આ નો ભ્રદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:
( may noble thoughts come to us from all directions)
વિવેકાનંદ એટલે વિવેક + આનંદ. જ્યારે ખરા
અર્થમાં વિવેક સાથે આનંદ ભળે ત્યારે આ
દેશને સ્વામી વિવેકાનંદ મળે. 19 મી સદીમાં જન્મેલ
આ નામ આજે 21 મી સદીમાં પણ બધાને મોઢે છે અરે મોઢે
છે એવું નહી બધાનો રોલ મોડેલ છે.
ભારતને જાણવા માટે વિવેકાનંદ’s
work ને વાંચો એવું રવિન્દ્રનાથ ટાગોરે કહ્યુ હતું તો સુભષચંદ્ર બોઝે વિવેકાનંદને એક સ્પિરિચ્યુઅલ
ટીચર ગણાવ્યા હતા. તો ગાંધીજીએ તો ત્યાં
સુધી કહ્યુ હતું કે વિવેકાનંદ’s work વાંચ્યા પછી એમનો દેશ પ્રેમ
હજાર ગણો વધી ગયો હતો.
2010માં બરાક ઓબામા ભારત આવ્યા ત્યારે
વિવેકાનંદના કવોટથી પોતાનું વક્ત્વ્ય શરૂ કર્યુ હતુ. જ્યલલીતાએ
કહ્યુ હતુ કે વિવેકાનંદ એમના રાજ્કરણમાં લઇ જવામાં મુખ્ય હતા. બાલગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ, ટાટા હોય કે નહેરૂ . વિનોબા ભાવે .
સી. રાજગોપાલચારી હોય કે ડો. રાધાક્રિષનન પ્રવણ મુખરજી હોય
કે હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હોય
કે મમતા
બેનર્જી હોય . બાબા રમદેવ કે
અન્ના હજારે કે અરવિંદ કેજરીવાલ કે કંગના રાનાવત બધાએ
સ્વામી વિવેકાનંદને રોલમોડેલ ગણ્યા છે.
વિદેશમાં
મૅક્સ મૂલર, જે જે ગોડ્વીન, માર્ક ટ્વેઇન, વિલિયમ જેમ્સ, જહોન
ડી રોકફેરલ, નિકોલા ટેસ્લા, વીલ ડુરા હોય
કે ઇન્ડોનેશિયાનો કર્ણધાર સુકર્ણૉ હોય બધાએ સ્વામી વિવેકાનંદને રોલમોડેલ તરીકે નવાજ્યા
છે.
ભારત અને વિશ્વના એ મોટા મોટા દિગજ્જોને સ્વમી વિવેકાનંદમાંથી પ્રેરણા લેતા
અને આગળ વધતા જોયા પણ આ આ આખો રસ્તો અનેક ક્લાસીસથી ભરેલો છે એક પણ ને સ્વામીજીને
યાદ કરીને કંઇક કરવાનો વિચાર ના આવ્યો....
મિત્રો તમે જે છો એ તમરું બિઇંગ છે અને એ યુનિક છે તમારા જેવું બીજુ યિનિક પાત્ર આ જગતમાં બીજુ કોઇ છે
નહી અને થાશે પણ નહી. આપણા આદર્શોમાં આપણા પ્રિય રોલમૉડેલના આદર્શો અપનાવીને એક
નવી શરૂઆત કરવાની છે પોતાની એક અલગ આઇડેન્ટીટી ઉભી કરવાની છે. કોઇના ડુપ્લીકેટ નથી
બનવાનું કોઇના ગમતા આદર્શોને પોતાના જીવનમાં વણી લેવાના છે પણ
આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે સતત આપણું
જીવન એક કંપેરિઝનમાં પુરું કરી દઇએ છીએ. ક્યારેય તમારી જાતને compare ન કરો પણ judge yourself તમારી જાતને judge ચોક્ક્સ કરો. અને એ જરૂરી પણ છે. વિવેકાનંદ એક
જ હતા એમ તમે પણ આ પૃથ્વી પર એક યુનિક છો એ યુનિકપણું ખોવાનો જરાપણ પ્રયત્ન ન કરો.
એક સરસ વાત કહું ....
પિકાસોનું એક ચિત્ર 3 -4 લાખમાં એની પત્નીએ એક ધનવાનને વહેંચ્યું. બસ એ મોટો
વેપારી એ ઘરમાંથી જતો તો જ અને એની નજર પિકાસો પર પડી એને થયું કે લાવને થોડા વખાણ
સાંભળતો જાવું અને એ સિધો જ પિકાસો પાસે ગયો અને પુછ્યુ આ ચિત્ર તમારા દ્વારા જ
બનાવાયેલું છે ને ! it is defiantly authentic by you ! અને પિકાસો જવાબ આપે છે આ
ચિત્ર માટે પિકાસો authentic નથી ભાઇ. જો તમે આ
વિચારીને જ આ ચિત્ર ખરીદ્યુ હોય તો તમે પૈસા બગાડ્યા છે એ વાત નક્કી. આ સાંભળતા જ
પિકાસોની પત્ની અંદરથી દોડતી દોડતી આવી..... આવે જ ને ! પિક્ચરના સારા એવા રૂપિયા
મળ્યાતા ને આ પાછો ના પાડે. એટલે આવીને કિધુ કે અરે તમે ખોટુ કેમ બોલો છો મેં તમને
આ પિકચર બનાવતા જોયા છે જ. ચિત્રમાં નીચે સિગ્નેચર કરી છે એ પણ તમારી જ છે અને એ
પણ મારી હાજરીમાં જ તમે કરી હતી
કેમ ભુલી જાવ છો. અને પિકાસો જે જવાબ આપે છે એ જવાબ જ
પિકાસોને પિકસો બનાવે છે બીજા હ્જાર, દસ હ્જાર કે દસ લાખ ચિત્રકારો કરતાં અલગ પાડે
છે. પિકાસો કહે છે મેં એવું ક્યાં કિધુ કે આ ચિત્ર મેં નથી બનાવ્યું . હું
તો એમ કહું છું કે આ ચિત્ર તો મારા જુના ચિત્રની પ્રતિકૃતિ છે. મેં આને ફરીથી
બનાવ્યુ છે એટલે નકલી છે એટલે authentic નથી. આને બનાવતી વખતે હું
ચિત્રકાર ન હતો... આને બનાવતી વખતે હું એક ઇમીટેટર હતો.
આને મેં ફરીથી ઇમીટેટ કર્યુ છે. એટલે આ ચિત્ર જે હાથમાં છે એને હું authentic ના જ કહી શકું. આની આગળ જે ચિત્ર હતું એ મારું ક્રિયેશન હતું એનો મેં ઉતારો
નહતો કર્યો એટલે એને હું authentic કહી શકું. જ્યારે આવી જોવાની દ્રષ્ટિ
આવે ત્યારે તમને તમારા પોતાની યુનિકનેશની ખબર પડે.
જીવનમાં મહત્વ છે આવડતનું આવડત હોવી એક વાત છે અને સહજ જીવ્યે જવું એ એક વાત છે.
Ability હોવી જ જોઇએ Ability required and must but ability
with transparency આવે ત્યારે એક પિકાસો આ જગતને મળે. ત્યારે સ્વામી વિવેકાનંદ
આ જગતને મળે. આજ
સુધી આ સૃષ્ટિમાં એક પણ વૃક્ષ ડીટો ટુ ડીટો સરખુ નથી અરે એક વૃક્ષના બે પાંદ પણ
સરખા નથી હોતા. બે પથ્થર પણ સરખા ગોતવા મુશ્કેલ છે. તો બે માણસ સરખા ક્યાંથી હોઇ
શકે.
If you have high
esteem
you can work well on a team
you can work well on a team
Look at your
possibilities
Don’t doubt your abilities.
Don’t doubt your abilities.
Imagine what you
could achieve
Look at what you will receive.
Look at what you will receive.
Know what you
are worth.
You are unique this earth.
You are unique this earth.
All you have to
do is decide
That all need is pride.
That all need is pride.
Don’t Doubt
Stretch out.
Stretch out.
અરબીમાં એક કહેવત છે કે પરમાત્માએ જ્યારે જ્યારે માણસને
બનાવ્યો ત્યારે ત્યારે દરેકને કાનમાં એક વાત કહી દે છે અને પાછી આ વાત બધા માટે
સરખી જ હોય છે. દરેક સર્જન વખતે પરમાત્મા કાનમાં કહેતા હોય છે કે આજ સુધી મેં તારા
જેવું શ્રેષ્ઠ સર્જન ક્યારેય નથી કર્યું. બસ આ જ માજાકને બધા સાચી માની ને જીવી
લેતા હોય છે અને બધાને જીવનભર એ જ વાત સતત યાદ રહ્યા કરે છે કે મારાથી સારું સર્જન
આ દુનિયામાં બીજુ કોઇ નથી જ.
જ્યારે તમે તમારી જાતને judge કરશો ત્યારે તમને તમારી transparency નો ખ્યાલ આવશે. જેટલી તમારી transparency વધારે એટલું
તમારું confidence level વધારે હશે. અને આવું જ ભારોભાર ભરપુર confidence level હતુ ગાંધીજીમાં. ગાંધીજી સમગ્ર દેશને સાથે રાખી શક્યા કારણ કે એમની transparency એક અલગ જ ઉંચાઇ
પર હતી. તેમનું confidence level એકદમ હાઇ હતું કારણ કે transparency થી પુરેપુરા ભરેલા હતા. અને એટલે જ તો એમની
આત્મકથાનું નામ સત્યના પ્રયોગો એવું રખી શક્યા. પોતાની transparency પોતાના જ ચૈત્યપુરુષના
વિકાશ માટે પણ એટલી જ મહત્વની છે.
તો આ transparencyને મજબુત કરવા
માટે ક્યાંક જરૂર પડશે Ethics ની. તમારા Ethics સામે વાળી વ્યક્તિ પર
તમારી પુરેપુરી અભિવ્યક્તિ રજુ કરી દેતા હોય છે. તમારી અભિવ્યક્તિમાં ક્યારેક
સામેવાળા પર તમારી શિષ્ત(discipline)ઉડીને આંખે વળગતી હોય છે.
પણ એક વાત ખાસ યાદ રાખજો તમારી એ શિષ્ત તમારા
અનુશાસનમાંથી ડિરાઇવ થયેલી હોવી જોઇએ.
તમારી અભીવ્યક્તિ એ તમારી ઇન્ટેલીઝન્સી છે. તમારી અભીવ્યક્તિ એ તમારું ક્રિએશન છે. હક્કિકતમાં તમારી અભીવ્યક્તિ તમારા ઇનરને વ્યક્ત કરતી હોય છે. તમારી
આ અભીવ્યક્તિની ગતિશીલતાને ક્યાંય સ્ટોપ ના થવા દો. એ
જેટલી વહેશે એટલી જ વધારે ખીલશે.
કંઇક નવું જાણવું અને માણવું એ અભીવ્યક્તિના બે
મુખ્ય પાય છે. કંઇક જાણ્યા કે માણ્યા પછી જે ક્રિયેશન
ઉદભવતું હોય છે અને ત્યારે ઉદભવેલું ક્રિએશન કંઇક અલગ જ હોય છે. એના માટે
તમારે ફરવું પડશે, જાણવું પડશે અને ક્યાંક થોડું હર્ટ પણ થાવું પડશે. વડોદરાના
શાયર તન્નવીરભાઇએ ખુબ સરસ વાત કરી છે કે
હવા કે સાથ ભી કુછ દૂર ચલ કે દેખ જરા
જો ફૈલના હૈ, તો ખૂશબુ મેં ઢલ કે દેખ જરા.
જો ફૈલના હૈ, તો ખૂશબુ મેં ઢલ કે દેખ જરા.
પોતાના ક્રિયેશનને પામવા માટે વહેવું જ પડ્શે.
જીવનમાં વહેતી વખતે કે ફેલાતી વખતે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે
નેવિગેશન કારમાં કે વ્હિકલમાં કે મોબાઇલમાં હોય અને એ
ઉપયોગી પણ છે. જીંદગી જીતવા માટે નેવિગેશન
કંઇ જ કામનું નથી. એના માટે તો ખાન-બ- દોશ બનીને ભટકવું પડે. થોડી ઠોકરો પણ
ખાવી પડે અને ગાળો પણ ખાવી પડે. આ જગત એમ જ કોઇને સુપરસ્ટાર નથી બનાવી આપતું.
હું આજે પણ કહું છું અને જ્યારે શિક્ષક હતો ત્યારે
વિદ્યાર્થીઓને ખાસ કહેતો કે
સ્કુલમાં કે મિત્રવર્તુળ કે ઘરમાં
તમને લાગતું હોય કે હું ફેઇલ છું કે મારા વિચારોને કોઇ
સમજવા તૈયાર જ નથી તો થોડું Self Analysis કરજો... ખુબ જ સરસ જવાબ
મળશે. ભાઇ તમે સહેજેય ફેઇલ નથી તમને
સમજનારા ફેઇલ છે. કારણ કે તમારા વિચારો તમારા સપના
તમારી ડેસ્ટીની અલગ છે એને સામે વાળા
ક્યારેય નહી સમજી શકે. તમારા વિચારો સાચા જ છે એ તો આ દુનિયાનો નિયમ છે કે દરેક
નવા વિચારને હસી કાઢવો કે રિજેકટ કરવો એ તો પહેલી પ્રાયોરિટી હોય છે. ન્યુટનને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરવા બદલ કે કેપ્લરે એમ કિધુ કે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ફરે છે એ
માટે જેલમાં જવું પડતું હોય તો આપણે કઇ વાડીના મૂળા.... બાકી યાદ રાખજો અભિમાન્યુને મારવા માટે 7 કોઠાના યુદ્ધની વ્યુહરચના કરવી
પડે બાકી એ તો એક એક સામે આવે તો એકલો કાફી હતો. કુરુક્ષેત્રના મેદાનનો ઇતિહાસ અલગ
હોત. આવો અભિમાન્યુ તમારા દરેકમાં બેઠો જ
છે
મીણબતી (કૅન્ડલ)ની જ્યોત જેમ ઉપર તરફ જ જાય છે હા એ ઉપર તરફ જ જાય તમે જો એ
કૅન્ડલને નીચે તરફ વાળો તો પણ જ્યોત ઉપર તરફ જ જવાની એમ તમારા વિચારો ગમે તે
પરિસ્થિતીમાં હોય પણ ગોલ તરફ જ જવા જોઇએ. આપણા વિચારો
નદીની જેમ એક ચોક્ક્સ ફ્લોમાં વહેવા જોઇએ તો આપણા
વિચારો એક વાયુની જેમ ચારે દિશામાં પ્રસરવા જોઇએ એ જ વિચારો બુમરેંગની જેમ
ક્યાંકથી અથડાઇને પાછા મળશે ત્યારે આપણી જીત પાકી સમજવી. શરત માત્ર એટલી જ કે
તમારું dedication માત્ર dedication ન બની રહે એ devotional dedication બને.....
The theory of everything મુવી જોવો એટલે સમજાય કે
કેવી રીતે સ્ટીફન હોકીંગ્સને પોતાનું સ્વેટર કાઢવા જતાં એના તાતણાઓમાંથી ફાયર પર
નજર પડે છે અને બ્રહમાંડની ઉત્તપતિનો ખ્યાલ આવી જાય છે. (Amyotrophic
Lateral sclerosis)
ડૉ સયૈદ અલી નદીમ કહે છે એમ તમને
વક્ત ઇન્સા કો
ફક્ત એક હી પલ દેતા હૈ
ઔર ઇંસાન ઉસે સદીઓ મેં બદલ હૈ દેતા હૈ
ઔર ઇંસાન ઉસે સદીઓ મેં બદલ હૈ દેતા હૈ
જીવનમાં ક્યાંક Concentrate થવા કરતાં conscious
થવાની જરૂર છે. Concentrate
means you are focusing on your observing sense or observing a particular thing
or an object.
જ્યારે consciousness એ તમારી એક અલગ જ awareness છે. તમારી જીજ્ઞાશા જ્યારે કોઇ એક ચોક્ક્સ પ્રકારના જ્ઞાનમાં કે અનુભવમાં બદ્લાવી શકવાની
જે પરીસ્થિતી સર્જન થઇ શકે એ consciousness છે. સ્વમીજીએ તો ત્યાં સુધી
કહ્યુ વ્યક્તિ એની consciousness ની ઉપર પણ જઇ શકે છે અને આ
જ વાત પાછળથી શ્રી અરવિંદે અતિમનસના સ્વરૂપે સમજાવી.
આ બાબતમાં સ્વામી વિવેકાનંદનો જ એક કિસ્સો યાદ
આવે છે જ્યારે એમના મમ્મી બિમાર હતા અને દવાના પણ પૈસા ન હતા મન ખીન્ન થાય છે અને ત્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે જાય છે અને કહે છે
ક્યાં છે જો આ જ આધ્યાત્મિકતા હોય તો એ
શું કામની આજે મારી માં ને જરૂર છે ને હું એને દવા કે ખાવાનું પણ આપી શકવાને સક્ષમ
નથી આવી જ spirituality હોય તો એ મને માન્ય નથી. અને
કાલીના પરમ ઉપાસક એવા રામકૃષ્ણ કહે છે કે તું એક કામ કર કે મંદિરમાં જા અને માં ને
જ કે ને ! અને સ્વામી વિવેકાનંદ અંદર મંદિરમાં જાય છે અને એક કલાક પછી બહાર આવે
છે. રામકૃષ્ણ પુછે છે તારે પુછવું હતું એ પુછી લીધું. અને વિવેકાનંદ ના પાડે છે
અરે એ તો હું ભુલી જ ગ્યો. જા પાછો જા અને આ વખતે પુછી ને આવજે. વિવેકાનંદ ફરીથી
જાય છે 4 કલાક પછી બહાર આવે છે. રામકૃષ્ણ ફરીથી પુછે છે આ વખતે પુછી લીધુ. અને
વિવેકાનંદ ના પાડે છે એ તો ભુલાઇ જ ગયું. અને રામકૃષ્ણ ફરીથી કહે છે જા પાછો જા
અને આ વખતે પુછ્યા વગર પાછો આવતો નહી. વિવેકાનંદ ફરીથી જાય છે અને આ વખતે 8 કલાકે
મંદિરમાંથી બહાર આવે છે. રામકૃષ્ણ ફરીથી પુછે છે આ વખતે પુછ્યું અને વિવેકાનંદ કહે
છે ના મેં નથી પુછ્યું મને પુછવાની જરૂર નથી લાગતી. હવે નથી પુછવું અને રામકૃષ્ણ
કહે છે જો તે પુછ્યુ હોત તો આ તારી અને મારી છેલ્લી મુલાકાત હોત. હું કરી તારું
મોઢું ન જોવેત.
આગળ મેં કહ્યું એમ કે તમારી consciousness
તમને એક અલગ જ અનુભૂતિ આપવા સક્ષમ છે આવી એક વાત કહું તો
શ્રી અરવિંદ જ્યારે અલીપુર જેલમાં હતા ત્યારે સ્વામી વિવેકાનંદનો અવાજ આધ્યાત્મિક
અનૂભૂતિના એક વિષિષ્ટ પરંતુ ઘણા જ ઉપયોગી ક્ષેત્ર વિશે માહિતી આપનારો હતો. જો તમે
અલકેમિસ્ટ બુક વાંચી હશે તો આવી બાબતો નો ખ્યાલ સમજી શકશો.
Consciousness
દુનિયાની અજીબો ગરીબ ઘટના કઇ કે આમ તો ઘણી ઘટાનાઓ ગણી શકાય પણ... જ્યારે કોઇ અમીર માણસ ભીખ માંગવા
જાય અને કોઇ ગરીબ માણસ દાન કરવા જાય એ ઘટના ખરેખર નોંધનીય જ કહેવાય. બુદ્ધ ભીખ
માંગે છે ત્યારે શું બને છે. એક અમીર જ ભીખ માંગે છે. જે આ સમજી શકે એ જ
બુદ્ધત્વને પામી શકે. સુદામા તાંદુલની પોટલી લઇને જાય છે ત્યારે શું બને છે. એક
ગરીબ જ એક સોનાની દ્વારકાના રાજાને દાન કરે છે. જ્યારે ગરીબ દાન કરે છે ત્યારે એ
એક નવા વર્તુળમાં પ્રવેશ કરે છે. એની ઉર્જા વેગવાન બને છે. એની પાસે એક અહેસાસ આવે
છે કે કંઇક એની પાસે પર્યાત્પ કરતા વધારે
માત્રામાં છે કે જે એ કોઇકને આપવા
માટે સક્ષમ છે. અને એક વાત યાદ રાખજો જ્યારે આવો વિચાર કંઇક આપી દેવાનો વિચાર
સર્થક બને ત્યારે કુદરત પણ લાખ ગણુ કરીને પાછુ આપતી હોય છે. જેવી રીતે તાંદુલના
દાણે દાણે મહેલ ચણાતો જાય છે એમ.
પણ આના માટે ક્યાંક જરૂર છે.
સત્યં માતા પિતા
જ્ઞાનં ધર્મો ભ્રાતા દયા સખા |
શાન્તિ: પત્નિ
ક્ષમા પુત્ર: ષડેતે મમ બાન્ધ્વા: ॥
સત્ય મારી માતા છે જ્ઞાન એ મારા પિતા છે ધર્મ મારો ભાઇ છે દયા એ મારો મિત્ર છે
શાંતિ એ મારી પત્નિ છે. અને ક્ષમા મારો
પુત્ર છે આ છ એ છ મારા જીવન બાંધવો છે.
અને હવે છેલ્લા આ ક્લાસના શિક્ષકો
માટે કહું તો ....
સ્વામી વિવિકાનંદે શિક્ષકો માટે સરસ વાત કરી છે કે
The only true teacher is he who can immediately come down
to the level of the student and transfer his soul to the student’s soul and see
through the student’s eyes and hear through his ears and understand through his
mind. Such a teacher can really teach none else.
જ્યારે દરેક શિક્ષક આ વાત પામી જશે ત્યારે મળનારા
વિદ્યાર્થી curiosity
અને Imagination થી ભરપુર ભરેલા
હશે અને સ્વામીજીની એ ઇચ્છા કે
Give me 100 Nachiketa
I willchange the World.
પુરી થાશે.