શુક્રવાર, 30 ડિસેમ્બર, 2016

2017 welcome


HAPPY NEW YEAR,

WELCOME 2017

અત્યારે હું, -  નરેન્દ્ર સર, નાનકાણી સર, કલ્પેશ સર અને રાકેશ સર સાથે શ્રીનાથજી જવા માટે નીક્ળી ચુકયો છું. રાત્રીના બાર વાગ્યા છે. અમે  પહોંચ્યા છીએ. નવા વર્ષે દસ્તક દઇ દિધી છે.  કાર ડ્રાઇવ કરતા કરતા વિચાર આવે છે કે આ પૃથ્વી પરના સૌથી ધનવાન અને સૌથી ગરીબ માણસ વચ્ચે કઇ બાબતમાં સામ્યતા છે. બસ આ વિચાર અમારા શિક્ષક ગૃપમાં અત્યારે જ પુછ્યો અને કારમાં ચર્ચાનો દોર શરૂ થયો. મારા મને, મને જ  જવાબ આપ્યો કે આ  બંન્ને ગમે ત્યારે ઇચ્છે ત્યારે પોતાના વિચારોની દુનિયામાં ગરકાવ થઇ  શકે છે. આવી જ રીતે બંન્ને ઉંઘમાં  પોતાના સપના પણ જોઇ શકે છે. અરે બસ હવે મારું મગજ કંઇક અલગ જ વિચારવા લાગ્યું કારણ કે આફટર ઓલ હું સાયન્સ સ્ટુડન્ટ ખરો ને ! આ દુનિયાનો દરેક માણસ નાનો હોય કે મોટો હોય, વૃધ્ધ હોય કે નાનું બાળ હોય, જાડો હોય કે પાતળો હોય, જાગતો હોય કે સૂતો હોય,  ખુબસુરત હોય કે ન ગમે એવો હોય, કામ નો હોય કે નકામો હોય જેવો હોય એવો એ આખુ વર્ષ મુસાફરી તો સરખી જ કરે છે. અરે હા મિત્રો હું કંઇ માણસે બનાવેલી વાડાબંધીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની વાત થોડી કરું છું. હું તો અખીલ બ્રહ્માડની વાત કરું છું. વિષ્વૃત પર 40,000 કિ.મી. નો ઘેરાવો ધરાવતી અને  પોતાની ધરી પર ફરતી આ પૃથ્વી એક ચકરાવો પુરો કરવામાં 24 કલાક લે છે. એ હિસાબે  1666 કિ.મી. પર ક્લાકની પૃથ્વીની  સ્પીડ થઇ. જેમ જેમ પૃથવીના ધ્રુવ પ્રદેશ તરફ જાવ એમ એમ  એ સ્પીડ ઘટતી જાય. એ હિસાબે ભારતમાં રહેલ દરેક વ્યકિત એટલીસ્ટ 1000 – 1200 કિ.મી. પર કલાક ની ઝડપે ફરતો હોય છે.    એટલે કે પૃથ્વી પરનો દરેક વ્યકિત ભલે તે જાગતો હોય કે  ઉંઘતો હોય, દવાખાનામાં હોય કે કોમાંમાં હોય કે પછી એ મારી જેમ ડ્રાઇવ કરતો હોય  એ દરેકે દરેક વ્યકિત દર કલાકે 1666 (ભારતવાસી  1000 – 1200 )કિમીની મુસાફરી કરે છે એ વાત ફાઇનલ . પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત કારણો ઘણા છે. પૃથ્વી પોતાની ભ્રમણ કક્ષામાં સૂર્યની આસપાસ પણ ફરે જ છે. અને આવી જ  ભ્રમણ કક્ષાની નવી શરૂઆત હજુ હમાણા જ થઇ છે. હા 2017 નો એક નવો ચકરાવો. પૃથ્વી સૂર્યથી 150 મિલિયન કિ.મી. દુર છે. અને 942 મિલિયન કિ.મી.ના ઘેરાવામાં એ પોતાનું ભ્રમણ પુર્ણ કરે છે. એ જોતા પૃથ્વી સૂર્યની આસપાસ 1,07,000 કિ.મી. પર કલાકની ઝડપે ફરે છે. આવી જ રીતે આપણું પુરૂ સૌર મંડળ 6,75,000 કિ.મી.ની ઝડપે ફરે છે. અને આ બધાનો સમાવેશ કરનાર આપણી ગેલેક્ષી પણ સતત દર કલાકે 36,00,000 કિ.મી. ની ઝડપે ફરે છે. એટલે જો આ બધાનો સરવાળો કરીએ તો આ પૃથ્વી પર નો દરેક માણસ દર કલાકે 43,83,610 કિ.મી. ની ઝડપે મુસાફરી કરે જ છે. આજ સુધી સાંભળેલા શબ્દો કે સમય ક્દીયે પાછો નથી આવતો, દરેક ક્ષણ ભુતકાળ બનતી જાય છે. આપણી સામેથી વહેતી નદી ક્યારેય એ જ નદી નથી જ હોતી કારણ એનો પ્રવાહ એમાં રહેલું પાણી સતત બદલાતું રહે છે!  એમ આપણી દરેક કલાકની, દરેક મિનિટની, દરેક સેકન્ડની આ યુનિવર્સની સાપેક્ષે થતી મુસાફરી પણ ક્યારેય એ પોંઇન્ટ પર પાછી આવવાની નથી. અને એથી જ કદાચ નવી ક્ષણને નવી પળના સાક્ષી હોવાના આનંદમાં  પૃથ્વીના આ નવા ચકરાવાને 31 મી ડિસેમ્બરની રાતે ગુડ બાય કહી નવા વર્ષને આવકારવા ર્ન્યુઝીલેન્ડથી લઇ ને  અલાસ્કા (બંન્ને વચ્ચે 26 કલાક નો ડિફરન્સ)નું માનવ મહેરામણ ઉત્સાહી હોય છે. વધારે એક્યુરેસીથી કહીએ તો રશિયાના ઇસ્ટર્ન મોસ્ટ વિલેઝ Naukan Haykahથી  લઇને   અલાસ્કાના મોસ્ટ વેસ્ટર્ન વેલ્સ (બંન્ને વચ્ચે 21 કલાકનો ડિફરન્સ છે.  ) પ્રદેશનો માનવ નવા વર્ષને આવકારવા તૈયાર છે. અત્યારે આ પળે  ભારત 2017 ની વધામણી કરી રહ્યુ છે તો ભારતની પૂર્વોતર દેશો આ ઉજવણી કરી ચુક્યા છે બીજી બાજુ પશ્ચિમોતમ દેશો હજુ રાહ જોઇ રહ્યા છે. આ સાપેક્ષ વાદ પણ વિચારતા કરી મુકે એવો છે. આવું જ કંઇક ક્યાંક અલગ અલગ જગ્યાએ આ ક્ષણે સતત બનતું હશે.   અત્યારે  કંઇ કેટલાય લોકો હવાઇ મુસાફરી કરતા હશે અને કોઇક હોશિયાર પાયલટ થોડી અટપટી ગણતરીઓ કરી અક્ષાંક્ષ રેખાંશ ને ધ્યાનમાં રાખી ટાઇમ ઝોન મુજબ ગણતરી કરી કોઇક પોઇન્ટ પર  એનાઉન્સ કરે કે અત્યારે આપણે ફ્લાણા ફલાણા દેશ પરથી ઉડી રહ્યા છીએ અને એ મુજબ રાતના 12 વાગ્યા છે તો હેપી ન્યુ યર. આ સુખદ આંચકો આપી શકે એવા કેટલા ગણવાના. જો હું પાયલટ હોઉં તો તો આ કામ કરું જ ...  તો બસ આવા જ કંઇક અલગ જ અંદાજમાં દર કલાકે 43,83,610 કિ.મી. ની ઝડપે મુસાફરી કરતા કરતા 2017ના વર્ષને જીતી જવા હર ક્ષણ, હર પળ હું તૈયાર જ છું.  બાકી તો નરેન્દ્ર સરે અમીર અને ગરીબના સરખા સમયની બબતમાં કહેલો દુહો ખરેખર સાચો જ છે. કે, ....

"રણ  જીતણ કંકણ બંધણ પુત્રવધાયુ  થાય,  
આ ત્રણ ટાણા હરખરા એમાં કોણ રંક કોણ રાય".......


નોંધ: બાકી આજે 2016ના વર્ષના છેલ્લા દિવસે International Atomic Time  દુનિયામાં  પોતાની મુકેલી 200 highly precise atomic clock મુજબ 1 સેકન્ડનો ઉમેરો કરશે એ વાતની આજની પેઢી કે જે કાયમ મોબાઇલ ફોનમાં ઓટોમેટીક ટાઇમ ઝોન સેટ કરીને રાખે છે એની એને  ક્યાં ખબર હોવાની !!!  જાણે આવી વાતનો ભાર તો એક સ્ટુડન્ટને માથે જનરલ નોલેઝના નામે થોપી દેવાયો છે. એવું સતત લાગ્યા જ કરે...