply. With the help of SAF (Sustainable Aviation Fuel) BP is also giving a new shape to the Aviation Industry with same engine and fuel tank to change the world and the new hydrogen and electricity based aviation technology is also under research. BP has already started its Solar Power journey in 2017 by doing a
partnership with Lightsource Renewable Energy with an investment of $200 million. By doing this BP became partner of 43% and changed the name to Lightsource BP. BP already owns the Bio methane business and asset plants in March 2017and so acing its journey in clean energy. BP has smartly invested $500 million in Low Carbon energy which BP is going to increase its value to $5 Billion till 2030. In February 2020 BP did an important announcement of making its greenhouse emission to net zero carbon by 2050, after this announcement BP has established 4 different sections which are production and operations; customers and products; gas and low carbon; and innovation and engineering, and each section are doing its own research to achieve the target. In between all, in the year 2021 BP was ranked 5th out of 120 environmentally responsible company of the world, and I am proud that I am giving service with my full ability in a successful visionary company.
Out of 1400 BP retail outlets in Australia, one of them is BP Sorrento ! I never dreamed of that I would become a part of the world’s 3rd largest oil company, but today it’s a reality and I am proud of that. A unit in front of the beach which captures everyone’s attention and that place is BP Sorrento. Here, when I work as a CSR and fulfilling my duty I have met people from different cultures and origins with their different etiquettes, with different attitudes and different nature. During that time when I am serving customers from the console and standing in front of POS, I have learned and observed many different things and life lessons. Every CSR has their own different story, which is same with me. By using each fraction of second and being constantly alert, serving the customer is the first priority and filling up the empty space by keeping it neat and clean
in allotted time is the second one. It’s our important duty that by communicating we try our best and make sure that customer feels good by our communication and will come again and again.
Every day comes with new task and every shift comes with different situation to face, that is the positive attitude for all CSR, and is mine also! However, in between all of these when we work in bound to the rules and when facing a particular situation at that time we understand the importance of the rules, related to safety, security and services which are very precisely made for us by BP. Along with all this, the training given by BP is also very important that helps us in every situation and which is also applicable in real life. For example in the recent training named as Care Package which gave us amazing information about EQ, which reminded me of a book named Emotional Intelligence by Daniel Goleman which I read many years ago and also the formula of EQ given by Swami Vivekananda. I would like to say that BP cares a lot about their employees. BP showed us many videos and experiences of others and made us aware of such kind of situations that helps us during our shifts.
When we sign out POS and if we get over amount report we feel victorious, but if we get negative amount or drive off we feel heartbroken, and when we get balance shift report we feel like a perfect accountant. As per my observation and experience I would like to say that BP’s every outlet presents an aesthetic sense and value. In which adders like MUST HAVE, KIDS ZONE, 8 CENTS, TOP UPS, TREAT YOURSELF, HEALTH AND BEAUTY, CAR CARE, ESSENTIALS are the beauty of store. I would also like to say BP has its own Customer
class, because here in store there are lots of different kinds of chocolates and we have different kinds of marketing strategies to give discount 8 cents per litter on every month. We have different kinds of promos to attract customers and we also have some basic utilities for their broken cars. In store we have chilled coffee in the display and on the other hand and we all CSR’s are always ready to serve hot coffee with wild coffee beans. In store we have fridge full of different kinds of ice-creams and shelves are full with different kinds of chips. We have milk in fridge along with many kinds of energy drinks. In Store we have different types of water and juice for their thirst and many shelves with flavoured milk. We have basic tablets like Panadol for their health and different kinds of Sandwiches for their hunger. We have so many hot foods for their empty stomach in our hot display unit, as well we have many things for their pets in our store.
In between all of these, when a customer doesn’t take advantage of the scheme of 8 cents per litter even though they are eligible to get 2 free chocolates or water bottle and the next customer will come with 2 water bottles or 2 chocolates without filling fuel at that time we feel that, why didn’t this customer refuel ? But at last, doing hard work with the positivity that I will convince the next customer to take the advantage of the scheme. While every CSR is working at BP they work with all their abilities but they have some human errors and they always try to overcome their problem, during that sometimes they are successful and sometimes they are not. In short, I would defiantly say that the CSR who works at BP is ready to ace the marathon of life.
In between all of these I would say that there is also a person behind my success. Yes, behind my victory there is our respected manager Mr Manish Patel who has helped me with his ideas and strategies to tackle the problems and achieve daily targets during my shift. When hard problems and different situations have arisen and he has always helped me by giving strong and effective solutions to overcome problems. Sometimes I have seen him as the management guru. I have felt many times that he talks to every corner of the store and knows what happened. Not only good but also acing with perfection and presentation has been very easy for him, there are many more things that I have learned from him and I am still constantly learning from him. At last I would like to say that these words would be the same for every CSR at BP Sorrento and the same story for every CSR of Australia.
Thank you
- Ajitkumar Kalariya
=======================
પેટ્રેલિયમ પ્રોડકટનું exploration , extraction, refining, , power generation, trading distribution and marketing ક્ષેત્રમાં આખી દુનિયામાં અવલ્લ નંબરનું
નામ એટલે BP p.l.c. જે પહેલા ક્યાંક The British
Petroleum Company plc અને BP Amoco plc ના નામથી ઓળખાતી ! મે, 1908
માં બ્રિટીશ જીયોલોજિસ્ટ ગુપ્રે દક્ષિણ પશ્ચિમી ઇરાનના Khuzestan પ્રાંતના Masjed Soleyman પ્રદેશમાં મોટા
જથ્થામાં ઓઇલનો ભંડાર શોધી કાઢ્યો અને ક્યાંક એ જ સંશોધન પર BPની આખી દાસ્તાન લખાઇ અને આજના પડાવ પર પહોંચી છે. આ શોધે ત્યારે પેટ્રોકેમિકલ
ઇંડસ્ટ્રીઝના પાયા નાખી દીધા અને બ્રિટીશ ગવર્નમેન્ટે રિફાઇનરી, ડેપો, સ્ટોરેજ
ટેંક અને એને લગતા બીજા કામ માટેના કરારો કરી લીધા. 1912માં રીફાઇનરી ચાલુ થઇ અને
1914માં બ્રિટીશ ગવર્નમેન્ટ કંપની અને વિન્સેંટ ચર્ચીલના હસ્તક્ષેપથી 50.0025%
હિસ્સેદારી ધરાવતી માલિક બની. અને એનો સીધો જ સૌથી પહેલો ફાયદો તરત જ First
Lord of the Admiralty કે જે બ્રિટીશ રોયલ નેવીનું મુખ્ય મથક ગણાય છે
એને - અને બ્રિટીશ નેવીને થયો, પોતાના મોટા ભાગના જહાજો જે કોલસાથી ચાલતા હતાં એને
ઓઇલ પર આધારીત કરી દેવાયા કારણ કે APOC (Anglo-Persian
Oil Company) સાથે 30 વર્ષ સુધી
એક જ ભાવમાં ઓઇલ આપવાનો કોન્ટ્રાક્ટ સાઇન
થઇ ચુક્યો હતો. વર્ષ 1919નું આવે છે અને કંપની shale-oil producer બને છે, જે Scottish Oils ના નામે બજારમાં આવે છે. આ shale-oil શું છે ? તો જવાબ છે કે The oil
shale industry એ છે કે જે oil shale (સેડિમેન્ટરી
રોક કે જે કેરોજન ધરાવે છે ) ને માઇનિંગ અને પ્રોસેસિંગ કરી લિકવીડ હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરીત કરતી ફેક્ટરી.
50માં વર્ષે એટલે કે 1959માં છેક મિડલ ઇસ્ટથી લઇને અલાસ્કા
સુધી કંપની વિસ્તરી ચુકી હતી. તો, 1998માં British
Petroleum – Amoco સાથે મર્જ થઇ અને BP Amoco plc બની. કહાની અહિંયા જ નથી અટકતી ARCO and Burmah Castrol ને 2000 માં
અને Aral AG નો 2002માં
પોતાનામાં સમાવેશ કરીને BP એ દુનિયામાં ડંકો વગાડી દિધો. આ બધાની વચ્ચે આપણે
જેને આજે માત્ર BP તરીકે ઓળખીએ છીએ
એ નામ 2001માં આવ્યુ હા, લાંબા નામને BP p.l.c. જેવું નાનું નામ 2001 માં આપાયું ! તો આજે
આપણી વચ્ચે જે 3ડી ઇમેજ ધરાવતો મજાનો લોગો છે એની પણ દાસ્તાન સમયચક્ર સાથે બદલતી રહી અને
આજનો લોગો 2000માં અમલમાં આવ્યો ! 1920થી
2000 સુધીમાં કુલ 5 વખત એ રૂપાંતરણ પામ્યો અને આજે છઠ્ઠી આવૃતિ સમો મજાનો લોગો કે
જે સૂર્યની ઉર્જા અને ગ્રીક ગોડ Helios ને રીપ્રેઝન્ટ કરવાની સાથે સાથે Beyond Petroleum શબ્દને સાર્થક કરી દુનિયા
સમક્ષ એક અલગ જ ઇમેજ સાથે આ 21મી સદીમાં BP પોતાનો નવો ઇતિહાસ સર્જી રહ્યું છે. આવા અનેક નાના મોટા માઇલસ્ટોન સર કરતાં કરતાં વર્ષ 2011નું આવે છે અને BP $7.2 બિલિયનનું
રોકાણ કરી Reliance
Industries સાથે 30%ની ભાગીદારી કરી ભારતમાં નવા દોરની
શરૂઆત કરે છે. તો, બીજી બાજુ સપ્ટેમ્બર 2012માં BP પોતાની સબસીડરી
કંપની BP Chemicals (Malaysia) Sdn. Bhd કે જે purified
terephthalic acid (PTA) પ્લાંટ હતો એ રિલાયન્સને $230 million માં વેંચે છે.
BP જેવું જ બીજુ મોટું નામ એટલે રશિયાની Rosneft Oil Company . 2003 થી 2013 સુધી BP એમાં પણ ભાગીદાર રહી અને 2013થી લઇને
યુક્રેનના યુદ્ધ સુધીના સમય સુધી 20%ની હિસ્સેદાર ! 2019ની શરૂઆત થઇ ત્યાર સુધીમાં
BP લગભગ દુનિયાના 80 દેશમાં પોતાનું નેટવર્ક બનાવી ચુક્યુ છે, આખી દુનિયામાં BPના 18,700 સર્વિસ સ્ટેશન છે. જે મુખ્યત્વે
BPના જ નામથી જ છે તો અમેરિકામાં Amoco brand અને જર્મનીમાં Aral brand ! જે હોય તે આમ જોવા જઇએ તો દુનિયાના
કોઇકને કોઇક છેડે પ્રતિક્ષણ BP પોતાની સેવા આપી જ રહ્યું છે એમ
સ્વિકારવું રહ્યું. એટલું જ નહી, Fortune Global 500 કંપનીઓના લિસ્ટમાં BP 35માં નંબરે છે. દુનિયાની ત્રીજા નંબરની (Royal Dutch Shell and Vitol પછી) ઓઇલ ટ્રેડ કરતી કંપની એટલે BP ! 2018ના
આંકડા મુજબ જોવા જઇએ તો BP રોજનું 3.7 મિલિયન
બેરલ ઓઇલ પ્રોડ્યુસ કરે છે જેમાં 2.191 મિલિયન બેરલ લિકવીડ અને 8.659 ક્યુબિક ફુટ
નેચરલ ગેસનો સમાવેશ થાય છે. 2018ના લેટેસ્ટ આંકડા મુજબ BP દુનિયાની 11 મોટી રિફાઇનરીઓમાં પોતાનો
ભાગ ધરાવે છે. અને 11,456 મિલિયન બેરલ
લિકવીડ અને 49.239 ટ્રિલિયન ક્યુબિક ફિટ નેચરલ ગેસનો સ્ટોરેજ ધરાવે છે.
BP ઓસ્ટ્રેલિયામાં ક્યારથી ? તો એનો જવાબ છે
1919માં ફ્રીમેન્ટલમાં પોતાનું પહેલું આઉટલેટ ખોલ્યું ત્યારથી ! 2019માં BP એ પોતાના 100 વર્ષ
પુરા કર્યા ત્યારથી લઇને આજ સુધી આખા ઓસ્ટ્રેલિયામાં 1400 કરતાં વધારે આઉટલેટ ખોલી
ચુક્યું છે તો જુદી જુદી જગ્યાએ 26 કરતાં વધારે ડેપો ટર્મિનલ છે જ્યાંથી 2018ના
આંક્ડા મુજબ ઓસ્ટ્રેલિયાને 25% કરતાં વધારે ઓઇલ માત્રને માત્ર BP પુરુ પાડે છે. આજે 5700 કરતાં વધારે એમ્પલોઇ
ધરાવતી આ કંપની ઓસ્ટ્રેલિયાની ચોથા નંબરની સૌથી વધુ રેવન્યુ જનરેટ કરતી કંપની છે.
તો આખી કંપનીમાં 45% સ્ટાફ લેડિસ છે. તો ઓસ્ટ્રેલિયાના
75 કરતાં વધારે એરપોર્ટ પર ફ્યુલ પણ માત્ર ને માત્ર BP જ પુરુ પાડે છે. સ્ટેટીસ્ટીકલ એનાલીસીસ તો એમ
કહે છે કે દર ત્રીજી મિનિટે એક રોડ ટેન્કર ક્યાંકને ક્યાંક BP ફ્યુલ ઓસ્ટ્રેલિયાના કોઇક છેડે પહોંચાડે છે.
30,000 કરતાં વધારે નાના મોટા ધંધાકિય યુનિટો BP સાથે કોઇકને
કોઇક રીતે સંકળાયેલા છે. તો બ્રેસ્ટ કેન્સર માટે જાણીતી ચેરિટી McGrath
Foundation જેવા અનેક યુનિટ સાથે જોડાયેલા રહીને ક્યાંકને ક્યાંક BP સમાજને પણ એટલું
જ સહયોગી સાબીત થઇ રહ્યું છે.
આ બધાની વચ્ચે ટોપ
લેવલની મલ્ટીનેશનલ કંપનીને છાજે એવા BP ના પોતના ફ્યુચરીસ્ટીક
વિઝન તો ખરા જ ! જેમ કે આવનારો સમય ક્યાંક પ્રત્યેક દેશ માટે Carbon net zero emission તરફ આગળ વધવાનો
છે ત્યારે એમાં, BP પણ કેમ બાકત હોય ! આપણી કારના એ જ એન્જિનમાં
અને ક્યાંક એ જ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે પાઇપ લાઇન કે એ જ ફ્યુલ ટેંકનો ઉપયોગ કરી
બાયોફ્યુલ વાપરી શકાય એ દિશામાં અનેક પગલા BP ક્યારનું ભરી
ચુક્યુ છે અને ક્યાંક એ દિશામાં બીજા કરતાં બે કદમ આગળ છે એમ કહીએ તો પણ કશું જ
ખોટું નથી. ઇલેક્ટ્રીક વ્હિકલ ચાર્જિંગ કે હાઇડ્રોજન સપ્લાઇમાં પણ BP બીજા કરતાં આગળ જ છે. SAF(Sustainable Aviation fuel) એ મોટા જેટ માટે
ક્યાંક બાયોફ્યુલનો પર્યાય છે જે, એ જ એન્જિન અને એ જ ફ્યુલ ટેંકના સહારે દુનિયા
બદલવા માટેનો એક નવો વિચાર છે, એની સાથે સાથે ક્યાંક હાઇડ્રોજન અને ઇલેકટ્રીસીટી
આધારીત નવી એવિયેશન ટેકનોલોજી પણ એના રિસર્ચ હેઠળ છે જ ! 2017માં સોલાર એનર્જી ડેવલોપમેન્ટ પર કામ
કરતી Lightsource Renewable Energy માં $200 million નું રોકાણ કરી 43%નો હિસ્સેદાર બનીને અને એનું નામ બદલી Lightsource BP કરી એ દિશામાં BP આગળ વધી
જ રહ્યુ છે . આવી જ રીતે માર્ચ 2017માં Clean Energy's ના બાયોમિથેન બિઝનેસ અને એસેટને પોતાના હસ્તક લઇ એ દિશામાં
પણ હરણફાળ ભરી ચુક્યું છે. 2018માં $500 મિલિયન લો કાર્બન એનર્જી
ટેકનોલોજી પાછળ ખર્ચ્યા છે જે 2030 સુધીમાં $5 બિલિયન સુધી લઇ જવાનો ટાર્ગેટ છે.
ફેબ્રુઆરી 2020માં કંપનીએ જાહેર કર્યુ કે 2050 સુધીમાં પોતાને ગ્રીનહાઉસ ગેસ
ઇમિસનથી નેટ ઝીરો કાર્બન સુધી લઇ જવાનો ટાર્ગેટ રાખ્યો છે. જેના માટે કંપનીએ : production and operations; customers and products; gas and low
carbon; and innovation and engineering જેવા ચાર અલગ અલગ વિભાગ બનાવી રિસર્ચ વર્ક પણ શરૂ કરી
દીધું છે. આ બધાની વચ્ચે 2021માં દુનિયાની 120 ઓઇલ અને માઇનિંગ કંપનીઓના લિસ્ટમાં environmentally responsible company તરીકે BP પાંચમાં નંબરે હતી. અને મને ગર્વ છે કે ક્યાંક હું આવી એક
વિઝનરી કંપનીમાં મારી કાબેલિયત મુજબ સેવાઓ આપી રહ્યો છું.
હા, ઓસ્ટ્રેલિયામાં BPના 1400 કરતાં
વધારે રિટેઇલ આઉલેટમાંનો એક એટલે BP SORRENTO ! દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી ઓઇલ કંપનીનો
હું એક હિસ્સો બનીશ એવું ક્યારેય વિચાર્યું પણ નહોતું. દરિયાની બિલકુલ સામે કોઇને
પણ ગમી જાય એવા મજાના લોકેશન પર આવેલો એક યુનિટ એટલે BP Sorrento. આજે જ્યારે એક CSR તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું ત્યારે
ચોક્ક્સ કહેવાનું મન થાય કે રીટેઇલની આ
દુનિયામાં જાત-જાતના અને ભાતભાતના લોકો મળ્યા. કંસોલમાં POSની સામે ઉભા રહીને ઘણુ ઘણુ કહી શકાય એટલું
શીખવા મળ્યું. દરેક CSRની પોતાની એક અલગ
દાસ્તાન હોય છે. એવું જ કંઇક મારું પણ છે. પ્રત્યેક પળે સતત સજાગ રહીને સતત
કસ્ટમરને સર્વ કરતા રહેવા એ સૌથી પ્રાયોરીટીનું કામ અને સાથે સાથે પોતાને એલોટ
થયેલા સમયમાં પોતાના સ્ટોરને ફિલઅપ કરીને સતત સણગારતા રહેવું એ બીજા નંબરની
પ્રાયોરીટી. પ્રતિક્ષણ સજાગ રહી, કસ્ટમર સાથે સતત કોમ્યુનિકેશન ધરાવી એને પોતિકો
બનાવી કાયમનો બની રહે એ માટે સતત પ્રયત્નો કરતા રહેવાનું એ જાણે ફરજનો અભિન્ન અંગ
! રોજ શરૂ થતો દિવસ અને નવી શિફ્ટ જાણે એક નવી જ પરિસ્થિતી લઇને આવશે એવી તત્પરતા
સાથે સિફ્ટ શરૂ કરવાની હિંમત એ જ જાણે દરેક CSRનો ગુરૂ મંત્ર
અને એ જ મારો પણ ! પરંતુ આ બધાની વચ્ચે નિયમોને આધિન કામ કરીએ અને સમય આવ્યે
જ્યારે સેફ્ટી, સર્વીસ અને સિક્યુરિટીના નિયમની અહેમિયત સમજાય ત્યારે અનુભવને આધારે
ઘડાયેલા એ નિયમો પ્રત્યે સહેજે માન ઉપજી આવે. તો, BPની અમારી ટ્રેંઇનિંગ પણ એટલી જ ઉચ્ચ
લેવલની હોય છે. જેમ કે હમણાં જ અમારા માટે આવેલી Care Package ટ્રેઇનિંગમાં EQ ની મજાની
સમજૂતી હતી જેણે મને ક્યાંક વર્ષો પહેલાં વાંચેલા
Denial Goleman ના પુસ્તક Emotional
Intelligence ની યાદ અપાવી દીધી હતી. તો સ્વામી
વિવેકાનંદે EQ માટે જે ફોર્મ્યુલા આપી હતી એ પણ કયાંક યાદ
અવી ગઇ. ટુંકમાં BP પોતાના એમ્પ્લોઇની પણ એટલી જ કાળજી રાખે છે. કસ્ટમર
પ્રત્યેનો અભિગમ અને સારા ખરાબ અનુભવોથી સતત અમને વાકેફ રાખી અપડેટ કરવામાં આવે છે
અને, એ જ અમને અમારી સિફ્ટ દરમ્યાન કયાંકને ક્યાંક ઉપયોગી થઇ પડ્તું હોય છે.
સિફ્ટના અંતે જ્યારે POS ને સાઇન આઉટ
કરીએ ત્યારે જ્યારે કોઇ ઓવર અમાઉન્ટ સાથેનો રિપોર્ટ નિકળે ત્યારે જાણે જંગ જીતી
ગયા હોય એવો અહેસાસ થતો હોય છે તો ક્યારેક નેગેટીવ અમાઉન્ટ સાથેનો રીપોર્ટ આવે કે
ડ્રાઇવ ઓફ થયું હોય ત્યારે મન ખિન્ન થઇ ઉઠતું હોય છે.તો વળી જ્યારે બેલેન્સ સિફ્ટ
એવું આવે ત્યારે એમ થઇ ઉઠે કે આજે તો એકાઉન્ટ આપણા બાપનું ! મારા અનુભવને આધિન
ચોક્ક્સ કહેવાનું મન થાય કે BPનો પ્રત્યેક રીટેલ
આઉટલેટ ક્યાંક એક એસ્થેટિક સેન્સ પર ઉભો છે. જેમાં MUST
HAVE, KIDS ZONE, 8 CENTS, TREAT YOURSELF, HEALTH AND BEUTY, CAR CARE , કે ESSENTIALS જેવા ADDER માન ઉપજાવવાની
સાથે સાથે એક વેલ્યુમાં ઉમેરો કરે એવા મજાના છે. તો BP પાસે પોતાનો પોતિકો કહી શકાય એવો એક ચોક્ક્સ કસ્ટમર વર્ગ છે. કારણ કે અહિં
સ્ટોરમાં ચોકલોટની ભરમાર છે તો 8 સેન્ટસ પર લિટરનું ડિસ્કાઉંન્ટ આપવા માટે દર
મહિને નવી પ્રોડક્ટ સાથે માર્કેટીંગની નવી રણનિતી છે. અહિં કસ્ટમરને આકર્ષવા માટે
અનેક પ્રોડક્ટ પર મજાના ડિસ્કાઉન્ટ આપતા અનેક પ્રોમો છે તો ક્યારેક ક્યાંક અટકી
પડેલી કાર માટે કેટલીક બેઝિક જરૂરિયાત ધરાવતી વસ્તુઓ પણ છે. ક્યાંક ડિસ્પ્લે
યુનિટમાં ચિલ્ડ કોફી છે તો વાઇલ્ડ બીન્સના કોફી બીન્સથી મજાની હોટ કોફી બનાવી આપવા
માટે CSR પ્રતિક્ષણ તૈયાર હોય છે. જુદી જુદી જાતના અનેક
આસ્ક્રિમથી ભરેલું મજાનું ફ્રિજર છે તો ચિપ્સની આખી એક વણજાર છે. ફ્રીજરમાં દૂધ છે
તો સાથે સાથે અનેક પ્રકારના એનર્જી ડ્રિંકસ પણ છે. તરસ બુઝાવવા માટે અલગ અલગ
પ્રકારના પાણી અને જ્યુસ છે. તો ચિલ્ડ ફ્લેવર્ડ મિલ્કની ભરમાર છે. ક્યાંક
પેનાડોલથી માંડીને બેઝિક જરૂરિયાત ધરાવતી દવાઓ છે. તો કસ્ટમરની ભૂખ સંતોષાય એ માટે
અનેક પ્રકારની સેન્ડવીચ છે. હોડ ડિસ્પ્લે યુનિટમાં એમની જ્ઠરાગ્નીને તૃપ્તિ આપે
એવા ફૂડ છે, તો ક્યાંક એમના પાળેલા કુતરા કે બિલાડી માટે પણ અનેક વસ્તુઓ છે.
આ બધાની વચ્ચે ક્યારેક ફ્યુલ ભરાવીને પેમેન્ટ કરવા ઉભેલો
કસ્ટમર 8 સેન્ટસ પર લિટરની સ્કિમનો લાભ ન લે અને એના પછીનો જ કસ્ટમર પાણીની બે બોટલ
કે બે ચોક્લેટ લઇને જાય ત્યારે મનમાં સહેજે એવું થઇ જાય કે આને ફ્યુલ પુરાવ્યું
હોત તો ???? પણ આખરે મહેનત કરતા રહી ધ્યેય તરફ સતત વળગેલા રહેવું એ જ ટાર્ગેટ હોય
ત્યારે હવે પછી આવનારો કસ્ટમર 8 સેન્ટસ માટે પાક્કો એ જ પોઝિટીવીટીથી આગળ વધવું એ
જ જાણે ગુરૂમંત્ર. દરેક CSR જ્યારે BP ના આઉટલેટ પર
કામ કરે છે ત્યારે એ તન અને મન અને સર્વસ્વ આપીને કામ કરતો હોય છે પણ ક્યાંક એની
માનવીય પર્સનલ કહી શકાય એવી અમુક મર્યાદાઓ પણ હોય છે. જેને અતિક્રમી જવા એ સતત
પ્રયત્ન પણ કરતો હોય છે. એમાં એ ક્યાંક સફળ પણ રહેતો હોય છે અને ક્યાંક નિષ્ફળ પણ
! પરંતુ એટલું તો ચોક્ક્સ કહેવું પડે કે BPમાં ઘડાયેલો
કસાયેલો એ CSR ક્યાંક મજાનો પંકાઇ ચુક્યો હોય છે અને
જીંદગીની રેસમાં એ અલગ જ ઉત્સાહ સાથે દોડવાનો એ પાક્કું કરી ચુક્યો હોય છે!
આ બધાની વચ્ચે એવું ચોક્ક્સ કહેવાનું મન થાય કે મારી સફળતા
પાછળ કોઇક ચોક્ક્સ કામ કરે છે. હા, મારી જીત પાછળ અમારા મેનેજર મનિષ પટેલે મને જે
રીતે ઘડ્યો છે અને પડકારો સામે લડતા શિખવ્યું છે એ કામ કરે છે. તકલીફો અને પડતી
મુશ્કેલીઓનું ત્વરીત અને સચોટ સમાધાન પ્રત્યેક પળે એમણે મને આપ્યું છે તો ક્યાંક
એમને મેં મેનેજમેન્ટના ગુરૂ તરીકે જોયા છે. સ્ટોરના પ્રત્યેક ખૂણા સાથે વાત કરતાં
હોય અને બધું જ જાણી લેતાં હોય એવું કેટલીય વાર લાગ્યું છે. માત્ર સારું નહી, પણ
પરફેક્શન સાથે, પ્રેઝનટેશન સાથે અને સામે વાળાના મોઢામાંથી વાઉ એવું નિકળી જાય
એવું કેમ કરવું એ જાણે એમના ડાબા હાથનો ખેલ હોય એવું મને કાયમ લાગ્યું છે. ઘણું ઘણું કહી શકાય એટલું એમની પાસેથી શીખવા
મળ્યું છે અને હજુ પણ શીખી જ રહ્યો છું. છેલ્લે એટલું જ કહીશ કે કાદાચ મારા આ જ
શબ્દો સોરેન્ટોના બધા જ CSRના હશે અને કાદાચ
આવી જ દાસ્તાન ઓસ્ટ્રેલિયાના BPના દરેક CSRની હશે.
Thank you