ગુરુવાર, 27 માર્ચ, 2025

His Majesty’s Theatre, Perth






હંમેશના રૂટિનની જેમ જ દિવસ શરૂ થયો હતો અને હજુ 10 ના ટકોરા પડવાને થોડી વાર હતી ત્યાં મારા ફોનની રીંગ વાગી ઉઠી. ફોન Umbrella Multicultural Community Centre માંથી હતો, મને જણાવવામાં આવ્યું કે જો આજે બપોરે 2 થી 4માં તું ફ્રી હોય તો એક ટિકીટ વધી છે અને અમે તને આવકારીએ છીએ અમારી સાથે ઓપરામાં A City of Perth Community Performance દ્વારા તૈયાર થયેલ The Pirates of Penzance જોવા જોડાઇ જા. કોઇ જ જાતની આનાકાની વિના હા પાડી દીધીopera (આમ તો ઓપેરા બોલાય પણ અહિં ઓસ્ટ્રેલિયામાં ઓપરા બોલે છે) શું છે ?  તો સૌથી પહેલા જણાવી દવું કે એક એવું ડ્રામેટીક આર્ટ ફોર્મ કે જેમાં મોટે ભાગે વાર્તા ગાવાના ફોર્મમાં, મ્યુઝિક સાથે થાય. હા, સાથે એક આખી ઓરકેસ્ટ્રા ટીમ હોય આજે અહિંયા આ ઓપરામાં વાયોલા અને સેલા પણ હતાં.

સમય પર ઓપરા શરૂ થયું પહેલી જ મિનીટથી સમગ્ર ઓડિયન્સને જકડી રાખી હતી. છેલ્લે સુધી કયાંક હાસ્યના હિલોળા  હતાં તો, ક્યાંક શરારત હતી, ક્યાંક શાણપણ હતું તો બીજા છેડે સપમર્પણ હતું. ટુંકમાં છેલ્લી મિનિટ સુધી સૌ ઓપરામય હતાં એવું ચોક્ક્સ કહી શકાય. અને છેલ્લે લગભગ 3 મિનિટ સુધી કલાકારોને સ્ટેંડિટગ ઓવિયેશન અપાયું. જીવનમાં પહેલી વખત માણેલું આ ઓપરા એક અલગ જ રોમાંચ આપતું ગ્યું પણ હું એટલો જ રોમાંચીત  થિયેટરમાં પગ મુકતાની સાથે અને જ્યારે એનું નામ સાંભળ્યું ત્યારનો હતો. અને એમાંય તે ઇન્ટરવલમાં જ્યારે ફેસબુકમાં કોઇકની પોસ્ટ જોઇ કે આજે તો 27 માર્ચ દુનિયા World Theatre Day ઉજવી રહી છે ત્યારે મારા આનંદનો કોઇ પાર ન હતો કારણ કે આજે હું એક એવા થિયેટરમાં ઉભો હતો કે એના જેવા બાંધણીવાળા થિયેટર મેં માત્ર ને માત્ર ફિલ્મોમાં જ જોયા હતાં. અને આજે એવા જ એક થિયેટરમાં હું ઓપરા જોઇ રહ્યો છું એ ખરેખર એક સપનું લાગતું હતું. ચાલો પાછા, World Theatre Day ના દિવસે  થિયેટરની વાત પર પાછો આવી જાવું. રસ્તામાં હતો ત્યારે જ  એડ્રેસ હતું એને સર્ચ કર્યું, અને ઇમેઝીસ ચેક કરી, કારણ કે એડ્ર્રેસ હતું His Majesty’s Theatre, Perth.  અને એ જગ્યાના ઇતિહાસ પર નજર નાખી. તો જવાબ કંઇક આવો હતો કે 1902 ના અંત ભાગમાં જ્યારે પર્થ એક અલગ જ રીતે હરણફાળ ભરી રહ્યું હતું ત્યારે આ થિયેટરનું નિર્માણ શરૂ થયું અને 1904માં તૈયાર થયું. આજે એ શહેરની મધ્યે Hay Street અને King Street ના કોર્નર પર આવેલું છે. જયારે આ થિએટર આકાર પામ્યું ત્યારે એ ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું 2500  લોકોને સમાવનારું થિયેટર હતું. એટલું જ નહી એ પર્થનું સૌથી પહેલું (અને કદાચ ઓસ્ટ્રેલિયાનું પણ) reinforced concrete થી આકાર પામેલું બિલ્ડિંગ હતું. 1970 ના એ દશકામાં જયારે ઓઅસ્ટ્રેલિયન ગર્વન્મેન્ટે આ બિલ્ડિંગ લઇ લીધું ત્યારે એને આધુનિક રીતે ખુબ જ સુંદર રીનોવેટ કર્યું અને છેક ત્યારથી લઇને આજ સુધી એ હંમેશા West Australian Ballet અને West Australian Opera કંપનીઓ માટેનું એક આંગણું રહ્યું છે. સમય વહેતો રહ્યો, પર્ફોરમન્સ થતા રહ્યા અને  His Majesty’s Theatre, Perth અનેક નામી- અનામી કલાકારોને આવકારતું રહ્યું, આમ State Heritage Icon સમું આ બિલ્ડિંગ અનેકના જીવનની દસ્તાન સમું રહ્યું છે સાથે સાથે આ બિલ્ડિંગ કેટલાય પ્રેક્ષકોના હાસ્ય અને ક્યાંક આંખના ખૂણેથી ટપકી પડેલા આંસુંઓને સાચવીને બેઠું છે. પણ એની રોનક આજે પણ  જાણે કોઇ એક મહેલના દરબાર ખંડથી ક્યાંય ચડિયાતી લાગી ઉઠે. ચાર માળ ઉંચા આ થીયેટરમાં પગ મુકતાની સાથે જ 19મી કે 18મી સદીના ઇંગ્લીશ અને યુરોપિયન થિયેટરની ઝાંખી દેખાઇ ઉઠે. જેને આર્કિટેક્ટની ભાષામાં સમજવા જઇએ તો કહી શકાય કે આ થિયેટર Federation Free Classical કે  Edwardian Baroque architecture નો આ ઉમદા નમૂનો છે.  આ થિયેટર બનાવવામાં 272 ટન લોખંડ વપરાયું છે તો 37,50,000 ઇંટો વપરાઇ છે. ઇંમ્પોર્ટેડ મારબલ, મિન્ટોન ટાઇલ્સ અને Castlemaine slate નો ઉપયોગ ફ્લોરિંગમાં થયો છે.  જો ઓડિટોરિયમની વાત કરવા જઇએ તો એ proscenium arch ધરાવે છે જે એક પછી એક એમ 20 થી 23 મીટરના raked stage થી ઘેરાયેલ છે. આ ઓડિટીરીયમમાં 2584 લોકો સમાઇ શકે છે. આ થિયેટરનું ઇન્ટીરીયર typical Edwardian horseshoe આકારનું બનેલું છે જેનાથી દર્શકો પરફોર્મન્સને ખુબ જ નજીકથી મણી શકે. આવા થિયેટરમાં આજે World Theatre Day ના દિવસે મને માત્ર બીજી જ રોમાં બરાબર વચ્ચે B21 નંબરની સીટ પર બેસીને આખું ઓપરા માણવા મળે એનાથી મોટું સદ્ભાગ્ય મારે બીજું શું ગણવું.

Happy World Theatre Day !